Monday, May 27, 2013

ભારતીય સ્મિતા સિંહને ગ્લોબલ ડેવલપમેન્ટ કાઉન્સિલનાં સભ્ય બનાવાયાં


વોશિંગ્ટન, તા. ૨૨
 ઓબામાએ મહત્ત્વના હોદ્દા પર ભારતીયની નિયુક્તિ કરી

ઓબામા વહીવટીતંત્ર દ્વારા પ્રેસિડેન્ટની ગ્લોબલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે મૂળ ભારતીય સ્મિતા સિંહની નિયુક્તિ કરવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા અમેરિકાના પ્રમુખને ગ્લોબલ ડેવલપમેન્ટ પોલિસી અંગે સલાહસૂચનો આપવામાં આવે છે. આ ઉપરાંત હાલની અને નવી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અંગે સહયોગ પૂરો પાડવામાં આવે છે. વિશ્વભરમાં ઊભરતા નવા અને હાલના મુદ્દાઓ પર કાઉન્સિલ વખતોવખત ઓબામા વહીવટીતંત્રને માહિતગાર રાખે છે અને તેમાં જરૃરી ફેરફારો સૂચવે છે. ઓબામાએ આ કાઉન્સિલમાં નવા આઠ સભ્યોની નિયુક્તિ કરી હતી, જેનું ચેરમેનપદ મોહમદ અલ ઇરિઅન સંભાળશે.
સ્મિતા સિંહ ૨૦૦૧થી ૨૦૧૦ સુધી ગ્લોબલ એફેર્સનાં સ્પેશિયલ એડવાઇઝર હતાં. વિલિયમ અને ફ્લોરા હેવલેટ ફાઉન્ડેશન ખાતે ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના તેઓ સ્થાપક ડિરેક્ટર હતાં ૧૯૯૮થી ૨૦૦૧ સુધી તેમણે હાર્વર્ડ એકેડમી ફોર ઇન્ટરનેશનલ એન્ડ એરિયા સ્ટડીઝમાં અભ્યાસ કર્યો હતોવર્લ્ડ બેન્ક અને સંયુક્ત રાષ્ટ્રના આફ્રિકા પરના આર્િથક કમિશન દ્વારા તેમનાં સલાહસૂચનો લેવામાં આવતાં હતાં.

Sunday, May 26, 2013

શશીકાંત શર્મા કેગના નવા વડા નિમાયા


નવી દિલ્હી, તા.૨૧
સંરક્ષણ સચિવ શશીકાંત શર્માની કેગના નવા વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ૧૯૭૬ના બિહાર કેડરના ઓફિસર શશીકાંત શર્મા હવે વિનોદ રાયના બદલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગનો હવાલો સંભાળશે.
૨૩મી મેના રોજ રાષ્ટ્રપતિ તેમને શપથ લેવડાવશે
કેગના નિવૃત થઈ રહેલા વડા વિનોદ રાયનો કાર્યકાળ ૨જી સ્પેક્ટ્રમ અને કોલ બ્લોક ફાળવણી જેવા કેગના અહેવાલના કારણે વિવાદાસ્પદ બની રહ્યો હતો. દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થાના વડા તરીકે સાડા પાંચ વર્ષનો કાર્યકાળ બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે. કેગના નવનિયુક્ત વડાની જાહેરાત કરતાં નાણાં મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૮ (૧) હેઠળ રાષ્ટ્રપતિએ કેગના વડા તરીકે શશીકાંત શર્માની નિમણૂંક કરી છે.

યુનિર્વિસટી ઓફ યોર્કમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતાં શશીકાંત શર્મા ૨૩મી મેના રોજ કેગના વડા તરીકેનો પોતાનો હોદ્દો સંભાળશે. ગુરુવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તેમને શપથ લેવડાવશે. વિનોદ રાયની જેમ શશીકાંત શર્માએ પણ આર્િથક સેવા વિભાગના સેક્રેટરી તરીકે કામ કર્યુ છે. ઉપરાંત સંરક્ષણ મંત્રાલયમાં જુદા-જુદા હોદ્દાઓ ઉપર તેમણે ૧૦ વર્ષ જેટલો સમય વિતાવ્યો છે. સામાન્ય રીતે કેગના વડાની નિમણૂંક છ વર્ષ માટે અથવા તેઓ ૬૫ વર્ષ પૂરા કરે ત્યાં સુધી રહેતો હોય છે.

ઊંઘમાં જ ઘરને ચકચકિત કરી નાખે છે આ મહિલા


સાઉથવેલ્સ, 23 મે
અન્ય એક મહિલા ઊંઘમાં જે કંઈ પણ વસ્તુ સામે આવતી તે ખાઈ જતી હતી
દુનિયામાં ઘણા પ્રકારની બીમારીઓ છે પરંતુ આ મહિલાની બીમારી વિશે સાંભળીને તમે જરૃરથી ચોંકી જશો. બ્રિટનની આ મહિલાને એક એવી બીમારી છે કે તે ઊંઘમાં જ વાસણ સાફ કરી દે છે અને તેનાં આખા ઘરની સફાઈ પણ કરી નાખે છે અને આટલું બધું કામ કરવા છતાં પણ તેને જરાય થાક લાગતો નથી.

સાઉથવેલ્સના ન્યૂપોર્ટમાં રહેતી ક્લેયર બાર્લેટની સાથે અઠવાડિયામાં ત્રણ વખત આવું થાય છે કે તે ઊંઘમાં જ વાસણ સાફ કરી નાખે છે. ક્લેયર ઊંઘમાં જ તેનાં ઘરમાં કચરા-પોતાં પણ કરી નાખે છે અને ઘરની બારીઓના કાચને પણ ચકચકિત કરી નાખે છે અને આટલું બધું કામ એક સાથે કર્યા બાદ પણ તેને જરાયે થાક નથી લાગતો. આ અંગે ક્લેયર જણાવે છે કે, 'પાછલા વર્ષના ઓક્ટોબર મહિનાથી મને ઊંઘમાં કામ કરવાની બીમારી લાગુ પડી હતી પરંતુ આ બીમારી મારા અને મારા પરિવારના સભ્યો માટે ફાયદાકારક હોવાથી અમે ક્યારેય આ બીમારીની સારવાર કરાવા વિશે વિચાર્યું નથી.' ઘણી વખતે તો ક્લેયર જાણી જોઈને દિવસે ઘરનું કામ નથી કરતી જેથી કરીને રાત્રે ઊંઘમાં બીમારીનાં બહાને તેનાં ઘરનું કામ થઈ જાય. ક્લેયર પોતાના પતિ તેનાં બે બાળકો અને અન્ય બે સાવકાં બાળકોની સાથે રહે છે. ક્લેયરને છ વર્ષ પહેલાં ઊંઘમાં ચાલવાની બીમારી થઈ હતી. આ સિવાય ઊંઘની બીમારી સાથે જોડાયેલા આવા પ્રકારના એક સમાચાર પહેલાં પણ આવ્યા હતા જેમાં એક મહિલાને એવી બીમારી હતી કે, ઊંઘમાં તેની સામે જે કંઈ પણ વસ્તુ આવતી હતી તેને તે ખાઈ જતી હતી.

વૃદ્ધ જાપાનીઝે માઉન્ટ એવરેસ્ટ સર કરી ઇતિહાસ સર્જ્યો


ટોકિયો, તા. ૨૩
૮૦ વર્ષના વૃદ્ધ જાપાનીઝ યુઇચિરો મિઉરાએ ગુરુવારે વિશ્વના સૌથી ઊંચાં માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચીને ઇતિહાસ સર્જ્યો હતો. મિઉરા અને તેના નવ સભ્યોની ટીમે સર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ(નોર્વે)એ ૬૦ વર્ષ પહેલાં જે રૃટ પર જઇને માઉન્ટ એવરેસ્ટ શિખર પ્રથમ વખત સર કરવાનું બહુમાન મેળવ્યું હતું તે જ રૃટ પર જઇને આ શિખર સર કર્યું હતું.
જાપાનીઝ આરોહક સાથે તેમનો ૪૩ વર્ષનો પુત્ર અને અન્ય બે જાપાનીઝ તથા છ નેપાળી શેરપાઓએ આ સાહસ સફળતાપૂર્વક પાર પાડયું હતું. તેઓએ કહેવાતો ડેથ ઝોન અને અને તેમના એવરેસ્ટ ટ્રેકની સૌથી વધુ મુશ્કેલ ઊંચાઈ પાર કરી સ્થાનિક સમય મુજબ રાત્રીના બે વાગે ૧,૧૪૦ ફૂટનાં શિખરનો અંતિમ પડાવ લગભગ સાત કલાકમાં સર કર્યો હતો.
મિઉરાની ટોકિયો ઓફિસ, તેની પત્ની અને બે પુત્રીઓ સહિતના પરિવારજનો મિઉરાની સફળતાના શબ્દો સાંભળવા ફોનનાં રિસિવર પાસે ઊભાં રહી ગયાં હતાં. ૮૦ વર્ષની મોટી ઉંમરે હું આ શિખર સર કરીને મોટી સિદ્ધિ મેળવી શકીશ તેની કદી કલ્પના પણ કરી ન હતી તેમ મિઉરાએ કહ્યું હતું. રિપોર્ટરો સાથેના જામપેક રૃમમાં જ્યારે તેમની ટીમે એવરેસ્ટ સર કર્યાનો આખરી ફોન આવ્યો ત્યારે તમામ આનંદથી ઝૂમી ઊઠયાં હતાં.

વિશ્વની આ સૌથી શ્રેષ્ઠ લાગણી છેતેમ યુઇચિરો મિઉરાએ શિખરની ટોચ પરથી તેના પરિવારને કરેલા ફોનમાં કહ્યું હતું. ૮૦ વર્ષની ઉંમરે મને આ સિદ્ધિ મળશે તેવી મને ક્યારેય કલ્પના ન હતીઆવી મોટી લાગણી મેં ક્યારેય અનુભવી નથી છતાં આ સાહસમાં મને ક્યારેય થાક લાગ્યાનું અનુભવ્યું નથીતેની આ સિદ્ધિમાં વધુ નોંધનીય તેની ઉંમર અને તેનો મેડિકલ ઇતિહાસ છે. રિકરિંગ એરહિથમિઆની સારવાર માટે તેના પર ચાર વખત હાર્ટસર્જરી થઇ ચૂકી છે જેમાંની એક બે માસ પહેલાં જ થઇ હતી. ૨૦૦૯ના સકેટિંગ સાહસ વખતે થયેલા અકસ્માતમાં તેનો બસ્તિપ્રદેશ બાંગી ગયો હતો અને જાંઘમાં ફ્રેક્ચર થયું હતું.

Saturday, May 25, 2013

હિલેરી ક્લિન્ટનને હેલન કેલર હ્યુમેનિટરિઅન એવોર્ડ એનાયત કરાયો


ન્યૂયોર્ક, 24 મે
અમેરિકાનાં ભૂતપૂર્વ સેક્રેટરી હિલેરી રોધમ ક્લિન્ટનને 'હેલન કેલર હ્યુમેનિટરિઅન ૨૦૧૩' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હિલેરી ક્લિન્ટને કુપોષણ અને અંધત્વને નાથવા માટે જે પ્રયાસો કર્યા છે તેના માટે તેમને આ એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ ફંક્શનમાં હિલેરી ક્લિંટનનાં આવાં ઉમદા કાર્યનાં ખૂબ વખાણ કરવામાં આવ્યાં હતાં.

હિલેરી ક્લિન્ટને પોતાનાં વક્તવ્યમાં ૨૦૧૬ના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર વિશે કહ્યું હતું પરંતુ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને આ મહિનાની શરૃઆતમાં કહ્યું હતું કેતેમની પત્નીનાં રાજકીય ભવિષ્ય અંગે જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તે નિરાકરણ લાવવા માટે રાષ્ટ્રે તે તરફ ધ્યાન આપવું જરૃરી છેતેમણે પોતાની પત્ની વિશે એેવું પણ કહ્યું હતું કે૨૦ વર્ષમાં પ્રથમ વખત તેણે એક સામાન્ય નાગરિક તરીકેનો આનંદ લીધો છે.

ભારતીય મૂળના શ્રીનિવાસન અમેરિકામાં જજ બન્યા

વોશિંગ્ટન, 24 મે

અમેરિકામાં ભારતીય મૂળના વિખ્યાત કાયદાનિષ્ણાત શ્રીકાંત શ્રીનિવાસન દેશની બીજી અદાલતમાં જજ તરીકે નિમણૂકની પુષ્ટિ થઇ છે.

સેનેટે શ્રીનિવાસનના  નિમણૂકની પુષ્ટિ કરી છે. તેમના નિમુણકના પક્ષમાં 97 વોટ પડ્યા છે. તે પુષ્ટિની પછી 46 વર્ષના શ્રીનિવાસન હાઇ કોર્ટના પહેલા ભારતીય અમેરિકન ન્યાયાધીશ બની ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 11 જૂન 2012ના રોજ તેમને પહેલી વખત નામાંકિત કર્યા હતા.

જો કે સેનેટને અનિશ્ચિત કાળને માટે સ્થગિત થવાને કારણે બે જાન્યુઆરી 2013ના રોજ તેમના નામાંકન રાષ્ટ્રપતિની પાસે પરત આવ્યા હતા. ત્યાર પછી ત્રણ જાન્યુઆરી 2013ના રોજ ઓબામાએ તે કાર્યાલયમાં બીજી વાર નામાંકિત કર્યા હતા. 
 

Tuesday, May 21, 2013

બેંગ્લોરના વ્યાપારીને પુસ્તકમાંથી રવીન્દ્રનાથ ટાગોરનો દુર્લભ પત્ર મળ્યો






બેંગ્લોર, તા. ૨૪
નોબલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકારે આ પત્ર ૧૯૩૧માં લખ્યો હતો
બેંગ્લોરમાં એક પુસ્તકની સોડમાં ભરાયેલો રવીન્દ્રનાથ ટાગોરનો દુર્લભ પત્ર મળી આવ્યો હતો. નોબલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકારે આ પત્ર ૧૯૩૧માં લખ્યો હતો. આ પત્ર ૧૯૨૧માં ટાગોર દ્વારા સ્થપાયેલી સંસ્થા વિશ્વ ભારતી યુનિર્વિસટીના લેટરહેડ પર લખાયો હતો. આ પત્રની શરૂઆતની લાઇનમાં તેમણે લખ્યું હતું કે, મારા પોતાના દેશ અને દુનિયામાંથી જ્યારે કોઇ મને અભિનંદન આપે ત્યારે મારી લાગણીને માત્ર થોડા શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવી તે ખૂબ જ મુશ્કેલ વાત છે. આ પત્રમાં ટાગોરે કોઇ ચોક્કસ બાબત માટે કોઇક વ્યક્તિનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. આ પત્ર ૧૭મી ડિસેમ્બર ૧૯૩૧માં લખાયો હતો અને જોગાનુજોગ તે દિવસે તેમણે ૭૦મી વર્ષગાંઠ ઊજવી હતી. નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યા પછી ૧૭ વર્ષ બાદ આ પત્ર લખાયો હતો.
બ્લોઝમ બુક હાઉસની માલિક માયી ગૌડાએ જણાવ્યું હતું કે, ૧૯૩૧માં ટાગોરે ૭૦મી વર્ષગાંઠ ઊજવી હતી અને તે વર્ષ આલ્બર્ટ આઇનસ્ટાઇન સહિત દુનિયાની ખ્યાતનામ વ્યક્તિઓએ તેમના વિશે લખ્યું હતું. આ લેખનો સંગ્રહ ગોલ્ડન બુકમાં કરાયો હતો. ગોલ્ડન બુકની માત્ર ૧,૫૦૦ કોપી પ્રકાશિત કરાઈ હતી અને માયી ગૌડાએ દક્ષિણ મુંબઇમાં રૂ. ૫,૦૦૦માં આ બુક ખરીદી હતી.
ગૌડાએ જણાવ્યું હતું કે, પુસ્તકની અંદર રવીન્દ્રનાથે લખેલો પત્ર હોવાની જાણકારી તેમને અથવા બુક સ્ટોરને નહોતી. બુક ખરીદ્યા બાદ પુસ્તકની અંદરથી તે પત્ર મળી આવ્યો હતો. જ્યારે વિશ્વ ભારતી યુનિર્વિસટીએ હજુ સુધી આ પત્ર માટે ગૌડાનો સંપર્ક કર્યો નથી. જોકે ટાગોરના અનુયાયીઓએ આ પત્ર ખરીદવા માટે ગૌડાનો સંપર્ક સાધ્યો હતો. જોકે ગૌડાએ તે પત્ર વેચવાની ના પાડી દીધી હતી. ગૌડા માને છે કે, કદાચ એવું બની શકે કે ટાગોર આ પુસ્તક તેમના કોઇ મિત્રને ભેટ આપ્યું હોય અને તેમાં તે પત્ર મૂક્યો હશે.

