Friday, December 14, 2012

તૂર્કીના સુલતાન કોસેન નામના ૨૯ વર્ષ- ઊંચાઈ ૮ ફૂટ ૩ ઈંચ


જાણવા જેવું:

તૂર્કીના સુલતાન કોસેન નામના ૨૯ વર્ષના યુવાનને પીટ્યૂટરી ગ્લેન્ડમાં વિચિત્ર ગાંઠ થઈ હતી, જેના પરિણામે એની ઊંચાઈ સતત વધતી જ ગઈ. સુલતાનની ઊંચાઈ ૮ ફૂટ ૩ ઈંચ સુધી વધી છે.

Tuesday, December 11, 2012

સિતારવાદક પંડિત રવિશંકરનું અવસાન


મુંબઈ - 

વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું મંગળવારે અમેરિકાના સેન ડિયેગોમાં અવસાન થયું છે. એ ૯૨ વર્ષના હતા. એમને શ્વાસની તકલીફ થતાં ગયા ગુરુવારે લા જોલા શહેરની સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ
્યા હતા. એમણે મંગળવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધો.
દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર કહેવાતા. પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા. પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા.

અલવિદા અશ્વિની ભટ્ટ, ‘ઓથાર’નો સૂરજ આથમ્યો


અમદાવાદ, 10 ડિસેમ્બર


  • ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હદયરોગના હમલાથી અવસાન
  • ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતર્યો હતો
ગુજરાતી સાહિત્યના જાણીતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું આજે અમેરિકના દલ્લાસ ખાતે હદયરોગના હુમલાથી અવસાન થયું.
અશ્વિની ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો હતો. તેમણે ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકામંડલ, શૈલજા સાગર, કરામત જેવી અનેક નવલકથાઓ લખી છે. અશ્વિની ભટ્ટ તેમની નવલકથા માટે પશ્ચાદભુમિકામાં રહેલા સ્થળોની મુલાકાત લેવા માટે જાણીતા હતા. જેના કારણે તેમની નવલકથાઓમાં સ્થળકાળના વર્ણનો એકદમ તાદૃશ લાગતા હતા.
અશ્વિની ભટ્ટે અનાવાદ થકી સાહિત્યમાં પગરણ માંડ્યા હતા. તેમના શોકથી ગુજરાતી સાહિત્ય અને સાહિત્યરસિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાઈ છે, અને સાહિત્યમાં ન પૂરાય એવી ખોટ પડી છે.

અલવિદા અશ્વિની ભટ્ટ, ‘ઓથાર’નો સૂરજ આથમ્યો


અમદાવાદ, 10 ડિસેમ્બર


  • ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હદયરોગના હમલાથી અવસાન
  • ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતર્યો હતો
ગુજરાતી સાહિત્યના જાણીતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું આજે અમેરિકના દલ્લાસ ખાતે હદયરોગના હુમલાથી અવસાન થયું.
અશ્વિની ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો હતો. તેમણે ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકામંડલ, શૈલજા સાગર, કરામત જેવી અનેક નવલકથાઓ લખી છે. અશ્વિની ભટ્ટ તેમની નવલકથા માટે પશ્ચાદભુમિકામાં રહેલા સ્થળોની મુલાકાત લેવા માટે જાણીતા હતા. જેના કારણે તેમની નવલકથાઓમાં સ્થળકાળના વર્ણનો એકદમ તાદૃશ લાગતા હતા.
અશ્વિની ભટ્ટે અનાવાદ થકી સાહિત્યમાં પગરણ માંડ્યા હતા. તેમના શોકથી ગુજરાતી સાહિત્ય અને સાહિત્યરસિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાઈ છે, અને સાહિત્યમાં ન પૂરાય એવી ખોટ પડી છે.

Friday, December 7, 2012

દુનિયાની સૌથી મોટી ઉમરનાં મહિલાનું મોત


વોશિંગ્ટન , 5 ડિસેમ્બર
દુનિયાની સૌથી મોટી ઉંમરનાં મહિલા બેસી કૂપરનું ૧૧૬ વર્ષની ઉંમરે મોત નિપજ્યું છે. અમેરિકાના એટલાન્ટાની એક નર્સીંગ હોમમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના પૂત્ર સિડની કૂપરે જણાવ્યુ ંહતું કે તેમની માતાની ઉંપર ૧૧૬ વર્ષની હતી તેમ છતા તેમની ઉંમરની અસર તેમની તબિયત પર નહોંતી થઇ, પરંતુ અચાન તેમને સ્વાસ લેવામાં તકલિફ થતા તેમણે પ્રાણ ત્યાગી દિધા. 
ઉલ્લેખનીય છે કે બેસી કૂપરનું ગિનીસ બુકમાં વિશ્વના સૌથી મોટી ઉંમરના મહિલા તરીકે નામ નોધાયેલું. તેમના પુત્ર સિડનીએ જણાવ્યુ હતુ કે તેમની માતા બેસી મંગળવારની રાત્રે હોસ્પિટમાં દાખલ થયા એ પહેલા તેમણે પોતાના વાળને ઠીક કર્યા અને ક્રિસમસનો એક વિડીયો પણ જોયો હતો. પરંતુ તેમની તબિયત અચાનક ખરાબ થતા તેઓને સ્વાસ લેવામાં તકિફ થવા લાગી, જેને કારણે તેમને એટલાંટાની હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા જ્યા તેમને ઓક્સીઝન પર પણ રાખવામા આવ્યા પરંતુ તેમની તબિયતમા કોઇ સુધારો ન થતા તેઓએ દમ તોડી દીધો હતો
બેસી કૂપરે શિક્ષીકા તરિકે સેવા આપી હતી, ૨૬મી ઓગસ્ટ ૧૮૯૬માં જન્મેલા બેસે કૂપર વ્યવસાયે શિક્ષક હતા. તેમણે લૂથર કૂપર સાથે ૧૯૨૪માં લગ્ન કર્યા હતા, લુથરનું અવસાન ૧૯૬૩માં થયું હતું.ચાર પૂત્રો અને ૧૬ પ્રપૌત્રોને એકલા છોડીને બેસી કૂપરે મંગળવારે આ દુનિયાની અલવિદા કરી દીધી. ગિનીજ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા અનુસાર સૌથી મોટી ઉંમર ધરાવતા ફાન્સના કાલમેટ હતા, જેઓની ઉંમર ૧૨૨ વર્શની હતી અને ૧૯૯૭માં તેમનું અવસાન થયું હતું.

Thursday, December 6, 2012

ઓબામા સૌથી શક્તિશાળી : સોનિયા-મનમોહન ટોપ ૨૦માં

ન્યૂયોર્ક, તા. 6 ડિસેમ્બર
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી ૧૨મા ક્રમે
  • ભારતના વડાપ્રધાન મનમોહનસિંહનો ૨૦મો ક્રમ
વિશ્વનાં અગ્રણી મેગેઝિન ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના સૌથી શક્તિશાળી મહાનુભાવોની યાદીમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સતત બીજા વર્ષે ટોચ પર રહ્યા છે. તેમને વિશ્વના સૌથી પાવરફુલ વ્યક્તિ ગણવામાં આવ્યા છે. ભારતીય કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી એક ક્રમ નીચે ઊતરીને આ વર્ષે ૧૨મા ક્રમે રહ્યાં છે જ્યારે ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ ૨૦મા ક્રમે આવ્યા છે, આમ સોનિયા ગાંધી અને મનમોહનસિંહે ટોપ ૨૦માં સ્થાન મેળવ્યું છે.
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલ પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે. ભારતનાં સોનિયા ગાંધી આ વર્ષે ૧૨મા ક્રમે હોવા છતાં તેઓ ચીનના નાયબ વડાપ્રધાન લી ક્વિંગ તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોલાન્દેથી આગળ છે.
ફોર્બ્સ દ્વારા નોંધવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીના હાથમાં વસતીનાં ધોરણે વિશ્વની સૌથી મોટી બીજી લોકશાહી તેમજ અર્થતંત્રના હિસાબે ૧૦મા સૌથી મોટા દેશનું સૂકાન છે. તેમના પુત્ર રાહુલ ગાંધી પણ હવે ભારતનું સુકાન સંભાળવા સ્પર્ધામાં છે.
આ યાદીમાં ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ ૨૦મા સ્થાને છે. તેઓ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રમાં નિષ્ણાત બન્યા છે. તેઓ ભારતમાં આર્િથક સુધારાના સ્થપતિ છે. સિંહ ગયા વર્ષે ૧૯મા ક્રમે હતા, જો કે તેમના શાંત સ્વભાવને કારણે તેમને નબળા અને સંકોચશીલ ગણાવાઈ રહ્યા છે. મુકેશ અંબાણી આ યાદીમાં ૩૭મા ક્રમે છે, જ્યારે લક્ષ્મી મિત્તલ ૪૭મા ક્રમે છે.
ઓબામા પછી શક્તિશાળી સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિની યાદીમાં જર્મનીના ચાન્સેલર ૫૮ વર્ષના એન્જેલા માર્કેલ બીજા નંબરે છે. ગયા વર્ષે તેઓ ચોથા ક્રમે હતા. તેઓ ૨૭ સભ્ય દેશો ધરાવતા યુરોપિય સંઘની કરોડરજ્જુ સમાન છે. તેમણે યૂરોઝોનને આર્િથક કટોકટીમાંથી ઉગારવાનું અઘરૃં કામ કરવાનું છે.
રશિયાનાં પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે જ્યારે માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ નંબર ૪ પર છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી ઝિ જિનપિન્ગ ૯મા ક્રમે, ઇરાનના સુપ્રીમ નેતા અલી ખામેની ૨૧મા નંબરે, સંયુક્ત રાષ્ટ્રના વડા બાન કી મૂન ૩૦મા, નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૪૪મા અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ૫૦મા ક્રમે છે. પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ અશફાક પરવેઝ કિયાની આ લિસ્ટમાં ૨૮મા નંબરે છે.

