Tuesday, February 19, 2013

Rani Laxmibai

જન્મ : ૧૯/૧૧/૧૮૩૫


બાળપણનું નામ : મનુબાઈ


હુલામણું નામ : છબીલી


માતાનું નામ : ભાગીરથીબાઈ


પિતાનું નામ : મોરોપંત તાંબે


મનુમાં રહેલા ગુણો : સુશીલ, ચતુર, ગુણવતી, સ્વરૂપવાન, તેજસ્વી, ચપળ, ચબરાક, સ્વાભિમાની, કુશાગ્ર બુદ્ધિ, નીડર, કોમળ, ઉદાર, દયાવાન, મહાલક્ષ્મીની ભકત…


માતાનું મૃત્યુ : મનુબાઈ ચાર વર્ષની હતી ત્યારે


તાલીમ : તલવારબાજી, ઘોડેસવારી, નિશાનેબાજી-તીર અને બંદૂકથી નિશાન તાકવું


બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યું : એક દિવસ બિઠુરમાં ઝાંસીનો એક બ્રાહ્મણ તાત્યા દીક્ષિત આવી પહોંચ્યો. તેણે મનુને જોઈ. તેનું સૌંદર્ય કુશાગ્રતા અને ચપળતાએ તેને વિચાર કરતો કર્યો. તેની જન્મપત્રિકા પણ તેણે જોઈ ને ભવિષ્ય ભાખ્યું કે તે કોઈક જગ્યાએ રાણી થશે.


લગ્ન : મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયાં ત્યારે ગંગાધરરાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુની ઉંમર ફકત ૧૩-૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધરરાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની.


પતિનું નામ : ગંગાધરરાવ


પુત્રનો જન્મ : ઈ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો.


પુત્રનું મૃત્યુ : ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઈનું બાળક અવસાન પામ્યું.


દત્તક પુત્ર : સન ૧૮૫૩માં ગંગાધરરાવ અને લક્ષ્મીબાઈએ આનંદરાવ નામનો તેમની જ્ઞાતિનો એક બાળક દત્તક લીધો.


દત્તકવિધિ : ધાર્મિકવિધિ પ્રમાણે આનંદરાવનો દત્તકવિધિ થયો અને તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું.


પતિનું મૃત્યુ : સન ૧૮૫૩માં ગંગાધરરાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઈ વિધવા થઈ.


રાણી લક્ષ્મીબાઈએ વારસ માટે કરેલ અરજીનો ડેલહાઉસીએ આપેલ જવાબ : સન ૧૮૫૩માં એક દિવસ ડેલહાઉસીનો હુકમ આવ્યો. કંપની સરકાર સ્વ.ગંગાધરરાવના વારસ તરીકે દામોદરરાવને દત્તક લેવાનો કોઈ અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઈ ચૂકયો છે. રાણીએ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં જઈને વસવાટ કરવો. માસિક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે આ હુકમનામું વંચાયું ત્યારે રાણી અવાક થઈ ગઈ.


રાણીનો વળતો જવાબ : હું મારી ઝાંસી કદાપિ નહિ સોંપું.


રાણીની દિનચર્યા : રાણી સવારે પાંચ વાગે ઊઠતી, અત્તરના સુગંધિત પાણીથી નહાતી, ચંદેરીની શ્વેત સાડીમાં તૈયાર થઈ પ્રાર્થના કરતી, પછી તેના સરદારો અને દરબારીઓ તેને સલામ ભરવા આવતા, રાણીની યાદશકિત એટલી તીવ્ર હતી કે ૭૫૦ સરદારોમાંથી જો એકાદ ગેરહાજર હોય તો તેની બીજે જ દિવસે પૂછપરછ થતી, રાણી ભોજન લેતી, થોડો સમય આરામ કરતી, આરામ કર્યા પછી તે રામનામનો જાપ કરતી, સાંજે તે કસરત કરતી, પછી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતી અને ઈષ્ટદેવની પ્રાર્થના કરતી, રાત્રી ભોજન કરતી આ બધી જ દિનચર્યા વ્યવસ્થિત અને કડક નિયમમાં થતી.


ઘોડાની પસંદગી : કાઠિયાવાડી સફેદ ઘોડા


કેશમુંડન અને ભીષ્મપ્રતિજ્ઞા : મહારાષ્ટ્રમાં વિધવા સ્ત્રીઓ કેશમુંડન કરાવતી. રાણીએ કાશી જઈ કેશમુંડન કરાવવાનો વિચાર કર્યો. આ પ્રવાસ માટે અંગ્રેજ સરકારની મંજૂરી મેળવવાની હતી, તે તેને ન મળી ત્યારે રાણીએ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે જયારે હિન્દુસ્તાનને સ્વરાજય મળશે ત્યારે જ હું કેશમુંડન કરાવીશ, નહિ તો સ્મશાનમાં અગ્નિદેવ મુંડન કરશે.


રાણીનો ઘોડેસવારી સમયનો પોષાક : રાણી જયારે ઘોડેસવારી કરતી ત્યારે પુરુષનો પોષાક પહેરતી. તે માથા પર લોખંડમો ટોપ પહેરતી. તેના પર હવામાં એક છેડો ફરફરતો રહે તેવો ફેટો પહેરતી. ઢાલ પણ પહેરતી. તે પાયજામો પહેરતી. ઢાલની ઉપર અંગરખું અને તેના પર કમરપટો બાંધતી. બંને બગલમાં તે પિસ્તોલ અને કટાર રાખતી. અને કમરપટાના બંને બાજુ તલવારો રાખતી.


ઝાંસીમાંજ બળવો : ઝાંસીનું રાજય એક અબળા સ્ત્રીના હાથમાં છે એમ માની રાજયના એક ભાગમાંથી સદાશિવરાવે બળવો કર્યો. રાણીએ તરતજ ત્યાં પહોંચી જઈ બળવાખોરને દાબી દીધો.


જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું : જનરલ રોઝ લશ્કરની એક ટુકડી લઈ ઝાંસી આવી પહોંચ્યો. તેણે રાણીને નિ:શસ્ત્ર પોતાની સહેલીઓ સાથે મળવા બોલાવી. પરંતુ મહારાણી લક્ષ્મીબાઈએ તેનો અસ્વીકાર કર્યો. અને પ્રત્યુત્તર પાઠવ્યો કે તે પોતાના લશ્કરની સાથે જ મળી શકશે. આથી ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું.


