Thursday, August 1, 2013

સદીનો એક અનોખો અવાજ મોહમ્મદ રફી


31,જુલાઈ

વર્સટાલીયટી જેમની ખુબ રહી છે.એવા ગ્રેટ સિંગર મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924નાં દિવસે થયો હતો..જો કે રફીના પિતાને સિંગર બનવા માટે વાંધો હતો.પણ રફીની મંજીલ હતી મ્યુજીકની દુનિયાલોહોરમા ઉસ્તાદ વાહિદ આલિખા સાહબ અને ઉસ્તાદ બરકત અખિખઆન પાસેથી સંગીતની ટ્રેનિગ લીધી હતી.રફીનું પહેલુ સોગ હતું, પંજાબી સોંગ હતું જેના શબ્દો હતા સોનિયેની હરિયેની. બોલીવુડમાં રફીને પહેલો ચાન્સ નૌશાદ આપ્યો હતો.

ધીરે ધીરે રફીને મોટામોટા સંગીતકાર તરફથી સોલો અને ડયુએટ સોંગ્સ મળવાની શરૂઆત નૌશાદ,ફિરોઝ નાઝમી અને સી. રામચંદ્ર દ્વારા આપવામાં આવ્યો હતો.રફીને બેજૂ બાબરાના તડપત હરી દર્શન કો અને આ દિનયા કે રખાવાલેથી કરી હતી.મહમ્મદ રફીએ પછી પાછળ જોયુ નથી.મોટા મોટા સંગીતકાર સાથે તેણે કામ કર્યુ.તે જમાનાના ખ્યાતનામ હિરો માટે તેણે ગીત ગાયા છે.દિલીપ કુમાર,શમ્મી કપુર,રાજેન્દ્રકુમાર,દેવા આનંદ અને ગુરૂદત્ત વગરેનો સમાવેશ થાય છે.

મોહમ્મદ રફી કોઈ પણ બેનરનું ગીત બખુબીથી ગાઈ શક્તા હતા.કલાસિક,ગઝલ,રોમેન્ટીક અને ભજન પણ સારી રીતે ગાઈ શકતા હતા.રફીને તેના અવાજને કારણે અનેક એવોડર્સ મળ્યા હતા.31 જુલાઈ 1980ના રોજ હાર્ટ એટકને કારણે મોહમ્મદ રફી દુનિયાને અલવિદા કરી હતી.જતાં જતાં એટલુ કહી ગયા કે તુમ મુજે યું ભુલ ના પાઓગે..  

No comments:

Post a Comment