હિતેન્દ્રભાઈએ ચૂંટણીનાં પરિણામ બાદ પક્ષ છોડયો હતો


અમદાવાદ :
નરહરિ અમીન રાજકીય શિસ્ત અને સૌજન્ય દાખવી શક્યા નહિ
કોંગ્રેસને રામ રામ કરીને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરહરિ અમીન શ્રીરામનો નારો ગુંજતો કરવા ભાજપમાં જોડાઈ ગયા છે. નરહરિનો આ ભાજપ પ્રવેશ આજે ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.. નરહરિએ કોંગ્રેસ છોડવી જોઈતી ન હતી... ભાજપમાં જવું જોઇતુ ન હતું.. અને કોંગ્રેસ હાઈકમાન્ડને જો પાઠ ભણાવવા હોય તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી જોઈતી હતી. અને જો એમ ન કરી શકે તેમ હોય તો કમસે કમ ચૂંટણી બાદ જ પક્ષ પલટો કરવો હતો જેથી તેમણે પસંદ કરેલા ચાર ઉમેદવારો જીતુભાઇ પટેલ (નારણપુરા) રમેશભાઈ દૂધવાળા (ઘાટલોડિયા),ભરત પટેલ (સાબરમતી) અને કમલેશ શાહ (એલિસબ્રિજ) નોંધારા બન્યા છે. તે ન જ બન્યા હોત... આ દગાબાજી કોંગ્રેસ કરતા તેમના આ ચાર મિત્રોને વધુ ફટકો આપશે એવી લાગણી કોંગ્રેસ પક્ષના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. આ લાગણીમાં પણ સચ્ચાઈનો રણકો છે. જો ભૂતકાળ તરફ નજર કરીએ તો ગુજરાતમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાના પક્ષાંતરના અનેક બનાવો બન્યા છે. પરંતુ ચૂંટણીના પર્વમાં જ પક્ષને નુકસાન થાય એવું પગલું કમસે કમ પક્ષના કોઈ સિનિયર નેતાઓએ ભર્યું જ નથી. વાત ગુજરાતના જ કોંગ્રેસ પક્ષના એક મુખ્યમંત્રીની છે. સને ૧૯૬૯માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના બે ફાડિયા કરીને કોંગ્રેસ આઈની રચના કરી હતી. એ બે ફાડિયાનો બીજો ભાગ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાયો હતો. જેના નેતા મોરારજી દેસાઇ હતા. કોંગ્રેસના વિચ્છેદ દરમ્યાન સને ૧૯૭૪માં ગુજરાતના લાદેલા રાષ્ટ્રપતિ શાસનનો અંત આવતા ગુજરાત વિધાનસભાની ૧૨મી જૂને ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઇન્દિરાજીની કોંગ્રેસ સામે તમામ પક્ષોએ એક થઇ જનતા મોરચો રચ્યો હતો. એ મોરચાએ કિમલોપના બહારી ટેકાથી સરકારની રચના કરી હતી. આ સરકાર ગુજરાતમાં સૌ પ્રથમ બિનકોંગ્રેસી સરકાર હતી...
સરકારની રચના પહેલા સંસ્થા કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ કોંગ્રેસ આઈમાં જોડાઈ જવાનું મન મનાવી લીધું. ઇન્દિરાજીએ લીલી ઝંડી આપી દીધી હતી.. પરંતુ હિતેન્દ્રભાઈએ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યાં સુધી મૌન જાળવી રાખ્યું હતું. એટલું જ નહીં જનતા મોરચાના ઉમેદવારોને મદદ પણ કરી હતી, પરંતુ ૧૨મી જૂનની ચૂંટણી બાદ જેવા ૧૫મી જૂને પરિણામો જાહેર થવા માંડયા અને મોરચાની સરકાર બનવાના સંકેતો સાંપડયા એ પછી જ હિતેન્દ્રભાઈએ ચૂંટણીના પરિણામના સ્થળ આંબાવાડી પોલિટેકનિક ખાતે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જશભાઈ પટેલને મોકલી આપ્યું હતુ અને પક્ષની શિસ્ત સાથે પક્ષના નેતાઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો હતો.
બસ... કોંગ્રેસના કાર્યકરો ભૂતકાળની આ વાતને આજે દોહરાવી રહ્યા હતા. અને કહી રહ્યા હતા કે, નરહરિ અમીને પક્ષ સાથે કંઇક આવો જ વ્યવહાર કરવો જોઈતો હતો.

Monday, December 3, 2012

7 Sisters


7 SistersThe Seven Sutherland Sisters of Lockport, New York, were world-famous for their incredible hair, which reportedly had a collective length of 37 feet.

The Sutherland children were all musically inclined and often performed around New York State as the "Sutherland Concert of Seven Sisters and One Brother."
 In 1881, they performed at the Atlanta Exposition in Georgia. They traveled with "W.W. Coles Colossal Shows"
 in 1882 and joined "Barnum and Bailey's Greatest Show on Earth" by 1884.
Click here to join nidokidos



Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos

 untitled

Wednesday, November 28, 2012

યાદ કરો કુરબાની: કારગિલ યુદ્ધમાં શહીદી વહોરેલા યુવાનની હૃદય દ્રાવક કહાણી

નવી દિલ્હી, તા. 28

કારગિલ યુદ્ધમાં શહીદી વહોરેલા કેપ્ટન સૌરભ કાલિયા અને તેના પાંચ સાથીઓની સાથે પાકિસ્તાન સેનાના અમાનવીય વ્યવહારનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. શહીદ કેપ્ટન સૌરભને ન્યાય અપાવવા માટે 13 વર્ષથી જજૂમી રહેલા તેના પિતા હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા જઈ રહ્યા છે તેમજ તેઓ સરકારને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ધ્યાન આપવાનું કહેશે.

સીએસઆઈઆરમાંથી નિવૃત્ત થયેલા સાઈન્ટિસ્ટ એન.કે. કાલીયાની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં આવી ગઈ છે. તેમને કદાચ એ વાતનું દુખ ન થયું હોત કે તેમનો પુત્ર યુદ્ધ મેદાનમાં માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયો છે પરંતુ દુશ્મનોએ એવું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું કે તેઓ 13 વર્ષ પછી પણ વ્યથિત છે. કારગિલ યુદ્ધ પછી સૌરભ કાલિયા અને તેના પાંચ સાથીઓનાં શબ પાકિસ્તાને પરત કર્યા ખરા પરંતુ સંપૂર્ણ ક્ષત-વિક્ષત હાલતમાં.

સૌરભની માતાની માગ છે કે વિદેશ મંત્રાલય અને ગૃહમંત્રાલય ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસને માગ કરે કે કેપ્ટન કાલીયા પર પાકિસ્તાનમાં થયેલા અમાનવીય વ્યવહારોનો ખુલાસો કરે, કારણ કે પાકિસ્તાને જીનેવા કન્વેંશનનું ઉલ્લંઘ કર્યું છે. સૌરભની માતા વિજયા કાલિયાએ વધુમાં કહ્યું કે તેઓ 13 વર્ષથી અન્યાય સહી રહ્યા છે. અમે આખરે સુપ્રીમ કોર્ટમાં જઈશું અમને આશા છે કે ત્યાં ન્યાય જરૂર મળશે.

તેમને આરોપ છે કે સરકાર શહીદોની સાથે થયેલા અમાનવીય વ્યવહારને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊઠાવવામાં નિષ્ફળ રહી છે, પરંતુ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયા પછી હવે સરકાર કાલીયા પરિવારને ન્યાય અપાવવાનો ભરોસો અપાવી રહી છે. ત્યારે વિદેશ મંત્રી સલમાન ખુરશીદ અનુસાર જે શક્ય બનશે તે કાલીયા  કેસમાં કરાશે. હકીકતમાં આ એક દુખદ કહાણી કહેવાય. કાલીયા પરિવારનો આરોપ હતો કે તેમને ત્યારે પણ ન્યાય નહોતો મળ્યો માત્ર વાયદા જ. જો કે ત્યારે વિદેશ મંત્રી રહેલા જસવંત સિંહે આ મુદ્દે વાતચીત ચાલુ હોવાની જ વાત કરી હતી. આ કેસને ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ઊઠાવવો જોઈએ. માત્ર એક સૈનિકની જ નહીં પરંતુ છ સૈનિકોનો સવાલ છે.

આ દાવાઓની હકીકત કંઈક એવી છે કે સૌરભા કાલીયા અને તેના પાંચ સાથીઓને આજે પણ ન્યાયની જરૂર છે. નહીંતર સૌરભના પિતા કોર્ટના દ્વારે ન જાય. સમગ્ર દેશમાંથી સૌરભના પિતાને દોઢ લાખ લોકોએ ઈ-મેઈલ કરીને નૈતિક સમર્થન આપ્યું છે આ ઉપરાંત આશરે 43 હજાર લોકોએ તેમને પત્ર પાઠવીને તેની પડખે હોવાનો ખાતરી આપી છે. 

