Tuesday, January 24, 2012

થાઇલેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન : યિંગ્લક ચિન્નાવત


મહાનુભાવ


દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સામેલ થવા માટે જુદા જુદા દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવે છે. આ વર્ષે મુખ્ય અતિથિ
તરીકે થાઇલેન્ડનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન યિંગ્લક ચિન્નાવત ભારતના મહેમાન બનવાનાં છે. ચિન્નાવતનો જન્મ ૨૧ જૂન, ૧૯૬૭ના રોજ થયો હતો. તેઓ રાજકારણી ઉપરાંત સફળ બિઝનેસ વુમન પણ રહી ચૂક્યાં છે. ફુ થાઈ પાર્ટીના સભ્ય ચિન્નાવત ૪૪ વર્ષનાં છે અને થાઇલેન્ડનાં સૌથી યુવાન વડાંપ્રધાન બનવાની સિદ્ધિ ધરાવે છે. તેઓ થાઇલેન્ડના ૨૮મા વડાપ્રધાન છે. ચિન્નાવતે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમના ભાઈ તાક્સિન વડાપ્રધાન હતા ત્યારે તેમના પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સૈન્ય દ્વારા તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં ચિન્નાવતે રાજકારણમાં ઝંપલાવ્યું અને સફળતા મેળવી. ૫ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ તેમણે વડાપ્રધાનની ખુરશી સંભાળી. ચિન્નાવત ગરીબી દૂર કરવા અને શિક્ષણનો વ્યાપ વધારવાના લક્ષ્યને મહત્ત્વ આપી રહ્યાં છે. આ માટે તેઓ કાર્યરત પણ છે. આ ઉપરાંત વારંવાર પૂર અને વાવાઝોડાંનો ભોગ બનતા થાઇલેન્ડને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરીને પૂર જેવી આફતોથી થાઇલેન્ડવાસીઓને થતાં નુકસાનને ઘટાડવા માટે પણ કાર્યરત છે.

No comments:

Post a Comment