રાણીએ જાતે ઉપાડયા શસ્ત્રો : જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ છે પોતાના ૪૦૦૦ સૈનિકોમાંથી ૪૦૦ જેટલાં જ બચી શકયા છે. ત્યારે રાણીએ પોતાના દરબારીઓને બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા. અને કહ્યું – હવે કિલ્લો પણ મજબૂત રહ્યો નથી તેથી આપણે આ સ્થળ છોડી દેવું જોઈએ. સૌએ કબૂલ્યું. રાણી પોતાના યોદ્ધાઓ સાથે ઝાંસી છોડી દુશ્મનની છાવણી પાસેથી ચાલી નીકળી. ત્યારે વોકર નામના એક અંગ્રેજ અમલદારે તેને ઓળખી લીધી અને તેનો પીછો કર્યો. લડાઈમાં તે ઘવાયો અને તેણે પીછેહઠ કરી. રાણીનો ઘોડો મરાયો પણ રાણી જરા પણ નિરાશ ન થઈ. ત્યાંથી તે કાલ્પી પહોંચી. તાત્યાટોપે અને રાવસાહેબને મળી. રાણીનું લશ્કર ઘણું નાનું હોવા છતાં સરદારોની તથા રાણીની હિંમત અને યુદ્ધનીતિથી અંગ્રેજોને હાર મળી. રાણીની કુશળતાએજ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી.


અંગ્રેજ લશ્કરે રાણીને ઘેરી : બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણીએ બંને હાથે તલવારો વીંઝવા માંડી. થોડા પઠાણ સરદારો, રઘુનાથસિંહ, રામચંદ્રરાવ દેશમુખ વગેરે રાણી લક્ષ્મીબાઈની સાથે જ હતા. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. લોહીની નદીઓ વહેવા માંડી, આકાશ રકતરંગી બન્યું. એક અંગ્રેજ સૈનિક રાણીની નજીક આવ્યો. અને તેની છાતીમાં તલવાર ભોંકી. રાણીએ સામો પ્રતિકાર કર્યો. અને તે સૈનિકને મારી નાખ્યો. રાણીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. પરંતુ અત્યારે આરામ કરવાનો સમય ન હતો.


અંગ્રેજ લશ્કરે કર્યો પીછો : રાણી સ્વર્ણરેખાની નહેર ઓળંગવાની તૈયારીમાં હતી ત્યારે એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી. ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો. બીજો અંગ્રેજ સૈનિક તેની પાછળ પડયો હતો. તેને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઈ ગયો. રાણી આટલી બધી ઘવાઈ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર વડે તેણે તે સૈનિકનો હાથ કાપી નાખ્યો.


ઘવાયેલ રાણીને બાબા ગંગાદાસને ઘેર લઈ જવાઈ : લોહીથી નીતરતી રાણીને ઘોેડા પરથી ઉતારવામાં રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે મદદ કરી. રામચંદ્રરાવે રડતાં બાળક દામોદરરાવને પોતાના ઘોડા પર લીધો. રાણીને પોતાના ખોળામાં લીધી. અને બાબા ગંગાદાસના ઘર તરફ ઝડપથી પ્રયાણ કર્યું. રઘુનાથ અને ગુલમહંમદ તેઓને અનુસર્યાં. અંધકારમાં પણ બાબા ગંગાદાસે રાણીનો લોહી નીતરતો ચહેરો ઓળખી કાઢયો. તેમણે તેના મુખને પાણીથી ધોયું. તેના મુખમાં પવિત્ર ગંગાજળ મુકયું. રાણીને થોડી શાંતિ થઈ. અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા : હરહર મહાદેવ ને પછી તે બેભાન બની ગઈ.


રાણીના મૃત્યુસમયના અંતિમ શબ્દો : વાસુદેવ હું વંદન કરું છું. આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું.


કેટલા વર્ષનું આયુષ્ય : ૨૨ વર્ષના અલ્પાયુષ્યમાં રાણી લક્ષ્મીબાઈ અંધકારભરી રાત્રીમાં વીજળીના જેવો તેજલિસોટો પાથરી અદ્રશ્ય થઈ ગઈ.


જનરલ રોઝની રાણીને અંજલિ : બળવાખોરોમાં સૌથી વધુ બહાદુર અને મહાન સરદાર રાણી જ હતી.


યાદ રાખો : રાણી સ્વરાજય માટે લડી, સ્વરાજય માટે મરી અને સ્વરાજયના પાયામાં પથ્થર બની.

Swedish King Who Loves Silly Hats


 
The wedding of King Carl XVI Gustaf and Queen Silvia in 1976Highlights from the wedding of King Carl Gustaf and Queen Silvia on June 19th 1976
 z

Monday, February 11, 2013

શ્રીનિવાસન રામાનુજમની ઓછી જાણીતી વાતો


ડિસ્કવરી -ડૉ. વિહારી છાયા

- ગણિતના દિવાનાની ૨૨મી ડિસેમ્બરે ૧૨૫મી જન્મજયંતિ ગઈ


ગણિતના ઘૂની પણ કુશાગ્ર
- રામાનુજમને ગણિતના ઉકેલની અંતઃસ્ફૂરણા થતી હતી



શ્રીનિવાસન રામાનુજમનું નામ સાંભળતા જ દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થઈ જાય છે. જન્મથી જ ગણિતના ખાં (પ્રોડીન) કહી શકાય તેવા જગવિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસન રામાનુજમની ૨૨મી ડિસેમ્બરે ૧૨૫મી જયંતિ ગઈ. આ દંતકથારૂપ ગણિતજ્ઞનો જન્મ ૨૨મી ડિસેમ્બર ૧૮૮૭ના રોજ એક ગરીબ કુટુંબમાં થયેલો. આ એવી તારીખ છે જ્યારે તે દિવસ વર્ષનો નાનામાં નાનો હોય છે તેમનો જન્મ તામિલનાડુમાં ઇરોડ ખાતે તેમની નાનીને ઘેર થયો હતો. વૈજ્ઞાનિક રામસેશન કે જે નોબેલ વિજેતા સર સી.વી. રામનના ભત્રીજા છે તેમણે કહ્યું છે કે, રામાનુજમની જીવનકથા એક પરકથા જેવી છે તે એક ક્ષુબ્ધ પ્રધાન ભાવનાઓને ઉત્તેજીત કરનાર ખરાબ ભારતીય ફિલ્મ જેવી લાગે છે.

આમ તો તેમના જીવન અને કવન અંગે ઘણું લખાયેલ છે. તેમ છતાં તેમના જીવન ઓછી જાણીતી વાતો જાણવા જેવી છે.


