વોશિંગ્ટન , 5 ડિસેમ્બર
દુનિયાની સૌથી મોટી ઉંમરનાં મહિલા બેસી કૂપરનું ૧૧૬ વર્ષની ઉંમરે મોત નિપજ્યું છે. અમેરિકાના એટલાન્ટાની એક નર્સીંગ હોમમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના પૂત્ર સિડની કૂપરે જણાવ્યુ ંહતું કે તેમની માતાની ઉંપર ૧૧૬ વર્ષની હતી તેમ છતા તેમની ઉંમરની અસર તેમની તબિયત પર નહોંતી થઇ, પરંતુ અચાન તેમને સ્વાસ લેવામાં તકલિફ થતા તેમણે પ્રાણ ત્યાગી દિધા.
ઉલ્લેખનીય છે કે બેસી કૂપરનું ગિનીસ બુકમાં વિશ્વના સૌથી મોટી ઉંમરના મહિલા તરીકે નામ નોધાયેલું. તેમના પુત્ર સિડનીએ જણાવ્યુ હતુ કે તેમની માતા બેસી મંગળવારની રાત્રે હોસ્પિટમાં દાખલ થયા એ પહેલા તેમણે પોતાના વાળને ઠીક કર્યા અને ક્રિસમસનો એક વિડીયો પણ જોયો હતો. પરંતુ તેમની તબિયત અચાનક ખરાબ થતા તેઓને સ્વાસ લેવામાં તકિફ થવા લાગી, જેને કારણે તેમને એટલાંટાની હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા જ્યા તેમને ઓક્સીઝન પર પણ રાખવામા આવ્યા પરંતુ તેમની તબિયતમા કોઇ સુધારો ન થતા તેઓએ દમ તોડી દીધો હતો
બેસી કૂપરે શિક્ષીકા તરિકે સેવા આપી હતી, ૨૬મી ઓગસ્ટ ૧૮૯૬માં જન્મેલા બેસે કૂપર વ્યવસાયે શિક્ષક હતા. તેમણે લૂથર કૂપર સાથે ૧૯૨૪માં લગ્ન કર્યા હતા, લુથરનું અવસાન ૧૯૬૩માં થયું હતું.ચાર પૂત્રો અને ૧૬ પ્રપૌત્રોને એકલા છોડીને બેસી કૂપરે મંગળવારે આ દુનિયાની અલવિદા કરી દીધી. ગિનીજ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા અનુસાર સૌથી મોટી ઉંમર ધરાવતા ફાન્સના કાલમેટ હતા, જેઓની ઉંમર ૧૨૨ વર્શની હતી અને ૧૯૯૭માં તેમનું અવસાન થયું હતું.