Sunday, September 29, 2013

એ ક્રાંતિકારીઓ: જેમને જોઈ ભગતસિંહ બન્યા 'શહિદ-એ-આઝમ'

http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-283074-NOR.html?HF=

એ ક્રાંતિકારીઓ: જેમને જોઈ ભગતસિંહ બન્યા 'શહિદ-એ-આઝમ'
કરતારસિંહ નામના શહિદની તસવીર તો ભગતસિંહ કાયમ પોતાના ખિસ્સામાં રાખતા

ભગતસિંહની માતાને સંબોધીને કોઈ શાયરે લખ્યુ છે કે-

તું ન રોના કે તુ હૈ ભગતસિંહ કી માં, મરકે ભી લાલ તેરા મરેગા નહીં
ઘુડચડ કે તો દુલ્હન લાતે હૈ સભી, હંસ કે હર કોઈ ફાંસી ચડેગા નહીં


ખરી વાત છે. હંસતા હંસતા મોતને ગળે લગાડવું સહેલુ નથી. એ હિંમત ધરાવતા નરબંકાઓ રોજ પેદા થતા નથી. 28 સપ્ટેમ્બરના રોજ પેદા થયેલા ભગતસિંહ આઝાદીની લડાઈના મહાન લડવૈયા હતા. એ એક એવા ક્રાંતિકાર હતા જેમના પર બોલિવુડમાં અનેક ફિલ્મો બની ચૂકી છે. તેમનામાં કંઈક ખાસ વાત હતી. એક ગજબની ખુમારી હતી ભગતસિંહમાં. ત્યારે એ અભ્યાસ રસપ્રદ બની રહે કે આખરે ભગતસિંહનો એક ક્રાંતિકારી, એક શહિદ તરીકેનો પિંડ ઘડાયો કેવી રીતે? એવા કયા પ્રેરણાસ્રોત હતા જેમના વિચારોમાંથી પ્રેરણા પામીને ભગતસિંહે દેશ માટે બલિદાન આપ્યુ. જો ભગતસિંહ ખુદ આટલા મહાન હોય તો એમણે જેમનામાંથી પ્રેરણા મેળવી એ ક્રાંતિકારીઓ કેટલા મહાન હશે? કરતારસિંહ નામના એક ક્રાંતિકારીની તસવીર તો ભગતસિંહ હંમેશા પોતાના ખિસ્સામાં રાખતા હતા.
રાજકોટમાં 'ઉદઘોષ' નામની સંસ્થા વિવિધ રાષ્ટ્રભક્તિના તહેવારો ઉજવે છે. શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને આવા આઝાદીના પાયાના પથ્થર જેવા નરબંકાઓની વાતો યુવાનોમાં પ્રસરાવે છે. 'ઉદઘોષ'ના સૌજન્યથી પ્રસ્તુત છે જેમના વિચારો થકી ક્રાંતિવીર ભગતસિંહનો પીંડ ઘડાયો તે ક્રાંતિકારીઓની વાતો.

આગળ ક્લિક કરીને વાંચો કરતારસિંહ સહિતના એ ક્રાંતિકારીઓની વાત જેમના વિચારોએ ભગતસિંહને બનાવ્યા 'શહિદ-એ-આઝમ'....

Sunday, September 22, 2013

અમદાવાદી યુવાનને માઇક્રોસોફ્ટ આપશે ૧.૧૦ કરોડનું પેકેજ

http://www.sandesh.com/article.aspx?newsid=2580062


અમદાવાદ, 22 સપ્ટેમ્બર

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના કે.કે.નગર સેક્ટર ૧માં ૭ નંબરના બંગ્લોઝમાં રહેતા પ્રિયાંશુએ શાહિ‌બાગ સેન્ટ્રલ સ્કૂલમાંથી ધોરણ ૧૨ પાસ કર્યુ છે અને ગણપત યુનિવર્સિ‌ટીમાંથી ૨૦૧૧માં આઈટીમાં પાસ આઉટ છે જ્યારે નેશનલ યુનિવર્સિ‌ટી ઓફ સિંગાપુરમાંથી માસ્ટર્સ કર્યુ છે. ૨૦૧૩માં જ્યારે માઈક્રોસોફ્ટે જ્યારે ભરતીની પ્રોસેસ શરુ કરી ત્યારે તેમાં ૮ કલાકના ઈન્ટરવ્યૂના અંતે પ્રિયાંશનુ નસીબ ખુલ્યું અને તેને ૧ લાખ ૭પ હજાર ડોલર(1.10 કરોડ રૂપિયા) પગારના પેકેજની ઓફર થઈ.

