Friday, March 1, 2013

ગુજરાતના નવા ડીજીપી તરીકે અમિતાભ પાઠકની નિમણૂક


ગાંધીનગર,બુધવાર
આજે ચાર્જ સંભાળશે, ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી ડીજીપી રહેશે
ગુજરાતના ડીજીપી ચિતરંજનસિંઘ ૨૮ ફેબ્રુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત થવાના હોવાથી રાજય સરકારે લાંચરુશવત બ્યૂરોના ડાયરેકટર જનરલ, ૧૯૭૭ બેચના અમિતાભ પાઠકને નવા ડીજીપી તરીકે નિમણૂંક આપી દીધી છે. ૧૯૭૬ બેચના ડીજી દીપક સ્વરૂપને સુપરસીડ કરીને અમિતાભ પાઠકને નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. અમિતાભ પાઠક ગુરુવાર મોડીસાંજે ડીજીપીનો ચાર્જ સંભાળશે.
૧૯૭૬ બેચના હોમગાર્ડના ડીજી દીપક સ્વરૂપ માર્ચ મહિનામાં વયમર્યાદાને કારણે નિવૃત થવાના હોવાથી તેમના પછીની બેચના ડીજી અમિતાભ પાઠકને ડીજીપી બનાવવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર એસ.કે.સાઇકિયા આ વર્ષે ઓકટોબર મહિનામાં વયમર્યાદાના કારણે નિવૃત થવાના છે. આ કારણે અમિતાભ પાઠકનો એકમાત્ર હુકમ કરવામાં આવ્યો છે. તેમની જગ્યાનો વધારાનો હવાલો લાંચરુશવત બ્યૂરોના અધિક પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાને સોપવામાં આવશે.

No comments:

Post a Comment