http://www.sandesh.com/article.aspx?newsid=2580062
અમદાવાદ, 22 સપ્ટેમ્બર
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના કે.કે.નગર સેક્ટર ૧માં ૭ નંબરના બંગ્લોઝમાં રહેતા પ્રિયાંશુએ શાહિબાગ સેન્ટ્રલ સ્કૂલમાંથી ધોરણ ૧૨ પાસ કર્યુ છે અને ગણપત યુનિવર્સિટીમાંથી ૨૦૧૧માં આઈટીમાં પાસ આઉટ છે જ્યારે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરમાંથી માસ્ટર્સ કર્યુ છે. ૨૦૧૩માં જ્યારે માઈક્રોસોફ્ટે જ્યારે ભરતીની પ્રોસેસ શરુ કરી ત્યારે તેમાં ૮ કલાકના ઈન્ટરવ્યૂના અંતે પ્રિયાંશનુ નસીબ ખુલ્યું અને તેને ૧ લાખ ૭પ હજાર ડોલર(1.10 કરોડ રૂપિયા) પગારના પેકેજની ઓફર થઈ.
પ્રિયાંશુના જણાવ્યા અનુસાર હમણાં જ મારી વિઝા પ્રોસેસ પૂર્ણ થઈ છે અને ૧ ઓક્ટોબરથી મારે યુએસમાં માઈક્રોસોફ્ટના સિએટલ ખાતેના હેટક્વાર્ટરમાં હાજર થવાનું છે. જો કે મારુ સ્વપ્ન તો ઈન્ડિયામાં જ અને તેમાં પણ ગુજરાતમાં ફેસબૂક અને ગુગલ જેવી કંપની ખોલવાનું છે જેથી આપણા યુવાનોને કંઈક કરી બતાવવાની તક મળે.
રાષ્ટ્રીય લઘુઉદ્યોમાં ઝોનલ ડાયરેક્ટર એવા પ્રિયાંશુના પિતા પ્રભાત કુમારના જણાવ્યા અનુસાર અમે પ્રિયાશુંને શરુઆતથી જ પ્રોત્સાહિત કરતાં આવ્યાં છીએ. હવે તે કમ્પ્યુટર સોફ્ટવેરમાં દુનિયાની પ્રતિષ્ઠિત એવી માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ માટે જઈ રહ્યો છે ત્યારે અમારી ખુશીનો કોઈ પાર નથી.
૮ કલાક સુધી ચાલેલો માઈક્રોસોફ્ટનો ઇન્ટરવ્યૂ અને તેની તૈયારીઓ
પ્રિયાંશુના જણાવ્યા અનુસાર આઈટીમાં ભણતો હતો ત્યારથી જ તે માઈક્રોસોફ્ટમાં સ્થાન મળે માટે દરરોજ ૯ કલાકની મહેનત શરુ કરી દીધી હતી. અલગ અલગ પ્રકારની કમ્પ્યુટરને લગતી બુક્સ અને ઓનલાઈન આર્ટિકલના અભ્યાસની સાથે સાથે જનરલ નોલેજથી પણ અપડેટ રહેતો હતો. જો કે ૨૦૧૩માં કંપની તરફથી ઈન્ટરવ્યૂ માટે બોલાવાયો ત્યારે તે ઈન્ટરવ્યૂ આઠ કલાક ચાલેલો જેમાં માઈક્રોસોફ્ટના ચાર અધિકારીઓએ એક પછી એક તેને સવાલો પૂછ્યા હતા. ઓછી ઉંમરમાં ગુજરાતમાંથી ૨૦૧૩માં માઈક્રોસોફ્ટમાં ૧ લાખ ૭પ હજાર ડોલરનો પગાર મેળવતો કર્મચારી બન્યો છે

No comments:
Post a Comment