Tuesday, January 15, 2013

જેનો રેકોર્ડ તૂટતાં ૪૦ વર્ષ લાગ્યાં એવા મહાન ફૂટબોલર ગેર્ડ મૂલર


Dec 21, 2012
મહાનુભાવ
એક વર્ષમાં સૌથી વધુ ૮૬ ગોલ ફટકારીને મેસ્સીએ વર્તમાન ફૂટબોલ જગતમાં તેનો કેવો દબદબો છે તે પુરવાર કરી દીધું. તેમણે ૪૦ વર્ષ પહેલાં ગેર્ડ મૂલરે બનાવેલો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો, પણ ૪૦ વર્ષ સુધી જેનો રેકોર્ડ અકબંધ રહ્યો હતો તે મૂલરે પણ તેમના સમયના ફૂટબોલ જગતમાં એકહથ્થુ શાસન ભોગવ્યું હતું. જર્મનીના આ મહાન ફૂટબોલર વિશે જાણીએ થોડી રસપ્રદ વાતો
* ગેર્ડ મૂલરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૪૫ના રોજ જર્મનીના નોર્ડલિન્ગન નામના શહેરમાં થયો હતો. ૧૯૬૧માં ૧૬ વર્ષની વયે ટીએસવી નોર્ડલિન્ગન વતી રમીને તેમણે તેમની કરિયરની શરૂઆત કરી હતી.
* ૧૯૬૪માં તેઓ બેયર્ન મ્યુનિચ સાથે જોડાયા હતા. શરૂઆતથી જ તેમણે પ્રભાવશાળી રમતનું પ્રદર્શન કર્યું હતું.
* ૧૯૭૦ના દશકમાં ફૂટબોલ જગતમાં તેમનો દબદબો હતો. ખૂબ જ
* ટૂંકાગાળામાં જર્મનીની નેશનલ ટીમના તેઓ અનિવાર્ય હિસ્સો બની ગયા હતા.
* ૧૯૭૨નું વર્ષ તેમના માટે ઐતિહાસિક સફળતા અપાવનારું રહ્યું હતું. મૂલરે આ વર્ષે બેયર્ન મ્યુનિચ ક્લબ વતી રમતાં એક જ વર્ષમાં ધડાધડ ૮૫ ગોલ ફટકારી દીધા હતા. એ વખતે એક વર્ષમાં આટલા બધા ગોલ એક સ્વપ્ન જ ગણાતું હતું અને એટલે તેઓએ આ દેખાવથી મહાન ખેલાડીઓની પેનલમાં સ્થાન મેળવી લીધું.
* મૂલરે ત્રણ ક્લબ માટે રમતા કુલ ૫૫૫ મેચમાં ૪૮૭ ગોલ ફટકાર્યા હતા.
* જર્મની વતી રમતા તેમણે ૬૨ મેચમાં ૬૮ ગોલ કર્યા હતા.
* ગેર્ડ મૂલરને ૧૯૭૦માં યુરોપિયન ફૂટબોલર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
* ૧૯૬૭, ૧૯૬૯માં જર્મનીએ તેમને જર્મન ફૂટબોલર ઓફ ધ યર જાહેર કરીને સન્માન આપ્યું હતું.
* ફૂટબોલમાં તેમના આ ધરખમ પ્રદર્શનના કારણે તેઓની ગણના આજેય ફૂટબોલમાં ઓલટાઇમ મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે.

No comments:

Post a Comment