લંડન 25, એપ્રિલ
ભારતીય મૂળની કોઈ વ્યક્તિ ભવિષ્યમાં બ્રિટનનાં વડાપ્રધાન બની શકે છે, તેવું બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરૂને જણાવ્યું હતું. તેમણે પોતાનિ નિવેદનમાં કહ્યું હતું કે તેમની કન્જર્વેટિવ પાર્ટી દેશની એવી પહેલી પાર્ટી હશે જે ભારતીય મૂળનાં કોઈ બ્રિટિશ નાગરિકને વડાપ્રધાન બનાવશે.
કન્જર્વેટિવ ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયાનાં ભોજન સમારોહ દરમિયાન કેમરૂને બ્રિટનમાં ભારતીય લોકોનાં યોગદાનનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. આ અવસર પર તેમણે જણાવ્યું હતું કે, "અમારી પાર્ટી દેશની એવી પહેલી પાર્ટી જ્યાં એક મહિલાને વડાપ્રધાન બનાવવામાં આવી, જેણે એક યહૂદીને વડાપ્રધાન બનાવ્યાં અને હવે અમે કોઈ ભારતીય મૂળનાં બ્રિટિશ નાગરિકને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યાં છે."
જો કે કેમરૂને આ ભારતીય વ્યક્તિ કોણ હશે તેની સ્પષ્ટતા કરી નથી. બ્રિટનમાં ભારતીયોનાં યોગદાન વિશે તેમણે કહ્યું હતું કે, "ઘણાં એવાં ભારતીયો છે, જેમણે બ્રિટનને આર્થિક રીતે પણ મજબૂત કર્યું છે. ભારત અને બ્રિટન વચ્ચેનાં સંબંધો મજબૂત છે અને અમે વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. "

No comments:
Post a Comment