Thursday, January 31, 2013

Pauline Potter - World's Most Heaviest Woman

કેટલા અંગત હતા ગાંધીજી અને કાલેનબાખના સંબંધો ?



30 જાન્યુઆરી
શું મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી અને યહૂદી આર્કિટેક્ટ હરમન કાલેનબાખના સંબંધો માત્ર આત્મીય હતા ? શું તેમની વચ્ચે આત્મીયતાથી વધારે કંઈક હતું ? એટલે કે એમ કહીએ કે શું ગાંધીજી સમલૈંગિક હતાં ? આ એવા કેટલા તીખા અને વિવાદાસ્પદ સવાલો છે જેને પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખક જોસેફ લેલવેલ્ડે ગાંધીજીનાં જીવન પર લખેલાં પોતાનાં પુસ્તક 'ગ્રેડ સોલ મહાત્મા ગાંધી એન્ડ હિઝ સ્ટ્રગલ વિથ ઇન્ડિયા'માં પહેલી વખત ઉઠાવ્યા હતા. લેલિવેલ્ડે ગાંધીજી અને કાલેનબાખ વચ્ચે થયેલા પત્રાચારને ટાંકીને ૨૦૧૧માં જ પ્રકાશિત થયેલાં પોતાનાં પુસ્તકમાં જણાવ્યું છે કે બંને વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. લેલિવેલ્ડના જણાવ્યા પ્રમાણે ગાંધીજી કાલેનબાખને લખેલા પત્રોમાં પોતાને અપરહાઉસ કહેતા અને કાલેનબાખને લોઅરહાઉસ કહેતા હતા. આ સંબોધન દ્વારા તેમણે દાવો કર્યો છે કે બંને વચ્ચેના સંબંધો આત્મીયતા કરતાં વધારે હતા, તેનાં કારણે કાલેનબાખે પોતાની પત્નીને પણ છોડી દીધી હતી. આ અંગે ઘણો વિવાદ પણ થયો હતો ત્યાર પછી લેલિવેલ્ડે કહ્યું કે તે બંને વચ્ચેના આત્મીય સંબંધોનો ઉલ્લેખ કરતા હતા, જોકે ભારતમાં આ પુસ્તક અંગે મોટો વિવાદ થયો હતો અને તેનાં કારણે તેના પર પ્રતિબંધની પણ માગ કરવામાં આવી હતી, જોકે માત્ર ગુજરાત સિવાય ક્યાંય તેનાં પર પ્રતિબંધ લાગ્યો નહોતો.
પુસ્તકમાં જે હોય તે પણ ખરેખર સત્ય શું છે ? ગાંધીજી અને કાલેનબાખ વચ્ચે ખરેખર કેવા સંબંધો હતા ? તેમની વચ્ચે જે સંબંધો હોય તે પણ હવે તે સાર્વજનિક થવા જઈ રહ્યા છે. ગાંધીજી અને કાલેનબાખ સાથે જોડાયેલા દસ્તાવેજો પહેલી વખત સામાન્ય લોકો સામે લાવવામાં આવી રહ્યા છે. ભારતના નેશનલ આર્કાઇવમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ આ દસ્તાવેજોને તેમની પુણ્યતિથિના દિવસે સાર્વજનિક કર્યા હતા.
ખાસ હતો સંબંધ
નેશનલ આર્કાઇવના મહાનિર્દેશક મુશીરુલ હસનના જણાવ્યા પ્રમાણે આ દસ્તાવેજો સાર્વજનિક થવાને કારણે મહાત્મા ગાંધીનાં જીવનના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વિશે લોકોને વધારે જાણકારી મળશે, તે ઉપરાંત ઇતિહાસકારો અને ગાંધીજી પર શોધ કરનારાં લોકોને પણ વધારે મદદગાર સાબિત થશે. ભારત સરકારે ગઈ સાલ ઓગસ્ટ મહિનામાં આ દસ્તાવેજોને લગભગ સાત કરોડ રૃપિયામાં ખરીદ્યા હતા. ઇઝરાયલમાં રહેનારા કાલેનબાખના પરિવારજનોએ આ દસ્તાવેજોને લિલામી માટે આપ્યા હતા. તેમણે શરૃઆતમાં આ દસ્તાવેજો માટે ૨૮ કરોડ રૃપિયા જેટલી કિંમત માગી હતલ, જોકે ત્યાર પછી ભારત સરકાર લંડનમાં આ દસ્તાવેજોની લિલામી કરનારા સોથબી પાસેથી સાત કરોડમાં તેને ખરીદવામાં સફળ રહી હતી. આ દસ્તાવેજોમાં ગાંધીજી અને કાલેનબાખ વચ્ચેના સંબંધોને લગતી હજારો બાબતોનો ઉલ્લેખ કરાયો છે, તેમાં એકબીજાને લખવામાં આવેલા પત્રો, તસવીરો, અંગત સંબંધોને જાહેર કરનારી અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
બે વર્ષ સાથે રહ્યા હતા
ગાંધીજી પહેલી વખત ૧૯૦૪માં કાલેનબાખને સાઉથ આફ્રિકામાં મળ્યા હતા ત્યાર પછી ૧૯૦૭થી બે વર્ષ સુધી તેઓ સાથે જ રહ્યા હતા. મહાત્મા ગાંધી ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે કાલેનબાખ તેમના સાથી વિશ્વાસપાત્ર અને આત્મીય વ્યક્તિ હતા. આ દસ્તાવેજોમાં કેટલાક ર્માિમક પત્રો પણ છે જે મહાત્મા ગાંધીએ પોતાના પહેલા દીકરા હરિલાલ ગાંધી, બીજા દીકરા મણિલાલ ગાંધી અને ત્રીજા દીકરા રામદાસ ગાંધીના આંતરિક સંબંધો અંગે લખ્યા હતા. આ પત્રો દ્વારા એવી પણ માહિતી મળે છે કે કાલેનબાખને ગાંધીજીના બીજા દીકરા મણિલાલ ગાંધી સાથે સારી મિત્રતા હતી, તેમાં ગાંધીજીની કામગીરી અને દિનચર્યા વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

છેલ્લી ક્ષણની તસવીરો : જ્યારે દેશે રાષ્ટ્રપિતા ગુમાવ્યાં હતા



30, જાન્યુઆરી

ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર ગાંધીજી હંમેશા અહિંસાના હિમાયતી રહ્યા હતાં, પરંતુ તેમણે નાથુરામ ગોડસેની હિંસાનું ભોગ બનવું પડ્યું હતું.  બિરલા હાઉસમાં 30મી જાન્યુઆરી 1948નાં રોજ ગાંધીજી પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતાં, તે સમયે નાથુરામ ગોડસે રસ્તામાં આવીને બાપુને પગે લાગ્યો હતો અને બાદમાં મીરાને ધક્કો મારીને બાપુની છાતીમાં ત્રણ બંદૂકની ગોળીઓ મારી દીધી હતી. જો કે દેશને આઝાદી અપાવનાર ગાંધીજીના સિદ્ધાંતો ક્યારેય મર્યા નથી, તે હંમેશા કોઈને કોઈ સ્વરૂપમાં અને કોઈને કોઈ વ્યક્તિમાં જીવતા રહેશે.









Tuesday, January 29, 2013

આઇન્સ્ટાઇનની ગાંધીજીને મળવાની ઇચ્છા અધૂરી રહી


નવી દિલ્હી, તા. ૨૯
  • આજે ગાંધી નિર્વાણ દિન
  • આલ્બર્ટ આઇન્સ્ટાઇને આ માટે ગાંધીજીને પત્ર લખ્યો હતો
વિશ્વને શાંતિના પાઠ ભણાવનાર મહાત્મા ગાંધીજીનો બુધવારે નિર્વાણદિન છે ત્યારે તેમની યાદો હજી લોકોનાં માનસપટ પર તરતી જોવા મળે છે. વિશ્વને અણુક્ષમતાની ભેટ આપનાર આલ્બર્ટ આઇનસ્ટાઇનને જ્યારે તેના દુરુપયોગનો ખ્યાલ આવ્યો ત્યારે તેમને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીને મળવાની તીવ્ર ઇચ્છા હતી, જોકે ગાંધીજીની અચાનક હત્યાને કારણે તેમની આ ઈચ્છા અધૂરી રહી હતી.
ગાંધીજીના પત્રોનો સંગ્રહ કરનાર અલ્બાનો મુલરના જણાવ્યા મુજબ ૧૯૩૧માં આઇન્સ્ટાને ગાંધીબાપુને પત્ર લખીને તેમને મળવાની ઈચ્છા દર્શાવી હતી. અહિંસાથી વિજય મેળવી શકાય છે ત્યારે મને આશા છે કે આપનો અહિંસાનો સંદેશ વિશ્વસ્તરે પ્રસરશે અને લોકો તેને અપનાવશે. મને આશા છે કે એક દિવસ હું આપની મુલાકાત લઈ શકીશ. આઇન્સ્ટાઇને લખ્યું હતું કે,રાજનીતિના ઇતિહાસમાં આપની સિદ્ધિઓ અદ્ભુત છે. ગુલામીમાંથી મુક્ત થવાનો આપે પસંદ કરેલો નવો માર્ગ માનવીય તેમજ અનોખો છે. જે સમગ્ર વિશ્વના સભ્ય સમાજને માનવતા માટે વિચારવા મજબૂર કરે છે.  

નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મોત પર થયો ખુલાસો

કોલકાતા 29, જાન્યુઆરી

નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મૃત્યુ પર એક બીજો નવો ખુલાસો કરતાં રશિયામાં રામકૃષ્ણ મિશનના પ્રમુખ મહંતે કહ્યું કે નેતાજીની મોત વિમાન દુર્ઘટનામાં નહી પરંતુ રશિયાની એક જેલમાં થયું હતું.

રશિયામાં ગયા બે દશકથી રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ રહેલ જ્યોતિરાનંદે પોતાની હાલમાં જ યોજેલ અસમ યાત્રા સમયે એક ટેલિવિઝન સાક્ષાત્કારમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારની એ વાત ખોટી છે કે નેતાજી 18 ઓગસ્ટ 1945માં તાઈવાન તાઈહોકુ વિમાન મથકે દુર્ઘટનામાં મરી ગયા હતા. 

