Sunday, September 8, 2013

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ જરદારીને વિદાય અપાઇ

પાકિસ્તાન,8 સપ્ટેમ્બર


પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી રવિવારે પાંચ વર્ષનો સફળ કાર્યકાળ પૂરો કર્યા પછી વિદાય થશે અને તેમના સ્થાને મમનૂન હુસેન પદ ગ્રહણ કરશે. ઝરદારી પાકિસ્તાનના એવા પ્રથમ રાષ્ટ્રપતિ હતા કે જેમણે આ પદ ઉપર પાંચ વર્ષનો સમયગાળો પુરો કર્યો હોય.

ઝરદારીને વિદાય આપવા માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પદ પર વિદાય લીધા પછી ઝરદારી લાહોરમાં રહીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને વધુ મજબુત કરવાના કામમાં લાગી જશે.
 

Wednesday, September 4, 2013

ગુજરાતી (આરામ થી વાંચજૉ)

આપણે ગુજરાતીઓ …..
હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) '
કેર-ફ્રી' સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) '
ચાલુ' સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) '
ચિત્ર-વિચિત્ર' ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક 'મહાન વ્યક્તિ' ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે?એ 'મહાન' વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે,કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે 'ગુજરાતી' !આખી દુનિયામાં 'વર્લ્ડ બેસ્ટ વેપારી'નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા –'ગુજરાતીઓ', પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ,આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી 'બે પૈસા' કમાઈ રહ્યા છે.
વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
'
મનીમાઈન્ડેડ' તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે 'કંઈ પણ' કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા 'કંઈ પણ' કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી 'કબૂતર' બનવા તૈયાર થઈ જાય છે.. આ 'કબૂતરો'નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(
ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત...મા…રો…... દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ….ઈ…ટ…સ…રો…કિં…ગ…)
આવી રીતે ગુજરાતી ભાષાના'સિસ્ટર મેરેજ' કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે'ચાઈનીઝ ભેળ'. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝામળે છે! અને તમને કહી દઉં બોસ,હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !)
સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે 'પીવા'ના પણ શોખીન છે. આ 'પીવા'નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ 'પીવાય' છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ,હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા 'ફ્લેક્સિબલ' ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ...ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે'અમે, અમારા જમાનામાં બહુ રમતા'તા હોં ભઈ!'
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે.પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી,સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય,હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારેડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા,ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાંસાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ.જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.' ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં'ફ્રી' લખ્યું તો તો 'ખ…લ્લા…સ'.રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ...સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે,પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય

Dr. Radhakrishnan - Sep. 5, 1888

Saturday, August 24, 2013

રિઝર્વ બેક ઓફ ઈન્ડિયાના નવા સુકાની : રઘુરામ રાજન (બાયોગ્રાફી)


Aug 24, 2013

બાયોગ્રાફી    - હસમુખ ગજ્જર
જન્મ          - ૬ ફેબ્રુઆરી, ૧૯૬૩
જન્મ સ્થળ  - ભોપાલ,મધ્યપ્રદેશ
અભ્યાસ      - આઇઆઇએમ,અમદાવાદ

