વોશિંગ્ટન, 22 જૂન
અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન ભારતમાં અનેક લોકોથી પ્રભાવિત છે. તેની સાથે જ તે એક ગુજરાતી મહિલાને પણ પોતાની રોલ મોડલ ગણાવે છે. એટલું જ નહિ પરંતુ તેઓ આ ગુજરાતી મહિલાની વાત કરતા ગર્વ અનુભવે છે.
અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનની પસંદગીની હિરોઈનોમાં ભારતની પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા ઈલા ભટ્ટનો સમાવેશ થાય છે. ઈલાએ ભારતમાં ઘણા વર્ષો પહેલા સેલ્ફ એમ્પલોઈડ વૂમન એસોસિયેશન (સેવા) નામની સંસ્થાની શરૂઆત કરી હતી.
હિલેરીએ કહ્યું કે તે શિક્ષિત મહિલા છે. તેની પાસે અન્ય લોકોની જેમ ઘણા વિકલ્પ હતા, પરંતુ તેમણે પોતાનું જીવન ખેતરોમાં કામ કરનારી, શાક વેચનારી, ઘરોમાં કામ કરનારી ગરીબ મહિલાઓને સંગઠિત કરવામાં વીતાવી દીધુ. તેમણે એવી મહિલાઓ માટે કામ કર્યુ જેને મહત્વ આપવામાં નહોતુ આવતુ.
સંસ્થાના સભ્યો સાથેની પોતાની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કરતા હિલેરીએ કહ્યું કે જ્યારે હું પહેલી વખત ભારતમાં તેમને પ્રથમ અમેરિકન મહિલા તરીકે મળી તે મને એક જનસમૂહ પાસે લઈ ગયા જ્યાં મહિલાઓ વિભિન્ન ક્ષેત્રોમાંથી આવી હતી. તેમાંથી કેટલીક ઘણે દૂરથી આવી હતી. સરસ મજાની સાડી પહેરેલ આ મહિલાઓ સેવા સાથે જોડાયેલ હતી. તેમણે કહ્યું કે સેવાની મહિલાઓએ બતાવી દીધુ કે કમાણીના મુદ્દે તે પોતાના પતિ કરતા ઉતરતી નથી.

No comments:
Post a Comment