ધારી તા. ૬
કહેવાય છે કે વીજળીની પ્રવહન ક્ષમતા એક સેકન્ડમાં ૧,૮૬,૦૦૦ માઈલની છે. દરેક સુવાહક વસ્તુઓ અને સજીવોને વીજ કરંટ લાગે છે. વીજ કરંટ લાગવાથી મોત પણ નીપજી શકે છે. પણ કેટલીક વાર અપવાદરૂપ ઘટના ય બનતી હોય છે. આવી ધારીમાં અપવાદરૂપ ઘટના છે. એક મૂસ્લિમ કારીગર વીજ રીપેરિંગનું કામ કરે છે. એને વીજ કરંટની બિલકુલ અસર થ તી નથી. એ જીવતો વાયર હાથમાં પકડી લે છે. આટલુ જ નહીં દાંતના જોરે ફોરવ્હીલ ખેંચી લે છે. મોઢાની તાકાતથી સાયકલને ઉંચકી વીસ મીનીટ સુધી ઉંચી રાખે છે. આવા અનેક કરતબો માટે એ જાણીતો બન્યો છે. ધારીની નવી વસાહત સરસીયા રોડ પર રહેતા ઈલીયાસભાઈ ઈસાભાઈ સોઢા છુટક સમારકામ કરીને પેટિયુ રળે છે નવાઈની વાત એ છે કે એના શરીરને વીજ કરંટની કોઈ અસર થતી નથી. તેને વીજ શોક લાગતો જ નથી. વીજ કરંટ શરીરની આરપાર નીકળી જાય છે છતાં એ નોર્મલ હોય છે. વીજ ટ્રાન્સફોર્મરોમાં ખુલ્લા ફયુઝને સહજતાથી સ્પર્શે છે. દેશી હિટર સાથે વહેતા કરંટવાળા પાણીમાં હાથ નાંખી દે છે. આ ઉપરાંત એ દાંતના જોરે ફોરવ્હીલને ખેંચી શકે છે. મોઢાના બળે સાઈકલ ઉંચકીને રાખી શકે છે. આ ઉપરાંત એક સામટી ગાગર પાણી પી જવુ એ એના માટે રમતવાત છે. એણે જણાવ્યુ હતુ કે તે અગિયાર વર્ષની વયનો હતો ત્યારથી ઈલેકટ્રીકનું કામ કરે છે.
No comments:
Post a Comment