લંડન, 22 એપ્રિલ
લોર્ડ સ્વરાજ પૌલ હાઉસ ઓફ લોર્ડની યાદીમાં ટોચ પર
લોર્ડ સ્વરાજ પૌલ હાઉસ ઓફ લોર્ડની યાદીમાં ટોચ પર
મિત્તલે સતત આઠ વર્ષ પછી પહેલું સ્થાન ગુમાવ્યું
બ્રિટનના ધનિક તરીકે રશિયન અબજોપતિ અલિશેર ઉસ્માનોવ
મૂળ ભારતના સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલ સન્ડે ટાઇમ્સની ધનિકોની યાદીમાં સતત આઠ વર્ષ ટોચ પર રહ્યા પછી ૨૦૧૩ની યાદીમાં ગગડીને ચોથા સ્થાને પહોંચ્યા છે જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સના ધનિકોની યાદીમાં આ વર્ષે એનઆરઆઈ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પૌલ સૌથી ધનિક તરીકે ટોચના સ્થાને પહોંચ્યા છે.
હિન્દુજા ગ્રૂપના ચેરમેન અને કો-ચેરમેન શ્રી હિન્દુજા અને ગોપી હિન્દુજા આ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યા છે. હિન્દુજા બ્રધર્સની સંપત્તિ ૨૦૧૩માં ૧૦.૬ અબજ પાઉન્ડ રહી હતી જે અગાઉનાં વર્ષે ૮.૬ અબજ પાઉન્ડ હતી.
રશિયાના ૫૯ વર્ષના અબજોપતિ અલિશેર ઉસ્માનોવ કે જેઓ આર્સેનલ ફૂટબોલ ક્લબમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે તેઓ બ્રિટનના સૌથી ધનિક તરીકે સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, જેમની સંપત્તિ ૧૩.૩ અબજ પાઉન્ડ છે, તેમણે તેમનો બિઝનેસ પ્લાસ્ટિક બેગ્સથી શરૃ કર્યો હતો રશિયાના સૌથી મોટા આયર્નઓરના ઉત્પાદક તરીકે ઊભરી આવ્યા હતા. મેઇલ ડોટ રન અને મેગાફોનમાં પણ તેઓ મોટું રોકાણ ધરાવે છે.
મિત્તલની સંપત્તિમાં મોટું ધોવાણ થયું હતું, તેમની સંપત્તિ ગયા વર્ષે ૧૨.૭ અબજ પાઉન્ડ હતી તે આ વખતે ઘટીને ૧૦ અબજ પાઉન્ડ થઈ હતી.
હાઉસ ઓફ લોર્ડ્સમાં સૌથી ધનિક તરીકે ૨ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે લોર્ડ સ્વરાજ પૌલ ટોચ પર હતા, જોકે યુકેમાં જન્મેલા ગેરાલ્ડ ગ્રોસવેનોરની સંપત્તિ ૭.૮ અબજ પાઉન્ડ હતી અને તેઓ આઠમા ક્રમે રહ્યા હતા.
સન્ડે ટાઇમ્સ દ્વારા સૌ પહેલાં ૧૯૮૯માં જ્યારે ધનિકોની યાદી જાહેર કરવામાં આવી તે પછી અબજોપતિઓની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે, જે ૯થી વધીને ૮૮ પર પહોંચી હતી. ગયા વર્ષે ધનિકોનું પ્રમાણ ૭૭નું હતું. ૧૯૮૯માં ૫.૨ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે ક્વીન ટોચ પર હતાં.
બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ બીજા જ્યારે ૧૯૮૯માં પહેલી યાદી જાહેર કરાઈ ત્યારે ૫.૨ અબજ પાઉન્ડની તમામ સંપત્તિ સાથે ટોચ પર હતાં પણ ૧૯૯૩થી તેમની સંપત્તિમાં ઘટાડો થતાં તેમણે સ્થાન ગુમાવ્યું હતું.
ઘનિકોની યાદી ૨૦૧૨ અને ૨૦૧૩
ક્રમ ૨૦૧૨નો ક્રમ નામ બિઝનેસ ૨૦૧૩માં સંપત્તિ ૨૦૧૨માં સંપત્તિ
૧. (૨) અલિશેર ઉસ્માનોવ માઇનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ૧૩.૩ અબજ પાઉન્ડ ૧૨.૩ અબજ પાઉન્ડ
૨. (૫) લેન બ્લાવાતનિક ઇન્વેસ્ટમેન્ટ અને મ્યુઝિક મીડિયા ૧૧.૦ અબજ પાઉન્ડ ૭.૫૮ અબજ પાઉન્ડ
૩. (૪) શ્રી અને ગોપી હિન્દુજા ઉદ્યોગો અને ફાઇનાન્સ ૧૦.૬ અબજ પાઉન્ડ ૮.૬૦ અબજ પાઉન્ડ
૪. (૧) લક્ષ્મી મિત્તલ અને ફેમિલી સ્ટીલ ૧૦ અબજ પાઉન્ડ ૧૨.૭ અબજ પાઉન્ડ
૫ . (૩) રોમન અબ્રામોવિક ઓઇલ એન્ડ ઇન્ડસ્ટ્રી ૯.૩૦ અબજ પાઉન્ડ ૯.૫૦ અબજ પાઉન્ડ
----
૧૯૮૯માં ધનિકોની યાદી
૧. ક્વીન બ્રિટનનાં મહારાણી ૫.૨ અબજ પાઉન્ડ.
૨. ડયુક ઓફ વેસ્ટમિન્સ્ટર જમીનમાલિક ૩.૨૦ અબજ પાઉન્ડ.
૩. લોર્ડ જ્હોન સેઇન્સબરી એન્ડ ફેમિલી રિટેલિંગ ૧.૯૬ અબજ પાઉન્ડ.
૪. ગેડ એન્ડ હન્સ રાઉઝિંગ ફૂડ પેકેજિંગ ૧.૯૦ અબજ પાઉન્ડ.
૪. ગેડ એન્ડ હન્સ રાઉઝિંગ ફૂડ પેકેજિંગ ૧.૯૦ અબજ પાઉન્ડ.
૫. સર જોહ્ન મૂર્સ ફૂટબોલ પુલ્સ ૧.૭૦ અબજ પાઉન્ડ.
No comments:
Post a Comment