Monday, October 14, 2013

સચિન તેન્ડુલકરની પહેલી કમાણી હતી માત્ર 25 પૈસા

મુંબઇ,13 ઓક્ટોબર

મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા મહિનાઓથી વિશ્વમાં સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતા ક્રિકેટરોમાં સચિન તેન્ડુલકરને પાછળ રાખી દીધો છે, પરંતુ આ સિંહાસન ઉપર માસ્ટર બ્લાસ્ટર ઘણા વર્ષો સુધી બિરાજમાન હતો.

સચિને ક્રિકેટના આંકડાની વાત કરીએ તો ૫૦,૦૦૦ રન સુધીની અસાધારણ પ્રગતિ કરી છે, પરંતુ અઢી દાયકામાં નગદ નાણાં કમાવામાં પણ તેની પ્રગતિ અદભુત છે. ૧૯૮૭માં ૧૪ વર્ષનો સચિન કોચ રમાકાન્ત આચરેકર પાસેથી તાલીમ લેતો હતો. આ તાલીમ દરમ્યાન જો સચિન જે દિવસે નેટ-સેશનમાં એક પણ વખત આઉટ ના થાય તો એ સેશન પછી કોચ આચરેકર તેને પચીસ પૈસાનું ઇનામ આપતા હતા. ક્રિકેટમાં સચિનની એ પ્રથમ કમાણી હતી.

૧૯૯૫માં વર્લ્ડટેલ નામની મેનેજમેન્ટ કંપની સાથે વાર્ષિક ૩.૫ કરોડ રૂપિયાનો પ્રથમ કોન્ટ્રેક્ટ સાઇન કરનાર લિટલ ચોમ્પિયન પાસે અત્યારે કુલ ૮૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ સંપત્તિ છે.
 

No comments:

Post a Comment