Friday, October 26, 2012

મેનેજમેન્ટ ગુરુ, પબ્લિક ફ્રેન્ડ ને વિકાસ પુરુષ... : સર ભગવતસિંહજી

Oct 23, 2012

વિગતવાર - વિનોદ રાવલ
૨૪ ઓક્ટોબર, ૧૮૬૫ના દિવસે ધોરાજીમાં જન્મેલા ભગવતસિંહજીની આજે ૧૨૭મી જન્મજયંતી છે. સર ભગવતસિંહજીના શાસનમાં ગોંડલ સ્ટેટની આગવી શાખ હતી. આ ઉપરાંત ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે તેમણે ભગવદ્ગોમંડળની રચના કરી હતી. જે આજે પણ ગુજરાતી ભાષાનો સૌથી સમૃદ્ધ અને સ્વીકૃત એન્સાઇક્લોપીડિયા છે.
રાજાશાહી યુગ... આ શબ્દ આવતાં જ લોકોના મનમાં ગુલામી, આક્રોશ અને શોષણના ભાવો પ્રજ્વલિત થવા લાગે, પણ એ યુગમાંય આજની લોકશાહીને ભુલાવી દે એવા પણ રાજવીઓ થઈ ગયા છે, જેમાં આપણે ગોંડલના રાજવી સર ભગવતનો અગ્રસ્થાને સમાવેશ કરી શકીએ. આ રાજવી તઘલખી હુકમો છોડનાર તરંગી રાજા નહીં પણ એને ધ બેસ્ટ સી.ઈ.ઓ, ગ્રેટ રૂલર, મેનેજમેન્ટ ગુરુ, પબ્લિક ફ્રેન્ડ અને વિકાસ પુરુષ તરીકે વર્ણવી શકાય. સને ૧૮૬૫થી ૧૯૪૪નો એમનો સમયકાળ હતો. કાળક્રમે રાજાશાહી પછી રાજાઓ ભુલાઈ ગયા પરંતુ સર ભગવત એમનાં સુકાર્યોથી આજે પણ પહેલાં જેવા જ પ્રસ્તુત રહ્યા છે. એમની દીર્ઘદૃષ્ટિ થકી એમણે ભારતમાં ગોંડલ સ્ટેટને સૌ પ્રથમ કરવેરાવિહીન રાજ્ય બનાવ્યું હતું.
"મારા રાજ્યમાં સવારે ભલે બધાં ભૂખ્યા ઊઠે, પરંતુ મારા રાજ્યનો કોઈ પણ નાગરિક સૂએ ત્યારે ભૂખ્યો સૂવો ન જોઈએ....", "હું રાજા નથી, પરંતુ આ રાજ્યની જનતાનો ટ્રસ્ટી છું." આ સૂત્રો ચૂંટણી જીતવા માટે કે લુખ્ખાં વચનો આપવા માટે બોલાયેલાં નથી. આ સૂત્રોનું વાસ્તવિક અમલીકરણ આઝાદીનાં વર્ષોમાં ૧૯૪૭ની સાલમાં ગુજરાતના ગોંડલ રાજ્યમાં થતું હતું! રાજાશાહી યુગમાં જનતાના નસીબે જોહુકમી અને દમન,તરંગી હુકમોનું પાલન ફરજિયાતપણે 'માઈન્ડ એપ્લાય' કર્યા વગર કરવાનું રહેતું ત્યારે ગોંડલ સ્ટેટની જનતા ખરા અર્થમાં લોકશાહી કરતાં પણ અનેક વિશેષાધિકારો સાથે,અનુશાસન સાથે જીવતી હતી. તેનું કારણ એકમાત્ર એ હતું ગોંડલ સ્ટેટના સુ-શાસક હતા સર ભગવતસિંહજી. ભારતીય બંધારણમાં આઝાદી પછી ‘FREEDOM OF SPEECH, FREEDOM OF EXPRESSION’ મુક્ત અભિવ્યક્તિ, વાણી સ્વાતંત્ર્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ આ સંકલ્પના ગોંડલ રાજ્યમાં ૧૯૪૭ ભારતની આઝાદી પહેલાં રાજાશાહીમાં પણ હતી. ગોંડલની મોટી બજારમાં આજે પણ અડીખમ ઊભેલી દરબારગઢ રાજ્ય કચેરીનાં પગથિયાં ચડીને ગોંડલ સ્ટેટનો કોઈ પણ નાગરિક પોતાની રજૂઆત સુ-શાસક સર ભગવતસિંહ સમક્ષ મુક્ત રીતે કરી શકતો. એ જમાનેય માહિતી અધિકાર જેવી રસમ હતી. અરે, મહિલાઓ પણ ગોંડલના બાપુ પાસે જઈ અન્યાય સામે રજૂઆત કરી શકતી. આ સુ-શાસકને મળવા નાગરિકોને રાજવીની 'ઝેડ પ્લસ' સુરક્ષા નડતી નહીં, કારણ સર ભગવતસિંહ લોકોની વચ્ચે રહેનાર મુક્ત રાજવી હતા. જિંદગીભર સાદગી અને લોકવ્યવસ્થાપના માટે તેણે જાત ઘસી નાખી હતી. આજે તેમની ૧૨૭મી જન્મજયંતી છે. ત્યારે સાચા કર્મનિષ્ઠ 'લોકનાયક' સર ભગવતસિંહજીના ક્યારેય ન વિસરાય એવા કાર્યને યાદ કરીએ.
૨૫મી ઓગસ્ટ, ૧૮૮૪માં માત્ર ૧૯ વર્ષની વયે આ રાજવી યુવાને ૧૦૨૪ માઈલના ઘેરાવાવાળા ગોંડલ સ્ટેટની ધુરા સંભાળી હતી. એ શાસક અંગૂઠા છાપ ન હતો. વિદેશમાં એન્જિનિયરીંગ, મેડિકલ શિક્ષણ મેળવેલ હતું. સર ભગવતસિંહજીએ ઓક્સફર્ડ યુનિ.ની ડી.સી.એલ.જી.સી.આઈ.ઈ., ગ્રેટ બ્રિટનની એમ.આર.આઈ, એમ.ડી., એલ.એલ.ડી, એફ.આઈ.સી.પી., ઓફ.આર.એસ.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. આ સાક્ષરતાનો સમગ્ર અનુભવ ગોંડલ રાજ્યએ કરેલો હતો. વિદેશમાં શિક્ષણ લીધું હોવાના કારણે તથા ગોંડલને ‘ABOVE ALL’ બનાવવા માટે વિદેશોમાં પ્રવાસો કરી તેનો નિચોડ ગોંડલ રાજ્યમાં નિચોવેલો હતો. તેઓ માનતા કે, 'જે રાજ્યની પ્રજા નિરક્ષર હોય તે રાજ્યનું તેજ ઝળહળે નહીં.' તેમના રાજ્યમાં આ કારણસર ફરજિયાત કેળવણી હતી. કન્યા કેળવણી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. એ જમાનામાં મેટ્રીક પાસ થનાર કન્યાને એક સો રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. ગોંડલ રાજ્યમાં ભણેલી, ગોંડલ રાજ્યની વ્યક્તિને ગોંડલ રાજ્યમાં જ તેમના શિક્ષણ અને તેમની પાત્રતા મુજબ નોકરી મળી જતી હતી. ગોંડલમાં નોકરી મળ્યા પછી એમને આવાસ માટે ગોંડલમાં જમીન આપવામાં આવતી હતી. જમીનનું મૂલ્ય પ્રતિમાસ પગારમાંથી વાળવામાં આવતું હતું! આમ, જેટલાં નાગરિક તેટલાં બધાંને શિક્ષણ, જેટલાં હાથ તે બધાંને કામ, આવી વ્યવસ્થા હતી. આના કારણે બેકારી-બેરોજગારીની સમસ્યા રહેતી ન હતી.
ભગવતસિંહજીના રાજ્યમાં રાજાશાહી કાળમાં ગામડે-ગામડે ૧૫૦ વર્ષ પહેલાં ટેલિફોન હતા. લોકો એક ગામથી બીજા ગામ સાથે 'કનેક્ટ' રહી શક્તા. સર ભગવતસિંહજી અચાનક કોઈ પણ ગામની મુલાકાત લેતા અને એ ઉપરાંત દરેક ગામે 'પસાયતા'રાખેલા. તેમની પાસેથી ટેલિફોન ઉપર ઓનલાઈન માહિતી મેળવી જનતાની સુખ-દુઃખની વાતો જાણતા હતા. જો કોઈ દુઃખદ બનાવ ન હોય- સબ સલામત હોય તો પસાયતા તરફથી 'ખેરિયત' એમ જણાવવામાં આવતું હતું. આમ, તેઓની દરેક ગામે'કનેક્ટિવિટી' રહેતી હતી!
ભગવતસિંહજીને બાંધકામ-સ્થાપત્ય માટે સવિશેષ અભિરુચિ હતી. ગોંડલ સ્ટેટની તમામ સડકો પાકી હતી, નદીઓ ઉપર પાકા પૂલો, દરેક ગામમાં પાકી નિશાળ, પાકા કૂવા-જળાશય, કલાત્મક દરવાજો વગેરેથી ગોંડલની ઓળખ છતી થતી હતી. કોઈ કોન્ટ્રાક્ટર નબળું બાંધકામ કરી 'મલાઈ' તારવવા જાય તો આવી જ બનતું. જ્યાં બાંધકામ થતું હોય ત્યાં અચાનક પોતે જાય અને બાંધકામ ચણતર જાતે ચકાસે. નબળું કામ તોડી પાડીને નવેસરથી બાંધવું પડે. કોન્ટ્રાક્ટરે કરેલા કામનું 'આયુષ્ય' ૭૦ વર્ષના બોન્ડ લખી આપવા પડતા. ગોંડલમાં આવેલી સંગ્રામજી હાઈસ્કૂલ, મોંઘીબા ગર્લ્સ સ્કૂલનાં બિલ્ડિંગો એકસોથી વધુ વર્ષ જોઈ ચૂક્યાં છે, વાવાઝોડાં, ભૂકંપ જોઈ ચૂક્યાં છે. છતાં અણનમ છે.
સર ભગવતસિંહજીએ વિદેશમાં લોખંડની ગ્રીલવાળા રસ્તા જોયેલા, આવી ગ્રીલ ગોંડલમાં બનાવડાવીને ગોંડલ શહેરમાં ફીટ કરાવેલી હતી. લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રેલવે સુવિધા આપી હતી. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવે ગોંડલ સ્ટેટ દ્વારા શરૂ થઈ હતી. ગોંડલમાં રેલવે વર્કશોપ હતું. રેલવેની બોગીઓનું નિર્માણ-રિપેરિંગ ગોંડલમાં જ થતું હતું. ગોંડલની જનતાએ ગોંડલ સ્ટેટને કરવેરાવિહીન રાજ્ય જોયેલું છે! તેઓએ ઓક્ટ્રોય-દાણામાફી સહિત ૩૨ જેટલા કરવેરા માફ કરીને વહીવટ ચલાવ્યો હતો.
આ રાજવી એકલા ગોંડલનું કલ્યાણ ઇચ્છે એવા સંકુચિત ન હતા, એમણે ગુજરાતની અને ગુજરાતી ભાષાની પણ ચિંતા સતત સેવી છે. એ યુગ ગૂગલ, ફેસબુક કે ટ્વિટરનો કે ઓનલાઈનનો ન હતો, છતાં એમણે ૨૬ વર્ષની અથાક જહેમત લઈ ગુજરાતી ભાષાનો વિરાટ, એન્સાઇક્લોપીડિયા 'ભગવદ્ગોમંડળ' શબ્દકોશ પ્રજાને આપ્યો છે. એની વિશેષતા એ છે કે હાલ કોઈ એક શબ્દ નેટ ઉપર ટાઈપ કરીએ તો તેના પરથી અઢળક માહિતી આવી પડે. દા.ત. ભગવદ્ગોમંડળમાં 'સોમનાથ' શબ્દ ઉપર જઈ વાંચો તો સોમનાથ ઉપરની અઢળક માહિતી મળે. વર્ષો પછીય આ શબ્દકોશની બે વાર રિ-પ્રિન્ટ થઈ ચૂકી છે, હવે તો ભગવદ્ગોમંડળ શબ્દકોશ નેટ ઉપર 'ઓનલાઈન' થઈ ચૂક્યો છે.
આ ભગવદ્ગોમંડળ શબ્દકોશની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વાત પણ રસપ્રદ અને જાણવા જેવી છે. ૧૮૮૬ની સાલમાં મહારાજા ઇંગ્લેન્ડ ફરવા ગયેલા, ત્યાં ફરતાં ફરતાં તેમણે'મારકેટ' શબ્દને બદલે 'બઝાર' શબ્દને વપરાયેલો જોયો. તેઓને મનમાં થયું. આ'બઝાર' તો આપણો શબ્દ, તે ઇંગ્લેન્ડમાં પણ વપરાય?!! આ શબ્દએ તેમને શબ્દકોશ રચવા પ્રેરણા આપી. આ વલોણું ઘણાં વરસો સુધી મનમાં ચાલ્યું અને અંતે શબ્દકોશ રચવાની મનમાં ગાંઠ વાળી. રાજ-કાજની સાથે સાથે નવા શબ્દો શોધવામાં તેઓ જાગ્રત રહેતા હતા. રાજ અરજીમાં કે બોલચાલમાં કોઈ નવો શબ્દ મળે તો તુરત જ કાગળ પર અને જો કાગળ હાજર ન હોય તો શબ્દ છટકી ન જાય તે માટે પોતાનાં પહેરેલાં કપડાં, અંગરખા પર લખી લેતાં. આવી રીતે પોતે ૨૦,૦૦૦ શબ્દો એકત્ર કર્યા હતા અને ૧૯૨૧ની સાલમાં 'મહાકોશ' રચવાની શરૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતી ભાષાને સમૃદ્ધ શબ્દકોશ મળ્યો છે. આવા કર્મનિષ્ઠ રાજવીને પ્રજા આટલા વર્ષેય યાદ કરે છે. 
પ્રજાએ એમની હયાતીમાં સ્ટેચ્ચૂ મુકાવ્યું
સર ભગવત ચાલીસ વર્ષના થયા ત્યાં સુધીમાં ગોંડલ રાજ્યવ્યવસ્થા ભારતભરમાં સુવર્ણાક્ષરે આલેખાઈ ગઈ હતી. એમનાં સુકાર્યોથી પ્રજા આફરીન થઈ ગઈ હતી. એમને સારું લગાડવા માટે નહીં પણ તે જનહૃદયમાં અંકિત થઈ ગયા હોવાથી જનતાએ પૂર્ણ કદનું સ્ટેચ્યૂ એમની ચાલીસ વર્ષની વયે મુકાવ્યું હતું. આ સ્ટેચ્યૂ સ્કોટલેન્ડમાં નિર્માણ પામ્યું હતું. ૧૯૦૫ની સાલમાં બરોડાના સાક્ષર રાજવી સયાજીરાવ ગાયકવાડના હસ્તે તેનું અનાવરણ થયું હતું.
અને એ રાજવીની સુવર્ણતુલા થઈ જેમાંથી જળાશયો બન્યાં
આ રાજવીની હયાતીમાં રજત જયંતી, સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવાયેલો. એ વેળા તેમની સુવર્ણતુલા થયેલી. તેઓને સોનાની ભારોભાર જોખવામાં આવેલા અને આ સોનું રાજ્યના નાગરિકોની જનસવલતો વધારવા માટે વાપરવામાં આવ્યું હતું. આજે લોકપ્રિય નેતાની ધનતુલા, સાકરતુલા, રક્તતુલા વગેરે કરવામાં આવે છે. આઝાદી પહેલાં ૨૫મી ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ પ્રજાવત્સલ રાજવીએ આદર્શ વહીવટ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી ૫૦ વર્ષ પૂરાં કરતા 'સુવર્ણ મહોત્સવ' ઊજવાયો હતો. હકડેઠઠ્ઠ ચિક્કાર જનમેદની વચ્ચે પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની 'સુવર્ણતુલા'કરવામાં આવી હતી. ત્યારે અધધધ... ૧૩૪ શેર, ૨૭ તોલા સોનું વપરાયું હતું. એ જમાનામાં અલબત્ત, ૭૦ વર્ષ પહેલાં આ સોનાની કિંમત રૂપિયા ૧,૮૫,૫૧૫/- થઈ હતી. આજના સમય પ્રમાણે આ રકમ લગભગ ૨૪ કરોડ રૂપિયા થાય. એ બધું સોનું જનાપર્ણ કર્યું હતું. તા. ૧૬-૧૦-૧૯૩૬ના રોજ કચેરી હુકમ નં. ૩૧૫થી રાજવીએ વ્યાજની રકમ ઉમેરી કુલ રૂ. ૧, ૯૫,૯૨૧ અને એક આનો; તેની પાઈએ પાઈ જનકલ્યાણ અર્થે વાપરવાનું નક્કી કરી આ રકમમાંથી ૧૮૩ નવા કૂવા બંધાવ્યા, ૨૫૭ જૂના કૂવાનું સમારકામ, પશુઓ માટેના ૫૩ જૂના પીવાના પાણીના અવેડાનું સમારકામ તથા ૫૫ નવા અવેડા બંધાવી આપ્યા, ૭૪ વોટર પંપ બેસાડયા, ૧૦ નવા ઘાટ બંધાવી આપ્યા અને બે નવાં તળાવ બાંધ્યાં હતાં.

