Tuesday, April 24, 2012

મળો દુનિયાની જીવતી જાગતી બાર્બી ડોલને

મૉસ્કો, તા. 24

પ્લાસ્ટિકની ઢીંગલી બાર્બી ડોલની જેમ દેખાવું ગમે તે મહિલાનું એક સપનું હોય છે. પણ અમે તમને એક જીવંત બાર્બી ડોલનો પરિચય કરાવવા જઈ રહ્યા છે. આ 21 વર્ષીય 'વેલેરિયા લ્યૂકા'નોવાનો દાવો છે કે તે જીવતી જાગતી બાર્બી છે.

'બાર્બી  ડોલ' જેવા સુગઠિત દેહને લઈને લાંબા વાળ ધરાવતી વેલેરિયા ઈન્ટરનેટ પર ભારે સનસનાટી મચાવી છે. તેના બ્લોગ પર દાવો કરાયો છે કે રશિયન ભાષી ઈન્ટરનેટ પર તે સૌથી વધુ લોકપ્રિય મહિલા છે. જો કે તેના ટીકાકારોનું કહેવું છે કે બાર્બી જેવો તેને દેખાવ અને દેહ અસલી નથી. વેલેરિયા પર શંકા કરતો એક એનિમેટેડ વીડિયો પણ જારી કરાયો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે બાર્બી ડોલ જેવો તેનો દેહ પ્લાસ્ટિક સર્જરીની એક માત્ર કમાલ છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને ખીજવે પણ છે. જ્યારે કેટલાકનું માનવું છે કે આ તેની પ્રાકૃતિક સુંદરતા છે. આમછતાં આ સવાલ હજી સમાપ્ત નથી થયો કે વેલેરિયા અસલી છે કે, 'ફોટોશોપ' જેવા કોઈ સોફ્ટવેરથી કમાલ કરાઈ છે.

તેના અસ્તિત્વને 'પ્રમાણિત' કરવા માટે ફેસબુક પેઝ પર તેની કેટલીક સામાન્ય ફોટો પણ પોસ્ટ કરાઈ છે. જેમાં તે મેકઅપમાં નજરે પડે છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તેની પ્રોફાઈલ પર મિત્રો 78 છે, જ્યારે આનાથી બેગણા સબસ્ક્રાઈબર (155) છે. અહીં દેખાડેલી છબિ તેના બ્લોગ પર છે, જેમાં તેણી મ્યૂઝિક અને મેડિટેશન વિશે લખી રહી છે.

(જીવંત બાર્બીનાં ફોટો જુઓ...)







No comments:

Post a Comment