નવી દિલ્હી, તા. 1
નાણાકિય વર્ષ ૨૦૧૩-૧૪ના પ્રથમ દિવસે જ નેશનલ સ્ટોક એક્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પ્રથમ વખત એક મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ગત નવેમ્બરમાં એનએસઇ બોર્ડની બેઠકમાં તેઓ તા.૧લી એપ્રિલ ૨૦૧૩થી પાંચ વર્ષ માટે આ પદ માટે ચૂંટાયા હતા. ૧૯૯૧માં તેઓ એનએસઇમાં લિડરશીપ પોઝિશન પર જોડાયા બાદ છેલ્લે તેઓ એક્સચેંજના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર પદે કામગીરી કરી હતી. આ ઉપરાંત સમગ્ર ભારતમાં શરૃ કરવામાં આવેલા સ્ક્રીન આધારીત સ્ટોક એક્ચેંજમાં તેઓ સરકાર દ્વારા ચૂંટાયેલા પાંચ સભ્યોની ટીમમાં પણ સામેલ હતા. રામાક્રિષ્ના પહેલા ૨૦૦૦ના વર્ષથી રવિ નારાઇન એમ.ડી. અને સીઇઓ હતા. ઉલ્લેખનિય છે કે,એનએસઇના પ્રથમ એમ.ડી. આર.એચ. પાટીલે આ બંનેને આઇડીબીઆઇમાંથી સ્ટોક એક્સચેંજ સ્થાપવા માટે જ લીધા હતા.
No comments:
Post a Comment