તેમણે કહ્યું કે સચ્ચાઈ એ છે કે તેમને રશિયનોએ પકડી લીધા હતા અને ઓમસ્કની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા જ્યાં ઘણા સમય બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઓમસ્ક રશિયાના સાઈબેરિયા વિસ્તારનું એક નાનું શહેર છે. તેમણે કહ્યું કે આ વાતની પૂરી સંભાવના છે કે નેતાજીએ એજ જેલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હશે.

મહંતે કેટલાક દસ્તાવેજો અને રશિયામાં ભારતના તત્કાલિન રાજદૂત વિજય લક્ષ્મી પંડિતના નિવેદનના હવાલે કહ્યું કે જ્યારે પંડિતને નેતાજીના ઓમસ્ક જેલમાં હોવાના સમાચાર મળ્યાં તો તે તેમને મળવા ત્યાં ગયા હતા પરંતુ રશિયાના અધીકારિઓએ તેમને નેતાજીને મળવા દીધા ન હતા.

મહંત જ્યોતિરાનંદના કહ્યાં મુજબ પંડિત આ બધું જોઈ ઘણા પરેશાન થયા હતા અને તાત્કાલીક તેમણે દિલ્હી પહોંચી આ બાબતની જાણકારી કોંગ્રેસના તત્કાલીન મોટા નેતાઓને આપી હતી. પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

Monday, January 28, 2013

જાણો : કયા ભારતીય ક્રિકેટરની કેટલી કમાણી


મુંબઈ, તા.૨૫ 
ધોની સૌથી ધનિક ભારતીય સ્પોટ્ર્સપર્સન
ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતામાં કોઈ ઓટ આવી નથી. ફોર્બ્સ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ધોનીને સૌથી ધનિક ભારતીય સ્પોટ્ર્સપ્લેયર જાહેર કરવામાં આવ્યો છે. આ યાદી પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે, ધોનીનો સિતારો હજુ સાતમા આસમાને છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિનના જણાવ્યા પ્રમાણે ધોની ૧૩૫ કરોડ ૧૬ લાખ રૂપિયાની વાર્ષિક કમાણી સાથે ભારતનો ધનિક સ્પોટ્ર્સમેન છે.
ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિનની જાહેરાત
ધોની એક એડના ૫થી ૬ કરોડ રૂપિયા વસૂલે છે. કમાઈમાં ધોનીની તોલે આવે તેવો હાલ એક પણ ક્રિકેટર નજરે પડતો નથી. થોડા સમય પહેલાં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થનાર સચિન તેંડુલકર બીજો ધનિક ભારતીય સ્પોટ્ર્સપ્લેયર છે. સચિનની કમાણી ૯૭.૫ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. ધોની અને સચિન બાદ વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી, સાયના નહેવાલ અને સાનિયા મિર્ઝા સૌથી વધારે કમાણી કરતા સ્પોટ્ર્સપર્સન છે. સપ્ટેમ્બર ૨૦૧૧ અને ઓક્ટોબર ૨૦૧૨ વચ્ચે લોકપ્રિય સ્પોટ્ર્સપ્લેયરની કમાણીના આધારે ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.
સૌથી ધનિક ભારતીય સ્પોટ્ર્સપર્સન
પ્લેયરકમાણી
ધોની૧૩૫ કરોડ ૧૬ લાખ
સચિન૯૭ કરોડ ૫૦ લાખ
સેહવાગ૪૭ કરોડ ૭ લાખ
કોહલી
૪૭ કરોડ ૩ લાખ

ગાંધીજી બન્યા દારૂબંધીના બ્રાન્ડ એમ્બેસેડર


છત્તીસગઢ, 25 જાન્યુ
છત્તીસગઢના સરકારે દારૂ, નશામુક્ત, અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સ્ટેટ બવરેજસ કોર્પોરેશન દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
કોર્પોરેશને આ અભિયાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જેમણે આજીવન સામાજિક બદીઓ સામે લોકોને જાગ્રત કરવાના પ્રયત્ન કર્યા હતા.
રાજ્યમાં તબક્કા વાર લાગુ થનારી દારૂબંધીની દિશામાં રમણસિંહ સરકાર દ્વારા લેવાયેલ પ્રથમ પગલું છે. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી રમણસિંહે ગુરૂવારે છત્તીસગઢ સ્ટેટ બેવરેજેસ કોર્પોરેશન લિમિટેડના વર્ષ 2013ના વાર્ષિક કેલેન્ડરનું વિમોચન કર્યું. જે મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલા યાદગાર ફોટા પર આધારીત છે. સિંહે કેલેન્ડરની પ્રશંસા કરતા કહ્યું કે ‘આનાથી સમાજમાં નશાની ખોટી આદત વિરુદ્ધ જનજાગૃતિને વધારવામાં મદદ મળશે.’
બેવરેજેસ કોર્પોરેશને વ્યસન મુક્ત અને દારુ મુક્ત છત્તીસગઢના નિર્માણ માટે જનજાગૃતિમાં મહિલાઓની ભાગીદારી માટે 213 ભારતમાતા વાહિનીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ દરમ્યાન સિંહેકહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીએ દારૂ અને બધાનશીલા પદાર્થોને સમાજ તથાદેશના વિકાસનો સૌથી મોટાદુશ્મન ગણાવ્યા હતા.

ગુજરાતી રીમા નાણાવટીને પદ્મશ્રી


 નવી દિલ્હી, તા. ૨૫
  • રાજેશ ખન્ના, રાહુલ દ્રવિડ, મેરી કોમ, ર્શિમલા ટાગોર પદ્મ ભુષણ"
  • શ્રીદેવી, રમેશ સિપ્પી, ગૌતમ ગંભીર, વિનય કુમાર, યોગેશ્વર દત્ત પ્રેમલતા અગ્રવાલ પદ્મશ્રીથી સન્માનિત
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ અને અગ્રણી સમાજસેવી સંસ્થા સેવાના રીમા નાણાવટી સહિત ખ્યાતનામ નાગરિકોને વિવિધ ક્ષેત્રમાં તેમણે આપેલાં યોગદાન બદલ પદ્મ એવોર્ડ માટે પસંદ કરાયા હતા.
આ વર્ષે બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભુષણ માટે પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી યશ પાલ અને અવકાશ વિજ્ઞાાની રોડ્ડમ નરસિંહાની જ્યારે દિવંગત બોલિવૂડ અભિનેતા રાજેશ ખન્ના અને ર્શિમલા ટાગોર તથા ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બોક્સ મેરી કોમની પદ્મ ભૂષણ માટે પસંદગી થઈ હતી. અભિનેત્રી શ્રીદેવી, રમેશ સિપ્પી, ક્રિકેટર ગૌતમ ગંભીર, લંડન ઓલિમ્પિક્સમાં એવોર્ડ વિજેતા યોગેશ્વર દત્ત અને વિનય કુમારને પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન માટે કોઈની પસંદગી કરાઈ નથી. છેલ્લે વર્ષ ૨૦૦૮માં દિવંગત ભિમસેન જોષીને ભારત રત્ન એવોર્ડ એનાયત થયો હતો.
શુક્રવારે સરકારે જાહેર કરેલા ૧૦૮ પદ્મ વિજેતાઓમાં પ્રખ્યાત સ્થપતિ રઘુનાથ મોહપાત્રા અને ચિત્રકાર એસ. હૈદર રઝા, નાના પાટેકરનો સમાવેશ થાય છે. પદ્મ એવોર્ડની ચાર કેટેગરીમાં ચાર પર્સનાલિટીઝને પદ્મ વિભૂષણ, ૨૪ને પદ્મ ભૂષણ અને ૮૦ને પદ્મ શ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. કુલ એવોર્ડ વિજેતાઓમાંથી ૨૪ મહિલાઓ, ૧૧ ફોરેનર્સ, એનઆરઆઈ,પીઆઈઓ અને મરણોત્તર કેટેગરીમાં સમાવેશ થાય છે.
ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર જસપાલ ભટ્ટી, ફિલ્મ નિર્માતા ડી. રામા નાયડુ, દક્ષિણ ભારતના પ્રખ્યાત ગાયિકા એસ. જાનકી, ભરતનાટયમ ડાન્સર સરોજા વૈદ્યનાથન, બ્રહ્મોસ કાર્યક્રમના મિસાઈલ વિજ્ઞાાની ડો. એ. સિવથાનુ પિલ્લાઈ, ઉદ્યોગપતિ અદિ ગોદરેજ અને આર. ત્યાગરાજન, ભૂતપૂર્વ અમલદાર એમ. કે. ભાન સહિત ૨૪ને પદ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલ ૧૦૮ પદ્મવિજેતાઓમાંથી કેટલાંક નામની યાદી નીચે મુજબ છે.
ગુજરાતના તરંગ મિસ્ત્રીને નેશનલ બ્રેવરી એવોર્ડ
ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિવસે બહાદુરી દાખવનારાં બાળકોેને નેશનલ બ્રેવરી એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે ૨૨ જેટલાં બાળકોને તેમની બહાદુરી અને સાહસ બદલ આ એવોર્ડ આપવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે આ એવોર્ડમાં ગુજરાતના તરંગ અતુલભાઈ મિસ્ત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર લોકોને બચાવનારા ગુજરાતી બહાદુર બાળકને આ વર્ષે બ્રેવરી એવોર્ડથી સન્માનવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર દ્વારા ૧૯૫૭થી બાળકોને તેમનાં સાહસ અને બહાદુરી બદલ બ્રેવરી એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં તરંગ મિસ્ત્રીની સાથે આકાંક્ષા ગુટે, સ્ટ્રીપલીસમેન મિલેમ, રેનુ, કોરોઉન્ગામ્બા કુમામ, મેબિક સિરિયાક, લેરિન્હલાઓ, ગજેન્દ્ર રામ, દેવાંશ તિવાર, રામીથ કે અને મુકેશ નિશાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાળકોએ પોતાની જિંદગીની પરવા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા છે અને સમાજમાં માનવતાનો એક દાખલો બેસાડયો છે. ૮ માર્ચના રોજ ૧૭ વર્ષના તરંગ દ્વારા ચાર લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. ધુળેટીના દિવસે તરંગ પણ અન્ય લોકોની જેમ નર્મદા કિનારે ડૂબકી લગાવવા માટે ગયો હતો. તે સમયે તેને કેટલાંક લોકોની બચાવવા માટેની બૂમો સંભળાઈ, તે તરત જ નદીમાં કૂદી ગયા અને લગભગ ૨૦થી ૨૫ ફૂટ ઊંડા પાણીમાં જઈ ચાર લોકોનો જીવ બચાવ્યો હતો. તરંગની જેમ જ આ તમામ બાળકોએ પોતાની હિંમત અને કુશળતાનો પરિચય આપીને બીજા નાગરિકોના જીવ બચાવ્યા હતા.
આ એવોર્ડ તે મારી સેવા સંસ્થાની બહેનોનું સન્માન છે : રીમા નાણાવટી
કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા પહ્મશ્રી એવોર્ડમાં ગુજરાતીઓને ગૌરવ અપાવે તેવું એક નામ રીમા નાણાવટીનું છે.'સેવા' સંસ્થામાં ૧૯૮૪થી કાર્ય કરતાં રીમા નાણાવટી ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી અપાવવાના કાર્યમાં સક્રિય છે. એવોર્ડ મળ્યા પછી 'સંદેશ' સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ એવોર્ડ સેવા સંસ્થાની બહેનોનું સન્માન છે. તેમણે જે મારામાં વિશ્વાસ મૂકયો છે તેનું સન્માન છે. હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે, આ તો હજુ શરૂઆત છે. આ એવોર્ડ સેવાની મારી બહેનો અને સાથીઓને અર્પણ કરું છું.
'સેવા' સંસ્થામાં બહેનો માટેના આર્િથક ઉપાર્જન સેલના તેઓ વડાં છે. તેમનો જન્મ તા. ૨૨ મે, ૧૯૦૬૪માં અમદાવાદમાં જ થયો હતો. રીમાબેન વિશે માહિતિ આપતા તેમના પતિ મિહિર ભટ્ટે જણાવ્યું હતું કે તેમણે શિક્ષણ લો ગાર્ડન પાસેની જીએલએસ શાળામાંથી લીધુ છે. તેઓ ૪૦ હજાર બહેનોના ઉત્ત્પાદનોનું માર્કેટિંગ કરવા માટે 'રૂડી' નામનું મંડળ ચલાવે છે. હેન્ડીક્રાફટનું કાર્ય કરતી ૬૦ હજાર બહેનોનું 'અંશીબા' મંડળ ચલાવે છે. ખાસ કરીને અફઘાનિસ્તાન અને શ્રીલંકામાં યુદ્ધ અને આંતરિક પરિસ્થિને કારણે વિધવા થનાર બહેનો માટે સામાજિ અને આર્િથક પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમણે અફઘાનિસ્તાનમાં'બાગેજનાના' નામની સંસ્થા મારફત જરૂરિયાતમંદ બહેનોને મદદરૂપ થાય છે.
 
