મહાનુભાવ
સફળ રોકાણકાર, બર્થશાયર હેથવેના સીઇઓ, નિપુણ શેર હોલ્ડરની સાથે વોરન બફેટનું નામ શ્રેષ્ઠ દાનવીર તરીકે પણ લેવામાં આવે છે
વોરન બફેટનો જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦માં ઓમાહના નેર્બ્રાસકામાં થયો હતો.
* રોકાણકારોના ઇતિહાસમાં જેનું નામ અને કામ બન્નેની નોંધ લેવાય છે તેવી વ્યક્તિ એટલે વોરન બફેટ.
* વોરન બફેટને બાળપણથી જ ગણિતના આંકડામાં રસ પડતો. તેમણે કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી વ્યવસાય અંગેનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે બાળપણથી જ કમાવાની શરૂઆત કરી દીધી હતી. તેઓ તેમના ઘર અને આસપાસના વિસ્તારમાં ઘરે-ઘરે જઈને કોકા-કોલા, ચ્યુઇંગમ અને સામયિકો વેચવા હતા.
* એ ઉપરાંત તેઓ તેમના દાદાની ગ્રોસરીની દુકાનમાં કામ પણ કરતા હતા. તેમને બાળપણથી જ પૈસાની બચત કરવી ગમતી હતી. તેઓ જે પણ કમાતા તેની મહત્તમ બચત કરતા.
* હાઈસ્કૂલમાં આવતા સુધીમાં તો બફેટ રીતસરની આર્થિક આવક મેળવતા થઈ ગયા હતા. તેઓ ઘરે-ઘરે ન્યૂઝપેપર પહોંચાડતા, સ્ટેમ્પ અને ગોલ્ફ બોલ પણ વેચવા હતા.
* રમવાની ઉંમરે તેમણે પહેલું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હતું.
* ૧૯૪૫માં ૧૫ વર્ષની ઉંમરે તેમણે તેમના સાથી સાથે મળીને ૨૫ ડોલરનું એક પીનબોલનું એક સેકન્ડ હેન્ડ મશીન ખરીદ્યું.
* ૧૯૪૯માં ૧૯ વર્ષની વયે તેમને આલ્ફા સિગ્મા ફીમાં સ્થાન મળી ગયું હતું
* ૧૯૫૨માં તેમણે સુશાન થોમ્પસન સાથે લગ્ન કર્યાં.
* ૧૯૫૪માં તેઓ બેન્ઝામિન ગ્રેહામની કંપનીમાં વાર્ષિક ૧૨૦૦૦ ડોલરના વેતન પર જોડાયા. વર્ષ પસાર થતાંની સાથે જ તેમની કારકિર્દીમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો.
* ૧૯૫૬માં તેમની આર્થિક બચત ૧૪૦૦૦૦ ડોલર થઈ ગઈ હતી જેનાથી બફેટે પાર્ટનરશિપ લિ. કંપનીની સ્થાપના કરી.
* ૧૯૬૦ સુધીમાં બફેટે તેમના પાર્ટનર સાથે મળીને બફેટ એસોસિએટ, બફેટ, દાસી, ગ્લેનોફ્ફ, એમડી, મો.બુફફ અને અન્ડરવૂડ જેવી સાત કંપનીમાં ભાગીદારી મેળવી હતી.
* ૧૯૬૨માં ૩૨ વર્ષની વયે તેઓ કરોડપતિ બની ગયા હતા. એક પછી એક વર્ષે તેમણે અનેક કંપનીના શેર ખરીદ્યા. અનેક નાની-મોટી કંપનીમાં તેમણે મૂડીનું રોકાણ કર્યું. તેઓ જે પણ કંપનીમાં રોકાણ કરતા તે કંપની ભવિષ્યની સલામત ઇન્વેસ્ટમેન્ટ કંપની ગણાતી.
* ૨૦૦૮માં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ તેમની કંપનીનો ૮૫% ભાગ બિલ એન્ડ મિલિન્ડા ફાઉન્ડેશન કંપની સહિત બીજી ચાર કંપનીને દાનમાં આપી દેશે.
* ૨૦૦૮માં તેમણે ૮૨ બિલિયન ડોલર સાથે ફોર્બ્સની યાદીમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન મેળવી લીધું હતું. તેમણે સતત ૧૩ વર્ષથી ધનિકની યાદીમાં નામ જાળવી રાખનાર બિલ ગેટ્સને હટાવીને આ સ્થાન મેળવ્યું હતું.
* વોરન બફેટના જીવન અને તેમના રોકાણ અંગેની વિશેષ લાક્ષણિકતાને કારણે તેમના પર ૪૭થી વધુ પુસ્તકો લખાયાં.
* ૨૦૧૨માં અમેરિકાના ટાઇમ મેગેઝિન દ્વારા બફેટને વિશ્વની સૌથી સશક્ત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment