Tuesday, January 29, 2013

આઇન્સ્ટાઇનની ગાંધીજીને મળવાની ઇચ્છા અધૂરી રહી


નવી દિલ્હી, તા. ૨૯
  • આજે ગાંધી નિર્વાણ દિન
  • આલ્બર્ટ આઇન્સ્ટાઇને આ માટે ગાંધીજીને પત્ર લખ્યો હતો
વિશ્વને શાંતિના પાઠ ભણાવનાર મહાત્મા ગાંધીજીનો બુધવારે નિર્વાણદિન છે ત્યારે તેમની યાદો હજી લોકોનાં માનસપટ પર તરતી જોવા મળે છે. વિશ્વને અણુક્ષમતાની ભેટ આપનાર આલ્બર્ટ આઇનસ્ટાઇનને જ્યારે તેના દુરુપયોગનો ખ્યાલ આવ્યો ત્યારે તેમને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીને મળવાની તીવ્ર ઇચ્છા હતી, જોકે ગાંધીજીની અચાનક હત્યાને કારણે તેમની આ ઈચ્છા અધૂરી રહી હતી.
ગાંધીજીના પત્રોનો સંગ્રહ કરનાર અલ્બાનો મુલરના જણાવ્યા મુજબ ૧૯૩૧માં આઇન્સ્ટાને ગાંધીબાપુને પત્ર લખીને તેમને મળવાની ઈચ્છા દર્શાવી હતી. અહિંસાથી વિજય મેળવી શકાય છે ત્યારે મને આશા છે કે આપનો અહિંસાનો સંદેશ વિશ્વસ્તરે પ્રસરશે અને લોકો તેને અપનાવશે. મને આશા છે કે એક દિવસ હું આપની મુલાકાત લઈ શકીશ. આઇન્સ્ટાઇને લખ્યું હતું કે,રાજનીતિના ઇતિહાસમાં આપની સિદ્ધિઓ અદ્ભુત છે. ગુલામીમાંથી મુક્ત થવાનો આપે પસંદ કરેલો નવો માર્ગ માનવીય તેમજ અનોખો છે. જે સમગ્ર વિશ્વના સભ્ય સમાજને માનવતા માટે વિચારવા મજબૂર કરે છે.  

No comments:

Post a Comment