જસપાલ લોકોને ‘જગાડવા’ માટે હસાવતા હતા


એકસ્ટ્રા કોમેન્ટ  - કૃષ્ણકાંત ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર હાસ્ય હતું હકીકતે જે વાત પર રડવું જોઈએ એના પર એ હસી અને હસાવીને એવો મેસેજ આપતાં હતા કે બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો આ સુધારવા માટે પ્રયત્ન કરો !
‘પાવર કટ’ના પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે પંજાબના જલંધર નજીક કાર ઝાડ સાથે અથડાઈ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીએ ઓચિંતી એક્ઝિટ લઈ લીધી. આ શુક્રવારે (આજે) જ તેની ફિલ્મ ’પાવર કટ’ રિલીઝ થવાની હતી. જસપાલ ભટ્ટી એવા ઝિંદાદિલ માણસ હતા કે જો મરતાં પહેલા એને થોડુંકેય ઓન સ્ક્રીન બોલવા મળ્યું હોત તો કદાચ એવું જ કહેત કે, યે તો ‘પાવર કટ’ રિલીઝ હોને સે પહેલે હી મેરી લાઈફકા પાવર કટ હો ગયા !
એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ કોઈની વિદાય થઈ જાય. યશ ચોપરાની ફિલ્મ ’જબ તક હૈ જાન’ દિવાળી પર રિલીઝ થાય એ પહેલાં તેઓ ચાલ્યા ગયા. તેની પાછળ જ જસપાલ ભટ્ટી ગયા. જસપાલ ભટ્ટીનું ચાલ્યું તો એ ઉપર જઈને ભગવાનને પણ હસાવશે કે આવું કરવાનું? યશ ચોપરાને તો ફિલ્મ રિલીઝના ૨૪ દિવસ પહેલા બોલાવ્યા અને મને તો મારી ફિલ્મ રિલીઝ થાય એના આગલા દિવસે જ ઉપાડી લીધો ! ભગવાન, તમારો કંઈ ફિલમ-બિલમ બનાવવાનો પ્લાન નથી ને ? રોમાન્સના કિંગ પછી કોમેડીના કિંગને બોલાવી લીધો!
જસપાલ ભટ્ટી જિંદગીની તમામ કરુણતાઓ ઉપર હળવા દિલે વ્યંગ કરતા હતા. એ એવું બોલતા કે તમને હસવું ચોક્કસ આવે પણ સાથોસાથ દિલમાં એકાદો છદ્ધકો પણ પડે ! ભ્રષ્ટાચાર અને મોંઘવારી તેના ફેવરિટ સબજેકટ હતા. કોમેડી દ્વારા તેઓ નેતાઓના કાન ખેંચતા અને આંખ ખોલવાનો પ્રયત્ન કરતા જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા પણ એક એવા તાક્તવર સોશિયલ એક્ટિવિસ્ટ હતા જે લોકોને ’જગાડવા’ માટે હસાવતા હતા.
અત્યારે મોટા ભાગની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ચેનલ્સ પર કોઈને કોઈ પ્રકારના કોમેડી શો આવતા રહે છે, એનું સ્તર એકદમ ઘટિયા અને થર્ડકલાસ છે. વલ્ગારિટી અને દ્વિઅર્થી ભાષાથી લોકોને હસાવવાનો વાહિયાત પ્રયાસ થાય છે, તેની સામે જસપાલ ભટ્ટીએ આજથી ત્રીસ વર્ષ પહેલા દૂરદર્શન પર ’ફલોપ શો’ અન ‘ઊલટા પુલટા’ નામની કોમેડી સિરિયલ આપી હતી. લોકોના દિલોની વેદના એ બખૂબી ટચૂકડા પડદે હાસ્ય વેરીને બતાવતા હતા. લોકોને જગાડવાનો અને નેતાઓને સુધારવાનો તેનો પોતાનો રસ્તો હતો. આજના કોમેડી શોના બનાવનારાઓએ એક વખત જસપાલના શો જોઈ લેવાની જરૂર છે, હાસ્ય કેવું નિર્મળ અને નિર્ભેળ હોવું જોવું જોઈએ એ તેમને સમજાઈ જશે. જસપાલની એક કલબનું નામ નોનસેન્સ કલબ હતું, એ વાત જુદી છે કે તેની દરેક નોનસેન્સમાં એક અનોખી સમજ અને સેન્સ ઓફ હ્યુમર ઠાંસી ઠાંસીને ભરી હતી.
જસપાસ ભટ્ટી કાર્ટૂનિસ્ટ હતા. ‘ટ્રિબ્યુન’ અખબાર માટે કાર્ટૂન દોરતા. પત્ની સવિતા ભટ્ટી તેની જોડીદાર નંબર વન રહી છે. જસપાલ અને સવિતાને સ્ક્રીન પર લડતાં જોઈને જ બધાને મોજ પડી જતી. પંજાબીમાં બનેલી તેની દરેક ફિલ્મમાં કોઈને કોઈ સામાજિક મુદ્દાને લઈને તેઓ બરાબરની ફીરકી લેતા. તેની દરેક વાતમાં એક તર્ક હતો અને દરેક વ્યંગમાં એક મર્મ હતો. તેની વેબસાઈટ જસપાલ ભટ્ટી ડોટ કોમ પર એ બ્લોગ લખતા, આ બ્લોગને તેણે નામ આપ્યું હતું, સિરિયસલી ફની બ્લોગ, તેની એક્ટિંગ સ્કૂલનું નામ છે મેડ આર્ટ ફિલ્મ સ્કૂલ. તેના જીવનનો મંત્ર હતો કે સિરિયસમાં સિરિયસ કામ જો હળવાશથી કરાય તો જ સફળ થાય ! ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલા આ વ્યક્તિ પાસે એવું એન્જિનિયરિંગ હતું જે લોકોના ચહેરા પર પ્રકાશ ફેલાવી દેતું હતું અને રાજકારણીઓને કરંટ આપતું હતું !
( ‘સંદેશ’, તા.26 ઓકટોબર,2012. શુક્રવાર. ‘એકસ્ટ્રા કોમેન્ટ’ કોલમ )

