હ્યુસ્ટન, તા. ૩
- ૬૨.૭ અબજ ડોલર બિલ ગેટ્સની સંપત્તિ ૨૦૧૨માં નોંધાઇ
- ૫.૩ અબજ ડોલર ઝુકરબર્ગે ગયા વર્ષે ગુમાવ્યા
- દુનિયાના સૌથી ગર્ભશ્રીમંતોની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ૨૪.૭ અબજ ડોલર સાથે ૧૮મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બ્લુમબર્ગે બહાર પાડેલી દુનિયાના સૌથી ૧૦૦ ધનિક વ્યક્તિઓની યાદીમાં મેક્સિકોના ટેલિકોમ્યુનિકેશનના વ્યાપારી કાર્લોસ સ્લિમે ૭૦ અબજ ડોલરની સંપત્તિ સાથે સૌથી ટોચ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ સતત છઠ્ઠા વર્ષે દુનિયાના સૌથી શ્રીમંત ભારતીય વ્યક્તિ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. યાદી અનુસાર ગત વર્ષ દરમિયાન તેમની સંપત્તિ ૨૧ અબજ ડોલરથી વધીને ૨૪ અબજ ડોલર થઈ હતી. વર્ષ ૨૦૧૨ દરમિયાન દુનિયાના સૌથી શ્રીમંત ૧૦૦ વ્યક્તિઓની સંપત્તિમાં ઉછાળો નોંધાયો હતો. તેમની સંપત્તિ ૧૫ ટકા જેટલી વધીને ૧.૮૧ ટ્રિલિયનના આંકને સ્પર્શી ગઈ હતી.
માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ અને ફેશન કંપની ઝારાના સ્થાપક એમેન્સિઓ ઓર્ટેગાએ બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ બન્ને ઉદ્યોગપતિઓની સંપત્તિ ૬૦ અબજ ડોલરની આસપાસ જોવા મળી હતી, જ્યારે વોરન બફેટ ચોથા સ્થાને સરકી ગયા હતા, જોકે ગત વર્ષે નોંધપાત્ર સખાવતી કાર્યો કર્યાં હોવા છતાં તેમની સંપત્તિમાં ૫ અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. બીજી તરફ આઇકેઇએના સ્થાપક ઇંગવાર કેમ્પ્રેડની સંપત્તિ ૧૬.૬ ટકા વધીને આશરે ૪૦ અબજ ડોલર જોવા મળી હતી અને યાદીમાં પાંચમું સ્થાન આવ્યું હતું.
બિલ ગેટ્સની સંપત્તિમાં વધારો
વર્ષ ૨૦૧૨ દરમિયાન ૨૮ મિલિયન ડોલરનાં ધર્માદાકાર્યો કર્યાં હોવા છતાં માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિમાં ૭ અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. બ્લુમબર્ગે બહાર પાડેલા ર્વાિષક અહેવાલમાં તેમની કુલ સંપત્તિ ૬૨.૭ અબજ ડોલર નોંધાઈ હતી. માઇક્રોસોફ્ટ કંપનીના શેરની કિંમતોમાં ગત વર્ષ દરમિયાન ૨ ટકાનો વધારો થવાનાં કારણે બિલ ગેટ્સની સંપત્તિમાં આ વધારો નોંધાયો હતો.
માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ઘટાડો
ગત વર્ષ દરમિયાન જે શ્રીમંતોની સંપત્તિમાં ઘટાડો થયો હોય તેવા જૂજ વ્યક્તિઓમાં ઝુકરબર્ગનો સમાવેશ થતો હતો. મે મહિનામાં આઇપીઓ બહાર પાડયા બાદ ફેસબુકના સ્થાપકે શેરની કિંમતોમાં થયેલા ઘટાડાનાં કારણે ૫.૩ અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડયું હતું. ગયા મહિને સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે આરોગ્ય અને શિક્ષણના હેતુ માટે સિલિકોન વેલી ચેરિટીને આશરે ૫૦૦ મિલિયન ડોલરની કિંમતના શેર દાનમાં આપ્યા હતા.
દુનિયાના ટોપ ટેન ધનિકો
નામ | સંપત્તિ (બિલિયન ડોલર) |
૧. કાર્લો સ્લિમ | ૭૬.૪ |
૨. બિલ ગેટ્સ | ૬૩.૪ |
૩. એમેન્સિઓ ઓર્ટેગા | ૫૯.૩ |
૪. વોરેન બફેટ | ૪૯.૮ |
૫. ઇંગવાર કેમ્પ્રેડ | ૪૩.૪ |
૬. ચાર્લ્સ કોચ | ૪૧.૭ |
૭. ડેવિડ કોચ | ૪૧.૭ |
૮. લેરી એલિસન | ૪૦.૭ |
૯. બર્નાર્ડ આર્નોલ્ટ | ૨૯.૮ |
૧૦. લિ કા શિંઘ | ૨૯.૦ |
(સ્રોત : બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ)
No comments:
Post a Comment