મુંબઈ, તા.૨૫
ધોની સૌથી ધનિક ભારતીય સ્પોટ્ર્સપર્સન
ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતામાં કોઈ ઓટ આવી નથી. ફોર્બ્સ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ધોનીને સૌથી ધનિક ભારતીય સ્પોટ્ર્સપ્લેયર જાહેર કરવામાં આવ્યો છે. આ યાદી પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે, ધોનીનો સિતારો હજુ સાતમા આસમાને છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિનના જણાવ્યા પ્રમાણે ધોની ૧૩૫ કરોડ ૧૬ લાખ રૂપિયાની વાર્ષિક કમાણી સાથે ભારતનો ધનિક સ્પોટ્ર્સમેન છે.
ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિનની જાહેરાત
ધોની એક એડના ૫થી ૬ કરોડ રૂપિયા વસૂલે છે. કમાઈમાં ધોનીની તોલે આવે તેવો હાલ એક પણ ક્રિકેટર નજરે પડતો નથી. થોડા સમય પહેલાં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થનાર સચિન તેંડુલકર બીજો ધનિક ભારતીય સ્પોટ્ર્સપ્લેયર છે. સચિનની કમાણી ૯૭.૫ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. ધોની અને સચિન બાદ વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી, સાયના નહેવાલ અને સાનિયા મિર્ઝા સૌથી વધારે કમાણી કરતા સ્પોટ્ર્સપર્સન છે. સપ્ટેમ્બર ૨૦૧૧ અને ઓક્ટોબર ૨૦૧૨ વચ્ચે લોકપ્રિય સ્પોટ્ર્સપ્લેયરની કમાણીના આધારે ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.
સૌથી ધનિક ભારતીય સ્પોટ્ર્સપર્સન
પ્લેયર | કમાણી |
ધોની | ૧૩૫ કરોડ ૧૬ લાખ |
સચિન | ૯૭ કરોડ ૫૦ લાખ |
સેહવાગ | ૪૭ કરોડ ૭ લાખ |
કોહલી |
૪૭ કરોડ ૩ લાખ
|
No comments:
Post a Comment