પટણા તા. ૨૯
બિહારના બાંકા જીલ્લાના અમરપુર પ્રાંતનાં સાલેમપુર ગામના ૯૬ વર્ષના વયોવૃદ્ધ જગદીશ કાપડીને માથાના ડાબી તરફના ભાગમાં ૩ ઈંચ લાંબાં બકરી વગેરે પશુ જેવાં મજબૂત અને ધારદાર શિંગડાં નીકળી આવતાં સમગ્ર પંથકમાં આશ્ચર્ય સાથે કુતૂહલ ફેલાયું છે. સ્થાનિક ડોક્ટરો પણ ભારે વિમાસણમાં મુકાઈ ગયા છે. માનવજાતના વર્તમાન યુગના ઇતિહાસમાં ક્યાંય આવો અદ્ભુત દાખલો જોવા કે સાંભળવા નથી મળ્યો.
શિયાળાની ગરમ ટોપી ફાડી શિંગડાંએ દેખા દીધી : ડોક્ટરો પણ સ્તબ્ધ
ગયા શિયાળા દરમ્યાન ૬ માસ અગાઉ અચાનક તેમને લાગ્યું કે માથામાં ડાબા ભાગે કાંઈક વિકસી રહ્યું છે. વયોવૃદ્ધ જગદીશ કાપડીએ આ શિંગડાંથી બીજી કોઈ તકલીફ ન હોવાનું જણાવતાં કહ્યું કે મને શિંગડાં નીકળી આવતાં લોકો વચ્ચે હું મારી જાતને અલગ પડતી અનુભવું છું. વયોવૃદ્ધની ૯૬ વર્ષની ઉંમર હોવાથી ઓપરેશન શક્ય ન હોવાનું સ્થાનિક ડોક્ટરો કહી રહ્યા છે.
No comments:
Post a Comment