મલાલાની ગ્લોબલ લીડરશીપ એવોર્ડ માટે પસંદગી

વોશિંગ્ટન, 21 મે

છોકરીઓની સાથે શિક્ષાની વકીલાત કરવા પર તાલિબાનના હુમલાનો શિકાર બનેલી કિશોરી મલાલાને આ વર્ષેના પ્રતિષ્ઠિત ગ્લોબલ લીડરશિપ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

ઘોષણાના અનુસાર કિશોરીઓને શિક્ષિત કરવા અને અધિકારયુક્ત બનાવવામાં 15 વર્ષની મલાલાની ભૂમિકાને જોતા તેને આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. મલાલાને મહિલા શિક્ષાની વકીલાત કરવા અને સ્પષ્ટવક્તા માટે નિશાન બનાવવામાં આવી હતી. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને 10 નવેમ્બરને મલાલા દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી હતી. 

Monday, May 20, 2013

વર્ષ ૨૦૧૨માં વિદાય લેનારા ગુજરાતી વીરલાઓ


નવલકિશોર શર્મા : ૮ ઓક્ટોબર
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના પીઢ નેતા પંડિત નવલકિશોર શર્માનું નિધન રાજસ્થાનમાં થયું હતું. શર્મા ૨૦૦૪થી ૨૦૦૯ સુધી ગુજરાતના રાજ્યપાલ પદે હતા.
કૈલાશપતિ મિશ્ર : ૩ નવેમ્બર
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસપતિ મિશ્રનું લાંબી બીમારી બાદ પટનામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા.
રણજિતસિંહ ગાયકવાડ : ૧૦ મે
વડોદરાના મહારાજા શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડ વડોદરાના રાજવી ઉપરાંત લોકસભાના સભ્ય રહી ચૂક્યા હતા. રણજિતસિંહ સારા ચિત્રકાર તેમજ કલારસિક હતા.
કાશીરામ રાણા : ૩૧ ઓગસ્ટ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપમાંથી છ ટર્મ સુધી સુરતના સાંસદ રહેલા કાશીરામ રાણાનું ૭૫ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. રાણા છેલ્લે કેશુભાઇની જીપીપીમાં જોડાયા હતા.
ઓધવજીભાઈ પટેલ : ૧૮ ઓક્ટોબર
ઘડિયાળની દુનિયામાં જેમના નામના ડંકા પડે છે એ મોરબીની વિખ્યાત અજંતા કંપનીની સ્થાપના ઓધવજી પટેલે કરી હતી. ઓધવજીભાઈ કન્યાકેળવણીના પ્રખર હિમાયતી હતા.
ઇન્દ્રવદન મોદી : ૨૩ જાન્યુઆરી
જાણીતી ફાર્મા કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક અને ચેરમેન ઇન્દ્રવદન મોદી ફાર્મા ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા હતા. તેઓ અનેક સેવાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.
અશ્વિની ભટ્ટ : ૧૦ ડિસેમ્બર
આશકા માંડલ, ઓથાર, આખેટ, અંગાર જેવી અત્યંત લોકપ્રિય નવલકથાઓ થકી ગુજરાતી વાચકના હ્ય્દય પર રાજ કરનારા અશ્વિની ભટ્ટનું નિધન અમેરિકા ખાતે થયું હતું.
ભોળાભાઈ પટેલ : ૨૦ મે
પ્રવાસવર્ણનોમાં પોતાની આગવી મુદ્રા ધરાવનાર લેખક-સાહિત્યકાર તથા આજીવન શિક્ષક એવા ભોળાભાઈ પટેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમને પદ્મશ્રી સન્માન પ્રાપ્ત થયું હતું.
સુરેશ દલાલ : ૧૦ ઓગસ્ટ
જાણીતા કવિ, વિવેચક અને નિબંધકાર સુરેશ દલાલે સાહિત્યનાં પુસ્તકોને આકર્ષક રંગઢંગ આપ્યા હતા. સાહિત્ય લોકો સુધી પહોંચે એ માટે સુરેશ દલાલે કરેલી મહેનત નોંધપાત્ર હતી.
પ્રબોધ ર. જોશી : ૧૮ નવેમ્બર
કવિ પ્રબોધ ર. જોશી કોર્પોરેટ ક્ષેત્રમાં પણ નામના ધરાવતા હતા. 'ઉદ્દેશ' સામયિકના તંત્રી તરીકે તથા ઝાયડસ કેડિલાના એક્ઝિક્યુટિવ ગ્રૂપ પ્રેસિડેન્ટ (HR)તરીકે લાંબી સેવા આપી હતી.
ચંદુલાલ સેલારકા : ૨૯ નવેમ્બર
મુંબઈ નિવાસી સાહિત્યકાર ચંદુલાલ સેલારકાએ નવલકથા અને ટૂંકી વાર્તાઓ લખી હતી. વ્યવસાયે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ચંદુભાઈ મોટા ગજાના સાહિત્યકાર હતા.
રમેશ મહેતા : ૧૧ મે