Sunday, November 25, 2012

મિસ ક્ઝેચ રિપબ્લિકે મિસ અર્થ ૨૦૧૨નો તાજ જીત્યો


મનીલા, તા. ૨૫
મિસ અર્થ ૨૦૧૨નો તાજ મિસ ક્ઝેચ રિપબ્લિક ટેરેઝા ફાજકસોવાનાં માથે પહેરાવવામાં આવ્યો હતો. ફિલિપાઇન્સનાં મનીલામાં યોજવામાં આવેલી આ સ્પર્ધામાં મિસ ફિલિપિન્સ સ્ટેફની સ્ટિફાનોવિઝને મિસ અર્થ એર, મિસ વેનેઝુઆલા ઓસ્મારિયલ વિલાલોબોસને મિસ અર્થ વોટર અને મિસ બ્રાઝિલ કેમિલા બ્રેન્ટને મિસ અર્થ ફાયર જાહેર કરવામાં આવી હતી.
ભારતનું પ્રતિનિધિત્વ કરતી પ્રાચી મિશ્રાને ફ્રેન્ડશિપનું સબટાઇટલ અપાયું
એક મહિનાથી વધુ સમય માટે ચાલેલી આ પ્રતિયોગિતામાં ૮૦ સભ્યોએ મિસ અર્થનો તાજ પ્રાપ્ત કરવા સખત પ્રયાસો કર્યા હતા. આ સ્પર્ધામાં ભારત તરફથી પ્રાચી મિશ્રાએ પણ ભાગ લીધો હતો અને તેમને મિસ અર્થ ૨૦૧૨માં ફ્રેન્ડશિપનું સબટાઇટલ અપાયું હતું. એવોર્ડ સમારંભની શરૃઆતમાં બિલી ક્રોફર્ડે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ પહેલાં કેટલાક દેશોને અનુકરણીય યોગદાન માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઓનલાઇન ફોટોજેનિક સ્પર્ધામાં મિસ વેનેઝુએલા ૨૫,૬૬૭ વોટ સાથે પ્રથમ, મિસ થાઈલેન્ડને ૨૨,૩૨૬ વોટ મળ્યા હતા અને તે બીજા સ્થાને આવી હતી.
નેશનલ કોસ્ચ્યુમ કોમ્પિટિશનમાં મિસ થાઈલેન્ડને ગોલ્ડ મેડલ, મિસ સાઉથ આફ્રિકાને સિલ્વર અને મિસ મલેશિયાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સાંજે ગ્રૂપ ૩ની યોજાયેલી સ્પર્ધામમાં મિસ નોર્વેને બ્રોન્ઝ, મિસ થાઇલેન્ડને સિલ્વર અને મિસ ગુટેમાલાને ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જોકે આખરે મિસ ક્ઝેચ રિપબ્લિકનાં માથે મિસ અર્થ ૨૦૧૨નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

Monday, November 19, 2012

જસપાલ લોકોને ‘જગાડવા’ માટે હસાવતા હતા


એકસ્ટ્રા કોમેન્ટ  - કૃષ્ણકાંત ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર હાસ્ય હતું હકીકતે જે વાત પર રડવું જોઈએ એના પર એ હસી અને હસાવીને એવો મેસેજ આપતાં હતા કે બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો આ સુધારવા માટે પ્રયત્ન કરો !
‘પાવર કટ’ના પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે પંજાબના જલંધર નજીક કાર ઝાડ સાથે અથડાઈ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીએ ઓચિંતી એક્ઝિટ લઈ લીધી. આ શુક્રવારે (આજે) જ તેની ફિલ્મ ’પાવર કટ’ રિલીઝ થવાની હતી. જસપાલ ભટ્ટી એવા ઝિંદાદિલ માણસ હતા કે જો મરતાં પહેલા એને થોડુંકેય ઓન સ્ક્રીન બોલવા મળ્યું હોત તો કદાચ એવું જ કહેત કે, યે તો ‘પાવર કટ’ રિલીઝ હોને સે પહેલે હી મેરી લાઈફકા પાવર કટ હો ગયા !
એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ કોઈની વિદાય થઈ જાય. યશ ચોપરાની ફિલ્મ ’જબ તક હૈ જાન’ દિવાળી પર રિલીઝ થાય એ પહેલાં તેઓ ચાલ્યા ગયા. તેની પાછળ જ જસપાલ ભટ્ટી ગયા. જસપાલ ભટ્ટીનું ચાલ્યું તો એ ઉપર જઈને ભગવાનને પણ હસાવશે કે આવું કરવાનું? યશ ચોપરાને તો ફિલ્મ રિલીઝના ૨૪ દિવસ પહેલા બોલાવ્યા અને મને તો મારી ફિલ્મ રિલીઝ થાય એના આગલા દિવસે જ ઉપાડી લીધો ! ભગવાન, તમારો કંઈ ફિલમ-બિલમ બનાવવાનો પ્લાન નથી ને ? રોમાન્સના કિંગ પછી કોમેડીના કિંગને બોલાવી લીધો!
જસપાલ ભટ્ટી જિંદગીની તમામ કરુણતાઓ ઉપર હળવા દિલે વ્યંગ કરતા હતા. એ એવું બોલતા કે તમને હસવું ચોક્કસ આવે પણ સાથોસાથ દિલમાં એકાદો છદ્ધકો પણ પડે ! ભ્રષ્ટાચાર અને મોંઘવારી તેના ફેવરિટ સબજેકટ હતા. કોમેડી દ્વારા તેઓ નેતાઓના કાન ખેંચતા અને આંખ ખોલવાનો પ્રયત્ન કરતા જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા પણ એક એવા તાક્તવર સોશિયલ એક્ટિવિસ્ટ હતા જે લોકોને ’જગાડવા’ માટે હસાવતા હતા.
અત્યારે મોટા ભાગની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ચેનલ્સ પર કોઈને કોઈ પ્રકારના કોમેડી શો આવતા રહે છે, એનું સ્તર એકદમ ઘટિયા અને થર્ડકલાસ છે. વલ્ગારિટી અને દ્વિઅર્થી ભાષાથી લોકોને હસાવવાનો વાહિયાત પ્રયાસ થાય છે, તેની સામે જસપાલ ભટ્ટીએ આજથી ત્રીસ વર્ષ પહેલા દૂરદર્શન પર ’ફલોપ શો’ અન ‘ઊલટા પુલટા’ નામની કોમેડી સિરિયલ આપી હતી. લોકોના દિલોની વેદના એ બખૂબી ટચૂકડા પડદે હાસ્ય વેરીને બતાવતા હતા. લોકોને જગાડવાનો અને નેતાઓને સુધારવાનો તેનો પોતાનો રસ્તો હતો. આજના કોમેડી શોના બનાવનારાઓએ એક વખત જસપાલના શો જોઈ લેવાની જરૂર છે, હાસ્ય કેવું નિર્મળ અને નિર્ભેળ હોવું જોવું જોઈએ એ તેમને સમજાઈ જશે. જસપાલની એક કલબનું નામ નોનસેન્સ કલબ હતું, એ વાત જુદી છે કે તેની દરેક નોનસેન્સમાં એક અનોખી સમજ અને સેન્સ ઓફ હ્યુમર ઠાંસી ઠાંસીને ભરી હતી.
જસપાસ ભટ્ટી કાર્ટૂનિસ્ટ હતા. ‘ટ્રિબ્યુન’ અખબાર માટે કાર્ટૂન દોરતા. પત્ની સવિતા ભટ્ટી તેની જોડીદાર નંબર વન રહી છે. જસપાલ અને સવિતાને સ્ક્રીન પર લડતાં જોઈને જ બધાને મોજ પડી જતી. પંજાબીમાં બનેલી તેની દરેક ફિલ્મમાં કોઈને કોઈ સામાજિક મુદ્દાને લઈને તેઓ બરાબરની ફીરકી લેતા. તેની દરેક વાતમાં એક તર્ક હતો અને દરેક વ્યંગમાં એક મર્મ હતો. તેની વેબસાઈટ જસપાલ ભટ્ટી ડોટ કોમ પર એ બ્લોગ લખતા, આ બ્લોગને તેણે નામ આપ્યું હતું, સિરિયસલી ફની બ્લોગ, તેની એક્ટિંગ સ્કૂલનું નામ છે મેડ આર્ટ ફિલ્મ સ્કૂલ. તેના જીવનનો મંત્ર હતો કે સિરિયસમાં સિરિયસ કામ જો હળવાશથી કરાય તો જ સફળ થાય ! ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલા આ વ્યક્તિ પાસે એવું એન્જિનિયરિંગ હતું જે લોકોના ચહેરા પર પ્રકાશ ફેલાવી દેતું હતું અને રાજકારણીઓને કરંટ આપતું હતું !
( ‘સંદેશ’, તા.26 ઓકટોબર,2012. શુક્રવાર. ‘એકસ્ટ્રા કોમેન્ટ’ કોલમ )

Aishwarya Rai Bachchan receiving French honour



 Aishwarya Rai Bachchan gets French honour
Aishwarya Rai was conferred upon a civilian award by the French government for her contribution to the arts on the occasion of her birthday.

