http://navgujaratsamay.indiatimes.com/international/america/Who-invented-email/articleshow/41282118.cms
એજન્સી. વોશિંગ્ટન
જાણો છો ઇ-મેઇલનો સંશોધક કોણ છે? આનો શ્રેય ભારતીય અમેરિકન વી. એ. શિવા અય્યાદુરાઇને જાય છે. તેમને ૩૦ ઓગસ્ટ, ૧૯૮૨માં અમેરિકી સરકાર પાસેથી ઇલેક્ટ્રોનિક મેઇલ સિસ્ટમ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામના સંશોધક તરીકે સત્તાવાર માન્યતા મળી હતી.
ન્યૂ જર્સીના લિવિન્ગ્સ્ટન હાઇ સ્કૂલમાં અભ્યાસ કરતાં અય્યાદુરાઇએ અહીંની મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી યુનિવર્સિટી માટે ઇમેઇલ સિસ્ટમ પર કામ શરૂ કર્યું હતું. ૧૯૭૮માં તેમણે ઇન્ટરઓફિસ મેઇલ સિસ્ટમને સંપૂર્ણરીતે કાર્યરત કરી દીધી હતી. જેણે તેમણે 'ઇ-મેઇલ'નું નામ આપ્યું હતું અને ૧૯૮૨માં તેની કોપીરાઇટ મેળવી હતી.
એ વખતે કોપીરાઇટ એ પેટન્ટ જેવું જ હતું કેમ કે ત્યારે સોફ્ટવેર ઇન્વેન્શન્સનું રક્ષણ કરવા માટે બીજો કોઇ માર્ગ નહતો. તેમની કામગીરીના આધારે અય્યાદુરાઇને ૧૯૮૧માં હાઇ સ્કૂલ સીનિયર્સ માટે વેસ્ટિન્ગહાઉસ સાયંસ ટેલેન્ટ સર્ચ એવોર્ડ જીત્યા હતા. 'ઇ-મેઇલ' માટે સત્તાવાર યુએસ કોપીરાઇટ નોટિસ હાલમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન નેશનલ મ્યુઝિયમ ઓફ અમેરિકન હિસ્ટ્રી પાસે છે. જોકે સંશોધન માટે અય્યાદુરાઇએ કરેલા દાવાને કારણે કોમ્પ્યુટર ટેક્નોલોજીના ઇતિહાસમાં તેમની જગ્યા વિશે વિવાદ થયો હતો. અન્ય કેટલાક લોકોએ પણ તેમણે ઇ-મેઇલ શોધ્યાનો દાવો કર્યો હતો.
જાણો છો ઇ-મેઇલનો સંશોધક કોણ છે? આનો શ્રેય ભારતીય અમેરિકન વી. એ. શિવા અય્યાદુરાઇને જાય છે. તેમને ૩૦ ઓગસ્ટ, ૧૯૮૨માં અમેરિકી સરકાર પાસેથી ઇલેક્ટ્રોનિક મેઇલ સિસ્ટમ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામના સંશોધક તરીકે સત્તાવાર માન્યતા મળી હતી.
ન્યૂ જર્સીના લિવિન્ગ્સ્ટન હાઇ સ્કૂલમાં અભ્યાસ કરતાં અય્યાદુરાઇએ અહીંની મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી યુનિવર્સિટી માટે ઇમેઇલ સિસ્ટમ પર કામ શરૂ કર્યું હતું. ૧૯૭૮માં તેમણે ઇન્ટરઓફિસ મેઇલ સિસ્ટમને સંપૂર્ણરીતે કાર્યરત કરી દીધી હતી. જેણે તેમણે 'ઇ-મેઇલ'નું નામ આપ્યું હતું અને ૧૯૮૨માં તેની કોપીરાઇટ મેળવી હતી.
No comments:
Post a Comment