Wednesday, July 11, 2012

ગાંધીજીને 'રાષ્ટ્રપિતા'નો સત્તાવાર ખિતાબ અપાયો નથી : સરકારનો ખુલાસો


ગુડગાંવ : 11, જૂલાઈ
ગાંધીજીને સરકાર દ્વારા ક્યારેય સત્તાવાર રીતે 'રાષ્ટ્રપિતા'નો ખિતાબ આપવામાં આવ્યો નથી તેવી સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી છે. આરટીઆઈ એક્ટ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા આવો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ૧૮ જૂને આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ડિરેક્ટર એન્ડ સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર શ્યામલ મોહને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી'રાષ્ટ્રપિતા' તરીકે ખ્યાતિપ્રાપ્ત હતા. લોકો તેમને સન્માનનીય રીતે રાષ્ટ્રપિતા તરીકે નવાજતાં હતાં પણ સરકાર દ્વારા તેમને ક્યારેય સત્તાવાર રીતે આવો દરજ્જો અપાયો નહોતો.
સામાજિક કાર્યકર અભિષેક કાદયાન દ્વારા ગૃહમંત્રાલયને ૨૧ મે ૨૦૧૨ના રોજ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અભિષેક કાદયાન એનિમલ રાઇટ્સ સાથે સંકળાયેલ એનજીઓના સલાહકાર પણ છે.
અગાઉ લખનૌની છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઐશ્વર્યા પરાશર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગૃહમંત્રાલયે તેની અરજી નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાને મોકલી હતી, જેણે એવો જવાબ આપ્યો હતો કે તેની પાસે આવો કોઈ નક્કર દસ્તાવેજ નથી કે જેના પરથી માહિતી આપી શકાય.

No comments:

Post a Comment