Wednesday, October 24, 2012

APJ Abdul Kalam (Scientist)






 
Born on 15th October 1931 at Rameswaram, in Tamil Nadu, Dr. Avul Pakir Jainulabdeen Abdul Kalam, specialized in Aero Engineering from Madras Institute of Technology.
As a child, Avul Pakir Jainulabdeen Abdul Kalam remembers being fascinated by the flight of seagulls. He grew up on the island of Rameshwaram in south India, where his father was a boat builder. Kalam's interest in flight led to a degree in aeronautical engineering, and eventually to his supervising the development of India's guided missiles. Along the way, he found time to write Tamil poetry and learned to play the veena, an instrument similar to the sitar. Today Kalam, 67, who is India's best known scientist, heads the mammoth Department of Defense Research and Development. He played a key role in the nuclear tests at Pokharan in the Rajasthan desert on May 11 and 13. "I remember the earth shaking under our feet," he recalls of that fateful experience.
Perhaps all frontiersmen are like that. Avul Pakir Jainulabdeen Abdul Kalam has spent all his life near the three water frontiers of India. The newspaper boy of Rameswaram coast on the Indian Ocean spent 20 years dreaming of space frontiers at Thumba space centre on the Arabian Sea. 
The dreams of the next 20 years were mostly conjured up on the shores of the Bay of Bengal at Chandipur where he test-launched missiles and checked on vehicles that re-enter the atmosphere from space.
The dreamer of these oceanic frontiers is also one of India's frontiersmen in technology. A technology that not only fired Agnis, ignited Prithvis but also can green the barren lands, provide foods to the starving, and profit in world commerce. A First World dream for a third world nation.
It is a dream he shares with Yagnaswami Sundara Rajan, another technologist who had his stints in the Indian Space Research Organisation, the department of space contributing significantly to the communication satellite programme, the remote sensing programme and satellite metorology and mapping systems.
From the sea frontiers and space frontiers, the duo are now dreaming up frontiers of technology-driven prosperity for one billion people. In this they are inspired as much by the grain-rich fields of the green revolution as by the successes of remote-sensing satellites and re-entry vehicles. They see infinite energy that can be released not only from thermonuclear explosions but also from the human resource latent in the ordinary people of India.
Dr Kalam and Rajan believe that as a nation India should aim to reach at least the fourth position by 2020. And nobody is going to help us reach there, except ourselves. As the globe is shrinking into a village, there is also simultaneous denial of technologies.
But the same sense of purpose that made Pokharans and Prithvis possible can propel whole populations into prosperity. In the book India 2020, A Vision for the New Millennium, published by Viking-Penguin India, they identify exactly the bricks of technology that could build the dream. (Incidentally, Dr Kalam even otherwise seems to have the perfect 20-20 vision. 

Things you didn't know about APJ Abdul Kalam
That Dr. Abdul Kalam is a bachelor and a teetotaler?
That he recites the Holy Quran and the Bhagvad Gita daily and is equally at home with both Holy Scriptures?

That Dr. Abdul Kalam has gone abroad for studies only once in 1963-64 to the National Aeronautics and Space Administration (NASA) in the United States?

That as a young boy, he sold newspapers to enhance his family's income?

That he is so modest about his achievements that at every felicitation ceremony he gives full credit for India's success to his colleagues?

Sunday, October 21, 2012

Why we are not billionaires..

  I found out a reason for the query...
  
see the list below... Click here to join nidokidos
 
Click here to join nidokidos
 
Click here to join nidokidos
 
Click here to join nidokidos
 
  
Now u know why...?
  
Bcoz we are college pass out... 
so we will work for them... not for us... !!!

  

Take a deviation & Go ahead big door are still for us... 
 Billionaires Warren Buffett, Bill Gates and Ted Turner discuss "The Giving Pledge"


The largest PERSONAL transfer of wealth in our generation began taking place between the 2 wealthiest men in America.

billionare
http://www.nido

કિંગ ઓફ રોમાન્સ યશ ચોપરાની અલવિદા


મુંબઈ, તા. ૨૧
બોલિવૂડને પ્રેમની પરિભાષા શીખવનાર ફિલ્મનિર્દેશક યશ ચોપરાનું રવિવારે સાંજે નિધન થયું હતું. બોલિવૂડના આ લોકપ્રિય ડિરેક્ટરે રોમાન્સ કેમ કરવો અને રોમાન્સ કેવો હોવો જોઈએ તેનાં બીજ ભારતીય ફિલ્મ ચાહકોનાં દિલમાં રોપ્યાં હતાં. દર્શકોને પ્રેમઘેલા બનાવનાર આ ફિલ્મડિરેક્ટરની અણધારી એક્ઝિટે દેશના લાખો ફિલ્મદર્શકોને આંખોમાં આંસુ વહાવતા છોડીને અલવિદા કહી છે. ૮૦ વર્ષના યશ ચોપરાને ડેન્ગ્યુની બીમારીમાં પટકાતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રવિવારે સાંજે તેમણે નશ્વર દેહ છોડીને સૌને વિલાપ કરતા છોડી દીધા હતા.
યશજીએ બોલિવૂડને અનેક યાદગાર અને રોમેન્ટિક ફિલ્મોની ભેટ આપી હતી, જેમાં દાગ, કભી કભી, સિલસિલા, ચાંદની, લમ્હે, દીવાર, ત્રિશુલ, ધુલ કા ફૂલ, ધરમપુત્ર વગેરેનો સમાવેશ થાય છે. યશજીએ તાજેતરમાં શાહરુખ ખાન, અનુષ્કા શર્મા, કેટરિના કૈફને લઈને ફિલ્મ 'જબ તક હૈ જાન' નું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મ દિવાળી સમયે રિલીઝ થવાની છે. યશજીએ તેમનાં અવસાન પહેલાં જ એવા સંકેતો આપ્યા હતા કે'જબ તક હૈ જાન' તેમનાં નિર્દેશનવાળી છેલ્લી ફિલ્મ છે.
યશજીએ ૧૯૭૩માં તેમની પોતાની પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મની સ્થાપના કરી હતી. શાહરુખ ખાન સાથેના એક ઇન્ટરવ્યૂમાં ચોપરાએ કહ્યું હતું કે તેમણે એકટ્રેસ મીનાકુમારી પર એક કાવ્ય લખ્યું હતું. મીનાકુમારીએ તેમને એક્ટર બનવા પ્રોત્સાહિત કર્યા હતા, જો કે ડિરેક્ટર બનવા માટે તેમને વૈજ્યંતીમાલાએ પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રેમકથાઓથી ભરપૂર તેમની ફિલ્મોનાં આ સર્જક કવિતાઓના રસિયા હતા. તેમણે એક સમયે કવિતાઓ લખવાનો કસબ પણ અજમાવ્યો હતો.
કોઈએ તેમને પૂછયું કે આપની તમામ ફિલ્મોની હીરોઈનોને આટલી બધી સુંદર અને મનમોહક કેવી રીતે બનાવો છો ? ત્યારે યશજીએ જવાબ આપ્યો હતો કે, ભગવાને મહિલાઓને સુંદરતા બક્ષી છે. હું તમામ મહિલાઓનો આદર કરૃં છું. હું તેમનામાં ક્યારેય કોઈ કુરૃપતા જોતો નથી. ભગવાને જે સુંદરતાનું સર્જન કર્યું છે તેને વધુ સુંદર બનાવવાનો હું નમ્ર પ્રયાસ કરૃં છું.
ભારતીય ફિલ્મજગતમાં તેમણે અનેક લવસ્ટોરીથી તરબતર રોમેન્ટિક ફિલ્મોનો સિલસિલા સર્જ્યો હતો, જેમાં બોક્સઓફિસમાં સુપરહિટ સાબિત થયેલી ફિલ્મો દાગ, કભીકભી, સિલસિલા, ચાંદની, લમ્હેનો સમાવેશ થાય છે, આ ઉપરાંત એક્શનપેક ફિલ્મો દીવાર અને ત્રિશુલ અને સોશિયલ ડ્રામાવાળી ફિલ્મ ધરમપુત્ર અગ્રસ્થાને છે.