પદ્મવિભૂષણની યાદી...
નામયોગદાનરાજ્ય
રઘુનાથ મહાપાત્રા
આર્ટઓરિસ્સા
એસ. હૈદર રઝાઆર્ટદિલ્હી
પ્રો. યશપાલસાયન્સ- એન્જિ.ઉત્તર પ્રદેશ
પ્રો. રોદ્દામ નરસિમ્હા
સાયન્સ- એન્જિ.કર્ણાટક

પદ્મભૂષણની યાદી...
નામયોગદાનરાજ્ય
શર્મિલા ટાગોરઆર્ટદિલ્હી
રાજેશ ખન્નાઆર્ટમહારાષ્ટ્ર
રાહુલ દ્રવિડસ્પોટ્ર્સમહારાષ્ટ્ર
મેરિકોમસ્પોટ્ર્સમણિપુર
જસપાલસિંહ ભટ્ટી
આર્ટપંજાબ
શિવાજીરાવ પાટિલ
પબ્લિક અફેર્સમહારાષ્ટ્ર
પ્રો. સત્ય એન અતલુરી
સાયન્સ- એન્જિ.યુએસએ
પ્રો. જોગેશચંદ્ર પતિ
સાયન્સ- એન્જિ.યુએસએ
રામમૂર્તિ ત્યાગરાજન
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી
તામિલનાડુ
નંદકિશોર શામરાઓ
મેડિસિનમહારાષ્ટ્ર

પદ્મભૂષણની યાદી...
નામયોગદાનરાજ્ય
શ્રીદેવી કપૂરઆર્ટમહારાષ્ટ્ર
દેવેન્દ્ર પટેલસાહિત્ય-શિક્ષણગુજરાત
રીમા નાણાવટીસામાજિક કાર્યગુજરાત
સ્વામી ડીસીજી ભારતીઆર્ટકર્ણાટક
એસ.કે.એમ. મેઇલાનંધનસામાજિક કાર્યતામિલનાડુ
પ્રો. મુસ્તસિર બર્મા
સાયન્સ- એન્જિ.મહારાષ્ટ્ર
વંદના લુથાર
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી
દિલ્હી
સુદર્શન કે. અગ્રાવલમેડિસિનદિલ્હી
પ્રમેલત્તા અગ્રવાલ
સ્પોટ્ર્સદિલ્હી
ડો. રવીન્દ્રસિંહ બિષ્ટ
આર્િકયોલોજીઉત્તર પ્રદેશ
યોગેશ્વર દત્તસ્પોર્ટ્સહરિયાણા
રમેશ ગોયલ સિપ્પી
આર્ટમહારાષ્ટ્ર
હોસંગરાજ ગિરાશા
સ્પોર્ટ્સકર્ણાટક

'સંદેશ'ના દેવેન્દ્ર પટેલને 'પદ્મશ્રી' એવોર્ડ એનાયત


અમદાવાદ, તા. રપ
દર સોમવારે 'સંદેશ'માં પ્રગટ થતી તેમની કટાર 'કભીકભી' સમાજનું દર્પણ બની ગઈ છે
'સંદેશ' તેમજ સમગ્ર પત્રકાર જગત માટે ગૌરવની પળ
ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત અખબાર 'સંદેશ'ના વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલને આજે પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર તરફથી 'પદ્મશ્રી'નો એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે 'સંદેશ' અને સમગ્ર પત્રકાર જગત માટે એક ગૌરવની વાત છે.
સાબરકાંઠાના આકરૂન્દ ગામના ચુસ્ત ગાંધીવાદી પરિવારમાં જન્મેલા દેવેન્દ્ર પટેલે પત્રકારત્વની શરૂઆત ૧૯૬૭થી શરૂ કરી હતી. ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા બંને કાંઠેથી આત્મસાત કરનાર આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. 'સંદેશ'ના વરિષ્ઠ પત્રકાર અને લેખક તરીકે એમની કલમ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ વધુ વેધક અને કંચનશુદ્ધ બની છે. સામાજિક ઘટનાઓના અત્યંત નિકટના સાક્ષાત્કારે એમને હૃદયને ભીંજવી દેતી શૈલી દ્વારા ઉત્તમ કથાલેખક બનાવ્યા છે. 'સંદેશ'માં 'કભી કભી', 'ચીની કમ' અને 'રેડ રોઝ' કોલમ દ્વારા તેમણે દેશ-વિદેશમાં બહોળો વાચકવર્ગ પેદા કર્યો છે, તેમની કટાર 'કભી કભી' સમાજનું દર્પણ બની ગઈ છે. અને અનેક પીડિતાઓની વ્યથા ઠાલવવાનું તથા તેમને ન્યાય અપાવવાનું તે એક પ્લેટફોર્મ બની ગઈ છે. આ કટારમાં પ્રગટ થયેલી કેટલીક કથાઓની નોંધ લઈ ગુજરાત હાઈકોર્ટે એ ન્યૂઝસ્ટોરીને જ અરજી સમજી લઈ સુઓમોટો કેસ કરી પીડિતાઓને ન્યાય અને રક્ષણ અપાવ્યાં છે.
૪૫ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તેમની કથાઓ, પ્રવાસવર્ણનો, પ્રતિભાસંપન્ન વ્યક્તિઓના પરિચયથી માંડીને યુદ્ધકથાઓ પર તેમણે ૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે.'અંતરનાં એકાંત', 'દિલ ચાહતા હૈ' અને 'કભી કભી' શિર્ષક હેઠળ તેમણે ટેલિવિઝન માટેની સિરિયલો પણ લખી છે. 'ચાઇલ્ડ હસબંડ' નાટક અને 'મિયાં ફુસકી ૦૦૭' ફિલ્મની કથા અને પટકથા પણ તેઓ લખી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે પત્રકારત્વના તેમના અનુભવો પર આધારિત લખેલું પુસ્તક 'આંતરક્ષિતિજ' એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ છે. ગાંધીજી અને સરદાર પટેલ વિષે પણ તેમણે સંશોધનાત્મક લેખો લખ્યા છે.
સિમલાકરાર દરમિયાન તેમણે પાકિસ્તાનની ભીતર જઈ રિપોર્ટિંગ કર્યું છે. પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા
ગાંધી, મોરારજી દેસાઈ, નરસિંહરાવ, રાજીવ ગાંધી, અટલબિહારી બાજપાઈ જેવી વ્યક્તિઓ સાથે તેમણે પ્રવાસો કર્યા છે. દલાઈ લામા, અમેરિકાના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. ગાલબ્રેથ, આર્થર સી. ક્લાર્ક, જે. આર. ડી. તાતા, નવલ તાતા, મહારાણી ગાયત્રીદેવી, સામ પિત્રોડા, અમિતાભ બચ્ચન, મોહમ્મદ રફી, દેવ આનંદથી માંડીને જયપ્રકાશ નારાયણ અને કુખ્યાત દાણચોર હાજી મસ્તાનનો પણ તેઓ અખબારી ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે. 'ગલ્ફ વોર' અને 'સદ્દામ હુસેન' જેવાં યુદ્ધની કથા પર લખાયેલાં તેમનાં પુસ્તકો અત્યંત લોકપ્રિય છે.
બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, ઇઝરાયેલ, મલેશિયા, થાઇલેન્ડ, ઓમાનથી માંડીને અમેરિકાનો અનેકવાર પ્રવાસ કરી ચૂક્યા છે, તેમનું 'ઇઝરાયેલ-ધી લેન્ડ ઓફ ધી બાઇબલ' પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક મેળવી ચૂક્યું છે.
'સંદેશ' પરિવાર દેવેન્દ્ર પટેલને આ એવોર્ડ બદલ અભિનંદન પાઠવે છે.
'આ મારું નહીં ગુજરાતના પત્રકાર જગતનું સન્માન છે'
'આ મારું નહીં પણ સમગ્ર મીડિયાનું સન્માન છે અને ગુજરાતના પત્રકાર જગતનું સન્માન છે. જે પત્રકારો પત્રકારત્વને વ્યવસાય સમજવાને બદલે મિશન સમજે છે તેમનું સન્માન છે. જે પત્રકારો તમામ પ્રકારના જોખમો લઈને પણ લખે છે તેમનું આ સન્માન છે. પત્રકારત્વ એ માત્ર પૈસા કમાવાનો વ્યવસાય નથી પરંતુ તેમની બુદ્ધિ અને કૌશલ્યનો ઉપયોગ સમાજ માટે કરવાનો જેઓ હેતુ ધરાવે છે તેમનું આ સન્માન છે અને પત્રકારત્વને વ્યાવસાયિક જવાબદારી સમજવાને બદલે સામાજિક જવાબદારી સમજવાનો પ્રયાસ કરશે તો પત્રકારોનો અને અખબારોનો સમાજ પ્રત્યેનો હેતુ બર આવશે. હું ગુજરાતના તમામ પત્રકારોનો અને ગુજરાતના તમામ અખબારો સાથે સકળાયેલી વ્યક્તિઓનો આભાર માનું છું.'