ઓળખ- ભારતીય રિઝર્વ બેંકના ૨૩મા ગવર્નર
ગગડી રહેલા રૂપિયા અને ગબડી રહેલા અર્થતંત્રને સ્થિર કરવાનો પડકાર હવે રિઝર્વ બેન્કના નવા ગવર્નર રઘુરામ રાજનના શિરે છે. દેશમાં આર્થિક મૂડીરોકાણ, નિકાસ તથા રૂપિયાની કિંમતમાં ઘટાડા જેવી ત્રિવિધ આર્થિક મુશ્કેલીઓ આકાર લઈ રહી છે ત્યારે આવા સંજોગોમાં નવા ગવર્નરના એક એક પગલા પર દેશવાસીઓ આશાની મીટ માંડીને બેઠા છે. જોકે, દેશના અથતંત્રને પાટા પર લાવવા માટે પોતાની પાસે જાદુઈ લાકડી જેવા કોઈ તિલસ્મી ઉપાયોની અપેક્ષા ન રાખવી એવો ફોડ તેમણે પહેલેથી પાડી દીધો છે.
* ભારતીય રિઝર્વ બેન્કના ૨૩મા ગવર્નર તરીકે રાજન ૪થી સપ્ટેમ્બરથી હોદ્દો સંભાળશે. નિવૃત્ત થઈ રહેલા ગવર્નર ડી. સુબ્બારાવનું સ્થાન લેનારા રાજન ત્રણ વર્ષ સુધી ગવર્નર તરીકે રહેશે.
* રાજન આયોજન પંચની નાણાકીય સુધારાની કમિટીમાં અને વડાપ્રધાન મનમોહનસિંહના માનદ્ સલાહકાર પણ રહી ચૂક્યા છે.
* રાજન ૪ સપ્ટેમ્બરના રોજ ગવર્નર તરીકે વિધિવત્ શપથ લેશે એ પહેલાં રિઝર્વ બેન્કમાં ત્રણ સપ્તાહ સુધી વિશેષ કાર્ય અધિકારી તરીકે બેન્કના કામકાજથી વાકેફ થશે.
* તમિલ રઘુરામનનો જન્મ ભોપાલમાં થયેલો છે. તેઓ ૭ વર્ષના હતા ત્યારથી જ તેઓને પરદેશ ભણવા મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ અભ્યાસના ભાગરૂપે શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને બેલ્જિયમમાં જેવા દેશોમાં રહી ચૂક્યા છે.
* રઘુરાજન દિલ્હી ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએટ થયા હતા.૧૯૮૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ -અમદાવાદ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમણે ૧૯૯૧માં બેંકિંગ વિષય પર પીએચડી કર્યું હતું. 
* રઘુરામ રાજન એકમાત્ર એવા અર્થશાસ્ત્રી છે કે જેમણે ૨૦૦૮માં આવનારી વૈશ્વિક આર્થિક મંદીની આગાહી ૩ વર્ષ પહેલાં કરી હતી. ૨૦૦૫માં રાજને આ ભવિષ્યવાણી કરી ત્યારે અંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)માં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કાર્યરત હતા.
* રાજન આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં અર્થશાસ્ત્રી ઉપરાંત તથા વિશ્વ બેન્ક જેવી સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ગ્રેજ્યુએટ થયા બાદ યુનિર્વસિટી ઓફ શિકાગોની સ્કૂલ ઓફ બિઝનેસમાં જોડાયા હતા.
* ૭ ઓગસ્ટના રોજ 'મિલેનિયમ પોસ્ટ' નામના મેગેઝિનમાં તેઓ અમેરિકન નાગરિકત્વ ધરાવતા હોવાનું છપાતાં વિવાદ થયો હતો. આ બાબતે ૧૨ ઓગસ્ટના રોજ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ સરકારને રાજનના નાગરિકત્વ અંગેની વિગતો પાર્લામેન્ટમાં જાહેર કરવાની માગણી કરતાં તેમના ભારતીય પાસપોર્ટની કોપી સ્પીકર દ્વારા જોષીને પહોંચાડવામાં આવી અને આખરે વિવાદ શમ્યો હતો.
* રાજને અર્થતંત્ર સુધારવા માટે પોતાની પાસે જાદુઈ છડી નહીં હોવાનું સ્પષ્ટપણે જણાવીને સ્પષ્ટવક્તા હોવાની છાપ ઊભી કરી છે.

Thursday, August 22, 2013

Cricket Stars Their Kids

A montage of the special ones in the lives of these special cricketers.



Click here to join nidokidos
Adam Gilchrist


Click here to join nidokidos
Saurav Ganguly


Click here to join nidokidos
Inzaman UL Haque


Click here to join nidokidos
Steve Waugh


Click here to join nidokidos
Glenn McGrath


Click here to join nidokidos
Bradd Haddin


Click here to join nidokidos

LONDON - SEPTEMBER 13: Andrew Flintoff with his daughter Holly and captain Michael Vaughan and Kevin Pietersen pose for a photograph aboard the parade bus on the way to Trafalgar Square as part of the Ashes victory celebration, September 13, 2005 in London. (Photo by Tom Shaw/Getty Images)



Click here to join nidokidos
Denis Lillee wit the son Adam Lillee


Click here to join nidokidos
Shane Warne With son Jackson


Click here to join nidokidos

CALCUTTA, INDIA: Pakistan cricket captain Inzamam-ul-Haq (R) walks across the field with his young son Ibtecam (C), team-mate Abdul Razzaq, (L) before a practice session in Calcutta, 11 November 2004.



Click here to join nidokidos

MELBOURNE, AUSTRALIA - DECEMBER 25: Matthew Hayden of Australia kisses daughter Grace while out on the pitch during training at the MCG on December 25, 2004 in Melbourne, Australia. (Photo by Hamish Blair/Getty Images)



Click here to join nidokidos

KARACHI, PAKISTAN: Pakistani cricketer Danish Kaneria and his wife Dharmeta pose for photographs with their newly born daughter at a hospital in Karachi, 26 February 2005.



Click here to join nidokidos

RAWALPINDI, PAKISTAN - DECEMBER 19: Former Pakistan cricket team captain Imran Khan and his sons Qasim and Suleiman Khan watch the action during the fourth one day international match between Pakistan and England at The Rawalpindi Cricket Stadium on December 19, 2005 in Rawalpindi, Pakistan. (Photo by Paul Gilham/Getty Images)



Click here to join nidokidos
MAthew Hyeden


Click here to join nidokidos

MELBOURNE, AUSTRALIA - DECEMBER 28: Former cricketer Merv Hughes and son Scott participate in the "Merv's walk to the G" event from Federation Square to the MCG before day three of the Second Test between Australia and South Africa played at the MCG on December 28, 2005 in Melbourne, Australia.



Click here to join nidokidos

Bangalore, INDIA: Indian cricketer Anil Kumble, with his son Mayas Kumble, arrives for a press conference to announce his retirement from one-day international (ODI) cricket during a press conference in Bangalore, 30 March 2007



Click here to join nidokidos
Glenn McGrath


Click here to join nidokidos

ENGLAND - JUNE 1983: Viv Richards of the West Indies with his daughter during the World Cup 1983 held in June 1983 in England. (Photo by Getty Images)



Click here to join nidokidos

Michael Vaughan (R) watches from the stand with his daughter Talulah Grace during the Twenty20 match between Yorkshire and Durham at Headingley on June 27, 2006 in Leeds, England. (Photo by Paul Gilham/Getty Images)


India-Pakistan matchThe Away Games series pilot looks at the India-Pakistan conflict through the lens of the only sport that matters there: cricket.
 Filmed in Delhi, India in January 2013. Away Games is a travel series that uses sport to view lives, conflicts, and cultures about the globe.

Cricket Stars Their Kids

A montage of the special ones in the lives of these special cricketers.



Click here to join nidokidos
Adam Gilchrist


Click here to join nidokidos
Saurav Ganguly


Click here to join nidokidos
Inzaman UL Haque


Click here to join nidokidos
Steve Waugh


Click here to join nidokidos
Glenn McGrath


Click here to join nidokidos
Bradd Haddin


Click here to join nidokidos

LONDON - SEPTEMBER 13: Andrew Flintoff with his daughter Holly and captain Michael Vaughan and Kevin Pietersen pose for a photograph aboard the parade bus on the way to Trafalgar Square as part of the Ashes victory celebration, September 13, 2005 in London. (Photo by Tom Shaw/Getty Images)



Click here to join nidokidos
Denis Lillee wit the son Adam Lillee


Click here to join nidokidos
Shane Warne With son Jackson


Click here to join nidokidos

CALCUTTA, INDIA: Pakistan cricket captain Inzamam-ul-Haq (R) walks across the field with his young son Ibtecam (C), team-mate Abdul Razzaq, (L) before a practice session in Calcutta, 11 November 2004.



Click here to join nidokidos

MELBOURNE, AUSTRALIA - DECEMBER 25: Matthew Hayden of Australia kisses daughter Grace while out on the pitch during training at the MCG on December 25, 2004 in Melbourne, Australia. (Photo by Hamish Blair/Getty Images)



Click here to join nidokidos

KARACHI, PAKISTAN: Pakistani cricketer Danish Kaneria and his wife Dharmeta pose for photographs with their newly born daughter at a hospital in Karachi, 26 February 2005.



Click here to join nidokidos

RAWALPINDI, PAKISTAN - DECEMBER 19: Former Pakistan cricket team captain Imran Khan and his sons Qasim and Suleiman Khan watch the action during the fourth one day international match between Pakistan and England at The Rawalpindi Cricket Stadium on December 19, 2005 in Rawalpindi, Pakistan. (Photo by Paul Gilham/Getty Images)



Click here to join nidokidos
MAthew Hyeden


Click here to join nidokidos

MELBOURNE, AUSTRALIA - DECEMBER 28: Former cricketer Merv Hughes and son Scott participate in the "Merv's walk to the G" event from Federation Square to the MCG before day three of the Second Test between Australia and South Africa played at the MCG on December 28, 2005 in Melbourne, Australia.



Click here to join nidokidos

Bangalore, INDIA: Indian cricketer Anil Kumble, with his son Mayas Kumble, arrives for a press conference to announce his retirement from one-day international (ODI) cricket during a press conference in Bangalore, 30 March 2007



Click here to join nidokidos
Glenn McGrath


Click here to join nidokidos

ENGLAND - JUNE 1983: Viv Richards of the West Indies with his daughter during the World Cup 1983 held in June 1983 in England. (Photo by Getty Images)



Click here to join nidokidos

Michael Vaughan (R) watches from the stand with his daughter Talulah Grace during the Twenty20 match between Yorkshire and Durham at Headingley on June 27, 2006 in Leeds, England. (Photo by Paul Gilham/Getty Images)


India-Pakistan matchThe Away Games series pilot looks at the India-Pakistan conflict through the lens of the only sport that matters there: cricket.
 Filmed in Delhi, India in January 2013. Away Games is a travel series that uses sport to view lives, conflicts, and cultures about the globe.

Thursday, August 1, 2013

સદીનો એક અનોખો અવાજ મોહમ્મદ રફી


31,જુલાઈ

વર્સટાલીયટી જેમની ખુબ રહી છે.એવા ગ્રેટ સિંગર મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924નાં દિવસે થયો હતો..જો કે રફીના પિતાને સિંગર બનવા માટે વાંધો હતો.પણ રફીની મંજીલ હતી મ્યુજીકની દુનિયાલોહોરમા ઉસ્તાદ વાહિદ આલિખા સાહબ અને ઉસ્તાદ બરકત અખિખઆન પાસેથી સંગીતની ટ્રેનિગ લીધી હતી.રફીનું પહેલુ સોગ હતું, પંજાબી સોંગ હતું જેના શબ્દો હતા સોનિયેની હરિયેની. બોલીવુડમાં રફીને પહેલો ચાન્સ નૌશાદ આપ્યો હતો.

ધીરે ધીરે રફીને મોટામોટા સંગીતકાર તરફથી સોલો અને ડયુએટ સોંગ્સ મળવાની શરૂઆત નૌશાદ,ફિરોઝ નાઝમી અને સી. રામચંદ્ર દ્વારા આપવામાં આવ્યો હતો.રફીને બેજૂ બાબરાના તડપત હરી દર્શન કો અને આ દિનયા કે રખાવાલેથી કરી હતી.મહમ્મદ રફીએ પછી પાછળ જોયુ નથી.મોટા મોટા સંગીતકાર સાથે તેણે કામ કર્યુ.તે જમાનાના ખ્યાતનામ હિરો માટે તેણે ગીત ગાયા છે.દિલીપ કુમાર,શમ્મી કપુર,રાજેન્દ્રકુમાર,દેવા આનંદ અને ગુરૂદત્ત વગરેનો સમાવેશ થાય છે.

મોહમ્મદ રફી કોઈ પણ બેનરનું ગીત બખુબીથી ગાઈ શક્તા હતા.કલાસિક,ગઝલ,રોમેન્ટીક અને ભજન પણ સારી રીતે ગાઈ શકતા હતા.રફીને તેના અવાજને કારણે અનેક એવોડર્સ મળ્યા હતા.31 જુલાઈ 1980ના રોજ હાર્ટ એટકને કારણે મોહમ્મદ રફી દુનિયાને અલવિદા કરી હતી.જતાં જતાં એટલુ કહી ગયા કે તુમ મુજે યું ભુલ ના પાઓગે..