Monday, November 18, 2013

અબ્દુલ્લા યામિને માલદિવના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા


Nov 17, 2013 21:22

માલે, 17 નવેમ્બર

માલદિવના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ મોહમદ નાશીદને હરાવી અબદુલ્લા યામીને રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. આ સાથે માલદિવના છઠ્ઠા રાષ્ટ્રપતિ બનતા તેઓને માલદિવના ચીફ જસ્ટીસ અહમદ ફાયઝે તેમને શપથ લેવડાવ્યા હતા. યામીનની પાર્ટીના મોહમ્મદ જામીલે ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.

પ્રોગ્રેસીવ પાર્ટી ઓફ માલદિવ(પીપીએમ)ના ઉમેદવાર અને અર્થશાસ્ત્રી એવા 54 વર્ષીય યામીને માલદિવમાં એક આશ્ચર્યજનક જીત હાંસલ કરી હતી. યામીનને ચૂંટણીમાં 1,11,203 મતો મળ્યા હતા. જ્યારે હરીફ એવા મોહમદ નાશીદને 1,05,181 મત મળ્યા હતા.

જીત પછી અબદુલ્લા યામીને કહ્યુ હતુ કે દેશને સ્થિરતાની જરૂર છે અને તેઓ વિપક્ષ પાસેથી સાથ સહકારની આશા રાખે છે. માલદિવ ડેમોક્રેટીક પાર્ટીના મોહમદ નાશીદે કહ્યુ હતુ કે માલદિવ ડેમોક્રેટીક પાર્ટી(એમડીપી) હંમેશા લોકો દ્વારા ચૂંટાતી સરકારની તરફેણ કરી હતી અને આજે ખુશીનો સમય છે કે લોકોએ સરકાર ચૂંટી કાઢી.

No comments:

Post a Comment