રોમાન્સનું બીજું નામ યશરાજ




મુંબઈ, 21 ઓકટોબર
એન્જિનિયરિંગના અભ્યાસ માટે વાયા મુંબઈથી લંડન જવાનું હતું,મુંબઈમાં સિનેમા પ્રત્યેના લગાવે તેમને ટેક્નિકલ એન્જિનિયર તો ન બનવા દીધા, પરંતુ સિનેમામાં સંબંધોના એન્જિનિયર બની ગયા અને ત્યાર પછી પ્રેમ, લાગણીઓથી ભરેલી વાર્તાઓ ગૂંથી નાખી,જે એક પછી એક ફિલ્મો તરીકે લોકો સમક્ષ આવતી ગઈ અને લોકોને જીવન જીવવાની નવી નવી પરિભાષાઓ આપતી ગઈ.
યશ ચોપરાએ તેમના ૮૦મા જન્મદિવસ પર શાહરુખખાનને ઈન્ટ આપ્યો. હવે એ વાર્તા તેમનો અંતિમ ઈન્ટરવ્યૂ બની ગઈ છે. કેટલાક અંશો ...
'હું 'જબ તક હૈ જાન' બનાવવા માગતો નહોતો. 'વીર ઝારા' બાદ હું કંઈક અલગ લોકોને સ્પર્શી જાય તેવી ફિલ્મ બનાવવા માગતો હતો. મારા પુત્ર આદિત્યે મને કહ્યું હતું કે હું ફિલ્મ ડિરેક્ટ કરવા માગું છું, જેને હું તમને ભેટ સ્વરૃપે આપીશ. મેં તેને દરેક પ્રકારની મદદ કરવાનું કહ્યું હતું. મેં મારા જીવનમાં ક્યારેય ગણતરીઓ કરી નથી. હું હંમેશાં પ્રવાહમાં જ રહ્યો છું. હું હંમેશાં મારા હૃદયનું સાંભળું છું અને હવે મારું માનવું છે કે મારે નિવૃત્ત થવું જોઈએ. મને મારા ચાહકો, કલાકારો અને લોકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. હું ડિરેક્ટર્સ, ટેકનિશિયન્સ તથા અભિનેતા બનવા માગતા યુવાનોને મદદ કરવા માગું છું. મને મારી પત્નીની ઘણી ફરિયાદો પણ સાંભળવી પડે છે અને હવે હું નિવૃત્ત થયા બાદ મારી પત્ની સાથે જીવન વિતાવવા માગું છું.'
જવાનું હતું લંડન, પહોંચી ગયા મુંબઈ
૧૯૩૨માં ૨૭મી સપ્ટેમ્બરે પાકિસ્તાનનાં લાહોરમાં યશરાજ ચોપરાનો જન્મ થયો હતો. વધુ અભ્યાસ માટે તેઓ લંડન જવાના હતા, પરંતુ મુંબઈ આવ્યા બાદ યશ ચોપરાએ જ્યારે ફિલ્મનિર્માણની સિસ્ટમ જોઈ તો તેમને મનમાં ફિલ્મો સાથે જોડાવાની તમન્ના જાગી અને એક દિવસ ભાઈ બી. આર. ચોપરા સામે પોતાનાં દિલની વાત કહી દીધી. બી. આર. ચોપરાએ તેમને પહેલાં તો સમજાવ્યા, પરંતુ યશ ન માનતાં તેમને ફિલ્મ સાથે જોડાવા સંમતિ આપી દીધી. બહુ ઓછાં લોકો જાણે છે કે, તેઓ એન્જિનિયર બનવા મુંબઈ આવ્યા હતા અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન જવાના હતા, પરંતુ તેમણે તો સંબંધોના એન્જિનિયર બનવાનું હતું અને તેમજ થયું, તેઓ સિનેમા સંસારના ડિરેક્ટર બની ગયા. ફિલ્મનિર્માણની તાલીમ માટે બી. આર. ચોપરાએ યશને અલગ અલગ ડિરેક્ટર પાસે મોકલવાનું શરૃ કર્યું. પણ તે માત્ર ભાઈ સાહેબ એટલે કે બી. આર. ચોપરા સાથે જ કામ કરવા માગતા હતા, પરંતુ તેમના માટે મુશ્કેલ હતું કે આ વાત તેમની પાસે કોણ પહોંચાડે. એક વાર આ વાત બી. આર. ચોપરા સાથે પહોંચી ગઈ તો તેમણે તેનો તરત સ્વીકાર કરી લીધો ત્યાર પછી તેઓ 'એક હી રાસ્તા', 'સાધના' અને 'નયા દૌર' એમ ત્રણ ફિલ્મોમાં બી. આર. ચોપરાના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા હતા.
આ રીતે ધૂલમાંથી ખીલ્યું ફૂલ
કામ પ્રત્યે યશરાજનું સમર્પણ અને નિષ્ઠા જોયા બાદ બી. આર. ચોપરાએ ત્યારે ખૂબ મોટો નિર્ણય લીધો, તેમણે એક ફિલ્મ 'ધૂલ કા ફૂલ' બનાવવાનો નિર્ણય લીધો. તેનાં નિર્દેશનની જવાબદારી તેમના મુખ્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓમી બેદી અને યશરાજને સોંપી હતી. એ વખતે ઓમીને સ્વતંત્ર રીતે ફિલ્મનું નિર્દેશન કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો પણ ત્યાર પછી નક્કી થયું હતું કે, ફિલ્મમાં યશરાજ જ આ ફિલ્મનું નિર્દેશન કરશે. તે એક એવા અનૌરસ પુત્રની વાર્તા હતી જેની સફળતાએ તેમને લોકપ્રિયતા અપાવી દીધી.
'ધૂલ કા ફૂલ' બાદ બી. આર. ફિલ્મ્સની આગામી ફિલ્મ હતી 'ધરમ પુત્ર'. હિન્દુ-મુસ્લિમ એકતા પર આધારિત આ ફિલ્મનું સ્વતંત્ર નિર્દેશન યશરાજને સોંપવામાં આવ્યું હતું, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો, પરંતુ તે લોકપ્રિય રહી નહોતી. 'વક્ત'નું નિર્દેશન કર્યું. ફિલ્મની સફળતા બાદ યશરાજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા હતા અને ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહોતું.
'દાગ'થી શરૃ થયું 'યશરાજ ફિલ્મ્સ' પ્રોડ્ક્શન
યશરાજ ૧૯૭૩માં 'દાગ' ફિલ્મથી નિર્માણક્ષેત્રે પ્રવેશ્યા હતા અને સૌપ્રથમ વાર પોતાનાં બેનર 'યશરાજ ફિલ્મ્સ' હેઠળ તે બનાવી હતી. તેમની અંતિમ ફિલ્મ 'જબ તક હૈ જાન' તેનું નવું સ્વરૃપ છે. ગત સપ્ટેમ્બરમાં જ પોતાનો ૮૦મો જન્મદિન ઊજવનારા યશ ચોપરા 'જબ તક હૈ જાન' ફિલ્મથી જીવનના છેલ્લા દિવસોમાં પણ સક્રિય રહ્યા હતા. 'વીર ઝારા' બાદ તેમના દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મ પણ સંબંધોમાં ડૂબેલા પ્રેમની પટકથા પર આધારિત છે. દિવાળીમાં તે રિલીઝ થવાની છે.
  • ૨૨ફિલ્મોમાં નિર્દેશન
  • ૧૧ફિલ્મફેર એવોર્ડ
  • ૨નેશનલ એવોર્ડ
એવોર્ડનો યશ
યશરાજ ચોપરાએ તેમની ૫૬થી વધુ વર્ષની કારકિર્દીમાં અનેક એવોર્ડ્સ મેળવ્યા હતા. તેમણે વક્ત, દાગ, કભી-કભી અને સિલસિલા જેવી અનેક શ્રેષ્ઠ અને યાદગાર ફિલ્મો આપી હોવા છતાં તેમને છેક ૧૯૯૮માં દિલ તો પાગલ હૈ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. આ ફિલ્મને સંપૂર્ણ એન્ટરટેઇનમેન્ટની કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, ત્યાર બાદ ૨૦૦૫માં તેમની ફિલ્મ વીર-ઝારાને પણ આ જ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો હતો.
તેમને વક્ત(૧૯૬૫), ઇત્તેફાક(૧૯૬૯), દાગ(૧૯૭૩), દીવાર(૧૯૭૫)માં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવોર્ડ એનાયત થયો હતો જ્યારે તેમની ફિલ્મો લમ્હે(૧૯૯૧), દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫), દિલ તો પાગલ હૈ(૧૯૯૭), વીર-ઝારા(૨૦૦૪)ને બેસ્ટ મૂવીનો એવોર્ડ અપાયો હતો. તેમને સતત ત્રણ વર્ષ ૨૦૦૬, ૨૦૦૭ અને ૨૦૦૮માં ફિલ્મફેર પાવર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
ફિલ્મ ક્ષેત્રના એવોર્ડ્સ ઉપરાંત યશરાજ સમગ્ર વિશ્વમાં વિવિધ એવોર્ડ્સથી સન્માનિત થયા છે. ભારતીય સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને વર્ષ ૨૦૦૫માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા જ્યારે ૨૦૦૧માં ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સન્માનિત એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત તેમની ફિલ્મો મારફત સ્વિત્ઝર્લેન્ડને લોકપ્રિય બનાવવા બદલ સ્વિત્ઝર્લેન્ડ સરકાર વતી ઉર્સુલા એન્ડ્રેસ દ્વારા તેમને વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
જાવેદ અખતરને પહેલો બ્રેક આપ્યો
જો યશ ચોપરાએ જાવેદ અખતરને પહેલો બ્રેક આપ્યો ન હોત તો તેઓ કદાચ ફિલ્મની પટકથાઓ જ લખતા હોત. યશરાજે'સિલસિલા' ભલે વ્યાવસાયિક દૃષ્ટિએ બોક્સઓફિસ પર સુપરહિટ ન રહી શકી પરંતુ તેનાં ગીતો ખૂબ લોકપ્રિય રહ્યાં હતાં. આ ફિલ્મમાં શાયર જાવેદ અખતરને જીવનમાં પહેલી વાર ગીત લખવાની તક મળી હતી. વિવિધ ભારતી પર આવતો લોકપ્રિય કાર્યક્રમ 'આજ કે ફનકાર'માં જાવેદ અખતરે ત્યાર પછી બે વર્ષ સુધી કામ કર્યું હતું. આ વખતે જ તેમણે કહ્યું હતું કે, 'યશજી મને 'સિલસિલા'માં બ્રેક ન આપતા તો હું બોલિવૂડમાં સ્ટોરી રાઇટર તરીકે જ ઓળખાયો હોત. સિલસિલા બાદ મેં પટકથાને બદલે ગીતો લખવાનું શરૃ કર્યું હતું.
અમિતાભ, શાહરુખને સ્ટાર બનાવ્યા
૧૯૭૫માં રિલીઝ થયેલી 'દીવાર' ફિલ્મ યશરાજ અને અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ હતી, જે બોક્સઓફિસ પર સૌથી સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ અમિતાભની કારકિર્દીને એક નવો વળાંક મળ્યો હતો. શાહરુખખાનની કારકિર્દીને પણ તેમણે 'ડર' ફિલ્મ દ્વારા નવી ઊંચાઈએ પહોંચાડી હતી ત્યાર પછી તેમની રોમાન્સ સ્ટોરીઝને વાચા આપી શાહરુખે પણ બોલિવૂડમાં કિંગ ખાનનું બિરુદ મેળવી લીધું.
અંતિમ ફિલ્મ શાહરુખ સાથે કરવી હતી
શાહરુખ અને યશરાજની જોડીએ બોક્સઓફિસ પર ઘણી ધૂમ મચાવી હતી. યશરાજ શાહરુખને તેમના પુત્ર જ માનતા હતા. શાહરુખ સાથેના ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવો અને ભાવનાઓ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે, તે તેમની છેલ્લી ફિલ્મ શાહરુખ સાથે કરવા માગતા હતા.
દિગ્દર્શક તરીકે યશ ચોપરા
ધૂલ કા ફૂલ          (૧૯૫૯)
ધર્મપુત્ર  (૧૯૬૧)
વક્ત      (૧૯૬૫)
આદમી ઓર ઇન્સાન
            (૧૯૬૯)
ઇત્તેફાક  (૧૯૬૯)
દાગ       (૧૯૭૩)
જોશિલે (૧૯૭૩)
દીવાર     (૧૯૭૫)
કભી કભી  (૧૯૭૬)
ત્રિશુલ    (૧૯૭૮)
કાલા પથ્થર          (૧૯૭૯)
સિલસિલા           (૧૯૮૧)
મશાલ    (૧૯૮૪)
ફાસલે    (૧૯૮૫)
વિજય    (૧૯૮૮)
ચાંદની    (૧૯૮૯)
લમ્હે      (૧૯૯૧)
પરંપરા    (૧૯૯૨)
ડર         (૧૯૯૩)
દિલ તો પાગલ હૈ
            (૧૯૯૭)
વીર-ઝારા            (૨૦૦૪)
જબ તક હૈ જાન
            (૨૦૧૨).