બાળક તરીકે શ્રીનિવાસન તારાઓના અંતર અને આકાશ માટે જીજ્ઞાસુ હતા. તેમણે પોતે જાતે વિષુવવૃત્તની લંબાઈની ગણતરી કરી હતી. અલબત્ત તે ગણત્રી તેણે કેવી રીતે કરી હતી તેની કોઈ નોંધ નથી શ્રીનિવાસન રામાનુજમ દોઢ વર્ષના હતા ત્યારે તેની માતાએ પુત્રને જન્મ આપ્યો હતો અને તેનું નામ સદાગોપન રાખેલું કમનસીબે તે જીવ્યો નહીં. ડીસેમ્બર ૧૮૮૯માં માત્ર બે વર્ષની ઉંમરે રામાનુજમને શીતળાનો રોગ થયેલો તેમના થાંજાવુર જિલ્લામાં હજારો લોકો મૃત્યુ પામ્યા પણ સદ્‌નસીબે રામાનુજમ બચી ગયા. તે ચેન્નાઈ પાસેના (તે વખતનું મદ્રાસ) કાંચીપુરમ તેઓ તેની માતા સાથે તેમના નાના- નાનીના ઘેર ગયા નવેમ્બર ૧૮૯૧માં અને ફરી ૧૮૯૪માં તેમની માતાએ બે બાળકોને જન્મ આપ્યો પરંતુ શૈશવમાં જ બંને અવસાન પામ્યા.


રામાનુજમના કેટલાક સહાઘ્યાયીઓ તેમજ નજીકના સગાઓ આ નાનકડો છોકરો કુમળી વયે ગણિતમાં સરળ શોધો કેવી રીતે કરે છે તે માટે વિચિત્ર મત આપતા હતા. રામાનુજમ ઘણીવાર સાદડી પર પોતાના પેટ પર ઉલ્ટા સૂતા સૂતા  પોતાની છાતી નીચે ઓશીકું રાખીને ભૂંસતા હતા. તેમની એક વિચિત્ર ટેવ એ હતી કે પાટી પરની ગણત્રીઓ કોણીથી ભૂંસતા હતા. ઘણી વખત તે એકલા એકલા હસતા અને માથુ ઘુણાવતા જોવા મળતા હતા. તેઓ પોતાની જાત સાથે વાત કરતા હતા અને તેમને ખાત્રી થાય કે તેમણે કોઈ નવી ખોજ કરી છે તો તે તેના પરિણામોને નોટબુકમાં ઉતારતા. આમ તે કુમળી વયે પણ પોતાની શોધની અગત્યતા જાણી શકતા અને તે શોધને જાળવી રાખવાની અગત્યતા સમજતા.


૧૯૦૪માં ટાઉન હાયર સેમ્નઇટી સ્કૂલમાંથી પસાર થયા ત્યારે તો શાળા આચાર્ય ક્રિશ્નાસ્વામી આયરે ગણિત માટેનું રંગાનાથન રાવ પ્રાઇઝ એનાયત કર્યું હતું. આયરે રામાનુજમનો પરિચય આપતા કહ્યું કે, તે એટલા બધા આગળ પડતા વિદ્યાર્થી છે કે જે મહત્તમ ગુણો કરતા વધારે ગુણ મેળવવા યોગ્ય છે. તેને કુમ્બીકોનામન સરકારી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરવા, શિષ્યવૃત્તિ આપવામાં આવેલી. પરંતુ રામાનુજમની ગણિતનો અભ્યાસ કરવાની એટલી તીવ્ર વૃત્તિ હતી કે બીજા વિષયોપર તે ઘ્યાન કેન્દ્રિત ન કરી શક્યા અને પરિણામે મોટા ભાગના વિષયોમાં નાપાસ થયા. તેના લીધે તેણે શિષ્યવૃત્તિ ગુમાવી તેથી તે પોતાના કુટુંબ અને મિત્રોને મોઢું બતાવી નહીં શકતા ઓગસ્ટ ૧૯૦૫માં ઘેરથી ભાગી છૂટ્યો અને કુમ્બાકોનામથી ૭૦૦ કિલોમીટર દૂર આવેલ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ભણી ઉપડ્યો. અહીં પ્રશ્ન એ થાય છે કે વિશાખાપટ્ટનમમાં તેના કોઈ સગા હતા ? જો કે તે રાજામુન્દ્રીમાં એક મહિનો રહ્યો. હજુ એ રહસ્ય છે કે આંધ્રપ્રદેશમાં તેમની સંભાળ કોણે લીધી ? તે કેવી રીતે ઘરે પાછો આવી શક્યો તેની પણ આધારભૂત માહિતી નથી. પાછળથી તે ચેન્નાઈમાં પચૈયખાની કોલેજમાં જોડાયા. ફરીથી ગણિતમાં શ્રેષ્ઠ સાબિત થયો પણ શરીરક્રિયા વિજ્ઞાન જેવા વિષયોમાં બહુ ઓછા ગુણ મેળવ્યા. ૧૯૦૬ ડિસેમ્બરમાં તે તેની ફાઇનઆર્ટસ ડિગ્રી પરીક્ષામાં નાપાસ થયો. એક વર્ષ પછી ફરીથી નાપાસ થયો આમ તેણે કોઈ ડિગ્રી લીધા વિના કોલેજ છોડી દીધી અને સ્વતંત્ર રીતે ગણિતમાં સંશોધન કરવા લાગ્યા આ તબક્કે જીવનમાં તે અત્યંત ગરીબાઈમાં જીવ્યો હતો અને કેટલીકવાર તો ભૂખમરા જેવી સ્થિતિમાં પહોંચી જતો હતો.


ત્રિઘાત સમીકરણ એવું સમીકરણ છે જેનો ગ્રીસના પ્રાચીન લોકો પણ મૂલ (રેડિકલ)નો ઉપયોગ કરી ઉકેલ મેળવી શક્યા ન હતા. છેક ૧૫૩૫માં ઇટાલિનો ગણિત શોખીન ટાર્ટાગ્લિઆ સફળ થયા. પણ તેમણે પોતાની રીતે ગુપ્ત રાખી પરંતુ તેમના નજીકના મિત્ર ડાર્ડાને છૂપી રીતે તેની પાસેથી તે જાણી લીધી અને જગતને જણાવી દીધી. ૧૯૦૨માં રામાનુજમે ટાર્ટાગ્લિઆની શોધ વિશે જાણ્યું અને તેઓ ચતુર્ઘાત સમીકરણના ઉકેલ માટે પોતાની રીત શોધવા આગળ વઘ્યા. તેને ખબર નહી કે પંચઘાત સમીકરણનો ઉકેલ રેડિકલથી મેળવી શકાય તેમ નથી તેવું ગેલોઇસ અને આબેલે સાબિત કર્યું હતું. તેણે રેડિસ્લીને ઉપયોગ કરી પંચઘાત સમીકરણનો ઉકેલ મેળવવા કલાકોના કલાકો ગાળ્યા એ આશ્ચર્યની વાત એ છે કે પંચઘાત સમીકરણ ઉકેલ મેળવવા પ્રયાસ વ્યર્થ છે તે જાણવા તે નિષ્ફળ રહ્યા.


