Monday, May 27, 2013

ભારતીય સ્મિતા સિંહને ગ્લોબલ ડેવલપમેન્ટ કાઉન્સિલનાં સભ્ય બનાવાયાં


વોશિંગ્ટન, તા. ૨૨
 ઓબામાએ મહત્ત્વના હોદ્દા પર ભારતીયની નિયુક્તિ કરી

ઓબામા વહીવટીતંત્ર દ્વારા પ્રેસિડેન્ટની ગ્લોબલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે મૂળ ભારતીય સ્મિતા સિંહની નિયુક્તિ કરવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા અમેરિકાના પ્રમુખને ગ્લોબલ ડેવલપમેન્ટ પોલિસી અંગે સલાહસૂચનો આપવામાં આવે છે. આ ઉપરાંત હાલની અને નવી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અંગે સહયોગ પૂરો પાડવામાં આવે છે. વિશ્વભરમાં ઊભરતા નવા અને હાલના મુદ્દાઓ પર કાઉન્સિલ વખતોવખત ઓબામા વહીવટીતંત્રને માહિતગાર રાખે છે અને તેમાં જરૃરી ફેરફારો સૂચવે છે. ઓબામાએ આ કાઉન્સિલમાં નવા આઠ સભ્યોની નિયુક્તિ કરી હતી, જેનું ચેરમેનપદ મોહમદ અલ ઇરિઅન સંભાળશે.
સ્મિતા સિંહ ૨૦૦૧થી ૨૦૧૦ સુધી ગ્લોબલ એફેર્સનાં સ્પેશિયલ એડવાઇઝર હતાં. વિલિયમ અને ફ્લોરા હેવલેટ ફાઉન્ડેશન ખાતે ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના તેઓ સ્થાપક ડિરેક્ટર હતાં ૧૯૯૮થી ૨૦૦૧ સુધી તેમણે હાર્વર્ડ એકેડમી ફોર ઇન્ટરનેશનલ એન્ડ એરિયા સ્ટડીઝમાં અભ્યાસ કર્યો હતોવર્લ્ડ બેન્ક અને સંયુક્ત રાષ્ટ્રના આફ્રિકા પરના આર્િથક કમિશન દ્વારા તેમનાં સલાહસૂચનો લેવામાં આવતાં હતાં.

No comments:

Post a Comment