રોમાન્સનું બીજું નામ યશરાજ


મુંબઈ, 21 ઓકટોબર
એન્જિનિયરિંગના અભ્યાસ માટે વાયા મુંબઈથી લંડન જવાનું હતું,મુંબઈમાં સિનેમા પ્રત્યેના લગાવે તેમને ટેક્નિકલ એન્જિનિયર તો ન બનવા દીધા, પરંતુ સિનેમામાં સંબંધોના એન્જિનિયર બની ગયા અને ત્યાર પછી પ્રેમ, લાગણીઓથી ભરેલી વાર્તાઓ ગૂંથી નાખી,જે એક પછી એક ફિલ્મો તરીકે લોકો સમક્ષ આવતી ગઈ અને લોકોને જીવન જીવવાની નવી નવી પરિભાષાઓ આપતી ગઈ.
યશ ચોપરાએ તેમના ૮૦મા જન્મદિવસ પર શાહરુખખાનને ઈન્ટ આપ્યો. હવે એ વાર્તા તેમનો અંતિમ ઈન્ટરવ્યૂ બની ગઈ છે. કેટલાક અંશો ...
'હું 'જબ તક હૈ જાન' બનાવવા માગતો નહોતો. 'વીર ઝારા' બાદ હું કંઈક અલગ લોકોને સ્પર્શી જાય તેવી ફિલ્મ બનાવવા માગતો હતો. મારા પુત્ર આદિત્યે મને કહ્યું હતું કે હું ફિલ્મ ડિરેક્ટ કરવા માગું છું, જેને હું તમને ભેટ સ્વરૃપે આપીશ. મેં તેને દરેક પ્રકારની મદદ કરવાનું કહ્યું હતું. મેં મારા જીવનમાં ક્યારેય ગણતરીઓ કરી નથી. હું હંમેશાં પ્રવાહમાં જ રહ્યો છું. હું હંમેશાં મારા હૃદયનું સાંભળું છું અને હવે મારું માનવું છે કે મારે નિવૃત્ત થવું જોઈએ. મને મારા ચાહકો, કલાકારો અને લોકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. હું ડિરેક્ટર્સ, ટેકનિશિયન્સ તથા અભિનેતા બનવા માગતા યુવાનોને મદદ કરવા માગું છું. મને મારી પત્નીની ઘણી ફરિયાદો પણ સાંભળવી પડે છે અને હવે હું નિવૃત્ત થયા બાદ મારી પત્ની સાથે જીવન વિતાવવા માગું છું.'
જવાનું હતું લંડન, પહોંચી ગયા મુંબઈ
૧૯૩૨માં ૨૭મી સપ્ટેમ્બરે પાકિસ્તાનનાં લાહોરમાં યશરાજ ચોપરાનો જન્મ થયો હતો. વધુ અભ્યાસ માટે તેઓ લંડન જવાના હતા, પરંતુ મુંબઈ આવ્યા બાદ યશ ચોપરાએ જ્યારે ફિલ્મનિર્માણની સિસ્ટમ જોઈ તો તેમને મનમાં ફિલ્મો સાથે જોડાવાની તમન્ના જાગી અને એક દિવસ ભાઈ બી. આર. ચોપરા સામે પોતાનાં દિલની વાત કહી દીધી. બી. આર. ચોપરાએ તેમને પહેલાં તો સમજાવ્યા, પરંતુ યશ ન માનતાં તેમને ફિલ્મ સાથે જોડાવા સંમતિ આપી દીધી. બહુ ઓછાં લોકો જાણે છે કે, તેઓ એન્જિનિયર બનવા મુંબઈ આવ્યા હતા અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન જવાના હતા, પરંતુ તેમણે તો સંબંધોના એન્જિનિયર બનવાનું હતું અને તેમજ થયું, તેઓ સિનેમા સંસારના ડિરેક્ટર બની ગયા. ફિલ્મનિર્માણની તાલીમ માટે બી. આર. ચોપરાએ યશને અલગ અલગ ડિરેક્ટર પાસે મોકલવાનું શરૃ કર્યું. પણ તે માત્ર ભાઈ સાહેબ એટલે કે બી. આર. ચોપરા સાથે જ કામ કરવા માગતા હતા, પરંતુ તેમના માટે મુશ્કેલ હતું કે આ વાત તેમની પાસે કોણ પહોંચાડે. એક વાર આ વાત બી. આર. ચોપરા સાથે પહોંચી ગઈ તો તેમણે તેનો તરત સ્વીકાર કરી લીધો ત્યાર પછી તેઓ 'એક હી રાસ્તા', 'સાધના' અને 'નયા દૌર' એમ ત્રણ ફિલ્મોમાં બી. આર. ચોપરાના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા હતા.
આ રીતે ધૂલમાંથી ખીલ્યું ફૂલ
કામ પ્રત્યે યશરાજનું સમર્પણ અને નિષ્ઠા જોયા બાદ બી. આર. ચોપરાએ ત્યારે ખૂબ મોટો નિર્ણય લીધો, તેમણે એક ફિલ્મ 'ધૂલ કા ફૂલ' બનાવવાનો નિર્ણય લીધો. તેનાં નિર્દેશનની જવાબદારી તેમના મુખ્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓમી બેદી અને યશરાજને સોંપી હતી. એ વખતે ઓમીને સ્વતંત્ર રીતે ફિલ્મનું નિર્દેશન કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો પણ ત્યાર પછી નક્કી થયું હતું કે, ફિલ્મમાં યશરાજ જ આ ફિલ્મનું નિર્દેશન કરશે. તે એક એવા અનૌરસ પુત્રની વાર્તા હતી જેની સફળતાએ તેમને લોકપ્રિયતા અપાવી દીધી.
'ધૂલ કા ફૂલ' બાદ બી. આર. ફિલ્મ્સની આગામી ફિલ્મ હતી 'ધરમ પુત્ર'. હિન્દુ-મુસ્લિમ એકતા પર આધારિત આ ફિલ્મનું સ્વતંત્ર નિર્દેશન યશરાજને સોંપવામાં આવ્યું હતું, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો, પરંતુ તે લોકપ્રિય રહી નહોતી. 'વક્ત'નું નિર્દેશન કર્યું. ફિલ્મની સફળતા બાદ યશરાજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા હતા અને ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહોતું.
 
'દાગ'થી શરૃ થયું 'યશરાજ ફિલ્મ્સ' પ્રોડ્ક્શન
 
યશરાજ ૧૯૭૩માં 'દાગ' ફિલ્મથી નિર્માણક્ષેત્રે પ્રવેશ્યા હતા અને સૌપ્રથમ વાર પોતાનાં બેનર 'યશરાજ ફિલ્મ્સ' હેઠળ તે બનાવી હતી. તેમની અંતિમ ફિલ્મ 'જબ તક હૈ જાન' તેનું નવું સ્વરૃપ છે. ગત સપ્ટેમ્બરમાં જ પોતાનો ૮૦મો જન્મદિન ઊજવનારા યશ ચોપરા 'જબ તક હૈ જાન' ફિલ્મથી જીવનના છેલ્લા દિવસોમાં પણ સક્રિય રહ્યા હતા. 'વીર ઝારા' બાદ તેમના દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મ પણ સંબંધોમાં ડૂબેલા પ્રેમની પટકથા પર આધારિત છે. દિવાળીમાં તે રિલીઝ થવાની છે.
  • ૨૨ફિલ્મોમાં નિર્દેશન
  • ૧૧ફિલ્મફેર એવોર્ડ
  • ૨નેશનલ એવોર્ડ
એવોર્ડનો યશ
યશરાજ ચોપરાએ તેમની ૫૬થી વધુ વર્ષની કારકિર્દીમાં અનેક એવોર્ડ્સ મેળવ્યા હતા. તેમણે વક્ત, દાગ, કભી-કભી અને સિલસિલા જેવી અનેક શ્રેષ્ઠ અને યાદગાર ફિલ્મો આપી હોવા છતાં તેમને છેક ૧૯૯૮માં દિલ તો પાગલ હૈ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. આ ફિલ્મને સંપૂર્ણ એન્ટરટેઇનમેન્ટની કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, ત્યાર બાદ ૨૦૦૫માં તેમની ફિલ્મ વીર-ઝારાને પણ આ જ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો હતો.
તેમને વક્ત(૧૯૬૫), ઇત્તેફાક(૧૯૬૯), દાગ(૧૯૭૩), દીવાર(૧૯૭૫)માં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવોર્ડ એનાયત થયો હતો જ્યારે તેમની ફિલ્મો લમ્હે(૧૯૯૧), દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫), દિલ તો પાગલ હૈ(૧૯૯૭), વીર-ઝારા(૨૦૦૪)ને બેસ્ટ મૂવીનો એવોર્ડ અપાયો હતો. તેમને સતત ત્રણ વર્ષ ૨૦૦૬, ૨૦૦૭ અને ૨૦૦૮માં ફિલ્મફેર પાવર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
ફિલ્મ ક્ષેત્રના એવોર્ડ્સ ઉપરાંત યશરાજ સમગ્ર વિશ્વમાં વિવિધ એવોર્ડ્સથી સન્માનિત થયા છે. ભારતીય સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને વર્ષ ૨૦૦૫માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા જ્યારે ૨૦૦૧માં ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સન્માનિત એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત તેમની ફિલ્મો મારફત સ્વિત્ઝર્લેન્ડને લોકપ્રિય બનાવવા બદલ સ્વિત્ઝર્લેન્ડ સરકાર વતી ઉર્સુલા એન્ડ્રેસ દ્વારા તેમને વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
જાવેદ અખતરને પહેલો બ્રેક આપ્યો
જો યશ ચોપરાએ જાવેદ અખતરને પહેલો બ્રેક આપ્યો ન હોત તો તેઓ કદાચ ફિલ્મની પટકથાઓ જ લખતા હોત. યશરાજે'સિલસિલા' ભલે વ્યાવસાયિક દૃષ્ટિએ બોક્સઓફિસ પર સુપરહિટ ન રહી શકી પરંતુ તેનાં ગીતો ખૂબ લોકપ્રિય રહ્યાં હતાં. આ ફિલ્મમાં શાયર જાવેદ અખતરને જીવનમાં પહેલી વાર ગીત લખવાની તક મળી હતી. વિવિધ ભારતી પર આવતો લોકપ્રિય કાર્યક્રમ 'આજ કે ફનકાર'માં જાવેદ અખતરે ત્યાર પછી બે વર્ષ સુધી કામ કર્યું હતું. આ વખતે જ તેમણે કહ્યું હતું કે, 'યશજી મને 'સિલસિલા'માં બ્રેક ન આપતા તો હું બોલિવૂડમાં સ્ટોરી રાઇટર તરીકે જ ઓળખાયો હોત. સિલસિલા બાદ મેં પટકથાને બદલે ગીતો લખવાનું શરૃ કર્યું હતું.
 
અમિતાભ, શાહરુખને સ્ટાર બનાવ્યા
૧૯૭૫માં રિલીઝ થયેલી 'દીવાર' ફિલ્મ યશરાજ અને અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ હતી, જે બોક્સઓફિસ પર સૌથી સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ અમિતાભની કારકિર્દીને એક નવો વળાંક મળ્યો હતો. શાહરુખખાનની કારકિર્દીને પણ તેમણે 'ડર' ફિલ્મ દ્વારા નવી ઊંચાઈએ પહોંચાડી હતી ત્યાર પછી તેમની રોમાન્સ સ્ટોરીઝને વાચા આપી શાહરુખે પણ બોલિવૂડમાં કિંગ ખાનનું બિરુદ મેળવી લીધું.
અંતિમ ફિલ્મ શાહરુખ સાથે કરવી હતી
શાહરુખ અને યશરાજની જોડીએ બોક્સઓફિસ પર ઘણી ધૂમ મચાવી હતી. યશરાજ શાહરુખને તેમના પુત્ર જ માનતા હતા. શાહરુખ સાથેના ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવો અને ભાવનાઓ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે, તે તેમની છેલ્લી ફિલ્મ શાહરુખ સાથે કરવા માગતા હતા.
દિગ્દર્શક તરીકે યશ ચોપરા
ધૂલ કા ફૂલ          (૧૯૫૯)
ધર્મપુત્ર  (૧૯૬૧)
વક્ત      (૧૯૬૫)
આદમી ઓર ઇન્સાન
            (૧૯૬૯)
ઇત્તેફાક  (૧૯૬૯)
દાગ       (૧૯૭૩)
જોશિલે (૧૯૭૩)
દીવાર     (૧૯૭૫)
કભી કભી  (૧૯૭૬)
ત્રિશુલ    (૧૯૭૮)
કાલા પથ્થર          (૧૯૭૯)
સિલસિલા           (૧૯૮૧)
મશાલ    (૧૯૮૪)
ફાસલે    (૧૯૮૫)
વિજય    (૧૯૮૮)
ચાંદની    (૧૯૮૯)
લમ્હે      (૧૯૯૧)
પરંપરા    (૧૯૯૨)
ડર         (૧૯૯૩)
દિલ તો પાગલ હૈ
            (૧૯૯૭)
વીર-ઝારા            (૨૦૦૪)
જબ તક હૈ જાન
            (૨૦૧૨).