Tuesday, January 22, 2013

ઓટોરિક્ષા ચાલકની દીકરી ઓલ ઈન્ડિયા સીએમાં ટોપર


મુંબઇ, તા.૨૨
  • પ્રેમા જયાકુમાર મુંબઇના મલાડ વિસ્તારમાં આવેલી ચાલીમાં રહે છે
  • ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેની સ્કોલરશિપમાંથી જ ફી ભરી દેતી હતી
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીઓ પાર કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આવો જ મક્કમ ઇરાદાનું ઉદાહરણ મુંબઇ સ્થિત રિક્ષા ચાલકની પુત્રી પ્રેમા જયાકુમારે પુરુ પાડયું હતું. ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પરીક્ષામાં પ્રેમા કુમારે તમામ ઉમેદવારોને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. પ્રેમા જયાકુમાર મુંબઇના મલાડ વિસ્તારમાં આવેલી ચાલીના એક રૂમમાં પોતાના માતા-પિતા અને ભાઇ સાથે રહે છે.
ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા નવેમ્બર મહિનામાં હાથ ધરેલી પરીક્ષામાં પ્રથમ ક્રમ હાંસલ કરનારી પ્રેમા જયાકુમારે જણાવ્યું હતું કે, આ મારી જીવનભરની કમાણી છે અને મારા માટે સફળતાની ચાવી સખત મહેનત સિવાય બીજુ કશું જ નથી. ૮૦૦માંથી ૬૦૭ માર્ક્સ પ્રાપ્ત કરનારી પ્રેમા પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપે છે અને તેમનું બાકીનું જીવન શાંતિથી પસાર કરાવવા માગે છે.
પ્રેમો જણાવ્યું હતું કે તેને પોતાના માતા-પિતા પર ગર્વ છે. તેમણે ક્યારેય મારા અભ્યાસક્રમ દરમિયાન પૈસાની તકલીફ પડવા દીધી નથી. પ્રેમાની સાથે તેના ૨૨ વર્ષીય ભાઇએ પણ સી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. બન્ને ભાઇ-બહેનોએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સાથે જ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું હતું. અગાઉ પ્રેમા મુંબઇ યુનિર્વિસટી દ્વારા યોજાયેલી બી.કોમ.ની ત્રીજા વર્ષની પરીક્ષામાં પણ સમગ્ર યુનિર્વિસટીમાં ૯૦ ટકા માર્ક્સ સાથે બીજા ક્રમે આવી હતી.
પ્રેમાનો સંઘર્ષ
વર્ષ ૨૦૦૮માં બી.કોમ.ની પરીક્ષા પાસ કર્યા બાદ પ્રેમાએ ડિસેમ્બર ૨૦૦૮માં આઈસીએઆઈ દ્વારા યોજાયેલી કોમન પ્રોફિસિયન્સી ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેણે બન્ને ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટન્સ એક્ઝામિનિશન પાસ કરી હતી. પ્રેમાની સાથે જ સી.એ.ની પરીક્ષા પાસ કરનારો તેનો ભાઇ ધનરાજ જણાવે છે કે, અમને ભણાવવા માટે અમારા માતા-પિતા બન્ને કામ કરતાં હતાં. અમે અભ્યાસની સાથે સાથે કામ પણ કરતાં હતાં તેમાંથી જ સીએની ફી પણ ભરતાં હતાં. મારી બહેન ખૂબ જ હોશિયાર છે અને તે તેની સ્કોલરશિપમાંથી જ તેની ફી ભરી દેતી હતી. બીજીબાજુ પ્રેમા જણાવે છે કે, મેં હંમેશાં નોંધ્યું હતું કે, સીએની પરીક્ષામાં ઘણાં બધાં લોકો નાપાસ થાય છે. જોકે અમે સવારે સાડા સાતથી રાતના બાર વાગ્યા સુધી સતત વાંચતાં હતાં. રાત્રે અમે આરામથી ઊંઘી જતાં હતાં.

Sunday, January 20, 2013

બરાક ઓબામાએ વહેલી સવારે પ્રમુખપદના શપથ લીધા


વોશિંગ્ટન, તા. ૨૦
અમેરિકાના પ્રમુખપદે બીજી વખત ચૂંટાનારા બરાક ઓબામાએ રવિવારે અધિકારિક રીતે શપથ લઈ લીધા હતા. પરિવારજનો અને કેટલાક અધિકારીઓની હાજરીમાં વ્હાઇટહાઉસમાં એક નાનકડા સમારંભ દરમિયાન ઓબામાએ શપથ લીધા હતા, જો કે આ અંગેની જાહેર ઉજવણી સોમવારે યોજવામાં આવશે. સોમવારે લાખો નાગરિકોની હાજરીમાં સમારંભ યોજાશે અને ઉજવણી થશે.
અમેરિકાનાં બંધારણમાં જણાવ્યા પ્રમાણે જો કેલેન્ડરમાં ૨૦ જાન્યુઆરીના રોજ રજા આવતી હોય તો પ્રમુખ ઓટોમેટિકલી બપોર પછી પોતાનું કામ શરૃ કરી શકે છે, તેનાં કારણે જ આજે રવિવાર હોવાથી ઓબામાએ સામાન્ય શપથવિધિ કરીને પ્રમુખપદ તરીકેની બીજી ટર્મ સંભાળી લીધી હતી. આ અંગેનો જાહેર સમારંભ સોમવારે યોજવામાં આવશે. આ સમારંભમાં અંદાજે ૮,૦૦,૦૦૦ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબટ્ર્સની હાજરીમાં આ શપથવિધિ બંને દિવસ યોજવામાં આવશે. ૨૦૦૯માં પણ તેમણે જ ઓબામાને શપથ લેવડાવ્યા હતા. ઓબામાની સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ જો બિડને પણ નેવલ ઓબ્ઝર્વેટરી ખાતે નાનકડા સમારંભ દરમિયાન શપથ લઈ લીધા હતા. તેમણે પણ બંધારણ પ્રમાણે રવિવારથી જ શપથ લઈને કામ શરૃ કરી દેવું પડયું હતું. ઓબામાની પ્રમુખ તરીકેની પહેલી ટર્મ દરમિયાન તેમણે નિયુક્ત કરેલા જસ્ટિસ સોનિઆ સોટોમેયર વાઇસ પ્રેસિડેન્ટની શપથવિધિનું સંચાલન કરશે.
પ્રમુખપદે બીજી વાર નિયુક્ત થયા પછી ઓબામા પર જવાબદારીઓ વધી ગઈ છે, તેનાં કારણે જ તેઓ પોતાની સેકન્ડ ટર્મ માટે શપથ લીધા બાદ ટૂંક સમયમાં જ પોતાનો પ્રમુખ તરીકેનો એજન્ડા રજૂ કરશે. તેમાં પણ તેઓ દેશની ઇકોનોમીને ધ્યાનમાં રાખશે, કારણ કે તેમની આગલી ટર્મમાં દેશને ઘણા કપરા સમયમાંથી પસાર થવું પડયું હતું, હવે દેશ આર્િથક સુધારા પર આવે તે તેમનો પહેલો પ્રયાસ રહેશે. આ સિવયા તેઓ ઇમિગ્રેશન અને ગન-કન્ટ્રોલના કાયદાઓ વિશે પણ નક્કર રીતે વિચારશે અને તેમાં યોગ્ય તમામ ફેરફારો કરશે, જોકે આ પહેલાં એક અઠવાડિયા સુધી વોશિંગ્ટન તમામ બાબતોને ભૂલીને ઉજવણી કરશે, તેના દ્વારા તેઓ સંદેશ આપશે કે અમે કેવાં શાંતિથી રહીએ છીએ અને કેવી શાંતિથી સત્તા પણ સોંપીએ છીએ.

