Friday, November 22, 2013

ભારતીય મૂળની અમેરિકન ગાર્ગી ઘોષની અમેરિકામાં મહત્વના હોદ્દા પર નિમણુક



વોશિંગ્ટન, 22 નવેમ્બર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બારાક ઓબામાએ ભારતીય મૂળની અમેરિકન ગાર્ગી ઘોષને તેમના એડમીનીસ્ટ્રેશનમાં ગ્લોબલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકેની મહત્વની પોસ્ટ પર નિયુક્ત કર્યા છે. ગાર્ગી ઘોષ અત્યારે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં પોલિસી એનાલિસીસ એન્ડ ફાઇનાન્સિંગ(પીએએફ)ના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

પીએએફ વિશ્વમાં બદલાતા ટ્રેન્ડ, નવા સંશોધનો અને પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત આ શાખા દેશની પોલિસીમા મદદ કરવી, દેશને આર્થિક મદદ કે આંતરરાષ્ટ્રિય આર્થિક મદદ કરતી સંસ્થાનુ કામ કરે છે. ઓબામાના એડમીનીસ્ટ્રશનમાં લગભગ બે ડઝન કરતા વધુ ભારતીય મૂળના અમેરિકનો કામ કરે છે.

ગાર્ગી ઘોષ યુનિવર્સીટી ઓફ ઓક્સફોર્ડ માથી વિકાસના અર્થશાસ્ત્રની ડિગ્રી ધરાવે છે. તેમણે યુનિવર્સીટી ઓફ વિક્ટોરીયા, કેનેડામાથી અર્થશાસ્ત્રની અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલ છે. આ ઉપરાંત જ્યોર્જટાઉન માથી આંતરરાષ્ટ્રીય સંબંધો પર ડિગ્રી મેળવેલ છે. 

No comments:

Post a Comment