રામાનુજમે ભારત

ના તેના જેવા તજજ્ઞો પર છાપ પાડવા જર્નલ ઓફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં ખૂબ જ અઘરા ફટપ્રશ્નો છપાવેલા અને ભારતના ગણિતજ્ઞોને તેના ઉકેલ છ મહિનામાં આપવા જણાવ્યું પરંતુ દરેક પોતે બહુ કામમાં છે તે કહી પ્રયત્ન કરવાનું ટાળ્યું પરંતુ સાચું એ હતું કે, કોઈ તેનો કઈ રીતે ઉકેલવા તે જાણતું નહોતું અંતે રામાનુજે પોતે તેના ઉકેલ પ્રસિદ્ધ કરવા પડ્યા.

રામાનુજમને ડર લાગવા માંડ્યો કે તેનું અલૌકિક કૌશલ્ય કોઈના ઘ્યાનમાં આવશે નહી તેથી તેણે પોતાની શોધની પ્રતો બ્રિટનના અગ્રેસર ગણિતજ્ઞોને મોકલવાનું શરું કર્યું. મોટા ભાગની પ્રતો કોઈ ટિપ્પણી વિના પાછી આપી. પરંતુ બે મહાન ગણિતજ્ઞો જી. એચ. હાર્ડી અને પ્રો. જે. ઇ. લિટલવૂડ અને તે પ્રતોને પારખી કે તે સમાન્ય તજજ્ઞોની પ્રતો નથી તેમણે કહ્યું તે પ્રતો પ્રત્યે માત્ર એક નજર જ પૂરતી હતી કે ઉચ્ચ કક્ષાના ગણિતજ્ઞએ લખેલ હતી તેઓ તે રાત્રે છૂટા પડ્યા અને હાર્ડીએ લિટલવૂડ પર ઉંડી છાપ પડી કે તેમાં પડકારી ન શકાય તેવી મૌલિકતા હતી અને તેમણે રામાનુજમની સરખામણી જેકોબી સાથે કરી જે મહાન જર્મન સૂત્રોના ગુરૂ હતા.
હાર્ડી અને રામાનુજમ વચ્ચે પત્રવ્યવહાર શરુ થયો અને રામાનુજમે કેટલાક પોતે શોધેલા ઉડીને આંખે વળગે એવા સૂત્રો મોકલવાનું શરુ કર્યું રામાનુજમને પોતાને પોતાના ઉકેલોની સાબિતી ખબર ન હતી ! તેની તેને અંતઃસ્ફૂરણા થઈ હતી. તેથી તેને હવે ‘રામાનુજમ કંજક્ચર’ કહે છે એટલે કે રામાનુજમના અનુમાનો કહે છે કે જ્યારે હાર્ડીએ તેના સૂત્રોની સાબિતી માટે ‘વિનંતી’ કરી ત્યારે તે મૌન રહ્યા. હાર્ડીને એમ લાગ્યું કે રામાનુજમને ડર છે કે તેના સૂત્રોની સાબિતી પોતાના નામે ચઢાવી દેશે. હાર્ડીએ તેને ખાત્રી આપી કે પોતે તેને છેતરેતો હાર્ડીના પત્રોનો ઉપયોગ તે સાબિતી પોતાની છે તેમ સાબિત કરવા કરી શકે. આ જાણીને રામાનુજમઉધાસ થયા. તેણે હાર્ડીને વળતો પત્ર લખ્યો કે તેનામાં રામાનુજમને સહૃદયી મિત્ર મળ્યો છે અને કદી તેનાથી કશું છુપાવશે નહીં. તેણે ઉમેર્યું કે ખાલી પેટે સાબિતી મેળવવી અઘરી પડે છે.


હાર્ડીએ તુરત જ રામાનુજમ માટે સંશોધન વિદ્યાર્થી તરીકે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી જેથી તે પૂરો સમય ગણિતના સંશોધન પાછળ ગાળી શકે. તેણે કેમ્બ્રિજની ટ્રિનિટિ કોલેજની મુલાકાતની એપ્રિલ ૧૯૧૪માં કરી જેથી રામાનુજમ તેની સાથે બેસી કામ કરી શકે અને યુરોપના ગણિતજ્ઞો સાથે તેનો સીધો સંપર્ક થઈ શકે. કમનસીબે તેઓ લંડન પહોંચ્યા પછી યુદ્ધ ફાટી નીકળ્યુ અનેક કેમ્બ્રિજના ગણિતજ્ઞો લડાઈમાં જોડાયા. ખાસ કરીને તેના ખાસ પ્રશંસક લિટલવૂડ યુદ્ધની સેવામાં જોડાયા. બીજી તકલીફ તેને આહારની થઈ તે ચુસ્ત શાકાહારી હતો તેમાં તે લેશમાત્ર ફેરફાર કરવા માંગતો ન હો. તેના માટે રસોઈ બનાવે બીજો બ્રાહ્મણ ત્યાં હતો નતી તેથી તેણે પોતાનો ખોરાક પોતે જ બનાવવો પડતો. ઘણીવાર તે માટે તે ગણિતના સંશોધન પાછળ હોઈ સમય મળતો ન હતો તેથી ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું હતું.


રામાનુજમનેે ગણિતની બીજી શાખાઓમાં રસ ન હતો. હાર્ડીએ તેને ‘થિયરી ઓફ કોમ્પ્લેક્સ વેરીએબલ’માં રસ લેતા કરવા પ્રયત્ન કર્યો પણ તેમાં તે બિલ્કુલ નિષ્ફળ ગયા.


ભારતના વિખ્યાત આંકડાશાસ્ત્રી પી. સી. મહાલાનોબિસ લંડનમાં એક જ રૂમમાં રહ્યા હતા. તેણે એક દિવસ પોતાનો એક પ્રોબ્લેમ બિલ્કુલ અપરંપરાગત રીતનો ઉકેલ તુરત જ આપ્યો. તેને પદ્ધતિ આપવા કહ્યું તો તેણે કહ્યું કે તે ઘણી સરળ છે. જેવો પ્રોબ્લેમ મેં સાંભળ્યો એટલે મને ખબર પડી ગઈ કે તેનો સતત અપૂર્ણાંક ઉકેલ છે. એ મને પોતાને પૂછ્‌યું અને તુરત જ મારા દિમાગમાં જવાબ આવી ગયો.


