Thursday, October 17, 2013

વિમાનનો શોધક ઃ રાઈટ ભાઈઓ


આકાશમાં ઊડતાં ભારેખમ વિમાનોને જોઈને આજે આપણને નવાઈ નથી લાગતી પણ આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિમાન એક અજાયબી હતી. ઘણા બધા એન્જિનિયરોએ આકાશમાં ઉડતાં વિવિધ પ્રકારના વિમાનો બનાવવાના અખતરા કર્યા હતા. ૧૮મી સદીમાં ઘણા બધા પ્રયાસો થયા હતા. હવા કરતાંય ભારે માણસ દ્વારા સંચાલિત વિમાનને ઉડાડવામાં પ્રથમ સફળતા ઓરવીલ રાઈટ અને વિલ્બર રાઈટને મળી હતી. ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૭ તારીખે તેમણે પોતાનું વિમાન ઉડાડીને હવાઈ સફરનો પાયો નાખ્યો.
વિલ્બરનો જન્મ અમેરિકાના ઈન્ડિયાનામાં ૧૮૬૭માં એપ્રિલની ૧૬ તારીખે અન ેઓરવિલેનો જન્મ ઓહાયોના ડેટન શહેરમાં ૧૮૭૧ના ઓગસ્ટની ૧૯ તારીખે થયો હતો. તેમના પિતા ચર્ચમાં ધર્મગુરુ હતા. એક વખત તેઓ પોતાના બાળકો માટે રમકડાનું હેલિકોપ્ટર લાવ્યા. આ રમકડું કાગળ, વાંસની સળીઓનું બનેલું હતું. રબર બેન્ડથી ખેંચીને તેને આકાશમાં ઉડાવી શકાતું.
બંને ભાઈઓએ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો પરંતુ ભણતર અધુરું છોડયું હતું. ઓરવિલે એ પ્રિન્ટિંગનો ધંધો શરૃ કર્યો હતો અને વિલ્બર તેને મદદ કરતો. તેમણે એક અખબાર પણ શરૃ કરેલું. 'ધ ઇવનિંગ આઈટેમ' નામનું  તેમનું દૈનિક લાંબું ચાલ્યું નહોતું. તે જમાનામાં સાઈકલની શોધ નવી નવી થઈ હતી. લોકોેને સાઈકલનું ઘેલું લાગેલું. રાઈટ ભાઈઓએ સાઈકલના રિપેરિંગ અને વેચાણનો ધંધો શરૃ કર્યો. ૧૮૯૦ દરમિયાન જર્મનીના ઓટો લીલીન્થીપણ નામના એન્જિનિયરે આકાશમાં ઊડવાનું ગ્લાઈડર બનાવેલું તેના સમાચાર અને તસવીરો જોઈને બંને ભાઈઓએ વિમાન બનાવવાના પ્રયોગો શરૃ કર્યા. દરેક કામ માટે બંને ભાઈઓ સાથે મળીને યશ લેતા.
૧૮૯૯માં રાઈટ ભાઈઓએ પાંચ ફૂટ લાંબી પાંખોવાળો બાઈપ્લેન પતંગ ઉડાડયો. ત્યારબાદ બંને ભાઈઓ ઉત્તર કેરોલીનાના કિટી હીક ખાતે દરિયા કિનારે ગયા. જ્યાં પવન ખૂબજ હોય છે અને રેતીના મેદાનમાં ઊડવાના પ્રયોગો થઈ શકે. હવામાન ખાતામાંથી હવામાનની આગાહી વિગેરે લીધા બાદ તેમણે પ્રયોગો શરૃ કર્યા. ૧૯૦૧માં તેમણે એક વિશાળ પતંગ જેવું ગ્લાઈડર બનાવી ૪૦૦ ફૂટ સુધીની ઊડાન ભરી. પવનનું દબાણ ગ્લાઈડરની પાંખોના કદ વિગેરેની ગણતરી કરી તેણે ૧૯૦૨માં વધુ મોટું સફળ ગ્લાઈડર બનાવ્યું અને ડેવિલ્સ હિલ્સ ઉપર તેમાં લટકી ઉડાન ભરી. હવે તેમણે પાવર વડે ચાલતા વિમાનના પ્રયોગો શરૃ કર્યા. હળવા લાકડા અને મજબૂત કાપડમાંથી વિશાળ પાંખોવાળું વિમાન બનાવ્યું અને પેટ્રોલ વડે ચાલતું એન્જિન ગોઠવ્યું.
૧૯૦૩ના ડિસેમ્બરની ૧૭ તારીખે ઓરવિલેએ ૧૨૦ ફૂટની ઊડાન ૧૨ સેકંડમાં કરી. બંને ભાઈઓએ વારાફરતી અનેક વખત ઊડાન ભરીને સફળતા મળેવી. વિમાનની રચનામાં ઘણા બધા ફેરફાર કરીને તેમણે વિમાન બનાવતી રાઈટ કંપની સ્થાપી અને ફ્લાઈંગ સ્કૂલ સ્થાપી. પાઈલોટની તાલીમ આપવા માંડી.
રાઈટ ભાઈઓ કદી પરણ્યા નહોતા. વિલ્બર રાઈટનું ૧૯૧૨ના મે માસની ૩૦ તારીખે માંદગીમાં અવસાન થયું હતું. ત્યારબાદ ઓરવિલે કંપનીનો કાર્યભાર સંભાળ્યો. ૧૯૧૮મા તેણે વિમાનમાં છેલ્લી સફર કરીને નિવૃત્ત થયો અને વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી. ૧૯૪૮ના જાન્યુઆરીએ ૩૦ તારીખે હૃદયરોગના હુમલાથી તેનું અવસાન થયું હતું. અમેરિકામાં પાઈલોટને આપવામાં આવતાં સર્ટીફીકેટ પાછળ રાઈટ ભાઈઓના ફોટા છપાય છે

No comments:

Post a Comment