Thursday, January 3, 2013

ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત તરીકે પેટ્રિક સુક્લિંગની વરણી


મેલબોર્ન, તા 30
ઓસ્ટ્રેલિયાના નવા રાજદૂત તરીકે પેટ્રિક સુક્લિંગની વરણી કરવામાં આવી છે, તેઓ આગામી માસથી ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત તરીકે પોતાનો ચાર્જ સંભાળશે. પેટ્રિક સુક્લિંગની વરણી અંગેની જાહેરાત ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન બોબ કેર દ્વારા કરવામાં આવી હતી. બોબે જણાવ્યું હતું કે પેટ્રિક સુક્લિંગની વરણી કરવા પાછળ એક એ પણ કારણ હતું કે ભારત એ ઓસ્ટ્રેલિયાનું ચોથા નંબરનું એક્સપોર્ટ માર્કેટ છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વર્ષમાં ૧૮ બિલિયન ડોલરનો વ્યાપાર નોંધાયો છે. કેરિયર ડિપ્લોમેટ પેટ્રિક સુક્લિંગે સીડની યુનિવર્સિટીમાંથી હિંદી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે, પેટ્રિક સુક્લિંગ હવે પીટર વર્ગિસની જગ્યાએ રાજદૂત બનીને સેવા આપશે, જ્યારે પીટર વર્ગિસ ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વ્યાપાર ખાતાના હેડ તરીકે ફરજ બજાવશે. કારે જણાવ્યું હતું કે પેટ્રિક સુક્લિંગે ભૂતકાળમાં નવી દિલ્હી અને વોશિંગ્ટન ખાતે જે સેવા આપી એ ઉપરાંત હિંદી વિષય સાથેનો અભ્યાસ તેમને ઓસ્ટ્રેલિયાના રાજદૂત તરીકે ભારતમાં સેવા આપવામાં ખૂબ જ મદદરૂપ થશે.

No comments:

Post a Comment