ટાટાના નવા સુકાની - સાયરસ મિસ્ત્રી (બાયોગ્રાફી)

Jan 12, 2013

બાયોગ્રાફી - હસમુખ ગજ્જર
દેશના મોટા ગણાતા બિઝનેસ ગ્રૂપ ટાટાના ચેરમેનપદેથી રતન ટાટાએ નિવૃત્તિ લેતાં તેમના સ્થાને ૨૮ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ૪૪ વર્ષના સાયરસ મિસ્ત્રીએ સુકાન સંભાળ્યું છે. કોઈ પણ કોર્પોરેટ જૂથમાં નેતૃત્વ બદલાય એટલે કેવું ચાલશે કેવું રહેશે એવી અટકળોનો દોર શરૂ થઈ જાય છે. ટાટાનો બિઝનેસ વારસો સંભાળવાની, જાળવવાની અને ફેલાવો કરવાની જવાબદારી હવે સાયરસના શીરે છે. જોકે આ નવયુવાન સફળતાપૂર્વક સંચાલન કરવાના ગુણો ધરાવે છે એવું સૌ માને છે.
  • નામ      સાયરસ મિસ્ત્રી
  • જન્મ     ૪ જુલાઈ, ૧૯૬૮
  • પિતા      પાલોનજી મિસ્ત્રી
  • માતા     પેસ્ટી પેરીન દુબાસ
  • હોદ્દો      ટાટા જૂથના નવા ચેરમેન
 
  • સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ
  • ૪ જુલાઈ, ૧૯૬૮ના રોજ થયો હતો, તેમના પિતા પાલોનજી મિસ્ત્રી કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે જ્યારે તેમનાં માતાનું નામ પેસ્ટી પેરીન દુબાસ જે આયર્લેન્ડનાં વતની છે. મિસ્ત્રી મુંબઈની કેથેડ્રેલ અને જોન કોનન સ્કૂલમાં ભણ્યાં છે.
  • તેમણે ૧૯૯૦માં લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં બીઈ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી જ્યારે ૧૯૯૭માં બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ સાયન્સ ઇન મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે.
  • ગ્રેજ્યુએટ થયા પછી ૧૯૯૧માં સાયરસ પિતાની બિઝનેસ કંપની શાપુરજી પાલોનજી એન્ડ કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયા.
  • ૧૯૯૪માં શાપુરજી પાલોનજી કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું.
  • તેમના કુશળ નેતૃત્વના લીધે કંપનીનો કારોબાર મિડલ ઇસ્ટ અને આફ્રિકા સુધી ફેલાયો હતો. બાયો ફ્યુઅલ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે ઇથોપિયા દેશમાં ૫૦ હજાર હેકટર જમીન લીઝ પર લીધી હતી.
  • ભારતમાં તેમના નેતૃત્વ હેઠળ કંપની દિલ્હી મેટ્રો નેટવર્ક, ભારતનો લાંબો રેલવે બ્રિજ, ભારતનો સૌથી લાંબો ડ્રાય ડક તથા હાઉસિંગ જેવાં અનેક એન્જિનિયરીંગ કન્સ્ટ્રક્શન સાહસો સાથે સંકળાયેલી રહી હતી.
  • ૧૯૯૨માં સાયરસનાં લગ્ન વરિષ્ઠ વકીલ ઇકબાલ ચાંગલાની દીકરી રોહિકા ચાંગલા સાથે થયાં. રોહિકાના દાદા મોહમ્મદ અલી કરીમ ચાંગલા સ્વતંત્ર ભારતની મુંબઈ હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ હતા.
  • ૧ સપ્ટેમ્બર, ૨૦૦૬માં સાયરસે ટાટા ગ્રૂપમાં ડિરેક્ટર તરીકે પ્રવેશ કર્યો અને ટાટાના બિઝનેસ અને કલ્ચરથી રૂબરૂ પરિચિત થયા. સાયરસ જોડાયા ત્યારે રતન ટાટાના નેતૃત્વ હેઠળ ગ્રૂપમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. ટાટાએ ટેટલી, જગુઆર જેવી અનેક કંપનીઓને ટેકઓવર કરવાથી માંડીને ટાટાના તમામ બિઝનેસ પ્રોજેક્ટોની નિર્ણય પ્રક્રિયા હાથ ધરી તેમાં સાયરસે ખૂબ જ ખંતથી રસ લીધો. કહેવાય છે કે ત્યારથી જ રતન ટાટાને તેમનામાં ટાટા ગ્રૂપના ભાવિ સુકાનીનાં દર્શન થવા માંડયાં હતાં.
  • ઓગસ્ટ ૨૦૧૦માં રતન ટાટાના નવા અનુગામીની શોધ માટે પાંચ સભ્યોની કમિટી નિમવામાં આવી ત્યારે કોર્પોરેટ જગતનું માનવું હતું કે રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે તેમના સાવકા ભાઇ નોવેલ ટાટા જ આવશે, પરંતુ તા ૨૮ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ કોલકાતા ખાતે મળેલી ટાટા બોર્ડની મિટિંગમાં સાયરસ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી. આ પહેલાં સાયરસ ટાટા ગ્રૂપમાં ડેપ્યુટી ચેરમેનનો હોદ્દો ધરાવતા હતા.
  • નિવૃત્તિ લેતી વેળાએ રતન ટાટાએ જણાવ્યું કે અતિ બુદ્ધિમાન સાયરસ મિસ્ત્રી આ જવાબદારી સંભાળવા માટે સંપૂર્ણ લાયક છે.
  • ટાટાના સુકાની બન્યા પછી સાયરસ મિસ્ત્રીએ આ નવી જવાબદારીને ગંભીરતાથી લીધી અને કોઇ વાદ-વિવાદથી બચવા માટે પરિવારના બિઝનેસથી પોતાને અલગ કરી દેવાની જાહેરાત કરી.
  • સાયરસ ટાટા પરિવાર કે અટક ના ધરાવતા હોય તેવા નવરોઝજી સકલાતવાલા પછીના બીજા ચેરમેન છે, જોકે મિસ્ત્રી પરિવારને ટાટા ગ્રૂપ સાથે જૂનો નાતો છે. તેમના દાદા શાપુરજીએ ૧૯૩૦માં પહેલી વાર ટાટાના શેર ખરીદ્યા હતા. પિતા પાલોનજી હાલમાં વ્યક્તિગત ધોરણે ટાટાના ૧૮.૪ ટકા શેર ધરાવે છે.
  • સાયરસના પિતા પાલોનજી હંમેશાં લો પ્રોફાઇલ રહેવામાં માને છે. આ સ્વભાવ સાયરસમાં પણ ઊતર્યો હોવાનું માનવામાં
  • આવે છે.
  • સાયરસે રતન ટાટા પાસે રહીને ઘણો જ અનુભવ લીધો છે અને તેમની વય જોતાં ટાટા ગ્રૂપે લાંબા સમય સુધી નેતૃત્વ સ્થિરતા માટે જ તેમની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે.
  • સાયરસ મિસ્ત્રીના ટીકાકારોના જણાવ્યા અનુસાર તેમણે અમુક કોર્પોરેટ સાહસો ભલે સંભાળ્યાં હોય પરંતુ આટલી મોટી કંપની ચલાવવાનો કોઇ જ અનુભવ નથી.
  • જોકે રતન ટાટાએ ટાટા ગ્રૂપનું સુકાન પડકારો વચ્ચે સંભાળીને જે વિકાસ કર્યો તેને સાયરસ આગળ લઇ જશે એમ સૌ માને છે.
  • સાયરસના નાના ભાઈ શાપુર મિસ્ત્રીનાં લગ્ન વકીલ રૂસી શેઠનાની દીકરી બેહરોઝ સાથે થયાં છે. સાયરસને લયલા અને અલ્લુ એમ બે બહેનો પણ છે જેમાંથી અલ્લુનાં લગ્ન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા સાથે થયાં છે.
  • શાંત પ્રકૃતિ ધરાવતા સાયરસ મ્યુઝિક, ફોટોગ્રાફી, ગોલ્ફ તથા બિઝનેસ સામયિકો વાંચવાનો શોખ ધરાવતા હોવાનું જાણવા મળે છે.
  • સાયરસ બે સંતાનોના પિતા છે, બંને બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે.
  • સાયરસ પૂના, મુંબઈ તથા આયર્લેન્ડમાં રહેણાક બંગલા ધરાવે છે.
  • સાયરસ જરથોષ્ટ્રી ધર્મ પાળે છે.

Friday, January 18, 2013

Soichiro Honda: The Man With A Burning Desire To Succeed


soichiro honda Soichiro Honda: The Man With A Burning Desire To SucceedYou may know Soichiro Honda as the founder of the Honda Company and a successful businessman. However, few people are aware that Soichiro Honda was the man who changed the usual view on the traditions of running a business and approaching success.
His life story is not only inspiring, but legendary.

Childhood and a “Creative” Solution that Would Cost Him Dearly

Soichiro Honda, was born on November 17, 1906 in Japan, Hamamatsu, Shizuoka in a very traditional working class family. His mother- Mika, worked as a weaver and his father, Gihei, was a blacksmith, who ran a bicycle repair business.
As a boy Soichiro preferred helping his father in the bike shop rather than doing his homework. This was reflected in his poor grades. When Soichiro received his yearly grade report he was supposed to hand it to his parents for a ‘signature’ – a stamp with a family seal.
Not wanting to disappoint his parent, Soichiro cut out the family hieroglyphs on an old tire and “signed” a grade report for himself and for some of his fellow classmates, cutting similar stamps for them. What Soichiro did not take into consideration is that the stamp was a mirror-image, so the fraud was quickly discovered.
When Soichiro Honda’s father found out about it, he made his son stay in a corner on his knees for a whole day. The punishment was not for the forgery, but for the fact that Soichiro did not notice the relation between the seal pattern and stamp itself.

A Modest Beginning of a Promising Career Path

In 1922, at the age of 16 Soichiro left home and headed to Tokyo to look for work. He quickly found an apprenticeship an Art Shokai auto repair shop and stayed there for six years. During the day he worked as a car mechanic and in the evenings worked on his dream – he was designing racing cars.
When Honda had saved enough money to start his own auto repair business, he returned to Hamamatsu.
In 1928 he organized the Tohai Seiki Company to manufacture piston rings, the biggest part of which was sold to Toyota – a major Japanese car manufacturer.
The business was going well, but Honda did not want to stop there. In the mid-1940’s Honda finally designed and manufactured a small engine that could be attached to a bicycle to create a motorbike.

The First Big Setback and The Birth of Honda Motorcycles

The Second World War put a stop to this dream. In 1945 Honda’s factory suffered serious damage due to bombing. Everyone else would have seen it as a failure, but not Soichiro.
The businessman sold the remains of his business to ‘Toyota’ for 450,000 thousand yen. What did he do next? He bought an alcohol tank for 10,000 yens and spent a year planning his new venture and treating friends with homemade whiskey.
In 1946 Honda opened his company called ‘Honda Technology Research Institute’ and started producing mopeds and motorcycles. Within a little over a decade Honda was the leading motorcycle manufacturer in the world.

Unorthodox Management Methods that Shocked Japanese Businessmen

Honda’s approach to managing his business was very ‘unusual’ for most Japanese businessmen to say the least.
He promoted executives on the basis of performance rather than age, did not believe in hierarchy and tried not to hire professionals with higher education, because he believed that “dogmatic thinking” would be an obstacle in the search for new ways of development.
Honda also shocked the press declaring that he did not intend to transfer his business to heirs (two sons and two daughters), which he later proved by choosing a leader from his employees.

