Thursday, December 6, 2012

ઓબામા સૌથી શક્તિશાળી : સોનિયા-મનમોહન ટોપ ૨૦માં

ન્યૂયોર્ક, તા. 6 ડિસેમ્બર
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી ૧૨મા ક્રમે
  • ભારતના વડાપ્રધાન મનમોહનસિંહનો ૨૦મો ક્રમ
વિશ્વનાં અગ્રણી મેગેઝિન ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના સૌથી શક્તિશાળી મહાનુભાવોની યાદીમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સતત બીજા વર્ષે ટોચ પર રહ્યા છે. તેમને વિશ્વના સૌથી પાવરફુલ વ્યક્તિ ગણવામાં આવ્યા છે. ભારતીય કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી એક ક્રમ નીચે ઊતરીને આ વર્ષે ૧૨મા ક્રમે રહ્યાં છે જ્યારે ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ ૨૦મા ક્રમે આવ્યા છે, આમ સોનિયા ગાંધી અને મનમોહનસિંહે ટોપ ૨૦માં સ્થાન મેળવ્યું છે.
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલ પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે. ભારતનાં સોનિયા ગાંધી આ વર્ષે ૧૨મા ક્રમે હોવા છતાં તેઓ ચીનના નાયબ વડાપ્રધાન લી ક્વિંગ તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોલાન્દેથી આગળ છે.
ફોર્બ્સ દ્વારા નોંધવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીના હાથમાં વસતીનાં ધોરણે વિશ્વની સૌથી મોટી બીજી લોકશાહી તેમજ અર્થતંત્રના હિસાબે ૧૦મા સૌથી મોટા દેશનું સૂકાન છે. તેમના પુત્ર રાહુલ ગાંધી પણ હવે ભારતનું સુકાન સંભાળવા સ્પર્ધામાં છે.
આ યાદીમાં ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ ૨૦મા સ્થાને છે. તેઓ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રમાં નિષ્ણાત બન્યા છે. તેઓ ભારતમાં આર્િથક સુધારાના સ્થપતિ છે. સિંહ ગયા વર્ષે ૧૯મા ક્રમે હતા, જો કે તેમના શાંત સ્વભાવને કારણે તેમને નબળા અને સંકોચશીલ ગણાવાઈ રહ્યા છે. મુકેશ અંબાણી આ યાદીમાં ૩૭મા ક્રમે છે, જ્યારે લક્ષ્મી મિત્તલ ૪૭મા ક્રમે છે.
ઓબામા પછી શક્તિશાળી સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિની યાદીમાં જર્મનીના ચાન્સેલર ૫૮ વર્ષના એન્જેલા માર્કેલ બીજા નંબરે છે. ગયા વર્ષે તેઓ ચોથા ક્રમે હતા. તેઓ ૨૭ સભ્ય દેશો ધરાવતા યુરોપિય સંઘની કરોડરજ્જુ સમાન છે. તેમણે યૂરોઝોનને આર્િથક કટોકટીમાંથી ઉગારવાનું અઘરૃં કામ કરવાનું છે.
રશિયાનાં પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે જ્યારે માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ નંબર ૪ પર છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી ઝિ જિનપિન્ગ ૯મા ક્રમે, ઇરાનના સુપ્રીમ નેતા અલી ખામેની ૨૧મા નંબરે, સંયુક્ત રાષ્ટ્રના વડા બાન કી મૂન ૩૦મા, નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૪૪મા અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ૫૦મા ક્રમે છે. પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ અશફાક પરવેઝ કિયાની આ લિસ્ટમાં ૨૮મા નંબરે છે.

No comments:

Post a Comment