Sunday, May 26, 2013

ઊંઘમાં જ ઘરને ચકચકિત કરી નાખે છે આ મહિલા


સાઉથવેલ્સ, 23 મે
અન્ય એક મહિલા ઊંઘમાં જે કંઈ પણ વસ્તુ સામે આવતી તે ખાઈ જતી હતી
દુનિયામાં ઘણા પ્રકારની બીમારીઓ છે પરંતુ આ મહિલાની બીમારી વિશે સાંભળીને તમે જરૃરથી ચોંકી જશો. બ્રિટનની આ મહિલાને એક એવી બીમારી છે કે તે ઊંઘમાં જ વાસણ સાફ કરી દે છે અને તેનાં આખા ઘરની સફાઈ પણ કરી નાખે છે અને આટલું બધું કામ કરવા છતાં પણ તેને જરાય થાક લાગતો નથી.

સાઉથવેલ્સના ન્યૂપોર્ટમાં રહેતી ક્લેયર બાર્લેટની સાથે અઠવાડિયામાં ત્રણ વખત આવું થાય છે કે તે ઊંઘમાં જ વાસણ સાફ કરી નાખે છે. ક્લેયર ઊંઘમાં જ તેનાં ઘરમાં કચરા-પોતાં પણ કરી નાખે છે અને ઘરની બારીઓના કાચને પણ ચકચકિત કરી નાખે છે અને આટલું બધું કામ એક સાથે કર્યા બાદ પણ તેને જરાયે થાક નથી લાગતો. આ અંગે ક્લેયર જણાવે છે કે, 'પાછલા વર્ષના ઓક્ટોબર મહિનાથી મને ઊંઘમાં કામ કરવાની બીમારી લાગુ પડી હતી પરંતુ આ બીમારી મારા અને મારા પરિવારના સભ્યો માટે ફાયદાકારક હોવાથી અમે ક્યારેય આ બીમારીની સારવાર કરાવા વિશે વિચાર્યું નથી.' ઘણી વખતે તો ક્લેયર જાણી જોઈને દિવસે ઘરનું કામ નથી કરતી જેથી કરીને રાત્રે ઊંઘમાં બીમારીનાં બહાને તેનાં ઘરનું કામ થઈ જાય. ક્લેયર પોતાના પતિ તેનાં બે બાળકો અને અન્ય બે સાવકાં બાળકોની સાથે રહે છે. ક્લેયરને છ વર્ષ પહેલાં ઊંઘમાં ચાલવાની બીમારી થઈ હતી. આ સિવાય ઊંઘની બીમારી સાથે જોડાયેલા આવા પ્રકારના એક સમાચાર પહેલાં પણ આવ્યા હતા જેમાં એક મહિલાને એવી બીમારી હતી કે, ઊંઘમાં તેની સામે જે કંઈ પણ વસ્તુ આવતી હતી તેને તે ખાઈ જતી હતી.

No comments:

Post a Comment