A Pursue of a Long-Cherished Dream

Having reached the top in the motorcycle industry, Honda decided that now he could proceed with the implementation of a cherished dream – to create automobiles.
Unexpectedly, he encountered strong resistance from Japanese officials. They tried to convince the businessman that the country did not need another car manufacturer, that he was destined to fail. Honda persisted and in 1970 he became the winner in the highly competitive automotive industry.
At beginning of the 80s, Honda Motor Co., Inc. was the third largest producer of cars in Japan. And by the end of the decade it was the third company in the world.
Honda had worked for 65 years in the company and personally tested every new car.
The legendary businessman died on August 5, 1991. By the end of his life he had come up with over 470 inventions and 150 patents, received an honorary doctorate at Michigan Technical University and the highest honor of his country – Japan’s Blue Ribbon – and had a company with an annual revenue of more than $ 30 billion dollars.

Soichiro Honda’s Quotes:

Many people dream of success. I believe that success can be achieved only through repeated failure and self-analysis.”
Success is only 1% of your work, and the rest – bold overcoming of obstacles. If you are not afraid of them, success will come to you itself.”
Looking back on my work, I feel that I was doing nothing more than mistakes, blunders and serious omissions. But I am proud of the achievements. Although I did one mistake after another, my mistakes and failures never occurred for the same reasons.”
“The value of life can be measured by how many times your soul has been deeply stirred.”
We only have one future, and it will be made of our dreams, if we have the courage to challenge convention.”
Enjoying your work is essential. If your work becomes an expression of your own ideas, you will surely enjoy it.”

એ.આર.રહેમાનનાં ફેસબુક પર ૧ કરોડ ફેન્સ


નવી દિલ્હી- કર્ણપ્રિય અવાજ અને સંગીતથી દેશ-વિદેશમાં પોતાની અલગ ઓળખાણ ઉભી કરનાર ઓસ્કર એવોર્ડ વિજેતા એ.આર.રહેમાનનાં ફેસબુક ફેન્સની સંખ્યા એક કરોડની ઉપર પહોંચી ગઈ છે અને આટલી મોટી સંખ્યામાં ફેન્સ પામનાર રહેમાન પહેલા ભારતીય છે. આ માટે તેમણે તેમનાં ચાહકોનો આભાર માન્યો છે.
દુનિયાનાં એક અરબ કરતા પણ વધારે લોકોનાં દિલો દિમાગ પર રાજ કરનારી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક પર રહેમાનનાં પેજને ‘લાઈક’ કરનારની સંખ્યા ૧ કરોડને આંબી ગઈ છે તેમણે તેમનાં ફેન્સનો આભાર માનતા કહ્યું, ‘એક કરોડ ધન્યવાદ’
આ હરોડમાં ક્રિકેટનાં શહેનશાહ સચિન તેંડુલકર બીજા નંબરે છે જેમનાં ફેસબુક પેજને ૯,૧0૯,૮૯૮ લોકોએ ‘લાઈક’ કર્યુ છે, તો સલમાન ખાન ૭,૫૩૪,૯૫૯ પ્રશંસકો સાથે ત્રીજા નંબરે છે.

Tuesday, January 15, 2013

જેનો રેકોર્ડ તૂટતાં ૪૦ વર્ષ લાગ્યાં એવા મહાન ફૂટબોલર ગેર્ડ મૂલર


Dec 21, 2012
મહાનુભાવ
એક વર્ષમાં સૌથી વધુ ૮૬ ગોલ ફટકારીને મેસ્સીએ વર્તમાન ફૂટબોલ જગતમાં તેનો કેવો દબદબો છે તે પુરવાર કરી દીધું. તેમણે ૪૦ વર્ષ પહેલાં ગેર્ડ મૂલરે બનાવેલો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો, પણ ૪૦ વર્ષ સુધી જેનો રેકોર્ડ અકબંધ રહ્યો હતો તે મૂલરે પણ તેમના સમયના ફૂટબોલ જગતમાં એકહથ્થુ શાસન ભોગવ્યું હતું. જર્મનીના આ મહાન ફૂટબોલર વિશે જાણીએ થોડી રસપ્રદ વાતો
* ગેર્ડ મૂલરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૪૫ના રોજ જર્મનીના નોર્ડલિન્ગન નામના શહેરમાં થયો હતો. ૧૯૬૧માં ૧૬ વર્ષની વયે ટીએસવી નોર્ડલિન્ગન વતી રમીને તેમણે તેમની કરિયરની શરૂઆત કરી હતી.
* ૧૯૬૪માં તેઓ બેયર્ન મ્યુનિચ સાથે જોડાયા હતા. શરૂઆતથી જ તેમણે પ્રભાવશાળી રમતનું પ્રદર્શન કર્યું હતું.
* ૧૯૭૦ના દશકમાં ફૂટબોલ જગતમાં તેમનો દબદબો હતો. ખૂબ જ
* ટૂંકાગાળામાં જર્મનીની નેશનલ ટીમના તેઓ અનિવાર્ય હિસ્સો બની ગયા હતા.
* ૧૯૭૨નું વર્ષ તેમના માટે ઐતિહાસિક સફળતા અપાવનારું રહ્યું હતું. મૂલરે આ વર્ષે બેયર્ન મ્યુનિચ ક્લબ વતી રમતાં એક જ વર્ષમાં ધડાધડ ૮૫ ગોલ ફટકારી દીધા હતા. એ વખતે એક વર્ષમાં આટલા બધા ગોલ એક સ્વપ્ન જ ગણાતું હતું અને એટલે તેઓએ આ દેખાવથી મહાન ખેલાડીઓની પેનલમાં સ્થાન મેળવી લીધું.
* મૂલરે ત્રણ ક્લબ માટે રમતા કુલ ૫૫૫ મેચમાં ૪૮૭ ગોલ ફટકાર્યા હતા.
* જર્મની વતી રમતા તેમણે ૬૨ મેચમાં ૬૮ ગોલ કર્યા હતા.
* ગેર્ડ મૂલરને ૧૯૭૦માં યુરોપિયન ફૂટબોલર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
* ૧૯૬૭, ૧૯૬૯માં જર્મનીએ તેમને જર્મન ફૂટબોલર ઓફ ધ યર જાહેર કરીને સન્માન આપ્યું હતું.
* ફૂટબોલમાં તેમના આ ધરખમ પ્રદર્શનના કારણે તેઓની ગણના આજેય ફૂટબોલમાં ઓલટાઇમ મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે.

વીરભદ્રસિંહ હિમાચલના મુખ્યપ્રધાન બનશે


Dec 23, 2012
શિમલા, તા. ૨૩
મંગળવારે શપથગ્રહણ કરશે : છઠ્ઠી વાર મુખ્યપ્રધાન બનશે
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજય બાદ રાજ્યના મુખ્યપ્રધાન કોણ બનશે તેવી અટકળોનો અંત આવ્યો છે,કોંગ્રેસના પીઢ નેતા વીરભદ્રસિંહ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે મંગળવારે શપથ લેશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વિધાનસભાસભ્ય(સીએલપી)ની શનિવારે યોજાયેલી બેઠકમાં પક્ષના વિધાનસભાના નેતાની ચૂંટણી કરવામાં આવી હતી.
રાજ્યની રાજધાની શિમલામાં યોજાયેલી આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતા, જેમાં ધારાસભ્યોએ સોનિયા ગાંધીને એક લીટીનો પ્રસ્તાવ મોકલી રાજ્યના મુખ્યપ્રધાન અંગે નિર્ણય લેવા પૂછયું હતું ત્યાર પછી શનિવારે સાંજે વીરભદ્રસિંહને રાજ્યનું મુખ્યપ્રધાનપદ સોંપવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં હાજર રહેલા ૩૪માંથી ૨૨ ધારાસભ્યે વીરભદ્રસિંહનાં સમર્થનમાં મત આપ્યો હતો, જ્યારે મુખ્યપ્રધાનપદ માટે દાવેદારી નોંધાવનારા કૌલસિંહ ઠાકુરને એક મત મળ્યો હતો. તેમણે ૧૮ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. આ વર્ષે ૨૬મી જૂને સ્થાનિક કોર્ટમાં પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
ગયા ગુરુવારે જાહેર થયેલા ૬૮ વિધાનસભા બેઠકની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસને ૩૬ બેઠક મળી હતી, જ્યારે ભાજપને ૨૬ તથા અપક્ષને છ બેઠક મળી હતી.
 હિમાચલના મુખ્યપ્રધાન તરીકે વીરભદ્રસિંહનો કાર્યકાળ
૮ એપ્રિલ, ૧૯૮૩
૫ માર્ચ, ૧૯૮૫ (મધ્યસ્થી ચૂંટણી વખતે)
૩ ડિસેમ્બર, ૧૯૯૩
૫ માર્ચ, ૧૯૯૮
૬ માર્ચ, ૨૦૦૩

Wednesday, January 9, 2013

Quotes of Gandhi


  and therfore also of humanity"
 
" My religion is based on truth and non-violence.
  Truth is my God. Non-violence is the means of realizing him"
 
" Non-violence requires a double faith, faith in God
   and faith in man"
 
" A small body of determined spirits fired by an unquenchable faith
   in their mission can alter the course of history"
 
" The mother earth has enough for everyone's need,
   but not for anybody's greed"
 
" A nation's culture resides in the hearts and in the soul 
   of its people"
 
" an eye for an eyeonly ends up making the whole world blind"
 
" The only way love punishes is by suffering."
 
" My longing is to be able to cement the two - Hindus and Muslims -
   with my blood , if necessary."
 
" If India takes up the doctrine of the sword.....she will  cease to be
   the pride of my heart.... My life  is dedicated to the service of India
   through the religion of non-violence."
 
" Non-violence is the greatest force at the disposal ofmankind. it is
   mightier than the mitigated weapon of  destruction devised by the
   ingenuinity of man."
 
" Live simply so that others may simply live"

Quotes of Gandhi


  and therfore also of humanity"
 
" My religion is based on truth and non-violence.
  Truth is my God. Non-violence is the means of realizing him"
 
" Non-violence requires a double faith, faith in God
   and faith in man"
 
" A small body of determined spirits fired by an unquenchable faith
   in their mission can alter the course of history"
 
" The mother earth has enough for everyone's need,
   but not for anybody's greed"
 
" A nation's culture resides in the hearts and in the soul 
   of its people"
 
" an eye for an eyeonly ends up making the whole world blind"
 
" The only way love punishes is by suffering."
 
" My longing is to be able to cement the two - Hindus and Muslims -
   with my blood , if necessary."
 
" If India takes up the doctrine of the sword.....she will  cease to be
   the pride of my heart.... My life  is dedicated to the service of India
   through the religion of non-violence."
 