watch the ceremony video

Monday, November 5, 2012

OPRAH IN INDIA!


http://couturerani.com/wp-content/uploads/2012/01/PhotoDetail.jpeg
Talk show host Oprah Winfrey was in India last week to film her new series
 Oprah’s Next Chapter and had quite the whirlwind trip: she was feted by 
Bollywood celebrities at a party thrown in her honor in Mumbai, visited 
the slums in Colaba, met with fashion designer Sabyasachi, attended a 
literary festival in Jaipur, had dinner with the Jaipur Royal family and 
squeezed in a trip to visit the Taj Mahal in Agra!
In an interview with CNN/IBN Oprah said of her trip, “What I have learned is, 
you can’t see India in a week.” “You can’t see India in two weeks … 
India is so complex, I would have to say it’s the greatest show on Earth. 
I have never seen anything like it. India, I’ll be back again and again.”
http://couturerani.com/wp-content/uploads/2012/01/280311xcitefun-oprah-winfrey-india-2.jpeg
http://couturerani.com/wp-content/uploads/2012/01/bachchan_big_5-1.jpeg

Oprah made her way to a party thrown in her honor in Mumbai with 
Amitabh, Abhishek and Aishwarya Rai Bachchan
http://couturerani.com/wp-content/uploads/2012/01/oprahinsari3.jpeg
Oprah wore an orange, fuschia and gold sari by designer Tarun Tahiliani to the party
http://couturerani.com/wp-content/uploads/2012/01/280312xcitefun-o

prah-winfrey-india-1.jpeg
Oprah with Bollywood actors Shah Rukh Khan and Lara Dutta
http://couturerani.com/wp-content/uploads/2012/01/oprah-parmeshwar.jpeg
Oprah with actor Hrithik Roshan, his wife Suzanne and her family
http://couturerani.com/wp-content/uploads/2012/01/PhotoDetail-3.jpeg
Oprah visited the slums in Colaba with Shantaram writer Gregory David Roberts
http://couturerani.com/wp-co

ntent/uploads/2012/01/402700_336248823060158_172689552749420_1315424_563376493_n.jpeg
Oprah seemed to have learned quickly of the who’s who of Indian fashion and 
paid a visit to designer Sabyasachi Mukherjee at his studio in Mumbai
Bhaveet. R. Chudasama®

http://couturerani.com/wp-content/uploads/2012/01/oprah-afp31.jpeg
Oprah wore a Sabyasachi kurta to attend a literary festival in Jaipur
http://couturerani.com/wp-content/uploads/2012/01/oprah-in-jaipur1.jpeg
Oprah later wore a Sabyasachi sari to attend a dinner hosted by 
Maharani Padma Devi and the Jaipur Royal family

