Friday, October 12, 2012

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

Oct 05, 2012

મહાનુભાવ
આઇન્સ્ટાઇને ઝુરિચ ખાતે ફેડરેલ પોલિટેક્નિક એકેડેમીમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૦૫માં તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
મહાન વિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ ૧૪ માર્ચ,૧૮૭૯ના રોજ જર્મનીમાં થયો હતો. નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની આઇન્સ્ટાઇને કરેલી શોધોએ ભૌતિકશાસ્ત્રના મહત્ત્વના સાપેક્ષવાદ સહિતના સિદ્ધાંતોના પાયાનો ખ્યાલ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આઇન્સ્ટાઇનના પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનયર હતા. તેમણે અને તેમના કાકાએ મ્યુનિચમાં એલ્ક્ટ્રોટેક્નિશ ફેબ્રિક જે. આઇન્સ્ટાઇન એન્ડ કુ. નામની કંપની સ્થાપી હતી. આ કંપની ડાયરેક્ટ કરન્ટ પર આધારિત ઇલેક્ટ્રિકલ સાધનો બનાવતી હતી. તેમના કાકા જેકેબ હેરમાનને પણ વિદ્યુત ઉપકરણનો ધંધો હતો.
આઇન્સ્ટાઇન પરિવાર યહૂદી ધર્મ પાળતો ન હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કેથોલિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમને પ્રારંભમાં ભાષાની મુશ્કેલી પડતી હતી, તેમ છતાંય તેઓ શાળામાં સૌથી હોશિયાર વિદ્યાર્થી હતા.
આઇન્સ્ટાઇને ઝુરિચ ખાતે ફેડરેલ પોલિટેક્નિક એકેડેમીમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૦૫માં તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
૧૯૦૫નું વર્ષ તેમના માટે મિરેકલ યર હતું. આ વર્ષે તેમણે પાંચ થિયેરિકલ પેપર રજૂ કર્યાં હતાં અને આ પેપરે આધુનિક ભૌતિકશાસ્ત્રના વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની શોધ માટે તેમને ૧૯૨૧માં નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા.
જર્મનીમાં નાઝીવાદ શાસન અને સંશોધન માટે યોગ્ય વાતાવરણ નહીં મળતાં તેઓ ઝુરિચ છોડીને અમેરિકા ગયા હતા. જ્યાં તેમણે તેમનું સંશોધન કાર્ય આગળ ધપાવ્યું હતું.
એટોમિક બોમ્બની શોધમાં આઇન્સ્ટાઇનની થિયરીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
એટોમિક બોમ્બના ઉપયોગને લઈને તેઓ ભારે ચિંતાતુર રહેતા. તેમણે સમગ્ર વિશ્વને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાની વિનંતી કરી હતી. ન્યુક્લિઅર ટેક્નોલોજીના વિકાસમાં પણ તેઓ સંશોધનરત રહ્યા હતા. આઇન્સ્ટાઇન ૧૮ એપ્રિલ, ૧૯૫૫નાં રોજ પ્રિન્સટન ખાતે મૃત્યુ પામ્યા

No comments:

Post a Comment