" Non-violence is the greatest force at the disposal ofmankind. it is
   mightier than the mitigated weapon of  destruction devised by the
   ingenuinity of man."
 
" Live simply so that others may simply live"

Friday, January 4, 2013

દુનિયાના ધનિકોમાં મુકેશ અંબાણી ૧૮મા


હ્યુસ્ટન, તા. ૩
  • ૬૨.૭ અબજ ડોલર બિલ ગેટ્સની સંપત્તિ ૨૦૧૨માં નોંધાઇ
  • ૫.૩ અબજ ડોલર ઝુકરબર્ગે ગયા વર્ષે ગુમાવ્યા
  • દુનિયાના સૌથી ગર્ભશ્રીમંતોની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ૨૪.૭ અબજ ડોલર સાથે ૧૮મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બ્લુમબર્ગે બહાર પાડેલી દુનિયાના સૌથી ૧૦૦ ધનિક વ્યક્તિઓની યાદીમાં મેક્સિકોના ટેલિકોમ્યુનિકેશનના વ્યાપારી કાર્લોસ સ્લિમે ૭૦ અબજ ડોલરની સંપત્તિ સાથે સૌથી ટોચ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ સતત છઠ્ઠા વર્ષે દુનિયાના સૌથી શ્રીમંત ભારતીય વ્યક્તિ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. યાદી અનુસાર ગત વર્ષ દરમિયાન તેમની સંપત્તિ ૨૧ અબજ ડોલરથી વધીને ૨૪ અબજ ડોલર થઈ હતી. વર્ષ ૨૦૧૨ દરમિયાન દુનિયાના સૌથી શ્રીમંત ૧૦૦ વ્યક્તિઓની સંપત્તિમાં ઉછાળો નોંધાયો હતો. તેમની સંપત્તિ ૧૫ ટકા જેટલી વધીને ૧.૮૧ ટ્રિલિયનના આંકને સ્પર્શી ગઈ હતી.
માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ અને ફેશન કંપની ઝારાના સ્થાપક એમેન્સિઓ ઓર્ટેગાએ બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ બન્ને ઉદ્યોગપતિઓની સંપત્તિ ૬૦ અબજ ડોલરની આસપાસ જોવા મળી હતી, જ્યારે વોરન બફેટ ચોથા સ્થાને સરકી ગયા હતા, જોકે ગત વર્ષે નોંધપાત્ર સખાવતી કાર્યો કર્યાં હોવા છતાં તેમની સંપત્તિમાં ૫ અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. બીજી તરફ આઇકેઇએના સ્થાપક ઇંગવાર કેમ્પ્રેડની સંપત્તિ ૧૬.૬ ટકા વધીને આશરે ૪૦ અબજ ડોલર જોવા મળી હતી અને યાદીમાં પાંચમું સ્થાન આવ્યું હતું.
બિલ ગેટ્સની સંપત્તિમાં વધારો
વર્ષ ૨૦૧૨ દરમિયાન ૨૮ મિલિયન ડોલરનાં ધર્માદાકાર્યો કર્યાં હોવા છતાં માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિમાં ૭ અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. બ્લુમબર્ગે બહાર પાડેલા ર્વાિષક અહેવાલમાં તેમની કુલ સંપત્તિ ૬૨.૭ અબજ ડોલર નોંધાઈ હતી. માઇક્રોસોફ્ટ કંપનીના શેરની કિંમતોમાં ગત વર્ષ દરમિયાન ૨ ટકાનો વધારો થવાનાં કારણે બિલ ગેટ્સની સંપત્તિમાં આ વધારો નોંધાયો હતો.
માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ઘટાડો
ગત વર્ષ દરમિયાન જે શ્રીમંતોની સંપત્તિમાં ઘટાડો થયો હોય તેવા જૂજ વ્યક્તિઓમાં ઝુકરબર્ગનો સમાવેશ થતો હતો. મે મહિનામાં આઇપીઓ બહાર પાડયા બાદ ફેસબુકના સ્થાપકે શેરની કિંમતોમાં થયેલા ઘટાડાનાં કારણે ૫.૩ અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડયું હતું. ગયા મહિને સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે આરોગ્ય અને શિક્ષણના હેતુ માટે સિલિકોન વેલી ચેરિટીને આશરે ૫૦૦ મિલિયન ડોલરની કિંમતના શેર દાનમાં આપ્યા હતા.
 
દુનિયાના ટોપ ટેન ધનિકો
નામસંપત્તિ  (બિલિયન ડોલર)
૧. કાર્લો સ્લિમ૭૬.૪
૨. બિલ ગેટ્સ૬૩.૪
૩. એમેન્સિઓ ઓર્ટેગા૫૯.૩
૪. વોરેન બફેટ૪૯.૮
૫. ઇંગવાર કેમ્પ્રેડ૪૩.૪
૬. ચાર્લ્સ કોચ૪૧.૭
૭. ડેવિડ કોચ૪૧.૭
૮. લેરી એલિસન૪૦.૭
૯. બર્નાર્ડ આર્નોલ્ટ૨૯.૮
૧૦. લિ કા શિંઘ૨૯.૦ 
(સ્રોત : બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ)
 

યુએસમાં પહેલા ગુજરાતી સાંસદ તુલસી ગેબાર્ડેએ ગીતાના શપથ લીધા


વોશિંગ્ટન, તા. ૪
ભારતીય મૂળના અમી બેરાએ પણ શપથ લીધા
ભારતીય મૂળના બે અમેરિકન્સ અમી બેરા અને તુલસી ગેબાર્ડે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય તરીકે શપથ લઈને ઇતિહાસ સર્જ્યો છે. બંનેને સ્પીકર જ્હોન બોએનેરે શપથ લેવડાવ્યા હતા. ૧૯૫૦માં દલીપસિંહ સંધુ અને ૨૦૦૫માં બોબી જિંદાલ બાદ ફિઝિશિયન અમી બેરા નીચલા સદનમાં પહોંચનારા ત્રીજા ભારતીય છે જ્યારે ૩૧ વર્ષીય તુલસી ગેબાર્ડ પ્રતિનિધિસભા માટે ચૂંટાયેલા સૌપ્રથમ હિંદુ અમેરિકન મહિલા છે. તુલસી ગેબાર્ડે ભગવદ્ ગીતાને સાક્ષી માનીને શપથ લઈને પોતાનું કાર્ય શરૃ કર્યું હતું. શપથ લીધા બાદ ગેબાર્ડે કહ્યું હતું કે, 'મેં મારી ભગવદ્ ગીતાની અંગત નકલ સાથે શપથ લેવાનો નિર્ણય કર્યો હતો,કારણ કે ગીતાથી મને લોકસેવક નેતા બનવાના પ્રયાસ કરવાની પ્રેરણા મળે છે. મારા જીવનમાં કઠિન પડકારો દરમિયાન ગીતા આંતરિક શાંતિ અને શક્તિનો મોટો સ્રોત રહ્યું છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'હું બહુનસલ્યી, બહુસાંસ્કૃતિક અને બહુધર્મીય પરિવારમાં ઊછરી છું. મારાં માતા હિંદુ અને પિતા કેથોલિક છે. મેં કિશોરાવસ્થાથી જ આધ્યાત્મિકતાના સવાલો સામે ઝઝૂમવાનું શરૃ કરી દીધું હતું.'
હવાઈ રાજ્યમાંથી ચૂંટાયેલાં તુલસીએ જણાવ્યું હતું કે, 'સમયની સાથે મને સમજાયું છે કે, ધર્મ આપણને જીવવાનું શીખવાડવાની સાથે જીવનમાં મોટાં લક્ષ્યનો ઉદ્દેશ પણ આપે છે.' તેમના પિતા માઇક ગેબર્ડ હવાઈ પ્રાંતના સેનેટર છે, જ્યારે માતા કેરોલ પોર્ટર ગેબર્ડ શિક્ષક છે. ૨૧ વર્ષની વયે તુલસી ગેબર્ડે હવાઈના કાયમી સેનેટર તરીકે ચૂંટાનારાં સૌથી યુવા ઉમેદવાર હતાં. ૨૮ વર્ષની ઉંમરે તેમને કુવૈત આર્મી નેશનલ ગાર્ડ તરફથી એવોર્ડ મળ્યો હતો. આ પહેલાં તેણે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં તુલસીએ પ્રતિનિધિસભાની ડેમોક્રેટ પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીની હાજરીમાં સંબોધન આપ્યું હતું.

યુએસમાં પહેલા ગુજરાતી સાંસદ તુલસી ગેબાર્ડેએ ગીતાના શપથ લીધા


વોશિંગ્ટન, તા. ૪
ભારતીય મૂળના અમી બેરાએ પણ શપથ લીધા
ભારતીય મૂળના બે અમેરિકન્સ અમી બેરા અને તુલસી ગેબાર્ડે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય તરીકે શપથ લઈને ઇતિહાસ સર્જ્યો છે. બંનેને સ્પીકર જ્હોન બોએનેરે શપથ લેવડાવ્યા હતા. ૧૯૫૦માં દલીપસિંહ સંધુ અને ૨૦૦૫માં બોબી જિંદાલ બાદ ફિઝિશિયન અમી બેરા નીચલા સદનમાં પહોંચનારા ત્રીજા ભારતીય છે જ્યારે ૩૧ વર્ષીય તુલસી ગેબાર્ડ પ્રતિનિધિસભા માટે ચૂંટાયેલા સૌપ્રથમ હિંદુ અમેરિકન મહિલા છે. તુલસી ગેબાર્ડે ભગવદ્ ગીતાને સાક્ષી માનીને શપથ લઈને પોતાનું કાર્ય શરૃ કર્યું હતું. શપથ લીધા બાદ ગેબાર્ડે કહ્યું હતું કે, 'મેં મારી ભગવદ્ ગીતાની અંગત નકલ સાથે શપથ લેવાનો નિર્ણય કર્યો હતો,કારણ કે ગીતાથી મને લોકસેવક નેતા બનવાના પ્રયાસ કરવાની પ્રેરણા મળે છે. મારા જીવનમાં કઠિન પડકારો દરમિયાન ગીતા આંતરિક શાંતિ અને શક્તિનો મોટો સ્રોત રહ્યું છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'હું બહુનસલ્યી, બહુસાંસ્કૃતિક અને બહુધર્મીય પરિવારમાં ઊછરી છું. મારાં માતા હિંદુ અને પિતા કેથોલિક છે. મેં કિશોરાવસ્થાથી જ આધ્યાત્મિકતાના સવાલો સામે ઝઝૂમવાનું શરૃ કરી દીધું હતું.'
હવાઈ રાજ્યમાંથી ચૂંટાયેલાં તુલસીએ જણાવ્યું હતું કે, 'સમયની સાથે મને સમજાયું છે કે, ધર્મ આપણને જીવવાનું શીખવાડવાની સાથે જીવનમાં મોટાં લક્ષ્યનો ઉદ્દેશ પણ આપે છે.' તેમના પિતા માઇક ગેબર્ડ હવાઈ પ્રાંતના સેનેટર છે, જ્યારે માતા કેરોલ પોર્ટર ગેબર્ડ શિક્ષક છે. ૨૧ વર્ષની વયે તુલસી ગેબર્ડે હવાઈના કાયમી સેનેટર તરીકે ચૂંટાનારાં સૌથી યુવા ઉમેદવાર હતાં. ૨૮ વર્ષની ઉંમરે તેમને કુવૈત આર્મી નેશનલ ગાર્ડ તરફથી એવોર્ડ મળ્યો હતો. આ પહેલાં તેણે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં તુલસીએ પ્રતિનિધિસભાની ડેમોક્રેટ પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીની હાજરીમાં સંબોધન આપ્યું હતું.