Thursday, November 1, 2012

સ્પેનના રંગીલા રાજા જુઆન કાર્લોસ


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ.
સ્પેન અને ઇન્ડિયા વચ્ચેના આર્થિક સંબંધો વધુ સુદૃઢ થાય તે માટે સ્પેનના રાજા જુઆન કાર્લોસે ગયા અઠવાડિયે ભારતની મુલાકાત લીધી. સ્પેનમાં લોકતંત્રને ટકાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાજા જુઆન કાર્લોસ અત્યારે પોતાના દેશને યુરોઝોનની કટોકટીમાંથી બહાર લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. રાજા જુઆન કાર્લોસનું જીવન રંગીન રહ્યું છે. તેના નામ સાથે સતત વિવાદો જોડાયેલા રહ્યા છે. તેના વિશે એવું કહેવાય છે કે તેણે ૧૫૦૦થી વધુ યુવતીઓ સાથે શય્યાસુખ ભોગવ્યું છે. લેડી ડાયના સાથે પણ તેને લફરું હતું તેવી વાત છેક હમણાં બહાર આવી છે. નાના ભાઈના ભેદી મોતથી માંડી હાથીના શિકાર પ્રકરણમાં રાજાનું નામ ગાજ્યું છે. ઢગલાબંધ વિવાદો છતાં ૭૪ વર્ષના આ રાજા આખા સ્પેનમાં હજુ પણ એવા ને એવા લોકપ્રિય છે.
સ્પેનના રંગીલા રાજા જુઆન કાર્લોસ ગયા અઠવાડિયે ભારતની ચાર દિવસની મુલાકાતે આવી ગયા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને સ્પેનના આર્થિક સંબંધો વધુ સુદૃઢ બનાવવાનો હતો. યુરોઝોનની કટોકટી પછી સ્પેનની હાલત કથળી છે. સ્પેનનું રેટિંગ ડાઉન કરાયું ત્યારે આખી દુનિયામાં ખળભળાટ મચ્યો હતો. દેશની હાલત સુધારવા માટે સ્પેનના રાજા જુઆન કાર્લોસ ૭૪ વર્ષની ઉંમરે પણ દોડાદોડી અને ઉડાઉડી કરે છે.
સ્પેન ઇચ્છે છે કે ભારતના ઉદ્યોગપતિઓ તેના દેશમાં રોકાણ વધારે અને બંને દેશો વચ્ચેના વેપારમાં વધારો થાય. ૨૦૧૧ના વર્ષમાં ભારત અને સ્પેન વચ્ચેનો વેપાર પાંચ અબજ અમેરિકન ડોલરનો હતો, જે ૨૦૧૦ના વર્ષની સરખામણીએ ૧૮ ટકાનો વધારો બતાવતો હતો. ભારતમાં સ્પેનના ઉદ્યોગપતિઓનું રોકાણ ૧.૩ અબજ અમેરિકન ડોલર જેટલું છે. જેની સામે સ્પેનમાં ભારતના ઉદ્યોગપતિઓનું રોકાણ ૬૦.૫ કરોડ યુરોથી વધુ છે. સ્પેનને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેવું સ્પેનના રાજા જુઆન કાર્લોસ માને છે. ભારત અને સ્પેન વચ્ચે માળખાકીય સુવિધા, વાહનવ્યવહાર અને ઊર્જા ક્ષેત્રે આર્થિક વ્યવહારો વધે તેમાં બંને દેશોને ફાયદો છે.
જુઆન કાર્લોસ એક એવા રાજા છે જેને મોટાભાગના સ્પેનવાસીઓ પ્રેમ કરે છે. સ્પેનમાં લોકતંત્રની સ્થાપના અને લોકતંત્રના મજબૂત અસ્તિત્વ માટે તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. ૩૧ વર્ષ પહેલાં ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ સ્પેનમાં લશ્કરી બળવો થયો હતો. આ સમયે રાજા જુઆન કાર્લોસે રાષ્ટ્રજોગ વાયુ પ્રવચન કરી લોકોને વિશ્વાસમાં લઈ બળવો નિષ્ફળ બનાવ્યો હતો. નવેમ્બર ૨૦૦૫માં સ્પેનના ’અલ મુન્ડો’ અખબાર દ્વારા રાજા જુઆન કાર્લોસની કામગીરી અંગે પ્રતિષ્ઠા માપવા એક સર્વે કરાયો હતો. તેમાં ૭૭.૫ ટકા સ્પેનવાસીઓએ કહ્યું હતું કે રાજાની કામગીરી બહુ સારી (વેરી ગૂડ) છે. ૧૫.૪ ટકાએ કહ્યું કે ઠીક ઠીક છે. (નોટ સો ગૂડ) માત્ર ૭.૧ ટકા લોકોએ જ કહ્યું હતું કે કામગીરી સારી નથી. (વેરી બેડ) . અલબત્ત, આ સર્વે પછી રાજાની રંગરેલિયાની જે વાતો બહાર આવી છે તેણે સ્પેન સહિત આખી દુનિયાનાં મીડિયાને જબરદસ્ત મસાલો પૂરો પાડયો છે. અમુક ટેબ્લોઈડ ન્યૂઝ પેપર્સે તો તેને ’સિરિયલ વુમનાઈઝર’ પણ કહ્યા છે.
ગુજરાતીમાં એક કહેવત છે, ‘રાજા, વાજાં અને વાંદરાં.’ નાના હતા ત્યારે વાર્તાઓ વાંચતા અને સાંભળતા. મોટા ભાગની વાર્તાઓ એવી રીતે શરૂ થતી કે એક હતો રાજા… પછી રાજા કેવો હતો તેની વાતો ચાલતી. રાજાઓ વિશે એક એવી છાપ છે કે રાજાઓ રંગીન મિજાજના હતા. હવે દુનિયાના બહુ ઓછા દેશોમાં રાજાશાહી બચી છે. અલબત્ત, ઘણા દેશોમાં લોકતંત્ર હોવા છતાં બંધારણીય રાજાશાહીનો સ્વીકાર કરાયો છે અને રાજાને દેશમાં માન-મરતબો અને આર્થિક મદદ મળે છે. રાજાઓ પણ દેશને બને તેટલી મદદ કરતા રહે છે. ખાસ તો જે તે દેશના લોકો માટે રાજા, રાણી, રાજાશાહી અને રજવાડાંઓનાં નખરાં હંમેશાં રસનો વિષય રહ્યાં છે. એમાંયે સ્પેનના આ રાજા જુઆન કાર્લોસની વાત તો બધા જ રાજાઓ કરતાં નિરાળી છે.
સ્પેનના રાજા જુઆન કાર્લોસના એ સમાચાર આખી દુનિયામાં ફ્રન્ટ પેજ ન્યૂઝ બન્યા હતા કે જુઆન કાર્લોસે અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ યુવતીઓ સાથે શય્યાસુખ માણ્યું છે. રાજા પોતાની તાકાત બરકરાર રાખવા માટે શક્તિવર્ધક દવાઓનાં ઈંજેક્શન લે છે અને જુવાન દેખાવા એન્ટિ એજિંગ ટ્રિટમેન્ટ કરાવે છે તેવા સમાચાર છાશવારે ચમકતા રહ્યા છે.
આટલું ઓછું હોય તેમ બાર્સેલોનાના લેખક પિલર આયરે પોતાના પુસ્તકમાં રાજા જુઆન કાર્લોસ વિશે એક નવો ધડાકો કર્યો. તેણે લખ્યું કે રાજા જુઆન કાર્લોસને બ્રિટનની લેડી ડાયના સાથે લફરું હતું. ડાયના અને જુઆન કાર્લોસનું અફેર ૧૯૮૦માં શરૂ થયું હતું. ડાયના પતિ પ્રિન્સ ચાર્લ્સ સાથે રજા ગાળવા અમેરિકા ગયાં હતાં. પ્રિન્સ ચાર્લ્સ તો શિકાર કરવા ચાલ્યા જતા. લેડી ડાયનાને શિકાર કરવા જવું ગમતું નહીં એટલે એ મહેલમાં જ રોકાતાં. આ સમયે એ અને જુઆન કાર્લોસ વચ્ચે સંબંધો બંધાયા હતા.ળ૧૯૮૭માં લેડી ડાયના સ્પેનના મેડ્રિડ ગયાં ત્યારે રાજા જુઆન કાર્લોસે જાહેરમાં ડાયનાના હાથ પર કિસ કરી લીધી હતી. અલબત્ત, એ સિવાય બંને વચ્ચેના સંબંધોની વાત બહાર આવી નથી. જો કે એવી વાત ચોક્કસ બહાર આવી હતી કે રાજા જુઆન કાર્લોસને તેની પત્ની સોફિયા સાથે છેલ્લાં ૩૫ વર્ષોથી શારીરિક સંબંધો નથી. રાજાની વરણાગી મેન્ટાલિટીના કારણે રાણીએ જ તેનાથી દૂરી કેળવી લીધી હતી.
જુઆન કાર્લોસ અને સોફિયાનાં લગ્ન ૧૯૬૨માં થયાં હતાં. ગયા મે મહિનામાં બંનેનાં લગ્નને પચાસ વર્ષ થયાં. એ સમયે એવી વાતો ઊડી હતી કે બંને તેના મેરેજની ગોલ્ડન જ્યુબિલી ધામધૂમથી ઊજવશે. બંનેનાં લગ્નને ૨૫ વર્ષ થયાં ત્યારે જોરદાર ઉજવણી કરાઈ હતી. જો કે આ વખતે લગ્નની તારીખ આવે એ પહેલાં જ રાણીએ કહી દીધું કે, નો સેલિબ્રેશન. એટલું જ નહીં રાણીએ ખુલ્લેઆમ એમ પણ કહી દીધું કે અમારા વચ્ચે હવે આત્મીયતા રહી નથી.
રાજા જુઆન કાર્લોસનું મગજ તેજ છે. વેનેઝુએલાના પ્રેસિડેન્ટ હ્યુગો ચાવેઝની છાપ પણ માથાફરેલાની છે, આમ છતાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હ્યુગો ચાવેઝે ન ગમે એવી વાત કરી ત્યારે રાજા જુઆન કાર્લોસે જાહેરમાં કહી દીધું કે શટ અપ. હજુ થોડા સમય અગાઉ જ ડ્રાયવરે ગાડી બરોબર પાર્ક ન કરી ત્યારે રાજા જુઆન કાર્લોસે તેને મુક્કો માર્યાની વીડિયો ક્લીપે હોબાળો મચાવ્યો હતો. રાજા ડ્રાયવરને મુક્કો મારે એ ઘટનાને લોકોએ ગંભીરતાથી લીધી હતી અને શરમજનક ગણાવી હતી. આ તે કંઈ રાજાની મેનર્સ છે? રાજાને આવું શોભે? એવા પ્રશ્નો ઊઠયા હતા.
રાજા જુઆન કાર્લોસને હાથીના શિકારનો શોખ પણ ભારે પડયો છે. આ વર્ષે જ બોત્સવાનામાં રાજા જુઆન કાર્લોસે હાથીનો શિકાર કર્યો હતો. મરેલા હાથીની નજીક હાથમાં બંદૂક રાખીને ઊભેલા રાજા જુઆન કાર્લોસની તસવીરે એવો હોબાળો મચાવ્યો કે રાજાએ આખરે માફી માગવી પડી હતી.
રાજા જુઆન કાર્લોસના નાના ભાઈ અલફોન્સોનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું. આ પ્રકરણમાં પણ જુઆન કાર્લોસનું નામ ચર્ચાએ ચડયું હતું. આખી વાત છે માર્ચ ૧૯૫૬ની. રાજાનો પરિવાર પોર્ટુગલના ઇસ્ટોરીલ ખાતે ફરવા ગયો હતો ત્યારે એક ગન એક્સિડન્ટમાં અલફોન્સોનું મોત થયું. સાચું કારણ તો હજુ બહાર આવ્યું નથી પણ એ સમયે એવી યાદી બહાર પડી હતી કે યુવરાજ અલફોન્સો તેની રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે અચાનક ગોળી છૂટી અને અલ ફોન્સોના માથામાં વાગી. થોડી જ મિનિટોમાં તેનું મૃત્યુ થયું. એક વાત એવી પણ બહાર આવી હતી કે જુઆન કાર્લોસે જ રમત રમતમાં નાના ભાઈ અલફોન્સો સામે રિવોલ્વર તાકી હતી. તેને ખબર ન હતી કે રિવોલ્વર લોડેડ છે. ટ્રિગર દબાઈ ગયું, ગોળી અલફોન્સોને વાગી અને તેના રામ રમી ગયા. ખરેખર શું થયું હતું એ રાઝ હજુ સુધી રાઝ જ છે.
રાજા વિશે આવી તો અનેક વાતો સ્પેન અને આખી દુનિયામાં ચાલતી રહે છે. જો કે સ્પેનના લોકો આવી વાતો માણે છે અને ચર્ચાઓ પણ કરે છે. છતાં તે આવી વાતોને રાજાની અંગત બાબતો ગણે છે. આમ તો સ્પેન આખો દેશ જ રંગીનમિજાજી છે. સ્પેન વિશે એવી રમૂજ જગજાહેર છે કે સ્પેનના સર્જન વખતે પરમાત્માએ લોકોને પૂછયું કે બોલો તમને શું જોઈએ છે? લોકોએ કહ્યું કે વિવિધ હવામાનવાળો અત્યંત સુંદર પ્રદેશ, સુંદર સ્ત્રીઓ, સ્વાદિષ્ટ ભોજન, ફળો અને દારૂ. પરમાત્માએ કહ્યું કે તથાસ્તુ. બસ ત્યારથી સ્પેન સૌંદર્યનો પર્યાય બની ગયું છે.
સ્પેન ત્યાંની બુલફાઈટના કારણે કાયમ ચર્ચામાં રહ્યું છે. આ ઉપરાંત સ્પેન ફ્લામેન્કો માટે પણ જાણીતું છે. ફ્લામેન્કો એ સ્પેનની આગવી ગાયન અને નૃત્યશૈલી છે. હિન્દી ફિલ્મ ’જિંદગી મિલેગી ના દોબારા’ માં આખું સ્પેન બતાવાયું છે. આ ફિલ્મનું પેલું ગીત યાદ છે? ના મૈં સમજા, ના મૈં જાના, જો ભી તુમને મુજ સે કહા હૈ, સેન્યોરિટા… એ ગીત ફ્લામેન્કો છે. સ્પેનનો ન્યૂડ બીચ પણ આખી દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આવા બીચ પર તદ્દન નિર્વસ્ત્ર હાલતમાં લોકો બિન્ધાસ્ત ફરે છે.
હવે આવા દેશનો રાજા રંગીન મિજાજનો જ હોય એમાં નવાઈ શું? જો કે હવે રાજા બુઢ્ઢો થયો છે. હાથીનો શિકાર કરવા ગયા હતા ત્યારે રાજાસાહેબ એવા પડી ગયા કે થાપાનું હાડકું ભાંગી ગયું. એ પછી રાજાએ બે વખત હિપ સર્જરી કરાવવી પડી છે. થોડા સમય અગાઉ તારીખ બીજી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ રાજા જુઆન કાર્લોસ મેડ્રિડ ખાતે સેનાના હેડ ક્વાટરની મુલાકાતે ગયા હતા ત્યારે અચાનક ગબડી પડયા હતા. રાજા તરત જ ઊભા તો થઈ ગયા હતા પણ ઈજાના કારણે તેનું નાક લાલચોળ થઈ ગયું હતું.
ગમે તે હોય, આ રાજા હજુયે સ્પેનમાં એવા ને એવા લોકપ્રિય છે. તેનું કારણ એક જ છે કે તેને પોતાના દેશ અને દેશવાસીઓની ચિંતા છે. અત્યારે પણ યુરોઝોન સંકટમાંથી પોતાના દેશને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. સ્પેન સાથે સંબંધો વધુ સારા થાય એ આપણા દેશના પણ હિતમાં છે. સ્પેનના આ રાજા દેશના હિત માટે પણ જ્યાં ક્યાંય જાય ત્યાં તેની મુલાકાતના હેતુ કરતાં તેના આશિક અને રંગીન મિજાજની ચર્ચા જ વધુ થાય છે.
(‘સંદેશ’. તા. 31મી ઓકટોબર,2012. બુધવાર. અર્ધસાપ્તાહિક પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ )

Friday, October 26, 2012

મેનેજમેન્ટ ગુરુ, પબ્લિક ફ્રેન્ડ ને વિકાસ પુરુષ... : સર ભગવતસિંહજી

Oct 23, 2012

વિગતવાર - વિનોદ રાવલ
૨૪ ઓક્ટોબર, ૧૮૬૫ના દિવસે ધોરાજીમાં જન્મેલા ભગવતસિંહજીની આજે ૧૨૭મી જન્મજયંતી છે. સર ભગવતસિંહજીના શાસનમાં ગોંડલ સ્ટેટની આગવી શાખ હતી. આ ઉપરાંત ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે તેમણે ભગવદ્ગોમંડળની રચના કરી હતી. જે આજે પણ ગુજરાતી ભાષાનો સૌથી સમૃદ્ધ અને સ્વીકૃત એન્સાઇક્લોપીડિયા છે.
રાજાશાહી યુગ... આ શબ્દ આવતાં જ લોકોના મનમાં ગુલામી, આક્રોશ અને શોષણના ભાવો પ્રજ્વલિત થવા લાગે, પણ એ યુગમાંય આજની લોકશાહીને ભુલાવી દે એવા પણ રાજવીઓ થઈ ગયા છે, જેમાં આપણે ગોંડલના રાજવી સર ભગવતનો અગ્રસ્થાને સમાવેશ કરી શકીએ. આ રાજવી તઘલખી હુકમો છોડનાર તરંગી રાજા નહીં પણ એને ધ બેસ્ટ સી.ઈ.ઓ, ગ્રેટ રૂલર, મેનેજમેન્ટ ગુરુ, પબ્લિક ફ્રેન્ડ અને વિકાસ પુરુષ તરીકે વર્ણવી શકાય. સને ૧૮૬૫થી ૧૯૪૪નો એમનો સમયકાળ હતો. કાળક્રમે રાજાશાહી પછી રાજાઓ ભુલાઈ ગયા પરંતુ સર ભગવત એમનાં સુકાર્યોથી આજે પણ પહેલાં જેવા જ પ્રસ્તુત રહ્યા છે. એમની દીર્ઘદૃષ્ટિ થકી એમણે ભારતમાં ગોંડલ સ્ટેટને સૌ પ્રથમ કરવેરાવિહીન રાજ્ય બનાવ્યું હતું.
"મારા રાજ્યમાં સવારે ભલે બધાં ભૂખ્યા ઊઠે, પરંતુ મારા રાજ્યનો કોઈ પણ નાગરિક સૂએ ત્યારે ભૂખ્યો સૂવો ન જોઈએ....", "હું રાજા નથી, પરંતુ આ રાજ્યની જનતાનો ટ્રસ્ટી છું." આ સૂત્રો ચૂંટણી જીતવા માટે કે લુખ્ખાં વચનો આપવા માટે બોલાયેલાં નથી. આ સૂત્રોનું વાસ્તવિક અમલીકરણ આઝાદીનાં વર્ષોમાં ૧૯૪૭ની સાલમાં ગુજરાતના ગોંડલ રાજ્યમાં થતું હતું! રાજાશાહી યુગમાં જનતાના નસીબે જોહુકમી અને દમન,તરંગી હુકમોનું પાલન ફરજિયાતપણે 'માઈન્ડ એપ્લાય' કર્યા વગર કરવાનું રહેતું ત્યારે ગોંડલ સ્ટેટની જનતા ખરા અર્થમાં લોકશાહી કરતાં પણ અનેક વિશેષાધિકારો સાથે,અનુશાસન સાથે જીવતી હતી. તેનું કારણ એકમાત્ર એ હતું ગોંડલ સ્ટેટના સુ-શાસક હતા સર ભગવતસિંહજી. ભારતીય બંધારણમાં આઝાદી પછી ‘FREEDOM OF SPEECH, FREEDOM OF EXPRESSION’ મુક્ત અભિવ્યક્તિ, વાણી સ્વાતંત્ર્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ આ સંકલ્પના ગોંડલ રાજ્યમાં ૧૯૪૭ ભારતની આઝાદી પહેલાં રાજાશાહીમાં પણ હતી. ગોંડલની મોટી બજારમાં આજે પણ અડીખમ ઊભેલી દરબારગઢ રાજ્ય કચેરીનાં પગથિયાં ચડીને ગોંડલ સ્ટેટનો કોઈ પણ નાગરિક પોતાની રજૂઆત સુ-શાસક સર ભગવતસિંહ સમક્ષ મુક્ત રીતે કરી શકતો. એ જમાનેય માહિતી અધિકાર જેવી રસમ હતી. અરે, મહિલાઓ પણ ગોંડલના બાપુ પાસે જઈ અન્યાય સામે રજૂઆત કરી શકતી. આ સુ-શાસકને મળવા નાગરિકોને રાજવીની 'ઝેડ પ્લસ' સુરક્ષા નડતી નહીં, કારણ સર ભગવતસિંહ લોકોની વચ્ચે રહેનાર મુક્ત રાજવી હતા. જિંદગીભર સાદગી અને લોકવ્યવસ્થાપના માટે તેણે જાત ઘસી નાખી હતી. આજે તેમની ૧૨૭મી જન્મજયંતી છે. ત્યારે સાચા કર્મનિષ્ઠ 'લોકનાયક' સર ભગવતસિંહજીના ક્યારેય ન વિસરાય એવા કાર્યને યાદ કરીએ.
૨૫મી ઓગસ્ટ, ૧૮૮૪માં માત્ર ૧૯ વર્ષની વયે આ રાજવી યુવાને ૧૦૨૪ માઈલના ઘેરાવાવાળા ગોંડલ સ્ટેટની ધુરા સંભાળી હતી. એ શાસક અંગૂઠા છાપ ન હતો. વિદેશમાં એન્જિનિયરીંગ, મેડિકલ શિક્ષણ મેળવેલ હતું. સર ભગવતસિંહજીએ ઓક્સફર્ડ યુનિ.ની ડી.સી.એલ.જી.સી.આઈ.ઈ., ગ્રેટ બ્રિટનની એમ.આર.આઈ, એમ.ડી., એલ.એલ.ડી, એફ.આઈ.સી.પી., ઓફ.આર.એસ.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. આ સાક્ષરતાનો સમગ્ર અનુભવ ગોંડલ રાજ્યએ કરેલો હતો. વિદેશમાં શિક્ષણ લીધું હોવાના કારણે તથા ગોંડલને ‘ABOVE ALL’ બનાવવા માટે વિદેશોમાં પ્રવાસો કરી તેનો નિચોડ ગોંડલ રાજ્યમાં નિચોવેલો હતો. તેઓ માનતા કે, 'જે રાજ્યની પ્રજા નિરક્ષર હોય તે રાજ્યનું તેજ ઝળહળે નહીં.' તેમના રાજ્યમાં આ કારણસર ફરજિયાત કેળવણી હતી. કન્યા કેળવણી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. એ જમાનામાં મેટ્રીક પાસ થનાર કન્યાને એક સો રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. ગોંડલ રાજ્યમાં ભણેલી, ગોંડલ રાજ્યની વ્યક્તિને ગોંડલ રાજ્યમાં જ તેમના શિક્ષણ અને તેમની પાત્રતા મુજબ નોકરી મળી જતી હતી. ગોંડલમાં નોકરી મળ્યા પછી એમને આવાસ માટે ગોંડલમાં જમીન આપવામાં આવતી હતી. જમીનનું મૂલ્ય પ્રતિમાસ પગારમાંથી વાળવામાં આવતું હતું! આમ, જેટલાં નાગરિક તેટલાં બધાંને શિક્ષણ, જેટલાં હાથ તે બધાંને કામ, આવી વ્યવસ્થા હતી. આના કારણે બેકારી-બેરોજગારીની સમસ્યા રહેતી ન હતી.
ભગવતસિંહજીના રાજ્યમાં રાજાશાહી કાળમાં ગામડે-ગામડે ૧૫૦ વર્ષ પહેલાં ટેલિફોન હતા. લોકો એક ગામથી બીજા ગામ સાથે 'કનેક્ટ' રહી શક્તા. સર ભગવતસિંહજી અચાનક કોઈ પણ ગામની મુલાકાત લેતા અને એ ઉપરાંત દરેક ગામે 'પસાયતા'રાખેલા. તેમની પાસેથી ટેલિફોન ઉપર ઓનલાઈન માહિતી મેળવી જનતાની સુખ-દુઃખની વાતો જાણતા હતા. જો કોઈ દુઃખદ બનાવ ન હોય- સબ સલામત હોય તો પસાયતા તરફથી 'ખેરિયત' એમ જણાવવામાં આવતું હતું. આમ, તેઓની દરેક ગામે'કનેક્ટિવિટી' રહેતી હતી!
