Tuesday, January 15, 2013

વીરભદ્રસિંહ હિમાચલના મુખ્યપ્રધાન બનશે


Dec 23, 2012
શિમલા, તા. ૨૩
મંગળવારે શપથગ્રહણ કરશે : છઠ્ઠી વાર મુખ્યપ્રધાન બનશે
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજય બાદ રાજ્યના મુખ્યપ્રધાન કોણ બનશે તેવી અટકળોનો અંત આવ્યો છે,કોંગ્રેસના પીઢ નેતા વીરભદ્રસિંહ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે મંગળવારે શપથ લેશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વિધાનસભાસભ્ય(સીએલપી)ની શનિવારે યોજાયેલી બેઠકમાં પક્ષના વિધાનસભાના નેતાની ચૂંટણી કરવામાં આવી હતી.
રાજ્યની રાજધાની શિમલામાં યોજાયેલી આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતા, જેમાં ધારાસભ્યોએ સોનિયા ગાંધીને એક લીટીનો પ્રસ્તાવ મોકલી રાજ્યના મુખ્યપ્રધાન અંગે નિર્ણય લેવા પૂછયું હતું ત્યાર પછી શનિવારે સાંજે વીરભદ્રસિંહને રાજ્યનું મુખ્યપ્રધાનપદ સોંપવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં હાજર રહેલા ૩૪માંથી ૨૨ ધારાસભ્યે વીરભદ્રસિંહનાં સમર્થનમાં મત આપ્યો હતો, જ્યારે મુખ્યપ્રધાનપદ માટે દાવેદારી નોંધાવનારા કૌલસિંહ ઠાકુરને એક મત મળ્યો હતો. તેમણે ૧૮ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. આ વર્ષે ૨૬મી જૂને સ્થાનિક કોર્ટમાં પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
ગયા ગુરુવારે જાહેર થયેલા ૬૮ વિધાનસભા બેઠકની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસને ૩૬ બેઠક મળી હતી, જ્યારે ભાજપને ૨૬ તથા અપક્ષને છ બેઠક મળી હતી.
 હિમાચલના મુખ્યપ્રધાન તરીકે વીરભદ્રસિંહનો કાર્યકાળ
૮ એપ્રિલ, ૧૯૮૩
૫ માર્ચ, ૧૯૮૫ (મધ્યસ્થી ચૂંટણી વખતે)
૩ ડિસેમ્બર, ૧૯૯૩
૫ માર્ચ, ૧૯૯૮
૬ માર્ચ, ૨૦૦૩

No comments:

Post a Comment