Thursday, January 3, 2013

ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત તરીકે પેટ્રિક સુક્લિંગની વરણી


મેલબોર્ન, તા 30
ઓસ્ટ્રેલિયાના નવા રાજદૂત તરીકે પેટ્રિક સુક્લિંગની વરણી કરવામાં આવી છે, તેઓ આગામી માસથી ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત તરીકે પોતાનો ચાર્જ સંભાળશે. પેટ્રિક સુક્લિંગની વરણી અંગેની જાહેરાત ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન બોબ કેર દ્વારા કરવામાં આવી હતી. બોબે જણાવ્યું હતું કે પેટ્રિક સુક્લિંગની વરણી કરવા પાછળ એક એ પણ કારણ હતું કે ભારત એ ઓસ્ટ્રેલિયાનું ચોથા નંબરનું એક્સપોર્ટ માર્કેટ છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વર્ષમાં ૧૮ બિલિયન ડોલરનો વ્યાપાર નોંધાયો છે. કેરિયર ડિપ્લોમેટ પેટ્રિક સુક્લિંગે સીડની યુનિવર્સિટીમાંથી હિંદી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે, પેટ્રિક સુક્લિંગ હવે પીટર વર્ગિસની જગ્યાએ રાજદૂત બનીને સેવા આપશે, જ્યારે પીટર વર્ગિસ ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વ્યાપાર ખાતાના હેડ તરીકે ફરજ બજાવશે. કારે જણાવ્યું હતું કે પેટ્રિક સુક્લિંગે ભૂતકાળમાં નવી દિલ્હી અને વોશિંગ્ટન ખાતે જે સેવા આપી એ ઉપરાંત હિંદી વિષય સાથેનો અભ્યાસ તેમને ઓસ્ટ્રેલિયાના રાજદૂત તરીકે ભારતમાં સેવા આપવામાં ખૂબ જ મદદરૂપ થશે.

Tuesday, January 1, 2013

૨૦૧૨ની બાર સફળ મહિલા મહાનુભાવો

સકસેસ સ્ટોરી -   ડાલી જાની
વર્ષ ૨૦૧૨ પૂરું થઈ ગયું અને આજથી આપણે ૨૦૧૩માં મંગલ પ્રવેશ કર્યો છે, અનેક મહિલાઓ ૨૦૧૨ દરમિયાન મીડિયામાં છવાયેલી રહી.તેમની કાર્યશક્તિ, સાહસ અને ઇચ્છાશક્તિના બળે આગળ આવેલી બાર પાવરફુલ વુમન પર્સનાલિટી પર એક નજર કરીએ
આર્યન લેડીઃ એન્જેલા મર્કેલ
એન્જેલા મર્કેલ જર્મનીનાં એવાં રાજકારણી છે જેમણે પોતાના દેશને મંદીથી બહાર કાઢી વિશ્વ સમક્ષ ફરી એક વાર વિકસિત દેશ
તરીકે સ્થાપિત કરી આર્થિક અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવ્યો. એન્જેલાએ વિશ્વપ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં સૌથી શક્તિશાળી મહિલાનું ગૌરવ મેળવ્યું છે
દેશની સુરક્ષા કાજ તત્પરઃ હિલેરી ક્લિન્ટન
ઓબામાની સરકારમાં ૬૭મા સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ક્લિન્ટને અમેરિકાના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન નોંધાવ્યું છે. હિલેરીએ અમેરિકાની સલામતી માટે ૨૧ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું. તેઓ ફર્સ્ટ લેડી તરીકે ૭૯ દેશોનો પ્રવાસ કરનારાં વિશ્વનાં પ્રથમ મહિલા છે.
કોંગ્રેસનો મજબૂત હાથઃ સોનિયા ગાંધી
શક્તિશાળી મહિલા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે જાણીતાં સોનિયા ગાંધીને એક સમયે રાજકારણની ચર્ચા પણ પસંદ નહોતી અને આજે તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકેની પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યાં છે. સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટી માટે એક મજબૂત સહારો બની પાર્ટીની નૈયાને પાર ઉતારે છે.
અમેરિકાનાં ફર્સ્ટ લેડીઃ મિશેલ ઓબામા
અમેરિકાનાં ફર્સ્ટ લેડી તરીકે જાણીતાં મિશેલ ઓબામાએ ડગલે ને પગલે પોતાના પતિ બરાક ઓબામાનો સાથ આપ્યો. ઓબામાને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડવામાં મિશેલનો ખૂબ મોટો ફાળો છે તેવું કહી શકાય છે. મિશેલની ગણતરી વિશ્વની ૧૦ શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવે છે.
ક્રાંતિનો જુવાળ જગાડનારઃ મલાલા યૂસુફઝઈ
તાલિબાનનાં દુષ્કૃત્યોને ઉજાગર કરી દુનિયા સમક્ષ નવી મિશાલ કાયમ કરનાર મલાલાએ મહિલાઓના શિક્ષણ અને અધિકાર માટે અવાજ ઉઠાવ્યો. તાલિબાને મલાલા ઉપર ગોળીબાર કરી તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છતાં આ તરૂણીએ મક્કમતાથી તેમનો સામનો કર્યો અને વિશ્વ માટે પ્રેરણારૂપ બની.
અંતરિક્ષ પરીઃ સુનીતા વિલિયમ્સ
ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનીતાએ નારીઓની સફળતાને જમીનના છેડેથી આસમાનની બુલંદીઓ સુધી પહોંચાડી છે. ૨૦૦૬માં ૧૯૫ દિવસની સ્પેસયાત્રા કર્યા બાદ ૨૦૧૨માં ૧૬૫ દિવસની યાત્રા પૂર્ણ કરી અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર અવકાશયાત્રી બની છે.
સફળ વડાપ્રધાનઃ જુલિયા ગિલાર્ડ
જુલિયા ઓસ્ટ્રેલિયાનાં વડાંપ્રધાન તરીકેની ફરજ બજાવતાં ભારતપ્રવાસ કરી અનેક મહત્ત્વની મંત્રણાઓ અને કરાર કર્યાં. રાજકીય નિષ્ણાતોના મતાનુસાર ગિલાર્ડ ઓસ્ટ્રેલિયાનાં વડાંપ્રધાન બન્યા ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બન્યા છે.
પડકારોને ઝીલતીઃ મારિસા મેયર
જ્યારે મહિલાઓ ઘરે બેસી આરામ કરતી હોય ત્યારે મારિસાએ ૬ માહથી પણ વધુની પ્રેગનેન્સી હોવા છતાં યાહૂ જેવી કંપની જે પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હતી તેનાં સીઈઓની ચેલેન્જિંગ જોબ સ્વીકારી કાર્યભાર સંભાળ્યો. મારિસા મોસ્ટ પાવરફુલ ૫૦ બિઝનેસ વુમનમાં નામ ધરાવે છે.
સફળ બોક્સરઃ મેરી કોમ
ભારતની મહિલા બોક્સર મેરી કોમે ઓલિમ્પિકની ત્રણ શ્રેણીમાંની સૌથી ઓછી ૫૧ કિલોની શ્રેણીમાં નામ નોંધાવ્યું. ઓલિમ્પિકની ટીમમાં પ્રવેશ મેળવવા મેરીએ પોતાનું વજન વધાર્યું અને પોતાની અથાક મહેનત અને પ્રબળ ઇચ્છાશક્તિ સાથે કાંસ્યચંદ્રક મેળવી દેશનું નામ રોશન કર્યું છે.
ઇચ્છાશક્તિનું ઉદાહરણઃ દીપિકા કુમારી
ઝારખંડ જેવા પછાત રાજ્યમાં અભાવગ્રસ્ત પરિવારમાં ઉછરેલ દીપિકાએ પ્રબળ ઇચ્છાશક્તિથી પોતાનાં સ્વપ્નોમાં રંગ પૂરી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ તીરંદાજીમાં અગત્યનું સ્થાન નોંધાવ્યું છે. દીપિકા વિશ્વ તીરંદાજીમાં બીજો ક્રમ ધરાવે છે.
બેડમિન્ટન ક્વીનઃ સાયના નહેવાલ
સાયના નહેવાલે વર્ષ ૨૦૧૨માં થાઈલેન્ડ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ અને ઈન્ડોનેશિયન ચેમ્પિયનશિપ જીતી વિશ્વસ્તરે દેશનું નામ રોશન કર્યું હતું. સાયના એક એવી બેડમિન્ટન ખેલાડી છે જેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પોતાના નામ કરી વિશ્વ બેડમિન્ટન સંઘમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ઇન્ડિયન મૂળની અમેરિકન સાંસદઃ તુલસી ગેબાર્ડ
તુલસી ગેબાર્ડ અમેરિકાની સંસદમાં પ્રથમ હિન્દુ મહિલા છે. તુલસી ગેબાર્ડ અમેરિકાના હવાઈ મતવિસ્તારમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાનારાં પ્રથમ હિન્દુ મહિલા બન્યાં છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કે. કાઉલીને ૧ લાખ ૨૦ હજાર મતથી હાર આપી પદભાર સંભાળ્યો છે.