લંડન, તા. ૫
આઈક્યુ ટેસ્ટમાં બંને વિજ્ઞાની કરતાં ૧૨ વર્ષની નેહાએ વધુ માર્કસ મેળવ્યા
બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની કિશોરીએ આઈક્યુના મામલે પ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટિફન હોકિંગને પાછળ છોડી દીધા છે. તેને આઇક્યુ ટેસ્ટમાં ૧૬૨ માર્કસ મેળવ્યા છે. આ સ્કોર આ બંને મહાન વિજ્ઞાનીઓ કરતાં વધુ છે. ભારતીય ડોક્ટર દંપતીની પુત્રી નેહા રામુએ મેન્સા આઇક્યુ ટેસ્ટમાં ૧૬૨નો સ્કોર કર્યો હતો જે તેની ઉંમરની સરખામણીએ વધુ છે.
આ સ્કોર સાથે તે બ્રિટનના ચમત્કારિક બુદ્ધિ ધરાવતા ટોપ એક પર્સન્ટ લોકોમાં સામેલ થઈ ગઈ છે એટલે કે તે સ્ટિફન હોકિંગ,માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી વધુ બુદ્ધિમાન છે, તેમનો આઇક્યુ સ્કોર ૧૬૦ રહ્યો હતો. નેહા જ્યારે સાત વર્ષની હતી ત્યારે તે તેના પિતા સાથે બ્રિટનમાં સ્થાયી થઈ હતી. આ પહેલાં તેઓ ભારતમાં રહેતાં હતાં. નેહાનાં માતા-પિતા કહે છે કે, તે શાળામાં પણ પ્રથમ આવે છે જ્યારે તેણે પ્રવેશપરીક્ષામાં પણ ૨૮૦માંથી ૨૮૦ માર્કસ મેળવ્યા ત્યારે તેનામાં છુપાયેલી પ્રતિભાની જાણ થઈ હતી, જોકે નેહા તેનાં માતા-પિતાની જેમ ડોક્ટર બનવા માગે છે. આ દિશામાં આગળ વધતાં તેણે હાર્વર્ડમાં ૧૮ વર્ષના વિદ્યાર્થીઓની એસએટી અમેરિકન ઇક્વિલેન્ટ્સ ઓફ એ લેવલ્સમાં ૮૦૦માંથી ૭૪૦ માર્કસ મેળવ્યા હતા.
No comments:
Post a Comment