ઓ..હો..હો, જેની ઓળખ બની ચૂકી હતી, એ ગુજરાતી ફિલ્મોમાં હાસ્યના પર્યાય સમાન કલાકાર રમેશ મહેતાનું ૮૦ વર્ષની વયે તેમના નિવાસસ્થાને રાજકોટમાં અવસાન થયું હતું.
કે.લાલ : ૨૩ સપ્ટેમ્બર
જાદુગરીની દુનિયામાં કે. લાલ બહુ મોટું નામ હતું. વિશ્વભરમાં વીસ હજાર કરતાં વધારે જાદુના ખેલ કે.લાલે કર્યા હતા. સાઠ વર્ષ કરતાં વધારે વર્ષ તેઓ જાદુની દુનિયાને સર્મિપત રહ્યા હતા.
મૂળરાજ રાજડા : ૨૩ સપ્ટેમ્બર
જામખંભાળિયાના વતની મૂળરાજ રાજડાએ મુંબઇની ગુજરાતી રંગભૂમિ તેમજ ફિલ્મોના કલાકાર તરીકે નામના મેળવી હતી.'રામાયણ' સિરિયલમાં તેમણે જનકનું પાત્ર ભજવેલું.
રાસબિહારી દેસાઈ : ૬ ઓક્ટોબર
ગુજરાતી સુગમ સંગીતના સાધક રાસબિહારી દેસાઇને લીધે ગુજરાતી સુગમ સંગીતને અનોખી ઊંચાઈ મળી હતી. રાસભાઈ પોતાને આજીવન સંગીતના વિદ્યાર્થી ગણતા હતા.
હરસુર ગઢવી : ૨૧ એપ્રિલ
જાણીતા લોકસાહિત્યકાર હરસુર ગઢવીનું લીવરની બીમારીને કારણે રાજકોટમાં અવસાન થયું હતું. હાસ્યમાં તેમની તળપદી શૈલી ખૂબ લોકપ્રિય બની હતી.

Saturday, May 18, 2013

Top 10 Richest Politicians of the World


01. Michael Bloomberg

Worth: $22 billion

The Connection: Mayor, New York City (2002-Present)

In January the longtime equal rights advocate joined with other mayors nationwide to launch Mayors for Freedom to Marry. In February he won plaudits from women's rights groups for pledging to match $250,000 in donations to Planned Parenthood when the Susan G. Komen Foundation controversially and briefly cut funding.
02. Mikhail Prokhorov

Worth: $13.2 billion

The Connection: Leadership, Right Cause Party Congress (2011); Candidate for President of Russia (2012)

Prokhorov left Right Cause as the movement collapsed, calling the party a "farce." He garnered 8% of the vote against Vladimir Putin in the race for president. 

03. Bidzina Ivanishvili

Worth: $6.4 billion

The Connection: Candidate for Prime Minister of Georgia (Fall 2012)

Bidzina's wealth is equal to half of Georgia's GDP, and he's used it to provide for the people living in his hometown of Chorvila -- creating a modern feudal municipality.

04. Silvio Berlusconi

Worth: $5.9 billion

The Connection: Prime Minister, Italy (2008-2011)

Silvio Berlusconi is out of office and out of jail, at least for now. The former Italian Prime Minister resigned in November amid scandals, gaffes and a crumbling economy. This past February, the media and banking maven had corruption charges thrown out of Italian court thanks to a statute of limitations, but he still faces separate charges for sex with a minor and tax fraud. He denies all allegations. He started his career as a cruise ship crooner.

05. Henry Ross Perot Sr.

Worth: $3.5 billion

The Connection: Two-time presidential candidate (1992, 1996)

Perot dropped $60 million on his first presidential campaign in 1992, capturing 19% of the vote. He founded the Reform Party in 1995 and ran under that banner in 1996, gaining 8% of the vote.

06. Andrei Guriev

Worth: $3.5 billion

The Connection: Senator to Federation Council, Russia (2001-Present)

The former Communist leader turned fertilizer billionaire is considered one of Russia's most powerful politicians.