હવે એ સાબિત થઈ ગયું છે તેમને એક વખત હતાશા ઘેરી વળી હતી. રામાનુજમે આત્મહત્યા કરવા પ્રયત્ન કરેલો. તેણે લંડનના ભૂગર્ભ સ્ટેશન પર પોતાની જાતને રેલવેના પાટા પર ફેંકીને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચમત્કારિક રીતે તે બચી ગયા હતા. તેનાથી થોડા દૂર ટ્રેઇનની સ્વીચ બંધ કરી દેતાં ટ્રેઇન ઉભી રહી ગઈ હતી. તેને ઉપરછલ્લી ઇજાઓ થઈ હતી પરંતુ તે આત્મહત્યાનો પ્રયત્ન હતો તેથી લંડનની પોલીસ સ્કોટલેન્ડ યાર્ડે તેની ધરપકડ કરી હાર્ડીએ પોલીસને ચાલાકી કરી તેને જામીન પર છોડાવ્યા. સોળ વર્ષથી હાર્ડીએ આ વાત ગુપ્તરાખી પરંતુ ૧૯૩૬માં એક સાંજે તે ટ્રિનિટિમાં સાંજના ભોજન માટે મોડા આવ્યા. તે આવ્યા ત્યારે તેના હાથે પાટા બાંઘ્યા હતા. તેણે કહ્યું કે લંડનમાં પિકાડિલિ સર્કસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે મોટર સાયકલીસ્ટ સાથે અથડાતો હતો અને તેની સાથે કેટલાક અંતર સુધી ઘસડાયો હતો. સદનસીબે તેના હાથમાં ઇજાઓ થઈ હતી. આ વાત પણ છાની રહેત પણ તે વખતે ચંદ્રા (ડૉ. ચંદ્રશેખર, નોબેલ વિજેતા) હાજર હતા તેણે આ પ્રસંગ જાહેરમાં પછીથી વર્ણવ્યો હતો. જો કે આ માટે તેના કાકા સર સી.વી. રામને રામાનુજમની આવી બદનામી કરવા ઠપકો આપ્યો હતો. અગાઉ રામાનુજમે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હાર્ડીએ તેને એમ કહીને છોડાવ્યો હતો કે રામાનુજમ ફેલો ઓફ રોયલ સોસાયટી (એફ.આર.એસ.) છે તેથી તેની ધરપકડ ન કરી શકાય પરંતુ આ ખોટું હતું. રામાનુજમ એફ.આર.એસ. થયા પણ એક મહિના પછી થયા હતા.


જ્યારે રામાનુજમના ચંદ્રા પાસેથી આ પ્રસંગ સાંભળ્યો ત્યારે તેણે સમજૂતી આપી રામાનુજમ ઇંગ્લેન્ડમાં હતા ત્યારે રામાનુજમની માતા કોમલતાવમ્મલ રામાનુજમના તેની પત્ની પરના પત્રો અને તેની પત્નીએ લખેલા પત્રનો નાશ કરી દેતા હતા રામાનજમે તેની પત્નીને પાછળથી કહ્યું કે તેના રાાનજમને કોઈ ખબરઅંતર મળતા ન હતા તેનાથી તેને અતિશય ચંિતા અને હતાશા થઈ હતી. તેના કારણે તે આત્મહત્યા તરફ દોરાયા હોય તે શક્ય છે.


રામાનુજ માટે બધા ધર્મો સમાન હતા, પરંતુ તે દ્રઢ રીતે ઇશ્વરમાં માનતા હતા.
૧૯૧૯માં રામાનુજમ ભારત પરત આવ્યા તેને ટીબી તેમજ વિટામીનની તીવ્ર ઉણપનું નિદાન થયું. તેને સેનેટોરિયમમાં દાખલ કરવામાં આવ્યા. ૧૯૨૦ના એપ્રિલની ૨૯મી તારીખે યુનિવર્સિટી ઓફ મદ્રાસના રજીસ્ટ્રારે હાર્ડીને રામાનુજમના એપ્રિલની ૨૬મીએ મૃત્યુના સમાચાર આપતો પત્ર લખ્યો.

Sunday, February 10, 2013

વિકિમીડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર : સુઇ ગાર્ડનર


Feb 04, 2013

સકસેસ સ્ટોરી -   ડાલી જાની
જન્મ     :  ૧૧ મે, ૧૯૬૭, બ્રિઝટાઉન, બાર્બાડોસ
અભ્યાસ  : આર્ટ્સ અને સાયન્સમાં ગ્રેજ્યુએશન, જર્નાલિઝમની ડિગ્રી
કાર્યભાર : વિકિમીડિયા ફાઉન્ડેશનનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
નાગરિક્ત્વ  : કેનેડા
સિદ્ધિઓ  : ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની ૧૦૦ શક્તિશાળી
 મહિલાઓની યાદીમાં ૭૦મો ક્રમ
વિકિમીડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળનારાં સુઇ ગાર્ડનરની ગણતરી વિશ્વના સુપ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવે છે. સુઇનો પરિચય આપતાં ફોર્બ્સે જણાવ્યું હતું કે સુઇએ ઓનલાઈન પાઇરેસી એક્ટના વિરોધમાં એક આખો દિવસ વિકિપીડિયા ઉપર પ્રતિબંધ લગાવી નેતૃત્વ કર્યું હતું. સુઇનો વિકિમીડિયાને આગળ ધપાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. સુઇના જીવન અને વિકિમીડિયામાં તેમની ભૂમિકા વિશે જાણીએ.
પ્રારંભિક જીવન
સફળતા મેળવવા માટે કોઈ ઉંમર નથી હોતી તેમજ સફળતાની કોઈ સીમા પણ નથી હોતી, તે સાબિત કરી બતાવ્યું છે વિકિમીડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુઇ ગાર્ડનરે. સુઇએ પોતાના જીવનની શરૂઆત કેનેડાના ઓંટારીઓના પોર્ટ હોપ ગામમાં કરી હતી. સુઇએ રાયર્સન યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમની ડિગ્રી મેળવી અને ૧૯૯૦માં કેનેડિયન બ્રાડકાસ્ટિંગ કોર્પોરેશનમાં 'એઝ ઈટ એપેન્સ' નામના પ્રોગ્રામથી પત્રકાર, પ્રોગ્રામિંગ પ્રોડયુસર અને ડોક્યુમેન્ટરી મેકર તરીકેની કારકિર્દીનાં પ્રથમ પગલાં માંડી એક દશકા સુધી બહુ જ સારી રીતે ફરજ બજાવી હતી. તેમજ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વર્લ્ડમાં પોપ કલ્ચર અને સામાજિક મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સુઇએ ૨૦૦૬માં ક્લાઉડ ગેલિપીમાં સિનિયર ડિરેક્ટર તરીકે ૧૫૦થી પણ વધુ લોકોના સ્ટાફને વેબસાઇટ અને ઇન્ટરનેટ માટે તૈયાર કર્યા હતા. તેમની આ સિદ્ધિમાં તેમની અંદર રહેલી નેતૃત્વશક્તિ પ્રતિબિંબિત થાય છે. સુઇ લોકો માટે ટેક્નોલોજીના રોલ મોડલ ગણાય છે, પરંતુ સુઇનું માનવું છે કે, 'હું એક પત્રકાર છું અને આ જ મારું બેકગ્રાઉન્ડ છે. હું માત્ર ટેક્નોલોજીના પ્રોજેક્ટને સંભાળવાનું કામ કરું છું.
વિકિમીડિયામાં ભૂમિકા
સુઇએ વર્ષ ૨૦૦૭માં કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાંથી રાજીનામું આપી વિકિમીડિયાના ઓપરેશન એન્ડ ગવર્નેન્સમાં સ્પેશિયલ સલાહકાર તરીકેની ફરજ બજાવવાનું સ્વીકાર્યું હતું. વિકિમીડિયા વિકિપીડિયા બાદની એક એવી સંસ્થા છે, જે વિના મૂલ્યે અને કોઈ જાહેરખબર લીધા વિના જ્ઞાન પીરસવાનું કામ કરે છે. ડિસેમ્બર-૨૦૦૭માં તેમની ટીમનો વિસ્તાર કરવાની કાર્યક્ષમતા અને ફંડરેજિંગની કુનેહને કારણે તેમને વિકિમીડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૦૯માં ન્યૂ મીડિયા ઉપર વિકિમીડિયામાં પોતાની નવી કામગીરી અને અસરકારક પ્રભાવ બદલ 'હફિંગટન પોસ્ટે' ગાર્ડનરને 'મીડિયા ગેમ ચેન્જર ઓફ ધ યર'નું નામ આપ્યું હતું. વિકિમીડિયાની સફળતા પાછળ તેમની અંદર છુપાયેલી પ્રભાવશાળી કમ્યુનિકેશન સ્કિલ જવાબદાર ગણવામાં આવે છે.      