ભગવતસિંહજીને બાંધકામ-સ્થાપત્ય માટે સવિશેષ અભિરુચિ હતી. ગોંડલ સ્ટેટની તમામ સડકો પાકી હતી, નદીઓ ઉપર પાકા પૂલો, દરેક ગામમાં પાકી નિશાળ, પાકા કૂવા-જળાશય, કલાત્મક દરવાજો વગેરેથી ગોંડલની ઓળખ છતી થતી હતી. કોઈ કોન્ટ્રાક્ટર નબળું બાંધકામ કરી 'મલાઈ' તારવવા જાય તો આવી જ બનતું. જ્યાં બાંધકામ થતું હોય ત્યાં અચાનક પોતે જાય અને બાંધકામ ચણતર જાતે ચકાસે. નબળું કામ તોડી પાડીને નવેસરથી બાંધવું પડે. કોન્ટ્રાક્ટરે કરેલા કામનું 'આયુષ્ય' ૭૦ વર્ષના બોન્ડ લખી આપવા પડતા. ગોંડલમાં આવેલી સંગ્રામજી હાઈસ્કૂલ, મોંઘીબા ગર્લ્સ સ્કૂલનાં બિલ્ડિંગો એકસોથી વધુ વર્ષ જોઈ ચૂક્યાં છે, વાવાઝોડાં, ભૂકંપ જોઈ ચૂક્યાં છે. છતાં અણનમ છે.
સર ભગવતસિંહજીએ વિદેશમાં લોખંડની ગ્રીલવાળા રસ્તા જોયેલા, આવી ગ્રીલ ગોંડલમાં બનાવડાવીને ગોંડલ શહેરમાં ફીટ કરાવેલી હતી. લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રેલવે સુવિધા આપી હતી. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવે ગોંડલ સ્ટેટ દ્વારા શરૂ થઈ હતી. ગોંડલમાં રેલવે વર્કશોપ હતું. રેલવેની બોગીઓનું નિર્માણ-રિપેરિંગ ગોંડલમાં જ થતું હતું. ગોંડલની જનતાએ ગોંડલ સ્ટેટને કરવેરાવિહીન રાજ્ય જોયેલું છે! તેઓએ ઓક્ટ્રોય-દાણામાફી સહિત ૩૨ જેટલા કરવેરા માફ કરીને વહીવટ ચલાવ્યો હતો.
આ રાજવી એકલા ગોંડલનું કલ્યાણ ઇચ્છે એવા સંકુચિત ન હતા, એમણે ગુજરાતની અને ગુજરાતી ભાષાની પણ ચિંતા સતત સેવી છે. એ યુગ ગૂગલ, ફેસબુક કે ટ્વિટરનો કે ઓનલાઈનનો ન હતો, છતાં એમણે ૨૬ વર્ષની અથાક જહેમત લઈ ગુજરાતી ભાષાનો વિરાટ, એન્સાઇક્લોપીડિયા 'ભગવદ્ગોમંડળ' શબ્દકોશ પ્રજાને આપ્યો છે. એની વિશેષતા એ છે કે હાલ કોઈ એક શબ્દ નેટ ઉપર ટાઈપ કરીએ તો તેના પરથી અઢળક માહિતી આવી પડે. દા.ત. ભગવદ્ગોમંડળમાં 'સોમનાથ' શબ્દ ઉપર જઈ વાંચો તો સોમનાથ ઉપરની અઢળક માહિતી મળે. વર્ષો પછીય આ શબ્દકોશની બે વાર રિ-પ્રિન્ટ થઈ ચૂકી છે, હવે તો ભગવદ્ગોમંડળ શબ્દકોશ નેટ ઉપર 'ઓનલાઈન' થઈ ચૂક્યો છે.
આ ભગવદ્ગોમંડળ શબ્દકોશની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વાત પણ રસપ્રદ અને જાણવા જેવી છે. ૧૮૮૬ની સાલમાં મહારાજા ઇંગ્લેન્ડ ફરવા ગયેલા, ત્યાં ફરતાં ફરતાં તેમણે'મારકેટ' શબ્દને બદલે 'બઝાર' શબ્દને વપરાયેલો જોયો. તેઓને મનમાં થયું. આ'બઝાર' તો આપણો શબ્દ, તે ઇંગ્લેન્ડમાં પણ વપરાય?!! આ શબ્દએ તેમને શબ્દકોશ રચવા પ્રેરણા આપી. આ વલોણું ઘણાં વરસો સુધી મનમાં ચાલ્યું અને અંતે શબ્દકોશ રચવાની મનમાં ગાંઠ વાળી. રાજ-કાજની સાથે સાથે નવા શબ્દો શોધવામાં તેઓ જાગ્રત રહેતા હતા. રાજ અરજીમાં કે બોલચાલમાં કોઈ નવો શબ્દ મળે તો તુરત જ કાગળ પર અને જો કાગળ હાજર ન હોય તો શબ્દ છટકી ન જાય તે માટે પોતાનાં પહેરેલાં કપડાં, અંગરખા પર લખી લેતાં. આવી રીતે પોતે ૨૦,૦૦૦ શબ્દો એકત્ર કર્યા હતા અને ૧૯૨૧ની સાલમાં 'મહાકોશ' રચવાની શરૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતી ભાષાને સમૃદ્ધ શબ્દકોશ મળ્યો છે. આવા કર્મનિષ્ઠ રાજવીને પ્રજા આટલા વર્ષેય યાદ કરે છે. 
પ્રજાએ એમની હયાતીમાં સ્ટેચ્ચૂ મુકાવ્યું
સર ભગવત ચાલીસ વર્ષના થયા ત્યાં સુધીમાં ગોંડલ રાજ્યવ્યવસ્થા ભારતભરમાં સુવર્ણાક્ષરે આલેખાઈ ગઈ હતી. એમનાં સુકાર્યોથી પ્રજા આફરીન થઈ ગઈ હતી. એમને સારું લગાડવા માટે નહીં પણ તે જનહૃદયમાં અંકિત થઈ ગયા હોવાથી જનતાએ પૂર્ણ કદનું સ્ટેચ્યૂ એમની ચાલીસ વર્ષની વયે મુકાવ્યું હતું. આ સ્ટેચ્યૂ સ્કોટલેન્ડમાં નિર્માણ પામ્યું હતું. ૧૯૦૫ની સાલમાં બરોડાના સાક્ષર રાજવી સયાજીરાવ ગાયકવાડના હસ્તે તેનું અનાવરણ થયું હતું.
અને એ રાજવીની સુવર્ણતુલા થઈ જેમાંથી જળાશયો બન્યાં
આ રાજવીની હયાતીમાં રજત જયંતી, સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવાયેલો. એ વેળા તેમની સુવર્ણતુલા થયેલી. તેઓને સોનાની ભારોભાર જોખવામાં આવેલા અને આ સોનું રાજ્યના નાગરિકોની જનસવલતો વધારવા માટે વાપરવામાં આવ્યું હતું. આજે લોકપ્રિય નેતાની ધનતુલા, સાકરતુલા, રક્તતુલા વગેરે કરવામાં આવે છે. આઝાદી પહેલાં ૨૫મી ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ પ્રજાવત્સલ રાજવીએ આદર્શ વહીવટ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી ૫૦ વર્ષ પૂરાં કરતા 'સુવર્ણ મહોત્સવ' ઊજવાયો હતો. હકડેઠઠ્ઠ ચિક્કાર જનમેદની વચ્ચે પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની 'સુવર્ણતુલા'કરવામાં આવી હતી. ત્યારે અધધધ... ૧૩૪ શેર, ૨૭ તોલા સોનું વપરાયું હતું. એ જમાનામાં અલબત્ત, ૭૦ વર્ષ પહેલાં આ સોનાની કિંમત રૂપિયા ૧,૮૫,૫૧૫/- થઈ હતી. આજના સમય પ્રમાણે આ રકમ લગભગ ૨૪ કરોડ રૂપિયા થાય. એ બધું સોનું જનાપર્ણ કર્યું હતું. તા. ૧૬-૧૦-૧૯૩૬ના રોજ કચેરી હુકમ નં. ૩૧૫થી રાજવીએ વ્યાજની રકમ ઉમેરી કુલ રૂ. ૧, ૯૫,૯૨૧ અને એક આનો; તેની પાઈએ પાઈ જનકલ્યાણ અર્થે વાપરવાનું નક્કી કરી આ રકમમાંથી ૧૮૩ નવા કૂવા બંધાવ્યા, ૨૫૭ જૂના કૂવાનું સમારકામ, પશુઓ માટેના ૫૩ જૂના પીવાના પાણીના અવેડાનું સમારકામ તથા ૫૫ નવા અવેડા બંધાવી આપ્યા, ૭૪ વોટર પંપ બેસાડયા, ૧૦ નવા ઘાટ બંધાવી આપ્યા અને બે નવાં તળાવ બાંધ્યાં હતાં.

