Monday, January 28, 2013

ગાંધીજી બન્યા દારૂબંધીના બ્રાન્ડ એમ્બેસેડર


છત્તીસગઢ, 25 જાન્યુ
છત્તીસગઢના સરકારે દારૂ, નશામુક્ત, અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સ્ટેટ બવરેજસ કોર્પોરેશન દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
કોર્પોરેશને આ અભિયાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જેમણે આજીવન સામાજિક બદીઓ સામે લોકોને જાગ્રત કરવાના પ્રયત્ન કર્યા હતા.
રાજ્યમાં તબક્કા વાર લાગુ થનારી દારૂબંધીની દિશામાં રમણસિંહ સરકાર દ્વારા લેવાયેલ પ્રથમ પગલું છે. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી રમણસિંહે ગુરૂવારે છત્તીસગઢ સ્ટેટ બેવરેજેસ કોર્પોરેશન લિમિટેડના વર્ષ 2013ના વાર્ષિક કેલેન્ડરનું વિમોચન કર્યું. જે મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલા યાદગાર ફોટા પર આધારીત છે. સિંહે કેલેન્ડરની પ્રશંસા કરતા કહ્યું કે ‘આનાથી સમાજમાં નશાની ખોટી આદત વિરુદ્ધ જનજાગૃતિને વધારવામાં મદદ મળશે.’
બેવરેજેસ કોર્પોરેશને વ્યસન મુક્ત અને દારુ મુક્ત છત્તીસગઢના નિર્માણ માટે જનજાગૃતિમાં મહિલાઓની ભાગીદારી માટે 213 ભારતમાતા વાહિનીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ દરમ્યાન સિંહેકહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીએ દારૂ અને બધાનશીલા પદાર્થોને સમાજ તથાદેશના વિકાસનો સૌથી મોટાદુશ્મન ગણાવ્યા હતા.

No comments:

Post a Comment