ન્યૂયોર્ક, તા. ૧
ઉદ્યોગસાહસિકોમાં શોભના ભરતિયા, પ્રિયા પોલ અને ચંદા કોચરને સ્થાન
આ મહિલાઓએ ચીનમાં આર્થિક મંદી, અમેરિકામાં ધીમા આર્થિક સુધારા અને યુરોપીય સંઘની ડેટ ક્રાઇસિસ વચ્ચે પણ સારો કારોબાર કરવામાં સફળતા મેળવી હતી. પડકારરૂપ સ્થિતિ વચ્ચે જે મહિલા ઉદ્યોગ સાહસિકોનો દેખાવ પ્રશંસનીય રહ્યો છે તેવી ૫૦ મહિલાઓને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય હોટેલ ગ્રૂપના સંચાલિકા પ્રિયા પોલ દ્વારા તેમના પિતાની હત્યા પછી કારોબાર સંભાળ્યો હતો અને હોટેલોની નવી શૃંખલા ખોલી હતી. સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોની આ યાદીમાં મીડિયા ગ્રૂપનાં શોભના ભરતિયા, આઈસીઆઈસીઆઈ બેન્કનાં વડા ચંદા કોચર, બાયોકોનનાં કિરણ મજુમદાર શો, એનએસઈનાં ચિત્રા રામકૃષ્ણા, રેણુકા રામનાથ, એપોલો હોસ્પિટલનાં પ્રીતા રેડ્ડી, એક્સિસ બેન્કનાં શિખા શર્માનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment