મુંબઈ -
વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું મંગળવારે અમેરિકાના સેન ડિયેગોમાં અવસાન થયું છે. એ ૯૨ વર્ષના હતા. એમને શ્વાસની તકલીફ થતાં ગયા ગુરુવારે લા જોલા શહેરની સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ
્યા હતા. એમણે મંગળવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધો.
દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર કહેવાતા. પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા. પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા.

No comments:
Post a Comment