નવી દિલ્હી, 25 ઓક્ટોબર
ચીન દ્વારા હુરન ઈન્ડિયા રિચ લિસ્ટ બનાવાવમાં આવ્યુ છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પ્રથમ આવ્યા છે, જ્યારે બીજા ક્રમે લક્ષ્મી મિત્તલ છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન આ લિસ્ટમાં 114માં ક્રમે નોંધવામાં આવ્યા છે. ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ રૂ. 1,162.35 અબજ નોંધવામાં આવી છે. જ્યારે શાહરૂખ ખાનની સંપત્તિ રૂ. 2,460 કરોડ નોંધવામાં આવી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગ પતિ લક્ષ્મી મિત્તલ બીજા ક્રમે અને અનિલ અંબાણી 11માં ક્રમે જોવા મળે છે.
ચીનના હુરૂન દ્વારા રજૂ કરવામાં આવેલી ભારતીય અમીરોની યાદીમાં ગણતરી માટે લધુત્તમ સીમા રૂ. 1,645 કરોડ નક્કી કરવામાં આવી હતી. ભારતીય અમીરોની યાદીમાં મુકેશ અંબાણીની કુલ મિલકતમાં પહેલાની સરખામણીએ બે ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે તેમ છતા તેમણે અમીરોના ક્રમમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યુ છે. સંપત્તિની સરખામણીએ લક્ષ્મી મિતલની મિલકતમાં 6 ટકાનો ઘટાડો થઈને તેમની કુલ મિલક્ત 15.9 અબજ ડોલર નોંધવામાં આવી છે. સન ફાર્માસ્યુટિકલના માલિક દિલીપ સંઘવી પ્રથમ વખત ભારતીય રિચ લિસ્ટમાં ત્રીજો ક્રમ મેળવવામાં સફળ રહ્યા છે. દિલીપ સંઘવીની મિલકતમાં 66 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
વિપ્રોના અઝીમ પ્રેમજી 12 અબજ ડોલરની સંપતિ સાથે ચોથો ક્રમ ધરાવે છે ત્યાર પછી એચસીએલ ટેક્નોલોજીના શિવ નિડાર પાંચમા ક્રમે 8.6 અબજ ડોલર, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના કુમાર મંગલમ્ બિરલા છઠ્ઠા ક્રમે (8.4 અબજ ડોલર), ગોદેરજ ગ્રૂપના આદિ ગોદરોજ સાતમા ક્રમે (8.1 અબજ ડોલર) સમાવેશ થયો છે. શાપુરજી પલ્લોનજી મિસ્ત્રી આઠ અબજ ડોલરની સંપતિ સાથે આઠમા ક્રમે, એસ્સાર એનર્જીના શશિ રૂઈયા નવમા ક્રમે રૂ. 7.6 અબજ ડોલરની સંપતિ ધરાવે છે જ્યારે સુનીલ મિત્તલ 10માં ક્રમે 7.3 આબજ ડોલરની સંપતિ ધરાવે છે. 11માં ક્રમે અનિલ અંબાણી આવે છે.
કોની કેટલી સંપતિ
ક્રમ નામ સંપતિ (અબજ રૂ)માં
1. મુકેશ અંબાણી 1162.5
2. લક્ષ્મી મિત્તલ 977.85
3. દિલીપ સંઘવી
4. અઝીમ પ્રમેજી 738
5. શિવ નાદર 528.9
6. કુમાર મંગલમૂ 516.6
7. આદિ ગોદરેજ 498.15
8. પલોનજી મિસ્ત્રી 492
9. શશિ રૂઈયા 467.4
10. સુનિલ મિત્તલ 448.95

No comments:
Post a Comment