વોશિંગ્ટન, તા. ૨૬
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિંટન પણ હવે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર સાથે જોડાઈ ગયા છે. બિલ ક્લિંટન ટ્વિટર સાથે જોડાયા તેના ૨૪ કલાકમાં તો ચાર લાખ પ્રશંસકો તેમનાં ટ્વિટર એકાઉન્ટ સાથે જોડાઈ ગયા હતા.
'ધ કોલબર્ટ રિપોર્ટ' નામના એક અમેરિકી લોકપ્રિય શોમાં કોમેડિયન સ્ટિફેન કોલબર્ટને આપેલા પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન ક્લિંટને જણાવ્યું હતું કે, તેમણે નવમી એપ્રિલે અધિકારિક રીતે ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ ખોલી દીધું હતું. ૬૬ વર્ષના ક્લિંટને મધ્યરાત્રી પહેલાં પોતાનાં એકાઉન્ટ પરથી પ્રથમ વખત ટ્વિટ કર્યું હતું અને તેમણે લખ્યું હતું કે, 'ટ્વિટર સાથે જોડાયા બાદ ઉત્સાહિત છું, ચેલ્સેઆ ક્લિંટન અને મારા સારા મિત્રો, સ્ટેફન એટ હોમ'. ક્લિંટને લોકોને વિશ્વ મેલેરિયાદિવસની યાદ અપાવી હતી અને ગુરુવારે રાત્રે તેમણે પૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશને પણ શુભેચ્છાસંદેશ પાઠવ્યો હતો. જ્યોર્જ ડબલ્યૂ બુશ ક્લિંટન પછી ૨૦૦૧માં અમેરિકાના પ્રમુખ બન્યા હતા.
No comments:
Post a Comment