Wednesday, February 6, 2013

યુદ્ધખોર માનસ ધરાવતાઉત્તર કોરિયાના યુવા શાસક - કિમ જોન્ગ ઉન (બાયોગ્રાફી)

બાયોગ્રાફી - હસમુખ ગજ્જર         
નામ                 -             કિમ જોન્ગ ઉન
જન્મ                -                ૮ જાન્યુઆરી, ૧૯૮૩
જન્મ સ્થળ         -           પિયાંગયાંગ (ઉત્તર કોરિયા)
પિતાનું નામ         -           કિમ જોન્ગ ઇલ
માતાનું નામ       -            ગો યંગ હી
હોદ્દો                 -            ઉત્તર કોરિયાના સર્વસત્તાધીશ
૧૯૪૮માં કોરિયાના ભાગલા પડયા બાદ ઉત્તર કોરિયાના વંશવાદી સામ્યવાદ અને દક્ષિણ કોરિયાના મૂડીવાદી શાસન વચ્ચે સાપ અને નોળિયા જેવા સંબંધો છે. બંને દેશોમાં શાસકો બદલાયા. સમય બદલાયો પરંતુ દુશ્મનીની થાપણમાં સતત વધારો થતો જાય છે. ઉત્તર કોરિયાના ૩૦ વર્ષના યુવા શાસક કિમ જોન ઉને પરમાણુ પરીક્ષણો કરવાની તથા લાંબા અંતરની મિસાઇલ છોડવાના કાર્યક્રમો કરવાની યોજના તરફ આગળ વધવાના સંકેતો આપ્યા છે. ઉન તેના પૂર્વજોની જેમ યુદ્ધખોર માનસનો પરિચય આપીને વિશ્વશાંતિનો માહોલ બગાડી રહ્યા છે.
કિમ જોન્ગ ઉનનો જન્મ ૮ જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ ઉત્તર કોરિયાની રાજધાની શહેર પિયાંગયાંગમાં થયો હતો. માતા ગો યંગ હી તેના લાડકા પુત્ર કિમ જોન્ગ ઉનને ખૂબ જ ચાહતી હતી. ઉનને હંમેશાં વહેલી સવારમાં ચમકતા તારા તરીકે સંબોધતી હતી.
ઉનની માતાનું સ્તન કેન્સરની બીમારીથી અવસાન થતા સરમુખત્યાર પિતા કિમ જોન્ગ ઇલે ખૂબ જ લાડકોડથી ઉછેર કર્યો હતો,પરંતુ ગોપનીય જીવન જીવવા ટેવાયેલા કિમ જોન્ગ ફેમિલી વિશે ખાસ જાણકારી કોઇને ન હતી.
કિમ જોન્ગ ઉન સ્વિટ્ઝરલેન્ડમાં નકલી નામ ધારણ કરીને ભણવા ગયો હતો. સ્વિટ્ઝરલેન્ડથી પાછા ફર્યા બાદ તેણે ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન કિમ શુંગ (દ્વિતીય) યુનિર્વિસટીમાં મિલિટરી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
ઉત્તર કોરિયાની વર્કર્સ પાર્ટીની ૬૫મી વર્ષગાંઠ પ્રસંગે વિશાળ સૈનિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લેતા ઉનને પહેલી વાર લોકોએ જોયા હતા. કોરિયાના ઇતિહાસમાં સૌથી મોટા સમારોહમાં કોરિયન મિસાઇલો પર 'અમેરિકી સેનાને હરાવો'એવાં સૂત્રો લખવા પાછળ ઉનનું ભેજું કામ કરતું હતું.
પિતા કિમ જોન્ગ ઇલ સાથે એક જાહેર કાર્યક્રમમાં દેખાયો તે પહેલાં ઉનને દેશમાં કોઈ જ ઓળખતું ન હતું. ઉત્તર કોરિયાનાં હિતોનું રક્ષણ કરતી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ પણ ત્યાર પછી જ ઉનને ભવિષ્યના નેતા તરીકે જોવા લાગી હતી.
ઉનના બે મોટા સાવકાભાઇઓમાંથી કિમ જોન્ગ નામ અને કિમ જોન્ગ ચૌલમાંથી એકને રાજકીય ઉત્તરાધિકારી બનાવવામાં આવશે એવી રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા થતી, પરંતુ મૃત્યુ પહેલાં ૨૦૦૯માં પિતા કિમ જોન્ગ ઇલે રાજકીય વારસદાર તરીકે ઉનને પસંદ કરીને સૌને આંચકો આપ્યો હતો.
૧૭ ડિસેમ્બર, ૨૦૧૦માં પિતાનું અચાનક હ્ય્દય બંધ પડી જતા માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે કોરિયાનું સુકાન હાથમાં લીધું હતું.
ઉને સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી દક્ષિણ કોરિયા અને અમેરિકાને પાઠ ભણાવવા માટેના યુદ્ધ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તેને પણ પિતાના પગલે આર્મિ ફર્સ્ટની નીતિ જાળવી રાખીને વિશ્વમાં પાંચમા નંબરના લશ્કરને પ્રોત્સાહન આપવા માંડયું.
પિતા કિમ જોન્ગ ઇલ ૧૯૯૪માં સત્તા સંભાળ્યા બાદ ૨૦૦૬ અને ૨૦૦૯માં પરમાણુ ધડાકા કરીને દુનિયાના દેશોથી અલગ પડી ગયા હતા. ઉન પણ પિતાના પગલે અણુ કાર્યક્રમ ચાલુ રાખવા માગે છે.
જનમાનસમાં પોતાની શાખ અને ધાક ઊભી થાય તે માટે કિમ જોન્ગ ઉને એક કરોડ જેટલાં પોસ્ટર તૈયાર કરીને વહેંચ્યાં હતાં.
ઉત્તર કોરિયામાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલા ક્રિસ્ટોફર હિલનું માનવું છે કે કિમ જોન્ગ ઉનને કોરિયન નાગરિકો તેના પિતા જેટલો પ્રતિભાશાળી ગણતા નથી.
એક માહિતી મુજબ ઉનના બનેવી અને ઉત્તર કોરિયાની કામગાર પાર્ટીના પ્રશાસનિક વિભાગના નિર્દેશક વીંગ સાંગ ટેક પાછલા બારણેથી દેશ ચલાવે છે બાકી ઉનને બહુ ખબર પડતી નથી .
કોરિયાના પોપગાયકો અને ડાન્સરો સાથેના એક સંગીત સમારોહમાં ઉનની બાજુમાં બેઠેલી મહિલા કોણ છે એ અંગે લાંબા સમય સુધી વિવાદ થયા બાદ હમણાં એ ભેદ ખૂલ્યો કે જાહેરમાં દેખાયેલી મહિલા તેમની પત્ની જ હતી. રી સોલ જુ નામની આ યુવતી સાથે ૨૦૦૮માં લગ્ન થયેલાં તે અંગે કોઈ જ જાણતું ન હતું.
જોકે જાહેર કાર્યક્રમમાં પત્નીને ન લઇ જવાના કોરિયન શાસકોના રિવાજને કિમ જોન્ગ ઉને તોડતાં કોરિયન રૂઢિચુસ્તો નારાજ થયા હતા.
કિમ જોન્ગ ઉન પિતાની જેમ હોલિવૂડની ફિલ્મો જોવાના શોખીન નથી, પરંતુ સ્માર્ટ મહિલાઓ સાથે શરાબ પીવો ખૂબ ગમે છે.
શોખીન મિજાજના કિમ જોન્ગ ઉનને રાજગાદીની સાથે ડાયાબિટીસની બીમારી પણ વારસામાં મળી છે.
ઉન ખુલ્લંખુલ્લા કહે છે અમે જે રોકેટ બનાવીશું ને પરમાણુ કાર્યક્રમ ચલાવીશું તેનું નિશાન તો અમેરિકા જ રહેશે, કારણ કે કોરિયન પીપલ્સ પાર્ટી અમેરિકાને દુશ્મન નં -૧ ગણે છે જ્યારે પાડોશી દેશ દક્ષિણ કોરિયા તો અમેરિકાનું પ્યાદું માત્ર છે.

