Wednesday, November 28, 2012

યાદ કરો કુરબાની: કારગિલ યુદ્ધમાં શહીદી વહોરેલા યુવાનની હૃદય દ્રાવક કહાણી

નવી દિલ્હી, તા. 28

કારગિલ યુદ્ધમાં શહીદી વહોરેલા કેપ્ટન સૌરભ કાલિયા અને તેના પાંચ સાથીઓની સાથે પાકિસ્તાન સેનાના અમાનવીય વ્યવહારનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. શહીદ કેપ્ટન સૌરભને ન્યાય અપાવવા માટે 13 વર્ષથી જજૂમી રહેલા તેના પિતા હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા જઈ રહ્યા છે તેમજ તેઓ સરકારને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ધ્યાન આપવાનું કહેશે.

સીએસઆઈઆરમાંથી નિવૃત્ત થયેલા સાઈન્ટિસ્ટ એન.કે. કાલીયાની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં આવી ગઈ છે. તેમને કદાચ એ વાતનું દુખ ન થયું હોત કે તેમનો પુત્ર યુદ્ધ મેદાનમાં માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયો છે પરંતુ દુશ્મનોએ એવું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું કે તેઓ 13 વર્ષ પછી પણ વ્યથિત છે. કારગિલ યુદ્ધ પછી સૌરભ કાલિયા અને તેના પાંચ સાથીઓનાં શબ પાકિસ્તાને પરત કર્યા ખરા પરંતુ સંપૂર્ણ ક્ષત-વિક્ષત હાલતમાં.

સૌરભની માતાની માગ છે કે વિદેશ મંત્રાલય અને ગૃહમંત્રાલય ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસને માગ કરે કે કેપ્ટન કાલીયા પર પાકિસ્તાનમાં થયેલા અમાનવીય વ્યવહારોનો ખુલાસો કરે, કારણ કે પાકિસ્તાને જીનેવા કન્વેંશનનું ઉલ્લંઘ કર્યું છે. સૌરભની માતા વિજયા કાલિયાએ વધુમાં કહ્યું કે તેઓ 13 વર્ષથી અન્યાય સહી રહ્યા છે. અમે આખરે સુપ્રીમ કોર્ટમાં જઈશું અમને આશા છે કે ત્યાં ન્યાય જરૂર મળશે.

તેમને આરોપ છે કે સરકાર શહીદોની સાથે થયેલા અમાનવીય વ્યવહારને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊઠાવવામાં નિષ્ફળ રહી છે, પરંતુ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયા પછી હવે સરકાર કાલીયા પરિવારને ન્યાય અપાવવાનો ભરોસો અપાવી રહી છે. ત્યારે વિદેશ મંત્રી સલમાન ખુરશીદ અનુસાર જે શક્ય બનશે તે કાલીયા  કેસમાં કરાશે. હકીકતમાં આ એક દુખદ કહાણી કહેવાય. કાલીયા પરિવારનો આરોપ હતો કે તેમને ત્યારે પણ ન્યાય નહોતો મળ્યો માત્ર વાયદા જ. જો કે ત્યારે વિદેશ મંત્રી રહેલા જસવંત સિંહે આ મુદ્દે વાતચીત ચાલુ હોવાની જ વાત કરી હતી. આ કેસને ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ઊઠાવવો જોઈએ. માત્ર એક સૈનિકની જ નહીં પરંતુ છ સૈનિકોનો સવાલ છે.

આ દાવાઓની હકીકત કંઈક એવી છે કે સૌરભા કાલીયા અને તેના પાંચ સાથીઓને આજે પણ ન્યાયની જરૂર છે. નહીંતર સૌરભના પિતા કોર્ટના દ્વારે ન જાય. સમગ્ર દેશમાંથી સૌરભના પિતાને દોઢ લાખ લોકોએ ઈ-મેઈલ કરીને નૈતિક સમર્થન આપ્યું છે આ ઉપરાંત આશરે 43 હજાર લોકોએ તેમને પત્ર પાઠવીને તેની પડખે હોવાનો ખાતરી આપી છે. 

No comments:

Post a Comment