07. Naguib Sawiris

Worth: $3.1 billion

The Connection: Founder, Free Egyptians Party (2011)

Sawiris plunged into politics when he formed last year the Free Egyptians party to promote free markets and a secular government. Although he apologized, hard-line Islamists wanted him tried on charges of insulting Islam for tweeting a bearded Mickey Mouse and a veiled Minnie. 

08. Najib Mikati

Worth: $3 billion

The Connection: Prime Minister, Lebanon (2011-Present)

Najib Mikati became prime minister of Lebanon in January 2011 and immediately faced a series of threats to the country's stability--not least the violence in neighboring Syria. Mikati, who's a moderate in a divided nation, keeps in touch with a growing following on Twitter to explain his policies.

09. Sebastian Pinera
Photo — Link
Worth: $2.4 billion

The Connection: President of Chile (2010-present); Senator (1990-1998)

After he was elected president in 2010, Pinera kept his campaign promise to sell his holdings, a popular move. He unloaded his 26% stake in Chilean airline LAN for $1.5 billion, sold the TV channel Chilevision to Time Warner for a reported $150 million, and sold his share of popular soccer team Blanco & Negro. But last year after student protests, worker strikes, and raging wildfires in Torres del Paine National Forest, Pinera's approval ratings dropped to a reported 23%, the lowest of any Chilean president since Pinochet.

10. Jeff Greene

Worth: $2.1 billion

The Connection: Senate candidate in 2010 Democratic Primary, Florida

Greene lost his primary battle to Kendrick Meek, who in turn lost to up-and-coming Republican all-star Marco Rubio.

Thursday, May 16, 2013

સોનાના સિક્કા પર સચિન તેંડુલકરની તસવીર, જાણો કિંમત

નવી દિલ્હી, 13 મે

અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજના અવસર પર સીમિત સંખ્યામાં સોનાના ખાસ સિક્કા લોન્ચ કરવામાં આવ્યા હતાં, જેના પર સચિન તેંડુલકરની તસવીર અને ઓટોગ્રાફ છપાયેલાં હતાં. સચિનની હાજરીમાં વૈલ્યૂમાર્ટ ગોલ્ડ અને જ્વેલર્સે આવા એક લાખ સિક્કા માર્કેટમાં મૂક્યા હતાં. દરેક સિક્કાનું વજન 10 ગ્રામ હતું.

24 કેરેટના સોનાના સિક્કાની કિંમત 34 હજાર રૂપિયા છે. વૈલ્યૂમાર્ટના સ્ટોર દેશના મોટાભાગના રાજ્યોમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વર્ષ માટે સચિનને પોતાનો બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે.

સચિને આ અવસર પર કહ્યું હતું કે, 'ક્રિકેટના મેદાન પર મારા માટે ઘણા સુવર્ણસમય આવ્યાં છે, પરંતુ આ એકદમ અલગ છે. હું અખાત્રીજ પર લોકોને શુભેચ્છા આપું છું, કેમ કે હિંદુ કેલેન્ડરમાં આ તિથી મહત્વની છે. સોનું તો ક્રિકેટરોને પણ ગમે છે અને મજાક કરું તો વેસ્ટઈન્ડિઝના ખિલાડીઓને પૂછી લેજો.'
 

Friday, May 3, 2013

મહાત્મા ગાંધીની અંગત વસ્તુઓની બ્રિટનમાં થશે હરાજી

લંડન, 3 મે

બ્રિટેનના લુડાલોમાં આ મહીનાના અંતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વ્યક્તિગત વસ્તુઓ અને તેના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ દસ્તાવેજોની હરાજી થવાની છે. તેમની બિમારી પછી વર્ષ 1924માં જુહૂમાં સ્વાસ્થ્ય લાભ દરમિયાન બાપુએ વાપરેલી વસ્તુઓ તેમજ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો, તસવીરો અને પત્રોનો આ હરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હરાજીમાં બાપુની જપ માળા, સાલ, ચાદર, કપ અને હાથી દાંતના ત્રણ વાંદરાઓનો પણ સમાવેશ થાય છે. બાપુએ તે ત્રણ વાંદરાઓને તેમના પોતાના હાથેથી બનાવ્યા હતા. આ હરાજી 21મે ના રોજ થવાની છે. આ વસ્તુઓને સિવાય વર્ષ 1921માં મહાત્મા ગાંધી દ્રારા લખાયેલા તેમના વસિયતનામા અને પાવર ઓફ એટર્નીનો પણ સમાવેશ થાય છે. આ હરાજીમાં અન્ય દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે.

હરાજીમાં વર્ષ 1937 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉત્પન્ન વિવાદને શાંત કરવા માટે જે પત્રો લખ્યા હતા તેનો પણ સમાવેશ થાય છે. ગાંધીજીની કેટલીક તસવીરો પણ છે જેમાંથી કેટલીક તસવીરો પર તેમને પોતે હસ્તાક્ષર પણ કર્યા હતા. 

