Sunday, September 29, 2013

એ ક્રાંતિકારીઓ: જેમને જોઈ ભગતસિંહ બન્યા 'શહિદ-એ-આઝમ'

http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-283074-NOR.html?HF=

એ ક્રાંતિકારીઓ: જેમને જોઈ ભગતસિંહ બન્યા 'શહિદ-એ-આઝમ'
કરતારસિંહ નામના શહિદની તસવીર તો ભગતસિંહ કાયમ પોતાના ખિસ્સામાં રાખતા

ભગતસિંહની માતાને સંબોધીને કોઈ શાયરે લખ્યુ છે કે-

તું ન રોના કે તુ હૈ ભગતસિંહ કી માં, મરકે ભી લાલ તેરા મરેગા નહીં
ઘુડચડ કે તો દુલ્હન લાતે હૈ સભી, હંસ કે હર કોઈ ફાંસી ચડેગા નહીં


ખરી વાત છે. હંસતા હંસતા મોતને ગળે લગાડવું સહેલુ નથી. એ હિંમત ધરાવતા નરબંકાઓ રોજ પેદા થતા નથી. 28 સપ્ટેમ્બરના રોજ પેદા થયેલા ભગતસિંહ આઝાદીની લડાઈના મહાન લડવૈયા હતા. એ એક એવા ક્રાંતિકાર હતા જેમના પર બોલિવુડમાં અનેક ફિલ્મો બની ચૂકી છે. તેમનામાં કંઈક ખાસ વાત હતી. એક ગજબની ખુમારી હતી ભગતસિંહમાં. ત્યારે એ અભ્યાસ રસપ્રદ બની રહે કે આખરે ભગતસિંહનો એક ક્રાંતિકારી, એક શહિદ તરીકેનો પિંડ ઘડાયો કેવી રીતે? એવા કયા પ્રેરણાસ્રોત હતા જેમના વિચારોમાંથી પ્રેરણા પામીને ભગતસિંહે દેશ માટે બલિદાન આપ્યુ. જો ભગતસિંહ ખુદ આટલા મહાન હોય તો એમણે જેમનામાંથી પ્રેરણા મેળવી એ ક્રાંતિકારીઓ કેટલા મહાન હશે? કરતારસિંહ નામના એક ક્રાંતિકારીની તસવીર તો ભગતસિંહ હંમેશા પોતાના ખિસ્સામાં રાખતા હતા.
રાજકોટમાં 'ઉદઘોષ' નામની સંસ્થા વિવિધ રાષ્ટ્રભક્તિના તહેવારો ઉજવે છે. શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને આવા આઝાદીના પાયાના પથ્થર જેવા નરબંકાઓની વાતો યુવાનોમાં પ્રસરાવે છે. 'ઉદઘોષ'ના સૌજન્યથી પ્રસ્તુત છે જેમના વિચારો થકી ક્રાંતિવીર ભગતસિંહનો પીંડ ઘડાયો તે ક્રાંતિકારીઓની વાતો.

આગળ ક્લિક કરીને વાંચો કરતારસિંહ સહિતના એ ક્રાંતિકારીઓની વાત જેમના વિચારોએ ભગતસિંહને બનાવ્યા 'શહિદ-એ-આઝમ'....

No comments:

Post a Comment