Thursday, October 18, 2012

કેન્સરને હરાવી ચોથી વખત રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતનાર : હ્યુગો ચાવેઝ


વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ અમેરિકાના કટ્ટર વિરોધી છે. ગયા વર્ષે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે એવી વાતો ઊડી હતી કે ચાવેઝ હવે થોડા સમયના મહેમાન છે. કેન્સર સામે જંગ જીતીને હમણાં હ્યુગો ચાવેઝ ચોથી વખત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા. સુંદરીઓ અને સસ્તા પેટ્રોલના કારણે જગતભરમાં જાણીતા વેનેઝુએલા દેશના આ રાષ્ટ્રપતિ કાયમ વિવાદમાં રહ્યા છે. કેન્સર માટે પણ તેમણે અમેરિકા સામે શંકા વ્યક્ત કરી હતી. હ્યુગો ચાવેઝ એક એવી વ્યક્તિ છે જે અમેરિકાને આંખમાં કણાની જેમ ખૂંચે છે. ઇરાનના અહેમદીનેજાદ, ક્યુબાના ફિડેલ કાસ્ટ્રો સહિત દુનિયામાં અમેરિકાના જેટલા વિરોધીઓ છે એ બધા જ હ્યુગો ચાવેઝના મિત્રો છે. અમેરિકાના પ્રેસિડેન્ટને તેની જ ધરતી પર ડેવિલ કહેવાની હિંમત કરનાર હ્યુગો ચાવેઝની જિંદગી ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી છે.
‘ગઇકાલે અહીં એક ડેવિલ આવ્યો હતો, મને હજુ સલ્ફરની ગંધ આવે છે.’ નવેમ્બર ૨૦૦૬માં અમેરિકામાં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી મળી હતી. દુનિયાભરના નેતાઓ યુનોની આ બેઠકમાં હાજર હતા. આ સભામાં રાક્ષસ આવ્યો હતો એવી વાત કરીને વેનેઝુએલાના પ્રેસિડેન્ટ હ્યુગો ચાવેઝે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. આ સભાને સંબોધવા આગલા દિવસે જ અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશ આવ્યા હતા.
આ ઘટના પછી એક પત્રકારે હ્યુગો ચાવેઝને પૂછયું કે તમે નક્કી કરીને ગયા હતા કે આવું બોલશો? ચાવેઝે કહ્યું કે ના, મેં નક્કી કર્યું ન હતું, એ વિચાર અચાનક જ આવ્યો હતો અને મેં બોલી દીધું. આવું તો એ અનેક વાર બોલ્યા છે. જ્યોર્જ બુશ માટે તેમણે શેતાન અને આતંકવાદી જેવાં વિશેષણો વાપર્યાં છે. તો દુનિયાની અત્યારની મંદી માટે બરાક ઓબામાને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, અમેરિકા આખી દુનિયાને નરકના રસ્તે લઈ જઈ રહ્યું છે.
આ હ્યુગો ચાવેઝ ગયા અઠવાડિયે ચોથી વખત લેટિન અમેરિકી દેશ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. મૂડીવાદ અને સામ્રાજ્યવાદના કટ્ટર વિરોધી અને સામ્યવાદના પ્રખર હિમાયતી હ્યુગો ચાવેઝ ૧૯૯૮થી એટલે કે છેલ્લાં ૧૪ વર્ષથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે અને આ ચૂંટણી જીતી હજુ છ વર્ષ સુધી તેણે રાષ્ટ્રપતિપદ પાક્કું કરી લીધું છે.
કેન્સર સામે જંગ જીતવાની વાત નીકળે ત્યારે લોકો સાયકલીસ્ટ લાન્સ આર્મસ્ટ્રોંગથી માંડી આપણા ક્રિકેટર યુવરાજ સિંહનાં ઉદાહરણો આપે છે, આ હરોળમાં એક નામ હ્યુગો ચાવેઝનું પણ છે. ગયા વર્ષે તારીખ ૮ જૂન, ૨૦૧૧ના રોજ હ્યુગો ચાવેઝ ક્યુબાની મુલાકાતે ગયા હતા. ક્યુબા જઈ તેઓ ફિડેલ કાસ્ટ્રોને મળ્યા. કાસ્ટ્રોએ તેને કહ્યું કે તમારી તબિયત નરમ દેખાય છે. બીજા જ દિવસે ચાવેઝને પેડૂમાં ભયંકર દુખાવો ઉપડયો. ક્યુબાના શહેર હવાનાની એક હોસ્પિટલમાં ચાવેઝને દાખલ કરાયા. ડોક્ટરે કહ્યું કે તમને કેન્સર છે. તરત જ ઓપરેશન હાથ ધરાયું. ચાવેઝને શેનું કેન્સર છે તેની આજ સુધી કોઈને ખબર પડી નથી.
કેન્સરનું નિદાન થયા પછી આખી દુનિયામાં એવી વાતો વહેતી થઈ કે ચાવેઝ હવે એક બે વર્ષના જ મહેમાન છે. જો કે ત્રણ જ અઠવાડિયાંની સારવાર લઈ ચાવેઝ પાછા વેનેઝુએલા આવી ગયા. પોતાના મહેલની બાલ્કનીમાં ઊભા રહી તેણે લોકોને સંબોધન કર્યું કે હું તદ્દન સ્વસ્થ છું. સૈનિક યુનિફોર્મમાં સજ્જ ચાવેઝ તેની જાણીતી અદા સાથે જ સતત ૩૦ મિનિટ બોલ્યા અને કહ્યું કે લોકોનું સમર્થન કોઈ પણ બીમારી માટે સૌથી મોટી દવા છે. આમ છતાં લોકોને હતું કે હ્યુગો ચાવેઝ હવે પ્રેસિડેન્ટનું નેક્સ્ટ ઇલેક્શન નહીં લડે અને લડશે તો જીતશે નહીં, કારણ કે ચાવેઝ હારે તેવા તમામ પ્રયત્નો અમેરિકા કરશે. જો કે ચાવેઝ ચૂંટણી લડયા અને જીત્યા. લોકોએ એનાં મનોબળ અને મક્કમતા જોઈને જ તેને મત આપ્યા અને જિતાડી દીધા.
ઘણા લેટિન અમેરિકી દેશો અમેરિકાના વિરોધી છે. હ્યુગો ચાવેઝને કેન્સરનું નિદાન થયું એ સાથે જ તેના મિત્ર દેશોના વડાઓને પણ કેન્સર થયું. આર્જેન્ટિનાનાં મહિલા રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના કર્શનર, પેરૂગ્વેના રાષ્ટ્રપતિ ફર્નાડો લુગો, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિસિલ્વા અને બીજા નેતાઓને કેન્સર થયું. હ્યુગો ચાવેઝે કહ્યું કે અમેરિકાએ એવી ટેકનિક તો નથી વિકસાવી ને કે તેના વિરોધીઓને કેન્સર થાય અને મરી જાય. તેણે કહ્યું કે અમેરિકાના વૈજ્ઞાનિકોએ ૧૯૪૦ના દાયકામાં એવું કર્યું હતું કે ગ્વાટેમાલાની જેલના કેદીઓને સિફિલીસ અને બીજી બીમારીઓ લાગુ પડે અને એ બધા રીબાઈ રીબાઈને મરે. ગ્વાટેમાલાની આ વાત છેક પચાસ વર્ષ પછી ૨૦૧૦માં બહાર આવી હતી. હ્યુગો ચાવેઝનો ઇશારો એવો હતો કે પોતાના વિરોધીઓને ખતમ કરવા અમેરિકા કોઈ પણ હદે જઈ શકે છે.
વેનેઝુએલાનું નામ પડે એટલે બે વાત તરત નજર સામે આવી જાય. એક તો વેનેઝુએલાની સુંદરીઓ અને બીજું પેટ્રોલ. ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટ હોય ત્યારે વેનેઝુએલાની સુંદરીઓ ઓલવેઝ હોટ ફેવરિટ હોય છે. આ દેશની અનેક સુંદરીઓના શિરે મિસવર્લ્ડ અને મિસ યુનિવર્સનો તાજ મુકાયો છે. વિશ્વમાં ઓઈલનું સૌથી વધુ ઉત્પાદન કરનારા દેશોમાં વેનેઝુએલાનો નંબર પાંચમો છે. આખી દુનિયામાં સૌથી સસ્તં પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે. આપણે ત્યાં મળતી પાણીની બોટલ કરતાં પણ ત્યાં પેટ્રોલ સસ્તું એટલે કે એક લિટરના ૯૧ પૈસે મળે છે. જો કે દુનિયાના દેશો વેનેઝુએલાને તેના માથાફરેલા રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝના કારણે ઓળખે છે. ઇરાનના અહેમદીનેજાદ, ક્યુબાના ફિડેલ કાસ્ટ્રો સહિત આખી દુનિયામાં અમેરિકાના જેટલા પણ વિરોધીઓ છે એ બધા ચાવેઝના મિત્રો અને હિમાયતીઓ છે. અમેરિકાના વિરોધી દેશોનું સંગઠન યુનિયન ઓફ સાઉથ અમેરિકન નેશન્સ બનાવવા પાછળના માસ્ટર માઈન્ડ હ્યુગો ચાવેઝ છે. અમેરિકાને ઉતારી પાડવાની એકેય તક ચાવેઝ જતી કરતા નથી. વર્ષ ૨૦૦૨માં ચાવેઝને ઉથલાવી દેવા માટે વેનેઝુએલામાં બળવો થયો હતો. આ માટે પણ ચાવેઝે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું.
હ્યુગો ચાવેઝની જિંદગી ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી છે. અત્યારે ૫૮ વર્ષના થયેલા હ્યુગો ચાવેઝનો જન્મ ૨૮મી જુલાઈ,૧૯૫૪ના રોજ એક મધ્યમવર્ગના સ્કૂલ ટીચરના ઘરે થયો હતો. કેથલિક ક્રિશ્ચિયન ધર્મના હ્યુગોને નાના હતા ત્યારે પાદરી બનવાની ઇચ્છા હતી પણ મોટા થયા પછી એ વેનેઝુએલાની સેનામાં સૈનિક બની ગયા. સૈનિક તો બન્યા પણ સત્તાધીશોની નીતિઓથી તે નારાજ હતા. નવેમ્બર ૧૯૯૨ની વાત છે એ સમયે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ તરીકે કાર્લોસ અન્ડરેસ હતા. કાર્લોસને ઉથલાવી દેવા ચાવેઝે કાવતરું ઘડયું. સેનામાંથી થોડાક સૈનિક મિત્રોને તેણે સાથે લઈ સશસ્ત્ર બળવો કર્યો. ફાયરિંગ થયાં. ૧૮ લોકોનાં મોત થયાં અને ૬૦ને ઈજા થઈ. બળવો નિષ્ફળ ગયો અને ચાવેઝ ઝડપાઈ ગયા. ચાવેઝને જેલમાં ધકેલી દેવાયા. બે વર્ષની જેલની સજા પછી માફી માગીને ચાવેઝ જેલમાંથી છૂટયા. પછી તેણે નક્કી કર્યું કે હવે સક્રીય રાજકારણમાં ઝંપલાવી સીધી રીતે જ સત્તા મેળવવી. ચાવેઝે યુનાઈટેડ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ વેનેઝુએલાની સ્થાપના કરી.
ચૂંટણી પ્રચાર દરમિયાન હ્યુગો ચાવેઝ ગરીબોના મસીહા તરીકે ઉભરી આવ્યા. ચાવેઝે ચર્ચ અને પાદરીઓને પણ નબળા ચીતરીને કહ્યું કે તેઓ પણ અમીરો માટે જ કામ કરે છે. ગરીબોની કોઈને પડી નથી. ૧૯૯૮માં રાષ્ટ્રપતિ પદનું ઇલેક્શન ચાવેઝ જીતી ગયા અને તે ઘડીથી માંડીને આજના દિવસ સુધી એ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે. વેનેઝુએલામાં પણ ગરીબી અને બેરોજગારી છે છતાં ત્યાંનો ગરીબ અને મધ્યમવર્ગ હ્યુગો ચાવેઝને ટેકો આપે છે. જો કે ચાવેઝના વિરોધીઓ તેને ઓટોક્રેટ અને માથાફરેલો કહે છે.
હ્યુગો ચાવેઝની અંગત લાઈફ વિશે પણ બહુ વાતો ઊડી છે. ચાવેઝ રંગીન મિજાજી અને વુમનાઈઝર (સ્ત્રીઓના શોખીન) હોવાની વાતો પણ ખૂબ ચાલી હતી. જો કે ચાવેઝ તેને વિરોધીઓનો કુપ્રચાર કહે છે. આવો વિરોધ કરનારા લોકો ચાવેઝ સામે કોઈ પુરાવા આપી શક્યા ન હતા. જો કે ચાવેઝને બે પત્ની અને એક પ્રેમિકા હોવાની વાત જગજાહેર છે.
ચાવેઝે બે લગ્ન કર્યાં છે. તેના પ્રથમ લગ્ન એના વતનની જ અને ગરીબ પરિવારની નેન્સી કોલ્મેનારેસ સાથે થયાં હતાં. બંનેનું લગ્નજીવન ૧૮ વર્ષ ચાલ્યું. આ દરમિયાન નેન્સીને બે દીકરી રોસા અને મારિયા તથા એક પુત્ર રાફેલનો જન્મ થયો. હ્યુગો ચાવેઝે બીજાં લગ્ન પત્રકાર મેરિસાબેલ રોડ્રી ગુએઝ સાથે કર્યાં. ચાવેઝ સાથેના લગ્નજીવન દરમિયાન મેરિસાબેલે એક દીકરી રોઝીનેસને જન્મ આપ્યો. મેરિસાબેલ અને ચાવેઝના ૨૦૦૨માં ડિવોર્સ થઈ ગયા. હિસ્ટોરિયન તરીકે ફરજ બજાવતી હેરમા માર્કસમેન સાથેના હ્યુગોના સંબંધો પણ જાણીતા છે. બંનેએ લગ્ન નહોતાં કર્યાં છતાં બંને વચ્ચેના સંબંધો નવ વર્ષ ટક્યા હતા. પત્નીઓ સાથે નથી હોતી પણ ચાવેઝ અનેક વખત તેની દીકરીઓ સાથે જાહેરમાં જોવા મળે છે.
૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ પછી અમેરિકાએ ફાઈટ અગેઇન્સ્ટ ટેરર શરૂ કરી,અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારથી હ્યુગો ચાવેઝ ખુલ્લંખુલ્લા અમેરિકાની સામે આવી ગયા. તેણે કહ્યું કે અમેરિકા ઇઝ ફાઈટિંગ ટેરર વિથ ટેરર. આખી દુનિયામાં જગત જમાદારી કરતાં અમેરિકાના એક એક પગલાંને હ્યુગો ચાવેઝે વખોડયું છે. ૨૦૧૦માં તો એ સીધા જ અમેરિકાની સામે આવી ગયા હતા.
અમેરિકાએ વેનેઝુએલાના રાજદૂત તરીકે લૈરી પામરની નિમણૂક કરી. હવે આ લૈરી પામરે અગાઉ વેનેઝુએલા વિશે નબળી વાતો જાહેરમાં કરી હતી. હ્યુગો ચાવેઝે અમેરિકાના રાજદૂત તરીકે લૈરી પામરનો અસ્વીકાર કરી દીધો અને તેને વેનેઝુએલા આવવાની ના પાડી દીધી. અમેરિકાએ તેને દેશનું અપમાન ગણ્યું અને અમેરિકામાં વેનેઝુએલાના રાજદૂત તરીકે ફરજ બજાવતા બર્નાડો એલ્વરેઝ હરેરાના વિઝા રદ કરી દીધા. આવી ચડભડ તો હ્યુગો ચાવેઝ અને અમેરિકાના સત્તાધીશો વચ્ચે અનેક વાર થઈ છે.
ગમે તે હોય, આ માણસમાં દમ છે. અમેરિકાના વિરોધીઓ તો ત્યાં સુધી કહે છે કે હ્યુગો ચાવેઝ જેવા લોકો છે એટલે જ અમેરિકા થોડું ઘણું કાબૂમાં રહે છે બાકી તો એ ફાટીને ધુમાડે જાય. અમેરિકા વેનેઝુએલા વિશે કંઈ પણ સ્ટેટમેન્ટ કરે તો ચાવેઝ તરત જ કહી દે છે કે ભાઈ ઓબામા, તમારા દેશ ઉપર ધ્યાન દેવાની સૌથી વધુ જરૂર છે. ચાવેઝ કહે છે કે દુનિયાને બચાવવાનો એકમાત્ર રસ્તો સમાજવાદ છે અને તેની આ વાત જ અમેરિકાથી સહન નથી થતી, એટલે બંને દેશ વચ્ચેની આ બબાલ તો કાયમ ચાલતી જ રહેવાની છે. અત્યારે તો હ્યુગો ચાવેઝને હરાવીને ઘરે બેસાડવાની અમેરિકાની મુરાદ મનની મનમાં રહી ગઈ છે. જોઈએ હવે,અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઓબામાનું શું થાય છે!