ફિઝિયોલોજીનું નોબેલ પારિતોષિક મેળવનારા ડો. હરગોવિંદ ખુરાના

મહાનુભાવ
અખંડ ભારતમાં જન્મેલા અને પછીથી અમેરિકા સ્થાયી થયેલા ભારતીય વિજ્ઞાની ડો. હરગોવિંદ ખુરાના ફિઝિયોલોજી અને બાયોલોજીના ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. અહીં ડો. ખુરાનાના જીવન અને કાર્ય વિશે થોડી જાણકારી મેળવીએ
ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ પંજાબના રાયપુરમાં (હાલ પાકિસ્તાનમાં) ૯ જાન્યુઆરી, ૧૯૨૨ના રોજ એક સાધારણ પરિવારમાં થયો હતો.
ડો. હરગોવિંદ ખુરાનાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મુલતાનમાંથી લીધું હતું. પિતાએ ગરીબ પરિસ્થિતિ સામે લડીને પણ ડો. ખુરાનાને વધુ શિક્ષણ અપાવવાનું બીડું ઝડપ્યું હતું.
પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૩માં
ડો. ખુરાનાએ બેચલરની ડિગ્રી મેળવી અને ૧૯૪૩માં કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક પણ થઈ ગયા.
અનુસ્નાતક થયા બાદ બ્રિટનની યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા આ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પણ મેળવી લીધી.
ત્યારબાદ ૧૯૫૨ સુધી બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા રહીને સંશોધનકાર્ય આરંભ્યું. વચ્ચે ઝુરિક અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટી સાથે પણ કામ કર્યું.
તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુકિલયોટાઈડ્ઝની ભૂમિકા પર મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું.
સંશોધન ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરીને ડો. ખુરાના અને તેમની ટીમે પુરવાર કર્યું હતું કે બાયોલોજિકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગનિઝમ માટે કોમન છે અને આ સંશોધન માટે તેમને ૧૯૬૮માં ફિઝિયોલોજીનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
૧૯૭૦માં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માં બાયોલોજી અને કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
૮૯ વર્ષની વયે ૯ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમેરિકામાં તેમનું નિધન થયું હતું.

Monday, February 4, 2013

NO EXCUSE............



When you go through hardships and
decide not to surrender, that is strength,,,...
 
 

NO EXCUSE............



When you go through hardships and
decide not to surrender, that is strength,,,...
 
 

Sunday, February 3, 2013

અજબ સીઇઓની ગજબ કોર્પોરેટ કહાણી જેને સ્પર્શે એને કંચનમાં ફેરવવાની ક્ષમતા ધરાવનાર વિક્રમ પંડિત ખુદ કથીર બની ગયા


ક્રોસ રોડ - રાજ ગોસ્વામી (વરિષ્ઠ પત્રકાર)
વિશ્વની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંક સિટી ગ્રુપના સીઇઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) તરીકે ર૦૦૭માં વિક્રમ પંડિતની પસંદગી થઇ ત્યારે એમના પિતા એસ. બી. પંડિતે કહેલું, ‘વિક્રમની નિયતિમાં સફળતા છે. એનામાં ચટ્ટાની આત્મવિશ્વાસ છે. એ જેને સ્પર્શે છે એ સોનામાં તબદીલ થઇ જાય છે. મને શ્રદ્ધા છે કે વિશ્વની સૌથી મોટી બેંક ચલાવવાની ચેલેન્જમાં એનું તેજસ્વી દિમાગ એને મદદ કરશે.’