ભારતીય મૂળના શ્રીનિવાસન બનશે અમેરિકામાં પ્રથમ ફેડરલ જજ


વોશિંગ્ટન, 12 એપ્રિલ
ભારતીય મૂળના એ. શ્રીનિવાસનને અમેરિકાના ફેડરલ જજ બનાવવાની શક્યતાઓ વધી ગઈ છે, તેઓ પ્રથમ ઇન્ડિયન-અમેરિકી હશે કે જેની આ પદ માટે વરણી કરવામાં આવશે જ્યારે તેમનાં નામને આ પદ માટે સૂચવવામાં આવ્યું ત્યારે રિપબ્લિકન સેનેટર્સે તેનો સીધી રીતે વિરોધ નહોતો કર્યો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શ્રીનિવાસનનાં નોમિનેશનને જાહેર કર્યું તે દરમિયાન જ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શ્રીનિવાસનને પોતાના માર્ગદર્શક બનાવ્યા હતા. સેને જ્યૂડિશિલય કમિટીની ૯૦ મિનિટની સુનાવણીમાં તેઓ ઘણા ઇમ્પ્રેસિવ દેખાતા હતા જેથી સાબિત થાય છે કે તેઓ જ અમેરિકામાં પ્રથમ ફેડરલ જજ બનશે. રિપબ્લિકન સેનેટ ઓરિન હૈચે જણાવ્યુ હતું કે તેઓ શ્રીનિવાસનનું સમર્થન કરી રહ્યા છે, તેઓ શ્રીનિવાસનના એક ગાઢ મિત્ર છે. સેનેટ તરફથી મંજૂરી મળશે તો શ્રીનિવાસન ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના પ્રથમ સાઉથ અશિયન જજ બનશે.

Wednesday, May 1, 2013

દુનિયાના 116 વર્ષના વયોવૃદ્ધને જોઈને વૈજ્ઞાનિકો પણ દંગ છે!


ટોક્યો, તા.૨૦
જાપાનના ક્યોટો પ્રાંતમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જિરોઈમોન કિમુરાએ શુક્રવારે પોતાનો ૧૧૬મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે જાપાનના વડાપ્રધાને તેને શુભેચ્છા પાઠવતો વ્યક્તિગત સંદેશ મોકલ્યો. સૂત્રોના આધારે જિરોઈમોન કિમુરાએ ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં પણ દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે નોંધણી કરાવી લીધી છે. 
તેમના જન્મદિવસે અભિનંદન પાઠવવા વિશ્વભરમાંથી ૧૫૬ સંદેશા આવ્યા. ક્યોટેંગો શહેરમાં રહેતા કિમુરાના ઘરે શહેરના મેયર સહિતના કેટલાક અગ્રણી નાગરિકો પણ શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. વડાપ્રધાન શિંજો આબેએ પણ કિમુરાને એક વિડિયો સંદેશ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાને તેમના વિડિયો સંદેશમાં કહ્યું કે 'હું દિલથી તમને શુભેચ્છા પાઠવું છું. હું ૫૮ વર્ષનો છું પરંતુ તમારી સરખામણીમાં તો હજુ હું જુવાન જ છું અને તમે અમારા દેશનું ગૌરવ છો.
એક અધિકારીએ જણાવ્યું કે કિમુરાનું સ્વાસ્થય હજુ ઘણું સારું છે. તે દરરોજ ત્રણ માઈલ ચાલે છે. કિમુરાની આટલી લાંબી આયુષ્ય અંગેનું રહસ્ય જાણવા શહેરના અધિકારિઓએ એક શોધ દળની રચના કરવાનું આયોજન કર્યું છે. જેથી તેની તંદુરસ્તીનુ રહસ્ય જાણી શકાય.

સન્ડે ટાઇમ્સની ધનિકોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ચોથા સ્થાને


લંડન, 22 એપ્રિલ

લોર્ડ સ્વરાજ પૌલ હાઉસ ઓફ લોર્ડની યાદીમાં ટોચ પર
મિત્તલે સતત આઠ વર્ષ પછી પહેલું સ્થાન ગુમાવ્યું
બ્રિટનના ધનિક તરીકે રશિયન અબજોપતિ અલિશેર ઉસ્માનોવ
મૂળ ભારતના સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલ સન્ડે ટાઇમ્સની ધનિકોની યાદીમાં સતત આઠ વર્ષ ટોચ પર રહ્યા પછી ૨૦૧૩ની યાદીમાં ગગડીને ચોથા સ્થાને પહોંચ્યા છે જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સના ધનિકોની યાદીમાં આ વર્ષે એનઆરઆઈ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પૌલ સૌથી ધનિક તરીકે ટોચના સ્થાને પહોંચ્યા છે.
હિન્દુજા ગ્રૂપના ચેરમેન અને કો-ચેરમેન શ્રી હિન્દુજા અને ગોપી હિન્દુજા આ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યા છે. હિન્દુજા બ્રધર્સની સંપત્તિ ૨૦૧૩માં ૧૦.૬ અબજ પાઉન્ડ રહી હતી જે અગાઉનાં વર્ષે ૮.૬ અબજ પાઉન્ડ હતી.
રશિયાના ૫૯ વર્ષના અબજોપતિ અલિશેર ઉસ્માનોવ કે જેઓ આર્સેનલ ફૂટબોલ ક્લબમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે તેઓ બ્રિટનના સૌથી ધનિક તરીકે સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, જેમની સંપત્તિ ૧૩.૩ અબજ પાઉન્ડ છે, તેમણે તેમનો બિઝનેસ પ્લાસ્ટિક બેગ્સથી શરૃ કર્યો હતો રશિયાના સૌથી મોટા આયર્નઓરના ઉત્પાદક તરીકે ઊભરી આવ્યા હતા. મેઇલ ડોટ રન અને મેગાફોનમાં પણ તેઓ મોટું રોકાણ ધરાવે છે.
મિત્તલની સંપત્તિમાં મોટું ધોવાણ થયું હતું, તેમની સંપત્તિ ગયા વર્ષે ૧૨.૭ અબજ પાઉન્ડ હતી તે આ વખતે ઘટીને ૧૦ અબજ પાઉન્ડ થઈ હતી.
હાઉસ ઓફ લોર્ડ્સમાં સૌથી ધનિક તરીકે ૨ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે લોર્ડ સ્વરાજ પૌલ ટોચ પર હતા, જોકે યુકેમાં જન્મેલા ગેરાલ્ડ ગ્રોસવેનોરની સંપત્તિ ૭.૮ અબજ પાઉન્ડ હતી અને તેઓ આઠમા ક્રમે રહ્યા હતા.
સન્ડે ટાઇમ્સ દ્વારા સૌ પહેલાં ૧૯૮૯માં જ્યારે ધનિકોની યાદી જાહેર કરવામાં આવી તે પછી અબજોપતિઓની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે, જે ૯થી વધીને ૮૮ પર પહોંચી હતી. ગયા વર્ષે ધનિકોનું પ્રમાણ ૭૭નું હતું. ૧૯૮૯માં ૫.૨ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે ક્વીન ટોચ પર હતાં.
બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ બીજા જ્યારે ૧૯૮૯માં પહેલી યાદી જાહેર કરાઈ ત્યારે ૫.૨ અબજ પાઉન્ડની તમામ સંપત્તિ સાથે ટોચ પર હતાં પણ ૧૯૯૩થી તેમની સંપત્તિમાં ઘટાડો થતાં તેમણે સ્થાન ગુમાવ્યું હતું.
ઘનિકોની યાદી ૨૦૧૨ અને ૨૦૧૩
 