Wednesday, October 17, 2012

Amar Gopal Bose (chairman and founder of Bose Corporation)









A Pioneer in the field of acoustics Amar Gopal Bose is the chairman and founder of Bose Corporation. Born on November 2, 1929, Bose was born and raised in Philadelphia, Pennsylvania.
His speaker system was one of the first to make use of sound reflecting off walls and the ceiling. In 1964 he founded Bose Corporation when he was teaching at MIT.
In the initial years, sometimes Bose did not pay himself a salary and worked at night. Currently Bose Corporation employs around 6,000 people and is a pioneering name in audio speaker technology.   The word Bose has become a symbol for quality and technical innovations in the world of audio systems. Bose's 901(R) speakers remained an industry benchmark for 25 years. Amar Bose also captured the car stereo market, with systems that transformed the on-the-road listening experience.
Amar Bose featured on the 2006 Forbes Billionaires list with a personal wealth of $1.2 billion. This year he has been awarded '2007 Distinguished Service Citation' an award for the individual who has significantly improved the industry or their respective organizations.
Following graduation, Bose took a position at MIT as an Assistant Professor. He focused his research on acoustics, leading him to invent a stereo loudspeaker that would reproduce, in a domestic setting, the dominantly reflected sound field that characterizes the listening space of the audience in a concert hall.

Bose was awarded significant patents in two fields which, to this day, are important to the Bose Corporation. These patents were in the area of loud speaker design and non-linear, two-state modulated, Class-D, power processing.

To found his company in 1964, for initial capital, he turned to angel investors including his MIT thesis advisor and professor, Dr. Y. W. Lee.

During his early years as a professor, Bose bought a high-end stereo speaker system in 1956 and was reportedly underwhelmed by the performance of his purchase. This would eventually pave the way for his extensive speaker technology research, concentrating on key weaknesses in the high-end speaker systems available during Bose's time, and focusing on psychoacoustics, which would become a hallmark of the company's audio products. Applying similar psychoacoustic principles to headphone technology, Bose created the "Tri-Port Earcup Drivers." Today, the Bose Corporation is a multifaceted entity with more than 12,000 employees, worldwide, that produces products for home, car, and professional audio, as well as conducts basic research in acoustics, automotive systems, and other fields.

Bose Corporation, as a privately held company, does not publish its financial records, however a few hundred shareholders do receive audited annual financial statements.

In addition to running his company, Bose remained a professor at MIT until 2000.

Bose says that his best ideas usually come to him in a flash. "These innovations are not the result of rational thought; it's an intuitive idea."

Friday, October 12, 2012

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

Oct 05, 2012

મહાનુભાવ
આઇન્સ્ટાઇને ઝુરિચ ખાતે ફેડરેલ પોલિટેક્નિક એકેડેમીમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૦૫માં તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
મહાન વિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ ૧૪ માર્ચ,૧૮૭૯ના રોજ જર્મનીમાં થયો હતો. નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની આઇન્સ્ટાઇને કરેલી શોધોએ ભૌતિકશાસ્ત્રના મહત્ત્વના સાપેક્ષવાદ સહિતના સિદ્ધાંતોના પાયાનો ખ્યાલ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આઇન્સ્ટાઇનના પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનયર હતા. તેમણે અને તેમના કાકાએ મ્યુનિચમાં એલ્ક્ટ્રોટેક્નિશ ફેબ્રિક જે. આઇન્સ્ટાઇન એન્ડ કુ. નામની કંપની સ્થાપી હતી. આ કંપની ડાયરેક્ટ કરન્ટ પર આધારિત ઇલેક્ટ્રિકલ સાધનો બનાવતી હતી. તેમના કાકા જેકેબ હેરમાનને પણ વિદ્યુત ઉપકરણનો ધંધો હતો.
આઇન્સ્ટાઇન પરિવાર યહૂદી ધર્મ પાળતો ન હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કેથોલિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમને પ્રારંભમાં ભાષાની મુશ્કેલી પડતી હતી, તેમ છતાંય તેઓ શાળામાં સૌથી હોશિયાર વિદ્યાર્થી હતા.
આઇન્સ્ટાઇને ઝુરિચ ખાતે ફેડરેલ પોલિટેક્નિક એકેડેમીમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૦૫માં તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
૧૯૦૫નું વર્ષ તેમના માટે મિરેકલ યર હતું. આ વર્ષે તેમણે પાંચ થિયેરિકલ પેપર રજૂ કર્યાં હતાં અને આ પેપરે આધુનિક ભૌતિકશાસ્ત્રના વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની શોધ માટે તેમને ૧૯૨૧માં નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા.
જર્મનીમાં નાઝીવાદ શાસન અને સંશોધન માટે યોગ્ય વાતાવરણ નહીં મળતાં તેઓ ઝુરિચ છોડીને અમેરિકા ગયા હતા. જ્યાં તેમણે તેમનું સંશોધન કાર્ય આગળ ધપાવ્યું હતું.
એટોમિક બોમ્બની શોધમાં આઇન્સ્ટાઇનની થિયરીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
એટોમિક બોમ્બના ઉપયોગને લઈને તેઓ ભારે ચિંતાતુર રહેતા. તેમણે સમગ્ર વિશ્વને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાની વિનંતી કરી હતી. ન્યુક્લિઅર ટેક્નોલોજીના વિકાસમાં પણ તેઓ સંશોધનરત રહ્યા હતા. આઇન્સ્ટાઇન ૧૮ એપ્રિલ, ૧૯૫૫નાં રોજ પ્રિન્સટન ખાતે મૃત્યુ પામ્યા

હ્યુગો શાવેજ ફરીથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા


Oct 09, 2012








કરાકસ, 9 ઓક્ટોબર
 સમાજવાદી હ્યુગો શાવેજ એમના પ્રતિસ્પર્ધી હેનરિક કૈપ્રિલ્સને હરાવીને ફરીથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

શાવેજ ચોથીવાર રાષ્ટ્રપતિ બન્યા છે.  તેઓએ 14 વર્ષ સુધી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે.
શાવેજને ગરીબોના મસીહા માનવામાં આવે છે. લેટિન અમેરિકાના દેશ ક્યુબા અને બોલાવિયામાં પણ એમના સમર્થકો છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડિઝે શાવેજને શુભેચ્છાઓ પાઠવી હતી. 

