Feb 04, 2013 |
સકસેસ સ્ટોરી - ડાલી જાની
જન્મ : ૧૧ મે, ૧૯૬૭, બ્રિઝટાઉન, બાર્બાડોસ
અભ્યાસ : આર્ટ્સ અને સાયન્સમાં ગ્રેજ્યુએશન, જર્નાલિઝમની ડિગ્રી
કાર્યભાર : વિકિમીડિયા ફાઉન્ડેશનનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
નાગરિક્ત્વ : કેનેડા
સિદ્ધિઓ : ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની ૧૦૦ શક્તિશાળી
મહિલાઓની યાદીમાં ૭૦મો ક્રમ
વિકિમીડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળનારાં સુઇ ગાર્ડનરની ગણતરી વિશ્વના સુપ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવે છે. સુઇનો પરિચય આપતાં ફોર્બ્સે જણાવ્યું હતું કે સુઇએ ઓનલાઈન પાઇરેસી એક્ટના વિરોધમાં એક આખો દિવસ વિકિપીડિયા ઉપર પ્રતિબંધ લગાવી નેતૃત્વ કર્યું હતું. સુઇનો વિકિમીડિયાને આગળ ધપાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. સુઇના જીવન અને વિકિમીડિયામાં તેમની ભૂમિકા વિશે જાણીએ.
પ્રારંભિક જીવન
સફળતા મેળવવા માટે કોઈ ઉંમર નથી હોતી તેમજ સફળતાની કોઈ સીમા પણ નથી હોતી, તે સાબિત કરી બતાવ્યું છે વિકિમીડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુઇ ગાર્ડનરે. સુઇએ પોતાના જીવનની શરૂઆત કેનેડાના ઓંટારીઓના પોર્ટ હોપ ગામમાં કરી હતી. સુઇએ રાયર્સન યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમની ડિગ્રી મેળવી અને ૧૯૯૦માં કેનેડિયન બ્રાડકાસ્ટિંગ કોર્પોરેશનમાં 'એઝ ઈટ એપેન્સ' નામના પ્રોગ્રામથી પત્રકાર, પ્રોગ્રામિંગ પ્રોડયુસર અને ડોક્યુમેન્ટરી મેકર તરીકેની કારકિર્દીનાં પ્રથમ પગલાં માંડી એક દશકા સુધી બહુ જ સારી રીતે ફરજ બજાવી હતી. તેમજ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વર્લ્ડમાં પોપ કલ્ચર અને સામાજિક મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સુઇએ ૨૦૦૬માં ક્લાઉડ ગેલિપીમાં સિનિયર ડિરેક્ટર તરીકે ૧૫૦થી પણ વધુ લોકોના સ્ટાફને વેબસાઇટ અને ઇન્ટરનેટ માટે તૈયાર કર્યા હતા. તેમની આ સિદ્ધિમાં તેમની અંદર રહેલી નેતૃત્વશક્તિ પ્રતિબિંબિત થાય છે. સુઇ લોકો માટે ટેક્નોલોજીના રોલ મોડલ ગણાય છે, પરંતુ સુઇનું માનવું છે કે, 'હું એક પત્રકાર છું અને આ જ મારું બેકગ્રાઉન્ડ છે. હું માત્ર ટેક્નોલોજીના પ્રોજેક્ટને સંભાળવાનું કામ કરું છું.
વિકિમીડિયામાં ભૂમિકા
સુઇએ વર્ષ ૨૦૦૭માં કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાંથી રાજીનામું આપી વિકિમીડિયાના ઓપરેશન એન્ડ ગવર્નેન્સમાં સ્પેશિયલ સલાહકાર તરીકેની ફરજ બજાવવાનું સ્વીકાર્યું હતું. વિકિમીડિયા વિકિપીડિયા બાદની એક એવી સંસ્થા છે, જે વિના મૂલ્યે અને કોઈ જાહેરખબર લીધા વિના જ્ઞાન પીરસવાનું કામ કરે છે. ડિસેમ્બર-૨૦૦૭માં તેમની ટીમનો વિસ્તાર કરવાની કાર્યક્ષમતા અને ફંડરેજિંગની કુનેહને કારણે તેમને વિકિમીડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૦૯માં ન્યૂ મીડિયા ઉપર વિકિમીડિયામાં પોતાની નવી કામગીરી અને અસરકારક પ્રભાવ બદલ 'હફિંગટન પોસ્ટે' ગાર્ડનરને 'મીડિયા ગેમ ચેન્જર ઓફ ધ યર'નું નામ આપ્યું હતું. વિકિમીડિયાની સફળતા પાછળ તેમની અંદર છુપાયેલી પ્રભાવશાળી કમ્યુનિકેશન સ્કિલ જવાબદાર ગણવામાં આવે છે.
No comments:
Post a Comment