જસપાલ લોકોને ‘જગાડવા’ માટે હસાવતા હતા


એકસ્ટ્રા કોમેન્ટ  - કૃષ્ણકાંત ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર હાસ્ય હતું હકીકતે જે વાત પર રડવું જોઈએ એના પર એ હસી અને હસાવીને એવો મેસેજ આપતાં હતા કે બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો આ સુધારવા માટે પ્રયત્ન કરો !
‘પાવર કટ’ના પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે પંજાબના જલંધર નજીક કાર ઝાડ સાથે અથડાઈ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીએ ઓચિંતી એક્ઝિટ લઈ લીધી. આ શુક્રવારે (આજે) જ તેની ફિલ્મ ’પાવર કટ’ રિલીઝ થવાની હતી. જસપાલ ભટ્ટી એવા ઝિંદાદિલ માણસ હતા કે જો મરતાં પહેલા એને થોડુંકેય ઓન સ્ક્રીન બોલવા મળ્યું હોત તો કદાચ એવું જ કહેત કે, યે તો ‘પાવર કટ’ રિલીઝ હોને સે પહેલે હી મેરી લાઈફકા પાવર કટ હો ગયા !
એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ કોઈની વિદાય થઈ જાય. યશ ચોપરાની ફિલ્મ ’જબ તક હૈ જાન’ દિવાળી પર રિલીઝ થાય એ પહેલાં તેઓ ચાલ્યા ગયા. તેની પાછળ જ જસપાલ ભટ્ટી ગયા. જસપાલ ભટ્ટીનું ચાલ્યું તો એ ઉપર જઈને ભગવાનને પણ હસાવશે કે આવું કરવાનું? યશ ચોપરાને તો ફિલ્મ રિલીઝના ૨૪ દિવસ પહેલા બોલાવ્યા અને મને તો મારી ફિલ્મ રિલીઝ થાય એના આગલા દિવસે જ ઉપાડી લીધો ! ભગવાન, તમારો કંઈ ફિલમ-બિલમ બનાવવાનો પ્લાન નથી ને ? રોમાન્સના કિંગ પછી કોમેડીના કિંગને બોલાવી લીધો!
જસપાલ ભટ્ટી જિંદગીની તમામ કરુણતાઓ ઉપર હળવા દિલે વ્યંગ કરતા હતા. એ એવું બોલતા કે તમને હસવું ચોક્કસ આવે પણ સાથોસાથ દિલમાં એકાદો છદ્ધકો પણ પડે ! ભ્રષ્ટાચાર અને મોંઘવારી તેના ફેવરિટ સબજેકટ હતા. કોમેડી દ્વારા તેઓ નેતાઓના કાન ખેંચતા અને આંખ ખોલવાનો પ્રયત્ન કરતા જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા પણ એક એવા તાક્તવર સોશિયલ એક્ટિવિસ્ટ હતા જે લોકોને ’જગાડવા’ માટે હસાવતા હતા.
અત્યારે મોટા ભાગની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ચેનલ્સ પર કોઈને કોઈ પ્રકારના કોમેડી શો આવતા રહે છે, એનું સ્તર એકદમ ઘટિયા અને થર્ડકલાસ છે. વલ્ગારિટી અને દ્વિઅર્થી ભાષાથી લોકોને હસાવવાનો વાહિયાત પ્રયાસ થાય છે, તેની સામે જસપાલ ભટ્ટીએ આજથી ત્રીસ વર્ષ પહેલા દૂરદર્શન પર ’ફલોપ શો’ અન ‘ઊલટા પુલટા’ નામની કોમેડી સિરિયલ આપી હતી. લોકોના દિલોની વેદના એ બખૂબી ટચૂકડા પડદે હાસ્ય વેરીને બતાવતા હતા. લોકોને જગાડવાનો અને નેતાઓને સુધારવાનો તેનો પોતાનો રસ્તો હતો. આજના કોમેડી શોના બનાવનારાઓએ એક વખત જસપાલના શો જોઈ લેવાની જરૂર છે, હાસ્ય કેવું નિર્મળ અને નિર્ભેળ હોવું જોવું જોઈએ એ તેમને સમજાઈ જશે. જસપાલની એક કલબનું નામ નોનસેન્સ કલબ હતું, એ વાત જુદી છે કે તેની દરેક નોનસેન્સમાં એક અનોખી સમજ અને સેન્સ ઓફ હ્યુમર ઠાંસી ઠાંસીને ભરી હતી.
જસપાસ ભટ્ટી કાર્ટૂનિસ્ટ હતા. ‘ટ્રિબ્યુન’ અખબાર માટે કાર્ટૂન દોરતા. પત્ની સવિતા ભટ્ટી તેની જોડીદાર નંબર વન રહી છે. જસપાલ અને સવિતાને સ્ક્રીન પર લડતાં જોઈને જ બધાને મોજ પડી જતી. પંજાબીમાં બનેલી તેની દરેક ફિલ્મમાં કોઈને કોઈ સામાજિક મુદ્દાને લઈને તેઓ બરાબરની ફીરકી લેતા. તેની દરેક વાતમાં એક તર્ક હતો અને દરેક વ્યંગમાં એક મર્મ હતો. તેની વેબસાઈટ જસપાલ ભટ્ટી ડોટ કોમ પર એ બ્લોગ લખતા, આ બ્લોગને તેણે નામ આપ્યું હતું, સિરિયસલી ફની બ્લોગ, તેની એક્ટિંગ સ્કૂલનું નામ છે મેડ આર્ટ ફિલ્મ સ્કૂલ. તેના જીવનનો મંત્ર હતો કે સિરિયસમાં સિરિયસ કામ જો હળવાશથી કરાય તો જ સફળ થાય ! ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલા આ વ્યક્તિ પાસે એવું એન્જિનિયરિંગ હતું જે લોકોના ચહેરા પર પ્રકાશ ફેલાવી દેતું હતું અને રાજકારણીઓને કરંટ આપતું હતું !
( ‘સંદેશ’, તા.26 ઓકટોબર,2012. શુક્રવાર. ‘એકસ્ટ્રા કોમેન્ટ’ કોલમ )

Wednesday, October 24, 2012

APJ Abdul Kalam (Scientist)






 
Born on 15th October 1931 at Rameswaram, in Tamil Nadu, Dr. Avul Pakir Jainulabdeen Abdul Kalam, specialized in Aero Engineering from Madras Institute of Technology.
As a child, Avul Pakir Jainulabdeen Abdul Kalam remembers being fascinated by the flight of seagulls. He grew up on the island of Rameshwaram in south India, where his father was a boat builder. Kalam's interest in flight led to a degree in aeronautical engineering, and eventually to his supervising the development of India's guided missiles. Along the way, he found time to write Tamil poetry and learned to play the veena, an instrument similar to the sitar. Today Kalam, 67, who is India's best known scientist, heads the mammoth Department of Defense Research and Development. He played a key role in the nuclear tests at Pokharan in the Rajasthan desert on May 11 and 13. "I remember the earth shaking under our feet," he recalls of that fateful experience.
Perhaps all frontiersmen are like that. Avul Pakir Jainulabdeen Abdul Kalam has spent all his life near the three water frontiers of India. The newspaper boy of Rameswaram coast on the Indian Ocean spent 20 years dreaming of space frontiers at Thumba space centre on the Arabian Sea. 
The dreams of the next 20 years were mostly conjured up on the shores of the Bay of Bengal at Chandipur where he test-launched missiles and checked on vehicles that re-enter the atmosphere from space.
The dreamer of these oceanic frontiers is also one of India's frontiersmen in technology. A technology that not only fired Agnis, ignited Prithvis but also can green the barren lands, provide foods to the starving, and profit in world commerce. A First World dream for a third world nation.
It is a dream he shares with Yagnaswami Sundara Rajan, another technologist who had his stints in the Indian Space Research Organisation, the department of space contributing significantly to the communication satellite programme, the remote sensing programme and satellite metorology and mapping systems.
From the sea frontiers and space frontiers, the duo are now dreaming up frontiers of technology-driven prosperity for one billion people. In this they are inspired as much by the grain-rich fields of the green revolution as by the successes of remote-sensing satellites and re-entry vehicles. They see infinite energy that can be released not only from thermonuclear explosions but also from the human resource latent in the ordinary people of India.
Dr Kalam and Rajan believe that as a nation India should aim to reach at least the fourth position by 2020. And nobody is going to help us reach there, except ourselves. As the globe is shrinking into a village, there is also simultaneous denial of technologies.
But the same sense of purpose that made Pokharans and Prithvis possible can propel whole populations into prosperity. In the book India 2020, A Vision for the New Millennium, published by Viking-Penguin India, they identify exactly the bricks of technology that could build the dream. (Incidentally, Dr Kalam even otherwise seems to have the perfect 20-20 vision. 

Things you didn't know about APJ Abdul Kalam
That Dr. Abdul Kalam is a bachelor and a teetotaler?
That he recites the Holy Quran and the Bhagvad Gita daily and is equally at home with both Holy Scriptures?

That Dr. Abdul Kalam has gone abroad for studies only once in 1963-64 to the National Aeronautics and Space Administration (NASA) in the United States?

That as a young boy, he sold newspapers to enhance his family's income?

That he is so modest about his achievements that at every felicitation ceremony he gives full credit for India's success to his colleagues?

Sunday, October 21, 2012

Why we are not billionaires..

  I found out a reason for the query...
  
see the list below... Click here to join nidokidos
 
Click here to join nidokidos
 
Click here to join nidokidos
 
Click here to join nidokidos
 
  
Now u know why...?
  
Bcoz we are college pass out... 
so we will work for them... not for us... !!!

  

Take a deviation & Go ahead big door are still for us... 
 Billionaires Warren Buffett, Bill Gates and Ted Turner discuss "The Giving Pledge"


The largest PERSONAL transfer of wealth in our generation began taking place between the 2 wealthiest men in America.

billionare
http://www.nido