Sunday, March 10, 2013

૮ ભારતીય મહિલાઓ ફોર્બ્સની યાદીમાં ચમકી


ન્યૂયોર્ક, તા. ૧
ઉદ્યોગસાહસિકોમાં શોભના ભરતિયા, પ્રિયા પોલ અને ચંદા કોચરને સ્થાન

એશિયાની ટોચની ૫૦ મહિલા ઉદ્યોગ સાહસિકોની યાદીમાં ભારતની ૮ મહિલાઓને સ્થાન મળ્યું છે. ફોર્બ્સ દ્વારા બનાવાયેલી આ યાદીમાં મીડિયા ગ્રુપનાં શોભના ભરતિયા, હોટેલ ગ્રૂપનાં સંચાલિકા પ્રિયા પોલ તેમજ બેન્કર ચંદા કોચરને શક્તિશાળી મહિલા ઉદ્યોગ સાહસિકો ગણવામાં આવી છે. વિશ્વનાં અત્યંત ગતિશીલ ઔદ્યોગિક ક્ષેત્રમાં આ મહિલાઓએ સફળતા મેળવી છે. ૫૦ મહિલાઓમાં ૧૬ ઉદ્યોગ સાહસિકો સાથે ચીન ટોચ પર હતું જ્યારે ભારતની આઠ અને હોંગકોંગની આઠ મહિલાઓનો સમાવેશ થતો હતો.
આ મહિલાઓએ ચીનમાં આર્થિક મંદી, અમેરિકામાં ધીમા આર્થિક સુધારા અને યુરોપીય સંઘની ડેટ ક્રાઇસિસ વચ્ચે પણ સારો કારોબાર કરવામાં સફળતા મેળવી હતી. પડકારરૂપ સ્થિતિ વચ્ચે જે મહિલા ઉદ્યોગ સાહસિકોનો દેખાવ પ્રશંસનીય રહ્યો છે તેવી ૫૦ મહિલાઓને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય હોટેલ ગ્રૂપના સંચાલિકા પ્રિયા પોલ દ્વારા તેમના પિતાની હત્યા પછી કારોબાર સંભાળ્યો હતો અને હોટેલોની નવી શૃંખલા ખોલી હતી. સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોની આ યાદીમાં મીડિયા ગ્રૂપનાં શોભના ભરતિયા, આઈસીઆઈસીઆઈ બેન્કનાં વડા ચંદા કોચર, બાયોકોનનાં કિરણ મજુમદાર શો, એનએસઈનાં ચિત્રા રામકૃષ્ણા, રેણુકા રામનાથ, એપોલો હોસ્પિટલનાં પ્રીતા રેડ્ડી, એક્સિસ બેન્કનાં શિખા શર્માનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment