અમદાવાદ, 10 ડિસેમ્બર
- ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હદયરોગના હમલાથી અવસાન
- ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતર્યો હતો
ગુજરાતી સાહિત્યના જાણીતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું આજે અમેરિકના દલ્લાસ ખાતે હદયરોગના હુમલાથી અવસાન થયું.
અશ્વિની ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો હતો. તેમણે ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકામંડલ, શૈલજા સાગર, કરામત જેવી અનેક નવલકથાઓ લખી છે. અશ્વિની ભટ્ટ તેમની નવલકથા માટે પશ્ચાદભુમિકામાં રહેલા સ્થળોની મુલાકાત લેવા માટે જાણીતા હતા. જેના કારણે તેમની નવલકથાઓમાં સ્થળકાળના વર્ણનો એકદમ તાદૃશ લાગતા હતા.
અશ્વિની ભટ્ટે અનાવાદ થકી સાહિત્યમાં પગરણ માંડ્યા હતા. તેમના શોકથી ગુજરાતી સાહિત્ય અને સાહિત્યરસિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાઈ છે, અને સાહિત્યમાં ન પૂરાય એવી ખોટ પડી છે.
No comments:
Post a Comment