પ્રિયાંશુના જણાવ્યા અનુસાર હમણાં જ મારી વિઝા પ્રોસેસ પૂર્ણ થઈ છે અને ૧ ઓક્ટોબરથી મારે યુએસમાં માઈક્રોસોફ્ટના સિએટલ ખાતેના હેટક્વાર્ટરમાં હાજર થવાનું છે. જો કે મારુ સ્વપ્ન તો ઈન્ડિયામાં જ અને તેમાં પણ ગુજરાતમાં ફેસબૂક અને ગુગલ જેવી કંપની ખોલવાનું છે જેથી આપણા યુવાનોને કંઈક કરી બતાવવાની તક મળે.

રાષ્ટ્રીય લઘુઉદ્યોમાં ઝોનલ ડાયરેક્ટર એવા પ્રિયાંશુના પિતા પ્રભાત કુમારના જણાવ્યા અનુસાર અમે પ્રિયાશુંને શરુઆતથી જ પ્રોત્સાહિ‌ત કરતાં આવ્યાં છીએ. હવે તે કમ્પ્યુટર સોફ્ટવેરમાં દુનિયાની પ્રતિષ્ઠિ‌ત એવી માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ માટે જઈ રહ્યો છે ત્યારે અમારી ખુશીનો કોઈ પાર નથી.

૮ કલાક સુધી ચાલેલો માઈક્રોસોફ્ટનો ઇન્ટરવ્યૂ અને તેની તૈયારીઓ 

પ્રિયાંશુના જણાવ્યા અનુસાર આઈટીમાં ભણતો હતો ત્યારથી જ તે માઈક્રોસોફ્ટમાં સ્થાન મળે માટે દરરોજ ૯ કલાકની મહેનત શરુ કરી દીધી હતી. અલગ અલગ પ્રકારની કમ્પ્યુટરને લગતી બુક્સ અને ઓનલાઈન આર્ટિ‌કલના અભ્યાસની સાથે સાથે જનરલ નોલેજથી પણ અપડેટ રહેતો હતો. જો કે ૨૦૧૩માં કંપની તરફથી ઈન્ટરવ્યૂ માટે બોલાવાયો ત્યારે તે ઈન્ટરવ્યૂ આઠ કલાક ચાલેલો જેમાં માઈક્રોસોફ્ટના ચાર અધિકારીઓએ એક પછી એક તેને સવાલો પૂછ્યા હતા. ઓછી ઉંમરમાં ગુજરાતમાંથી ૨૦૧૩માં માઈક્રોસોફ્ટમાં ૧ લાખ ૭પ હજાર ડોલરનો પગાર મેળવતો કર્મચારી બન્યો છે

Tuesday, September 10, 2013

RAJIV DIXIT

Who is RAJIV DIXIT? 
Why media not broadcast his death News? 
Who was Rajiv Dixit? 
राजीव¬ दत कोणथे??????????

1) Rajiv Dixit was one who used to say PEPSI-COKE are the PESTICIDES and Toilet cleaner. He was the First Indian Who started the movement against this PEPSI and COKE. In 1998 as a AAZADI BACHAO ANDOLAN. Now Indian Supreme court,Central Laboratory and Scientist Dr. SUNITHA NARAYANA has Proved it is True.

2) Since 1998 he was knowing about the Black Money in Swiss bank and One of his lecture in 2002. He suggested that the Indian supreme court should declare Money held by Indians in Swiss banks as National Property so that foreign banks would have to legally hand over this money to India.

3) Dr. RAJIV explain in one lecture how value of INDIAN RUPEE devalueted when in 1947 it was as follows:
1Rs =1 $,
1Rs =1 Britain Pound,
1Rs =1 Frank,
1Rs = 1 Dusma
you can check this on google or wikepidia for the Value of 1 Rs in 1947.

4) In U.S.A there is a warning on the Box Of Colgate that " KEEP OUT THE REACH OF CHILDREN UNDER THE AGE OF 14years " Infact in BHARAT on Pepsodent also it is clearly mentioned that it should not be used by the children below 12 years.......then why they are using KIDS in their Advertisement? The Photograph of that COLGATE and this campaign was also Started by Dr.RAJIV DIXIT.

5) He collected more than 50,000 documents of our Freedom Fight from the Library of LONDON, British House of Commons and Indian parliament.

Rajiv Dixit was an Indian Orator. He started social movements in order to spread awareness on topics of Indian national interest through the Swadeshi Movement, Azadi Bachao Andolan and various other works. He served as the National Secretary of Bharat Swabhiman Andolan he is the founder of bharat swabhimaan andolan...

In his life he was influenced by the ideologies of Indian revolutionaries like Chandrashekhar aazad,Bhagat singh,Udham singh.