ક્રમ    ૨૦૧૨નો ક્રમ           નામ                     બિઝનેસ                          ૨૦૧૩માં સંપત્તિ              ૨૦૧૨માં સંપત્તિ
 
૧.          (૨)          અલિશેર ઉસ્માનોવ       માઇનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ           ૧૩.૩ અબજ પાઉન્ડ           ૧૨.૩ અબજ પાઉન્ડ
૨.          (૫)           લેન બ્લાવાતનિક        ઇન્વેસ્ટમેન્ટ અને મ્યુઝિક મીડિયા  ૧૧.૦ અબજ પાઉન્ડ           ૭.૫૮ અબજ પાઉન્ડ
૩.          (૪)           શ્રી અને ગોપી હિન્દુજા   ઉદ્યોગો અને ફાઇનાન્સ              ૧૦.૬ અબજ પાઉન્ડ           ૮.૬૦ અબજ પાઉન્ડ
૪.          (૧)           લક્ષ્મી મિત્તલ અને ફેમિલી સ્ટીલ                               ૧૦ અબજ પાઉન્ડ               ૧૨.૭ અબજ પાઉન્ડ
૫ .         (૩)            રોમન અબ્રામોવિક   ઓઇલ એન્ડ ઇન્ડસ્ટ્રી                   ૯.૩૦ અબજ પાઉન્ડ             ૯.૫૦ અબજ પાઉન્ડ
----
૧૯૮૯માં ધનિકોની યાદી
૧. ક્વીન બ્રિટનનાં મહારાણી ૫.૨ અબજ પાઉન્ડ.
૨. ડયુક ઓફ વેસ્ટમિન્સ્ટર જમીનમાલિક   ૩.૨૦ અબજ પાઉન્ડ.
૩. લોર્ડ જ્હોન સેઇન્સબરી એન્ડ ફેમિલી રિટેલિંગ ૧.૯૬ અબજ પાઉન્ડ.
૪. ગેડ એન્ડ હન્સ રાઉઝિંગ ફૂડ પેકેજિંગ    ૧.૯૦ અબજ પાઉન્ડ.
૫. સર જોહ્ન મૂર્સ ફૂટબોલ પુલ્સ ૧.૭૦ અબજ પાઉન્ડ.

વિશ્વના ધનિકોની યાદીમાં મુકેશ અને અનિલ અંબાણી ૨૦મા


લંડન, તા. ૨૧
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને 'સન્ડે ટાઇમ્સ' દ્વારા જાહેર કરાયેલી વિશ્વના ધનિકોની યાદીમાં સંયુક્ત રીતે વિશ્વના ધનિકોની યાદીમાં વીસમા સ્થાને છે. આ અંબાણી બંધુઓ પાસે ભારતમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રિયલ એમ્પાયર છે. તેમને પેટ્રોકેમિકલ્સ કેટેગરી હેઠળ સંયુક્ત રીતે વીસમું સ્થાન આપવામાં આવ્યું છે. બંનેની સંયુક્ત સંપત્તિ ૧૭ અબજ પાઉન્ડ છે, જે ગયા વર્ષે ૧૯ અબજ પાઉન્ડ હતી. આ કેટેગરીમાં હિંદુજા બ્રધર્સ શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજા ૪૭મા ક્રમે છે. તેમની સંપત્તિ ૧૧ અબજ પાઉન્ડ છે,જ્યારે ગયા વર્ષે તેમની સંપત્તિ નવ અબજ પાઉન્ડ હતી.