Sunday, November 25, 2012

મિસ ક્ઝેચ રિપબ્લિકે મિસ અર્થ ૨૦૧૨નો તાજ જીત્યો


મનીલા, તા. ૨૫
મિસ અર્થ ૨૦૧૨નો તાજ મિસ ક્ઝેચ રિપબ્લિક ટેરેઝા ફાજકસોવાનાં માથે પહેરાવવામાં આવ્યો હતો. ફિલિપાઇન્સનાં મનીલામાં યોજવામાં આવેલી આ સ્પર્ધામાં મિસ ફિલિપિન્સ સ્ટેફની સ્ટિફાનોવિઝને મિસ અર્થ એર, મિસ વેનેઝુઆલા ઓસ્મારિયલ વિલાલોબોસને મિસ અર્થ વોટર અને મિસ બ્રાઝિલ કેમિલા બ્રેન્ટને મિસ અર્થ ફાયર જાહેર કરવામાં આવી હતી.
ભારતનું પ્રતિનિધિત્વ કરતી પ્રાચી મિશ્રાને ફ્રેન્ડશિપનું સબટાઇટલ અપાયું
એક મહિનાથી વધુ સમય માટે ચાલેલી આ પ્રતિયોગિતામાં ૮૦ સભ્યોએ મિસ અર્થનો તાજ પ્રાપ્ત કરવા સખત પ્રયાસો કર્યા હતા. આ સ્પર્ધામાં ભારત તરફથી પ્રાચી મિશ્રાએ પણ ભાગ લીધો હતો અને તેમને મિસ અર્થ ૨૦૧૨માં ફ્રેન્ડશિપનું સબટાઇટલ અપાયું હતું. એવોર્ડ સમારંભની શરૃઆતમાં બિલી ક્રોફર્ડે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ પહેલાં કેટલાક દેશોને અનુકરણીય યોગદાન માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઓનલાઇન ફોટોજેનિક સ્પર્ધામાં મિસ વેનેઝુએલા ૨૫,૬૬૭ વોટ સાથે પ્રથમ, મિસ થાઈલેન્ડને ૨૨,૩૨૬ વોટ મળ્યા હતા અને તે બીજા સ્થાને આવી હતી.
નેશનલ કોસ્ચ્યુમ કોમ્પિટિશનમાં મિસ થાઈલેન્ડને ગોલ્ડ મેડલ, મિસ સાઉથ આફ્રિકાને સિલ્વર અને મિસ મલેશિયાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સાંજે ગ્રૂપ ૩ની યોજાયેલી સ્પર્ધામમાં મિસ નોર્વેને બ્રોન્ઝ, મિસ થાઇલેન્ડને સિલ્વર અને મિસ ગુટેમાલાને ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જોકે આખરે મિસ ક્ઝેચ રિપબ્લિકનાં માથે મિસ અર્થ ૨૦૧૨નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment