નવી દિલ્હી, તા.૨૧
સંરક્ષણ સચિવ શશીકાંત શર્માની કેગના નવા વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ૧૯૭૬ના બિહાર કેડરના ઓફિસર શશીકાંત શર્મા હવે વિનોદ રાયના બદલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગનો હવાલો સંભાળશે.
૨૩મી મેના રોજ રાષ્ટ્રપતિ તેમને શપથ લેવડાવશે
કેગના નિવૃત થઈ રહેલા વડા વિનોદ રાયનો કાર્યકાળ ૨જી સ્પેક્ટ્રમ અને કોલ બ્લોક ફાળવણી જેવા કેગના અહેવાલના કારણે વિવાદાસ્પદ બની રહ્યો હતો. દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થાના વડા તરીકે સાડા પાંચ વર્ષનો કાર્યકાળ બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે. કેગના નવનિયુક્ત વડાની જાહેરાત કરતાં નાણાં મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૮ (૧) હેઠળ રાષ્ટ્રપતિએ કેગના વડા તરીકે શશીકાંત શર્માની નિમણૂંક કરી છે.
યુનિર્વિસટી ઓફ યોર્કમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતાં શશીકાંત શર્મા ૨૩મી મેના રોજ કેગના વડા તરીકેનો પોતાનો હોદ્દો સંભાળશે. ગુરુવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તેમને શપથ લેવડાવશે. વિનોદ રાયની જેમ શશીકાંત શર્માએ પણ આર્િથક સેવા વિભાગના સેક્રેટરી તરીકે કામ કર્યુ છે. ઉપરાંત સંરક્ષણ મંત્રાલયમાં જુદા-જુદા હોદ્દાઓ ઉપર તેમણે ૧૦ વર્ષ જેટલો સમય વિતાવ્યો છે. સામાન્ય રીતે કેગના વડાની નિમણૂંક છ વર્ષ માટે અથવા તેઓ ૬૫ વર્ષ પૂરા કરે ત્યાં સુધી રહેતો હોય છે.
No comments:
Post a Comment