લંડન, તા. 22
રૂચિ સંઘવી એક ગુજરાતી છે અને જ્યારે તેની ઉંમર 23 વર્ષની હતી ત્યારે તે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકમાં પ્રથમ મહિલા એન્જિનિયર તરીકે જોડાઈ હતી. રૂચિએ ફેસબુકના ન્યૂઝ ફીડને વિકસિત કરવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. તેને એક ટચૂકડી વેબસાઈટને દુનિયાનો સૌથી મોટા સોશિયલ નેટવર્ક તરીકે વિકાસ થતો જોયો છે. રૂચિએ અમેરિકાના વિખ્યાત સિલિકોન વેલીમાં આઈટી સેકટરમાં જવલંત સફળતા મેળવી ત્યારે તેને એક મહિલા એન્જિનિયર તરીકે ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો.
શુક્રવારે ફેસબુક પ્રથમવાર બજારમાં પર્દાપણ કર્યું છે. ત્યારે ફેસબુકની વેલ્યુમાં વધારો નોંધાયો હતો. જો કે રૂચિ સંઘવીએ ફેસબુકમાં પોતાના શરૂઆતના દિવસોમાં અમેરિકી શહેર પાલો અલ્ટોમાં એક ચીની હોટેલની ઉપર એક નાનકડી ઓફિસમાં કામ કર્યું હતું. તેને 2005માં જ્યારે ફેસબુક જોઈન કર્યું ત્યારે ખબર નહોતી કે આગળ શુ થશે. 2010માં જ્યારે રૂચિએ ફેસબુક છોડીને પતિની સાથે મળીને પોતાની ખુદની કંપની શરૂ કરી હતી. તેના પતિએ 2005માં એન્જિનિયરિંગ નિદેશનકના રૂપમાં ફેસબુક જોઈન કર્યું હતું. આમ, રૂચિને ફેસબુક સાથે ખૂબ નજીકથી અને તેની સાથે કામ કરવાનો બહોળો અનુભવ પ્રાપ્ત થયો છે. રૂચિ અનુસાર ફેસબુક હવે પહેલાં જેવી કંપની નથી રહી. ઘણુબધુ બદલાઈ ચૂક્યું છે.
દુનિયાભરમાં આ સમયે 90 કરોડ કરતાં વધુ લોકો ફેસબુક સાથે સંકળાયેલ છે. રૂચિએ બે ઈજનેર સાથે મળીને ન્યૂઝ ફીડને વિકસિત કર્યુ હતું. રૂચિ વધુ જણાવતા કહે છે કે, આનો એકમાત્ર ઉદ્દેશ્ય ગતિશીલ અને ખાસ અખબારને સાકાર કરવાનું હતું. જ્યારે ન્યૂઝ ફીડને શરૂ કરવામાં આવી તે સમયે ફેસબુક ને યૂઝ કરનારની કુલ સંખ્યા માત્ર 1 કરોડ હતી. હવે દુનિયાભરમાં 90 કરોડ લોકો ફેસબુક સાથે જોડાઈ ગયાં છે.
શું કંપની પોતાની આ ઝડપને યથાવત્ રાખી શકે છે આ સવાલ અંગે રૂચિ કહે છે કે ફેસબુક માત્ર બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવું નથી. અહીં પર લોકો એકબીજાથી જોડાય છે, તેઓ પોતાના મિત્રો અને કુટુંબની સંભાળ લેતા હોય છે. આ કોઈ અસ્થાઈ પ્રોડક્ટ નથી. આ તમારા સંબંધની જેમ છે અને સંબંધ અસ્થાઈ નથી હોતા. છેને ભારોભાર ભારતનું તત્વજ્ઞાન...

No comments:
Post a Comment