Though he was Doctorate and Scientist at the CSIR ( Counsil of Science and Industrial Research) he never used Dr. as a prefix on his name

Biography: Rajiv Dixit was born on 30 November 1967 in Naah village, Uttar Pradesh . Under the tutelage of his father RadheShyam Dixit he was educated till the 12th grade in the village schooling system in Firozabad district. In 1994, he moved to Allahabad (Prayaag) for higher studies. He pursued his
* B.tech From Indian Institute of Technology, Allahabad
* M.Tech degree in Satellite Telecommunicati¬ons from Indian Institute of Technology Kanpur
* P.H.D in Telecommunications from France. Subsequently,
* He worked at CSIR as a Scientist with Great son of Bharat Dr.A P J Abdul Kalam

Being a Scientist He could have enjoyed his life very well in USA or UK but he sacrificed his life to bring awareness among the People against Black money, Loot of Multinational Companies , Corruptions , Benefits of Bhartiya Made items and Ayurveda

On the 9th of January 2009, he became one of the founders of "Bharat Swabhiman" movement.

Sudden death : Rajiv Dixit was in Bhilai,Chhattis¬garh. to deliver lecture as a part of his Bharat Swabhiman Yatra where he Died on 30th November 2010.
His death was unexpected and the cause of his death is still unknown.
His body converted into Blue black after his death clearly indicates that he was killed by the conspiracy of Corrupted Politicians or Mafia of Various Multinational Companies.
No postmortem was performed after his death and Regional Corrupted (Foreign Funded) media Didn't shown any news about death of a great soul..... Media can be Silent but we can't be. As true responsible BHARTIYA I post this to you. Let the other people also Know about this Great Perosnality and a Great son of BHARAT MATA....

Sunday, September 8, 2013

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ જરદારીને વિદાય અપાઇ

પાકિસ્તાન,8 સપ્ટેમ્બર


પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી રવિવારે પાંચ વર્ષનો સફળ કાર્યકાળ પૂરો કર્યા પછી વિદાય થશે અને તેમના સ્થાને મમનૂન હુસેન પદ ગ્રહણ કરશે. ઝરદારી પાકિસ્તાનના એવા પ્રથમ રાષ્ટ્રપતિ હતા કે જેમણે આ પદ ઉપર પાંચ વર્ષનો સમયગાળો પુરો કર્યો હોય.

ઝરદારીને વિદાય આપવા માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પદ પર વિદાય લીધા પછી ઝરદારી લાહોરમાં રહીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને વધુ મજબુત કરવાના કામમાં લાગી જશે.
 

Wednesday, September 4, 2013

ગુજરાતી (આરામ થી વાંચજૉ)

આપણે ગુજરાતીઓ …..
હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) '
કેર-ફ્રીસ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) '
ચાલુસ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) '
ચિત્ર-વિચિત્રખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક 'મહાન વ્યક્તિ' ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? 'મહાનવ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે,કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છેઆ અદ્દભુતજોરદાર મહાનુભાવ એટલે 'ગુજરાતી' !આખી દુનિયામાં 'વર્લ્ડ બેસ્ટ વેપારી'નો જેને એવોર્ડ મળેલો છેતે છે – હુંતમે અને આપણે બધા 'ગુજરાતીઓ'પણ આપણે માત્ર વેપારી જ નથીવેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ,આપણી આદતોઆપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓપણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી 'બે પૈસા' કમાઈ રહ્યા છે.
વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
'
મનીમાઈન્ડેડ' તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે 'કંઈ પણ' કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા 'કંઈ પણ' કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી 'કબૂતર' બનવા તૈયાર થઈ જાય છે.. આ 'કબૂતરો'નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકેએક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નોઆપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(
કખેગાય્ઝ એન્ડ ગાલ્ઝ….હું છુંત...મારો…... દોસ્તઍન્ડહો..સ્ટ… વિનુવાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છોરેડિયો ચારસો વીસ….રોકિં…)
આવી રીતે ગુજરાતી ભાષાના'સિસ્ટર મેરેજ' કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથીપણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું નેભઈ ?!)પરદેશીપરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે'ચાઈનીઝ ભેળ'આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝામળે છે! અને તમને કહી દઉં બોસ,હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએહોં ભઈ !)
સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે 'પીવા'ના પણ શોખીન છે. આ 'પીવા'નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ 'પીવાયછે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છેજે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છેજેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએઆ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ,હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા 'ફ્લેક્સિબલ' ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ...ક્રિકેટઅને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે'અમેઅમારા જમાનામાં બહુ રમતા'તા હોં ભઈ!'
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે.પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી,સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય,હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટરએન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છેમારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છેમારો દીકરો ફોજમાં જશેમારી દીકરીને એથ્લિટ બનાવવી છેમારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટકકવિતાસાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છેહોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારેડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા,ઢેબરાં,ગાંઠિયાંપૂરીઓઅથાણાંસાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂરકપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકેહોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ.જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.' ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં'ફ્રી' લખ્યું તો તો 'લ્લા'.રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રીએવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હેલો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએહોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર કભૂ...સકરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે,પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય

Dr. Radhakrishnan - Sep. 5, 1888