ગયા સપ્તાહે વિક્રમ પંડિતે સિટી ગ્રુપમાંથી રાજીનામું આપી દીધું. વિક્રમ પંડિત એવા ભારતીય મેનેજરોની કહાની પૈકીના છે, જેમણે અમેરિકાનો સુવર્ણકાળ જોયો છે. ભારતમાં ગરીબ-મધ્યમવર્ગમાં ઊછરીને અમેરિકામાં કોર્પોરેટ સીડીની ટોચ પર ગયેલા સીઇઓની માઠી દશા બેઠી છે. હજુ થોડા મહિના પહેલાં જ મલ્ટિનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેંન્કર ગોલ્ડમેન સાક્સના પૂર્વ સીઇઓ રજત ગુપ્તાને ઇન-સાઇડ ટ્રેડિંગ માટે જેલની સજા થઇ છે.

વિક્રમ પંડિતનું રાજીનામું એવા વખતે પડ્યું છે, જ્યારે બેંકના ત્રિમાસિક સત્રના નફામાં ૮૮ ટકા ઘટાડો થયો છે. વિક્રમ પંડિતને ર૦૧૦ સુધી ૧૦ લાખ ડોલરનો પગાર મળતો હતો, જે ર૦૧૧માં કંપનીનો નફો વધતાં ૧૭ લાખ ડોલર કરી દેવામાં આવ્યો હતો. એ પછી શેરહોલ્ડરોએ વોટિંગ કરીને પગારવધારાનો વિરોધ પણ કર્યો હતો. આ જ વિક્રમ પંડિતે નાણાકીય સંકટને ધ્યાનમાં લઇને ૨૦૦૯માં એક ડોલર પગાર લેવાનો નિર્ણય લીધો હતો.

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ પ્રમાણે વિક્રમને કંપની બોર્ડ સાથે મતભેદ હતા. બેંકના અમુક ડિરેક્ટરોનું માનવું હતું કે કંપનીનું સંચાલન બરાબર થતું ન હતું અને બોર્ડને પણ અમુક બાબતોથી અજાણ રાખવામાં આવતું હતું. પંડિતનું રાજીનામું વિશ્વ અર્થવ્યવસ્થામાં ચર્ચાનો વિષય છે, કારણ કે ૨૦૦૮ની મંદી વખતે અમેરિકાની ત્રીજા નંબરની સૌથી મોટી બેંકને સંકટમાંથી બહાર કાઢવાનું શ્રેય વિક્રમ પંડિતને જાય છે.

વિક્રમ પંડિતનો પરિવાર એચીવર્સ (સિદ્ધ) લોકોનો છે. એમના પિતા શંકર પંડિત વડોદરાની સારાભાઇ કેમિકલ્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. નાનો ભાઇ વેંકટેશ પંડિત મહારાષ્ટ્ર સરકારમાં ચીફ એન્જિનિયર હતો. બીજો ભાઇ મુંબઇની આંબેડકર હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ છે અને ત્રીજો ભાઇ મનોહર પંડિત વોકહાર્ટ ફાર્મામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદે રહી ચૂક્યો છે.

પિતા સારાભાઇ કેમિકલ્સમાં હતા ત્યારે વિક્રમ વડોદરાની બગીખાના હાઇ સ્કૂલમાં ભણતો હતો. વિક્રમને ભણાવનારા એકપણ શિક્ષક વડોદરામાં હયાત નથી. પણ બગીખાના સ્કૂલનો રેકોર્ડ કહે છે કે વિક્રમ પંડિત દર વખતે પ્રથમ નંબર લાવતો હતો. પિતા શંકર પંડિતના કહેવા પ્રમાણે વિક્રમ ભણવામાં છેક સુધી તેજસ્વી હતો.

૧૬ વર્ષની ઉંમરે વિક્રમે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું અને ત્યાંથી જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી બીએસ, એમએસ, અને પીએચડી પણ કરેલું. અર્થકારણના આટાપાટા વિક્રમને મોર્ગન સ્ટેન્લીમાં શીખવા મળેલા જ્યાં એના ર૦ વર્ષ ગયેલાં. એ પછી એણે પોતાનું હેઝ ફંડ શરૂ કરેલું, જે પાછળથી સિટી ગ્રુપે ખરીદી લીધેલું.

૨૦૦૮માં જ્યારે મંદી શરૂ થયેલી ત્યારે ‘આઉટલુક’ મેગેઝિને લખેલું કે, ‘ઇન્ડિયા શાઇનિંગનો ચહેરો ગણાતા ભારતીય કોર્પોરેટ લીડરો આ મંદીમાં ઝંખવાઇ ગયા છે. આ આર્થિક ઝંઝાવાતમાં પંડિત એક એવો ચહેરો છે, જેને સરખા ભાગે ફૂલ અને કાંટા મળવાના છે.’ ર૦૦૭માં સિટી સીઇઓ તરીકે વિક્રમની પસંદગી થઇ હતી ત્યારે જ એક મેગેઝિને લખેલું કે, ‘પંડિત એનેલિટિકલ ટેક્નોક્રેટ છે, લીડર નહીં.’

વિક્રમના રાજીનામા પછી ‘ધ ઇકોનોમિક ટાઇમ્સે’ લખેલું કે, સિટી ગ્રૂપના ડિરેક્ટરોને આર્થિક ઓપરેશનમાં ગોટાળા થયાની આશંકા છે અને એટલે જ પંડિતનું રાજીનામું લઇ લેવાયું છે. પંડિતનું રાજીનામું ઇન્ડિયા શાઇનિંગના અંતનો આરંભ છે? ઇમા પાર્ટનર્સ ઇન્ટરનેશનલના મેનેજિંગ પાર્ટનર કે. સુદર્શન કહે છે, ‘વૈશ્વિક ભારતીય સીઇઓ પર આની કોઇ અસર નહીં થાય. ઓન ધ કોન્ટરરી, ભારતીય મૂળના સીઇઓએ વિશ્વસ્તરે જબરદસ્ત કામ કર્યું છે અને કરી પણ રહ્યાં છે.’

ડ્યુશ બેંકમાં અંશુ જૈન છે, સિક્કોમાં પદ્મશ્રી વોરિયર છે, રેકિટ બેન્કીસરમાં રાજેશ કપૂર છે, માસ્ટર કાર્ડમાં અજય બંગા છે, પેપ્સીકોમાં ઇન્દ્રા નૂઇ છે અને યુનિલિવરમાં હરીશ મણવાણી છે. ર૦૦૮માં સિટી ગ્રુપને મંદીના મારથી બચાવવા વિક્રમ પંડિતે ર૩,૦૦૦ અને બીજા વર્ષે પર,૦૦૦ કર્મચારીઓને છૂટા કરેલા. એ વખતે ઘણા પરિવારોએ એના નામના છાજિયા લીધેલા. આજે ખુદ વિક્રમ પંડિતની નોકરી ગઇ ત્યારે એમના માટે કોઇ રડવાવાળું નથી. કોર્પોરેટ નામના ગ્રહ પર જિંદગી અજીબ હોય છે.