Thursday, October 11, 2012

અમિતાભના જાણીતા દસ ડાયલોગ


મુંબઈ, 10 ઓક્ટોબર

બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના અવાજ અને અભિનયનાં કારણે દેશમાં જ નહીં, બલ્કે વિદેશમાં પણ પ્રખ્યાત થયાં છે. અમિતાભે પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન તેમનાં ચાહકોને ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે અને હાલમાં પણ આપી રહ્યાં છે. આવો જાણીએ અમિતાભની સુપરહિટ ફિલ્મોનાં કેટલાંક પ્રખ્યાત ડાયલોગ.
૧. મૂછે હો તો નથ્થુલાલ જૈસી હો, વરના ના હો.
ફિલ્મ - શરાબી
 
૨. ડોન કા ઇંતઝાર તો ૧૧ મુલ્કો કી પુલીસ કર રહી હૈ, લેકિન ડોન કો પકડના મુશ્કીલ હી નહીં નામુમકીન હૈ.
ફિલ્મ - ડોન
 
૩. રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ.
ફિલ્મ -  શહેનશાહ
 
૪. વિજય દીનાનાથ ચૌહાન, પૂરા નામ, બાપ કા નામ, દીનાનાથ ચૌહાન, મા કા નામ સુહાસિની ચૌહાન.
ફિલ્મ - અગ્નિપથ
૫. આજ મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેંકબેલેન્સ હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ ?
ફિલ્મ - દીવાર
 
૬. તુમ્હારા નામ ક્યા હે બસંતી ?
ફિલ્મ - શોલે
 
૭. જાઓ પહેલે ઉસકા સાઇન લે કે આઓ, જીસને મેરે હાથ પર યે લીખા હૈ.
ફિલ્મ - દીવાર
 
૮. આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન લાફ ઇંગ્લિશ, બીકોઝ ઇંગ્લિશ ઈઝ એ વેરી ફન્ની લેંગ્વેજ !
ફિલ્મ - નમકહલાલ
 
૯. અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ(થીમ પોએમ).
ફિલ્મ - અગ્નિપથ
 
૧૦. આર યુ સ્યોર ? કોન્ફિડન્ટ ? લોક કર દિયા જાયે ?
ટીવી શો  - કૌન બનેગા કરોડપતિ.

Wednesday, October 10, 2012

29-year-old Muslim woman named culture minister of Norway



 
The first ever Muslim minister in the Norwegian Cabinet is Hadia Tajik of Pakistani origin, who was handed the culture portfolio
 
 
Minister of Culture of Norway, Hadia Tajik (Photo: Ahram)
 

On Sunday, with no precedent in Norwegian history, Prime Minister Jens Stoltenberg appointed Hadia Tajik, a 29-year-old Muslim woman, as minister of culture, making Tajik the youngest minister in the Norwegian Cabinet and the first ever Muslim in the Norwegian government.
 
Tajik, of Pakistani origin, anounced that her programme will focus on cultural diversity as part of the Norwegian people's daily lives and how this reflects on Norweigan society as a whole. The programme will delve into the protection of minority rights, whether cultural or racial, including the right of Muslims to wear the veil in public places, among other issues.
The new focus, however, will not be unopposed. Most right wing groups are against these policy changes, considering the increase in diversity in society a challenge to European culture.
 

Last year Anders Breivik randomly shot 69 people at a summer camp organised by the Workers' Youth League (AUF) of the Labour Party after blowing up a Norweigan state building. During his trial, Breivik reasoned that multi-cultural policies are harming Norway, adding that he considers Islam his enemy.
 

Born in Strand, Norway, on 18 July 1983, Tajik studied human rights at the University of Kingston in the UK and holds a Bachelor's degree in journalism and Master's in law, the latter awarded by the University of Oslo this year.
 

An activist from a young age, Tajik led the Young Workers Movement between 1999 and 2002. She also worked as a political advisor to Norway's minister of justice, 2008-2009. During this time Norweigan women members of the police were afforded the right to wear the veil at work. The decision was, however, rescinded due to harsh criticism from conservative parties.
In 2009, Tajik was elected to parliament as a member of the Labour Party in the Oslo constitutency. She was placed on a list of six seats generally considered safe for the party.

Tuesday, October 2, 2012

ગાંધીજીના જીવનની તસવીરી ઝલક, માત્ર એક ક્લિક પર

http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-c-69-879373-3868563.html?RHS-interesting_news=
ગાંધીજીના જીવનની તસવીરી ઝલક, માત્ર એક ક્લિક પર
સમગ્ર વિશ્વના લોકો ગાંધીજીને રોલ માડેલ માને છે. ગાંધીજીના વિશે જાણવા માટે લોકો આતુર હોય છે. બાપુના ચાહકો માટે અહીં ગાંધીજીના જીવનની કેટલાક દુર્લભ તસવીરો મુકવામાં આવી છે, જેમાં ગાંધીજીની યુવાનીથી લઈને છેક ભારતને આઝાદ કરાવ્યો ત્યાં સુધીની તસવીરી ઝલક છે. ગાંધીજી ક્યાંક વકીલના પહેરવેશમાં, ક્યાંક રેટિયો કાંતતા, ક્યાંક બાળકો સાથે મસ્તિ કરતાં તો ક્યાંક સત્યાગ્રહ કરતાં દેખાય છે. તમને પણ તેમના જીવનના આ પાસાઓ જોવા ગમશે. તો જૂઓ આ છે તેમના જીવનની તસવીરી ઝલક. (ગાંધીજી વિશે વધુ જાણવા માટે ફોટો બદલો) 

Very inspiring: Anand Kumar, Patna Bihar-A Devoted Mathematician!!!


Very inspiring: Anand Kumar,
Patna Bihar-A Devoted Mathematician!!!

Click here to join nidokidos
He developed an indomitable affection and love towards mathematics and possesses exceptional mathematical abilities. His role model is great Indian mathematician Ramanujan. During graduation, He submitted papers on Number Theory, which were published in Mathematical Spectrum and The Mathematical Gazette. He worked hard and dreamed of getting into one of the worlds best university Cambridge. And one day he got it, admission to Cambridge.
 But¦
 Very soon he realized that his father cannot afford his education at Cambridge. He and his father searched helplessly for a sponsor all over India but nobody came up. And one day his familys only breadwinner: his father died and his last hope of getting good education diminished. He gave up the dream of Cambridge and came back to his home in Patna, Bihar.
 He would work on Mathematics during day time and would sell papads in evenings with his mother, who had started a small business from home, to support her family. He also tutored students in maths to earn extra money. Since Patna University library did not have foreign journals, for his own study, he would travel every weekend on a six-hour train journey to Varanasi, where his younger brother, learning violin under N. Rajam, had a hostel room. Thus he would spend Saturday and Sunday at the Central Library, BHU and return to Patna on Monday morning.
 
He rented a classroom for Rs 500 a month, and began his own institute, the Ramanujam School of Mathematics (RSM). Within the space of year, his class grew from two students to thirty-six, and after three years there were almost 500 students enrolled. Then in early 2000, when a poor student came to him seeking coaching for IIT-JEE, who couldnt afford the annual admission fee due to poverty, Kumar was motivated to start the Super 30 program in 2003, for which he is now well-known.
 
Every year in August, since 2003, the Ramanujan School of Mathematics, now a trust, holds a competitive test to select 30 students for the ˜Super 30 scheme. About 4,000 to 5,000 students appear at the test, and eventually he takes thirty intelligent students from economically backward sections which included beggars, hawkers, auto-drivers children, tutors them, and provides study materials and lodging for a year. He prepares them for the Joint Entrance Examination for the Indian Institutes of Technology (IIT). His mother, Jayanti Devi, cooks for the students, and his brother Pranav Kumar takes care of the management.
 
Out of 270 students he tutored from 2002-2011 236 students have made an admission to IIT. All of them came so poor background that their parents were Hawkers, Auto-drivers, laborer etc.
 During 2003-2009, 182 students out of 210 have made it to the IITs.
 In 2010, all the students of Super 30 cleared IIT JEE entrance making it a three in a row for the institution.
 Anand Kumar has no financial support for Super 30 from any government as well as private agencies, and manages on the tuition fee he earns from the Ramanujam Institute. After the success of Super 30 and its growing popularity, he got many offers from the private “ both national and international companies “ as well as the government for financial help, but he always refused it. He wanted to sustain Super 30 through his own efforts. After three consecutive 30/30 results in 2008-2010, in 2011, 24 of the 30 students cleared IIT JEE.
 
Anands work is now well received from all over the world :
 
USAs president obama read about Anand in TIME magazine and sent a special envoy to check the work done by him and offered all the assistance and Anand never accepts help irrespective of helper.
 
Discovery Channel broadcast a one-hour-long program on Super 30, and half a page has been devoted to Kumar in The New York Times.
 
Actress and ex-Miss Japan Norika Fujiwara visited Patna to make a documentary on Anands initiatives.
 
Kumar has been featured in programmes by the BBC.
 
He has spoken about his experiences at Indian Institute of Management Ahmedabad.
 
Kumar is in the Limca Book of Records (2009) for his contribution in helping poor students crack IIT-JEE by providing them free coaching.
 
Time Magazine has selected mathematician Anand Kumars school “ Super 30 “ in the list of Best of Asia 2010.
 
Anand Kumar was awarded the S. Ramanujan Award for 2010 by the Institute for Research and Documentation in Social Sciences (IRDS) in July 2010.
 
Super 30 received praise from United States President Barack Obamas special envoy Rashad Hussain, who termed it the best institute in the country. Newsweek Magazine has taken note of the initiative of mathematician Anand Kumars Super 30 and included his school in the list of four most innovative schools in the world.
Anand Kumar has been awarded by top award of Bihar government Maulana Abdul Kalam Azad Shiksha Puraskar November 2010.
He was awarded the Prof Yashwantrao Kelkar Yuva Puraskar 2010 by Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) in Bangalore.
In April 2011, Anand Kumar was selected by Europes magazine Focus as one of the global personalities who have the ability to shape exceptionally talented people.
 

 
 Anand Kumar: Real life Superman
It is said, 'teach a man to fish; and you have fed him for a lifetime.' Anand Kumar, who founded the ambitious and innovative educational program,